Sun-Temple-Baanner

રાજમૌલિનું રજવાડું


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રાજમૌલિનું રજવાડું


રાજમૌલિનું રજવાડું

સંદૃેશ – સંસ્કાર પૂર્તિ – ૭ મે ૨૦૧

મલ્ટિપ્લેકસ

‘મારા ઈગોને સહેજ પણ વચ્ચે લાવ્યા વગર કહું છું કે હું કંઈ ઉત્તમ ફિલ્મમેકર નથી, પણ હા, એટલું હું ગર્વ સાથે જરુર કહીશ કે હું સારો સ્ટોરીટેલર છું. હું સારો ફિલ્મમેકર તો જ બની શકું જો મારી પાસે બહુ સારા ટેકિનશિયનો હોય, જે મારી સ્ટોરીને વધારે સારો નિખાર આપી શકે, જે મારી નબળાઈઓને સમજે અને પોતાની ક્ષમતાથી તેને ઢાંકી શકે.’

* * * * *

‘બાહુબલિ ધ બિગિનિંગ’ ૧૮૦ કરોડ રુપિયાના ખર્ચે બની હતી. દૃેશ-વિદૃેશમાં તેને અકલ્પ્ય સફળતા મળી. બધું મળીને ૬૫૦ કરોડ રુપિયાની કમાણી કરી. ૨૫૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મની સુપરડુપર સિક્વલ ‘બાહુબલિ ધ ક્ન્ક્લ્યુઝન’એ તો આઠ દિવસમાં 1,000 કરોડ રૂપિયાની કમાણીને કલ્પનાતીત વિક્રમ સર્જ્યો. આ ગ્લોબલ ફિગર છે, જે અધિકૃત છે એવું સ્વીકારી લઈએ છીએ. જો તોતિંગ બજેટ, સુપર સફળતા અને બોક્સઓફિસની કમાણીના જબ્બર આંકડા ધરાવતી ફિલ્મ ‘મોટી ગણાતી હોય તો ‘બાહુબલિ’ સિરીઝના ડિરેક્ટર એસ.એસ. રાજમૌલિ પણ તોિંતગ, સુપર સફળ, જબ્બર અને મોટા ગણાવા જોઈએ.

વિચાર કરો, આંખો પહોળી થઈ જાય એવી આંતરરાષ્ટ્રીય સફળથા મેળવનાર ‘બાહુબલિ’ એક રિજનલ ફિલ્મ છે અને એસ.એસ. રાજમૌલિ એક રિજનલ ડિરેકટર છે! રાજમૌલિનો ડિરેક્ટોરિયલ જાદૃુ આપણે ‘બાલુબલિ પહેલાં પણ માણી ચુક્યા છીએ. યાદૃ કરો પેલી અજબગજબની ફિલ્મ, ‘મખ્ખી’. કોઈ માણસ નહીં, પણ માખી (આમ તો નર માખો) ફિલ્મનો મેઈન હીરો હોય એવી કલ્પના પણ આપણે અગાઉ ક્યારેય કરી હતી આવી એક સે બઢકર એક ફિલ્મો બનાવનાર એસ.એસ. રાજામૌલિ વિશે વિગતવાર જાણવા જેવું છે.

૪૩ વર્ષીય રાજમૌલિ ફિલ્મી પરિવારનું સંતાન છે. રાઈટર-ડિરેકટર કે.વી. વિજયેન્દ્ર પ્રસાદૃ, કે જેમણે ‘મખ્ખી’ (મૂળ તેલુગુ ટાઈટલ છે ‘ઈગા’), ‘બાહુબલિ’ વન-એન્ડ-ટુ, ‘બજરંગી ભાઈજાન’ જેવી કેટલીય બ્લોકબસ્ટર ફિલ્મોની વાર્તાઓ લખી છે, તેઓ રાજમૌલિના પિતાશ્રી થાય. વિજેયેન્દ્ર પ્રસાદૃ અને એમના છ ભાઈઓએ ફિલ્મો પ્રોડ્યુસ કરવાના ખૂબ ઉધામા કરેલા, પણ એવી કારમી નિષ્ફળતા મળી કે તેમના જમીનદૃાર પિતાજી (એટલે કે રાજમૌલિના દૃાદૃાજી)એ જે કંઈ મૂડી એકઠી કરી હતી તે બધી ફૂંકાઈ ગઈ. કારમી ગરીબાઈ આવી પડી. વિજયેન્દ્ર પસાદૃ સહિત છ ભાઈઓ, તેમની પત્નીઓ અને બધાંનાં મળીને તેર સંતાનો – આ સૌ ટચુકડા ઘરમાં સાંકડમોકડ રહેતાં હતાં. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે રાજમોલિની કોલેજની ફી ભરવાના પૈસા પણ પિતાજી પાસે નહોતા.

રાજમૌલિને વાર્તાઓ કહેવાનો નાનપણથી ખૂબ શોખ. દૃર શનિવારે સ્કૂલમાં ઇતર પ્રવૃત્તિનો પિરિયડ આવે ત્યારે રાજમૌલિએ ક્લાસમાં આગળ ઊભા રહીને સૌને વાર્તા કહેવાની એવો નિયમ થઈ ગયો હતો. એમને અમર ચિત્ર કથાની ચોપડીઓ વાંચવી ખૂબ ગમતી. આ વાર્તાઓનાં પાત્રોની સેળભેળ કરીને, એમાં કલ્પનાના રંગો ઉમેરીને તેઓ નવી નવી વાર્તાઓ બનાવતા જતા અને છોકરાઓ મંત્રમુગ્ધ થઈને સાંભળ્યા કરતા. તે વખતે ક્યાં કોઈએ કલ્પના કરી હશે કે રાજામૌલિ નામનો આ છોકરો મોટો થઈને ફિલ્મી પડદૃે અજબગજબની વાર્તાઓ પેશ કરશે અને દૃેશનો સ્ટોરીટેલર નંબર વન બની જશેે!

દૃસમા ધોરણ પછી રાજમૌલિનો ભણતરમાં રસ ઓછો થતો ગયો. પિતાજી ગુસ્સે થઈને કહેતા અલ્યા, તું શું બનવા માગે છે એ તો બોલ રાજમૌલિ ઉડાઉ જવાબ આપી દૃેતા મ્યુઝિશિયન બનીશ. પપ્પા પૂછતા તો પછી તેં કંઈ શીખવા-બીખવાનું શરુ કર્યું કે નહીં રાજમૌલિ કહેતા ગિટારના કલાસ જોઈન કરવા છે ને એક ગિટાર પણ ખરીદૃવું છે. લાવો પૈસા! ગિટારના ક્લાસ શરુ કર્યા પછી પણ પિતાજીની ઇન્કવાયરી અટકી નહીં એટલે રાજમૌલિએ નવો રાગ આલાપ્યો મારે મ્યુઝિશિયન નહીં, ફિલ્મ ડિરેકટર બનવું છે! મૂળ તો રાજમૌલિને કોઈ પણ રીતે ઘરમાંથી બહાર રહેવાનું બહાનું જોઈતું હતું. પિતાજીએ એમને એક ફિલ્મ એડિટરને ત્યાં ટ્રેઈની તરીકે લગાડી દૃીધા. અહીં જોકે રાજમૌલિએ ટાઈમપાસ સિવાય બીજું કશું ન કર્યું.

દૃરમિયાન પિતાજી તેલુગુ ફિલ્મો માટે ઘોસ્ટ રાઈિંટગ કરવા લાગ્યા હતા. તેઓ ફિલ્મોની વાર્તાઓ ઘરમાં ડિસ્કસ કરતા ત્યારે રાજમૌલિ સરસ સૂચનો કરતા. આથી પિતાજીએ એમને પોતાના આસિસ્ટન્ટ રાઈટર બનાવી દૃીધા. પિતાજી ફિલ્મલેખક તરીકે સફળ થયા. બે પૈસા ઘરમાં આવ્યા એટલે પાંચેય કાકાઓ અલગ અલગ ઘરમાં રહેવા જઈ શક્યા. દૃુર્ભાગ્યે પિતાજીને પાછી ફિલ્મનિર્માતા બનાવાની ચળ ઉપડી. પાછી નિષ્ફળતા મળી. પાછી ગરીબી ત્રાટકી. ત્રેવીસ વર્ષના રાજમૌલિએ ઊંધું ઘાલીને મહેનત કરવા માંડી. તેઓ હવે સ્વતંત્રપણે ફિલ્મલેખક બની ગયા હતા, પણ એમણે લખેલી વાર્તા અને દૃશ્યોનો ડિરેકટરો જે રીતે દૃાટ વાળતા તે જોઈને એમનો જીવ બળી જતો. તેમણે નિર્ધાર કર્યો કે મેં લખેલી વાર્તાઓને પૂરો ન્યાય મળે અને તે ઉત્તમ રીતે પડદૃા પર ઉતરે તે માટે મારે જાતે જ ફિલ્મો ડિરેક્ટ કરવી પડશે. આમ, લેખક તરીકેની બળતરાએ તેમને ડિરેક્ટર બનવાની પ્રેરણા આપી.

તેઓ ગંગારાજુ નામના ફિલ્મ ડિરેક્ટરને આસિસ્ટ કરવા લાગ્યા. આ જ ગંગારાજુની કઝિન રમા સાથે રાજમૌલિએ પછી લગ્ન કર્યા. રાજમૌલિએ ટીવી એડ્સ બનાવી, સોશિયલ અવેરનેસ માટેની નાની નાની ફિલ્મો બનાવી, એક ટીવી સિરીયલ પણ ડિરેક્ટ કરી. આખરે એક તેલુગુ ફિલ્મનું નિર્દૃેશન કરવાનો મોકો મળ્યો. ફિલ્મનું ટાઈટલ હતું, ‘સ્ટુડન્ટ નંબર વન’. ફિલ્મ હિટ થઈ. આ તો કેવળ શરુઆત હતી. રાજમૌલિએ એક પછી એક હિટ ફિલ્મનો ક્તાર ખડી કરી દૃીધી. એમની ગાડી પૂરપાટ દૃોડવા લાગી.
આઠેક ફિલ્મો બનાવ્યા પછી રાજામૌલિના મનમાં હીરો પ્રભાસને લઈને એક ભવ્યાતિભવ્ય ફિલ્મ (‘બાહુબલિ’) બનાવવાનો આઈડિયા રમતો હતો, પણ તેની પહેલાં તેઓ એક નાનકડી, ચાર-પાંચ મહિનામાં કામકાજ પતાવીને નવરા થઈ જવાય તેવી સાદૃી ફિલ્મ બનાવવા માગતા હતા.

‘આઉટ-એન્ડ-આઉટ લવસ્ટોરી કે કોમેડી બનાવવાનું મારું કામ નહીં,’ રાજમૌલિએ એક ઇન્ટરવ્યુમાં ક્હ્યું હતું, ‘હોરરની વાત કરું તો આ પ્રકાર જ મને ગમતો નથી. મારે એવું કશુંક બનાવવું હતું જેવું અત્યાર સુધી સુધી કોઈએ અજમાવ્યું ન હોય. મને પપ્પાએ વર્ષો પહેલાં કહેલી એક સ્ટોરી યાદૃ આવી. એમાં એક નાની અમથી માખી શી રીતે ભડભાદૃર માણસને હેરાન-પરેશાન કરી મૂકે છે એવી વાત હતી. મેં આ આઈડિયા પરથી કોન્સેપ્ટ ડેવલપ કર્યો. આ વામન વિરુદ્ધ વિરાટની કથા હતી. તેમાં ભરપૂર ડ્રામા હતો, ઈમોશન્સ હતા. આ રીતે ‘ઈગા (મખ્ખી)નો માનસિક જન્મ થયો.’

રાજમૌલિનો ઈરાદૃો તો નાની ફિલ્મ બનાવવાનો હતો, પણ જેમ જેમ એક પછી એક સીન લખાતા ગયા તેમ તેમ એમને સમજાવા માંડ્યું કે આમાં તો વિઝ્યુઅલ ઇફેકટ્સ એટલી બધી ગુંજાઈશ છે કે બરાબર ન્યાય આપવા માટે બજેટ વધાર્યા વગર છૂટકો નથી. નિર્માતાઓએ કહ્યું તું બજેટની ચિંતા અત્યારે ન કર, તારા મનમાં જે કલ્પનાઓ ઊગે છે તે પ્રમાણે લખતો જા.

ફિલ્મમાં પુષ્કળ એનિમેશન કરવાનું હતું એટલે તેની જવાબદૃારી એક એજન્સીને સોંપાઈ. છ મહિના પછી તેઓ કમ્પ્યુટર ફાઈલોનો ઢગલો લઈને આવ્યા. માખીનાં એનિમેશનના નમૂના જોઈને રાજમૌલિનું દિૃમાગ ખરાબ થઈ ગયું. સ્ક્રીન પર માખી એટલી ગંદૃી લાગતી હતી કે ન પૂછો વાત. હવે જો માત્ર એકાદૃ કરોડનું આંધણ થયું હોત તો આખો પ્રોજેકટ પડતો મૂક્યો હોત, અહીં તો દૃસ-દૃસ કરોડનું રોકાણ ઓલરેડી થઈ ચુક્યું હતું. હવે પ્રોજેકટ આગળ વધાર્યા વગર છૂટકો નહોતો. એનિમેટર્સની બીજી ટીમ હાયર કરવામાં આવી. સદૃભાગ્યે બે જ મહિનામાં તેમણે સંતોષકારક રિઝલ્ટ આપ્યું.

કાસ્ટિંગ થયું. ‘ઈગા’ બની. તેને હિન્દૃીમાં ડબ કરીને ‘મખ્ખી’ નામથી રિલીઝ ક્રવામાં આવી. આ ફિલ્મ જોઈને ઓડિયન્સ દૃંગ થઈ ગયું. આવી હટ કે વાર્તા, આવાં વિઝ્યુઅલ્સ અગાઉ કોઈ ઈન્ડિયન ફિલ્મમાં આવ્યાં નહોતાં. ફિલ્મ સુપરહિટ થઈ. રાજમૌલિને એક વાત બરાબર સમજાઈ ગઈ ફિલ્મનું ઈમોશનલ કન્ટેન્ટ તગડું હોવું જોઈએ. સ્પેશિયલ ઈફેકટ્સ અને એવું બધું તો જાણે બરાબર છે, પણ આખરે તો પાત્રોની લાગણીઓ જ ઓડિયન્સને સ્પર્શતી હોય છે.

ટચૂક્ડી માખીની કહાણી પરથી રાજમૌલિએ સીધા મહાકાય ‘બાહુબલિ’ પર કૂદૃકો માર્યો! તેમને નિર્માતા સારા મળી ગયા હતા – શોબુ યરલગડ્ડા. બન્ને દૃસ વર્ષથી એકમેકને ઓળખતા હતા. રાજમૌલિની કામ કરવાની શૈલીથી શોબુ બરાબર પરિચિત હતા. ‘બાહુબલિ’ બનાવવાનો સમય આવ્યો ત્યારે રાજમૌલિએ શોબુને કહ્યું કે જો દૃોસ્ત, મેં હજુ સુધી એક અક્ષર પણ લખ્યો નથી. મારા મનમાં ફકત ઝાંખીપાંખી કલ્પના જ છે કે એવી ફિલ્મ બનાવવી જેમાં રાજા-મહારાજાઓ હોય, મોટા મોટા મહેલો હોય, ભીષણ યુદ્ધનાં દૃશ્યો હોય અને બધું લાર્જર-ધેન-લાઈફ હોય. શોબુ કહે સારું છે. તું કામ શરુ કર. રાજમૌલિએ ધીમે ધીમે સ્ટોરી ડેવલપ કરવા માંડી. જે કંઈ લખાય તે શોબુ સાથે શેર કરતા. શોબુએ ઉત્સાહ દૃેખાડ્યો. તેમણે કહ્યું રાજમૌલિ, આ તું જે રીતે વાર્તા ડેપલપ કરી રહ્યો છે તે કંઈ રિજનલ ફિલ્મની સ્ટોરી લાગતી નથી. મને તો આમાં ઈન્ટરનેશનલ કક્ષાનો વ્યાપ દૃેખાય છે.

‘બાહુબલિ ધ બિગિનિંગ’ને ક્રમશ ઘાટ મળતો ગયો. પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે. આજે દૃેશના નંબર વન ડિરેક્ટર તરીકે ગણના થતી હોવા છતાં રાજામૌલિની નમ્રતા જુઓ. તેઓ નિખાલસતાથી કહે છે કે, ‘મારા ઈગોને સહેજ પણ વચ્ચે લાવ્યા વગર કહું છું કે હું કંઈ ઉત્તમ ફિલ્મમેકર નથી, પણ હા, એટલું હું ગર્વ સાથે જરુર કહીશ કે હું સારો સ્ટોરીટેલર છું. મને સ્ટોરી નરેટ કરતાં (એટલે કે હાવભાવ સાથે મૌખિક રીતે વાર્તા કહી સંભળાવતા) સરસ આવડે છે. હું સારો ફિલ્મમેકર તો જ બની શકું જો મારી પાસે બહુ સારા ટેકિનશિયનો હોય, જે મારી સ્ટોરીને વધારે સારો નિખાર આપી શકે, જે મારી નબળાઈઓને સમજે અને પોતાની ક્ષમતાથી તેને ઢાંકી શકે.’

‘બાહુબલિ’ના પાર્ટ-વન પર તો આપણે સમરકંદૃ બુખારા ઓવારી ગયા હતા. ‘બાહુબલિ-ટુ’ જોઈને આખો દૃેશ નવેસરથી ઝૂમી ઉઠ્યો છે. ક્રિયેટિવિટી અને કોમર્સ એમ બન્ને સ્તરે પાર્ટ ટુ, પાર્ટ-વન કરતાંય વધારે અસરકારક પૂરવાર થયો છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં રાજમૌલિએ ‘બાહુબલિ પહેલાં’ અને ‘બાહુબલિ પછી’ એમ બે સ્પષ્ટ ભાગ પાડી નાખ્યા છે એ તો નક્કી.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year May, 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.