ફ્લ્મિોનો રિવ્યુ લખવાની કળા
સંદેશ – સંસ્કાર પૂર્તિ – 27 ઓગસ્ટ, 3 સપ્ટેમ્બર 2017
મલ્ટિપ્લેક્સ
અમેરિકાનાં મહાન ફિલ્મ રિવ્યુઅર પૌલીન કેલની કલમમાં એવો તે કેવો જાદુ હતો કે તેઓ ફ્લ્મિો વિશે રાષ્ટ્રવ્યાપી હવા ઊભી કરી શકતાં, જે-તે ફ્લ્મિ વિશે લોકોનો દષ્ટિકોણ બદલી શકતાં અને મોટા મોટા એક્ટરો અને ફ્લ્મિમેકરોથી લઈને સ્ટુડિયોના માલિકો સુધીના સૌ અધ્ધર જીવે એમનું લખાણ વાંચી જતા?
* * * * *
૧૯૫૩ની વાત છે. ચોત્રીસેક વર્ષની એક અમેરિકન યુવતી કોફી શોપમાં પોતાની સખી સાથે બેઠી બેઠી ગપ્પાં મારી રહી છે. વાતવાતમાં ચાર્લી ચેપ્લિનની લેટેસ્ટ ફ્લ્મિ ‘લાઇમલાઇટ’નો વિષય નીકળે છે. આ ફ્લ્મિમાં એક બુઢા થઈ ગયેલા કોમેડિયન અને આત્મહત્યાની ધાર પર ઊભેલી યુવાન ડાન્સરની લવસ્ટોરી છે. બોકસઓફ્સિ પર આ ફ્લ્મિ તદ્દન નિષ્ફ્ળ ગયેલી. ‘લાઇમલાઇટ’માં ચાર્લી ચેપ્લિને સામ્યવાદની આરતી ઉતારી છે એવી દલીલ આગળ ધરીને અમેરિકાના થિયેટરમાલિકોએ તેનો બહિષ્કાર કર્યો હતો. બહુ ઓછો ફ્લ્મિરસિયાઓ સુધી ‘લાઇમલાઇટ’ પહોંચી શકી હતી. જેમણે જોઈ એમાંના કેટલાકને ફ્લ્મિને પસંદ પડી, તો કેટલાકને સહેજ પણ ન ગમી. કોફી શોપમાં બેઠેલી પેલી યુવતીને પણ ‘લાઇમલાઇટ’ સામે મોટો વાંધો હતો. ભારે આવેગથી અને અત્યંત તીખા શબ્દોમાં એ ‘લાઇમલાઇટ’ને વખોડી રહી હતી.
એટલામાં યુવતીના ટેબલ પાસે એક સજ્જન આવે છે. ‘એકસકયુઝ મી’ કહીને એ વાતચીતની શરૂઆત કરે છે, ‘મારે આવું કરવું તો ન જોઈએ, પણ હું બાજુના ટેબલ પર બેઠો બેઠો ભારે રસથી તમારી વાતો સાંભળી રહૃાો હતો. હું ‘સિટી લાઇટ્સ’ મેગેઝિનનો તંત્રી છું. હમણાં તમે ચાર્લી ચેપ્લિનની ફ્લ્મિ વિશે જે બોલતાં હતાં તે મને લખીને આપી શકો, પ્લીઝ? હું મારા મેગેઝિનમાં તે છાપવા માગું છું.’
આ સાંભળીને યુવતીને પહેલાં તો જરા વિચિત્ર લાગે છે, પણ પછી તરત કહે છેઃ ‘હું કંઈ પ્રોફેશનલ લેખક નથી, બટ શ્યોર, વ્હાય નોટ?’
એ વખતે તંત્રીએ કલ્પના સુદ્ધાં કરી હશે કે ખરી કે એના હાથે એમેરિકાની સૌથી મહાન અને જબરદસ્ત પ્રભાવશાળી ફ્લ્મિ રિવ્યુઅરનો જન્મ થઈ રહૃાો છે? એ યુવતીએ ખુદ વિચાર્યું હશે ખરું કે ભવિષ્યમાં ભલભલા એક્ટરોને ચમકાવતી અને મોટા મોટા ડિરેક્ટરોએ બનાવેલી ફ્લ્મિોની કિસ્મત પલટી નાખે એટલી બધી તાકાત એની કલમમાં આવી જવાની છે?
આ મહિલા એટલે પૌલીન કેલ.
થોડાં અઠવાડિયાં પહેલાં આપણે આ કોલમમાં વિચક્ષણ ફ્લ્મિ રિવ્યુઅર રોજર ઇબર્ટ વિશે ચર્ચા કરેલી. રોજર ઇબર્ટ સિનેમાના સમીક્ષક તરીકે એટલી ઊંચાઈ પર પહોંચી ચૂકયા હતા કે એમનું અવસાન થયું ત્યારે તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ખુદ એમને અંજલિ આપી હતી. આજે જેની વાત કરી રહૃાા છીએ એ પૌલીન કેલ એટલે રોજર ઇબર્ટની પણ દાદી. ૧૯૧૯માં જન્મેલાં પૌલીનનું ૨૦૦૧માં ૮૨ વર્ષની ઉંમરે નિધન થયું ત્યારે રોજર ઇબર્ટ જેવા રોજર ઇબર્ટે લખવું પડયું હતું કે, ‘છેલ્લા ત્રણ દાયકામાં હોલિવૂડના ફ્લ્મિી માહોલ પર પૌલીન કેલે એકલે હાથે જે પ્રકારનો હકારાત્મક પ્રભાવ કર્યો છે એવો બીજી કોઈ વ્યકિત કરી શકી નથી.’
અત્યંત પ્રતિભાશાળી લોકો અદ્ભુત કામગીરી કરીને પોતાના મનગમતા ક્ષેત્રની પરિસીમાને નવેસરથી ડિફઇન કરી નાખતા હોય છે. કામ આ રીતે કરાય ને આ રીતે ન કરાય એ પ્રકારની એક માર્ગદર્શિકા તેઓ પોતાનાં પર્ફેર્મન્સ દ્વારા આડકતરી રીતે તૈયાર કરી નાખે છે. સમકાલીનો માટે તેમજ આવનારી પેઢીઓ માટે તેઓ એક રેફ્રન્સ પોઇન્ટ બની જાય છે. ફ્લ્મિ સમીક્ષાના ક્ષેત્રમાં પૌલીન કેલે આ કક્ષાનું કામ કર્યું છે.
પેલા ‘સિટી લાઇટ્સ’ મેગેઝિનમાં છપાતા પૌલીનના ફ્લ્મિ રિવ્યુઝ કોઈ નાના અમથા રેડિયો સ્ટેશન પરથી પણ બ્રોડકાસ્ટ થતા. વર્ષો સુધી તેઓ નાનાં-મોટાં સામયિકોમાં લખતાં રહૃાાં. ૧૯૬૫માં એમના લેખોનો પહેલો સંગ્રહ પુસ્તક સ્વરૂપે બહાર પડયો. એનું શીર્ષક હતું, ‘આઇ લોસ્ટ ઇટ એટ ધ મૂવીઝ’. પુસ્તકની દોઢેક લાખ નકલો વેચાઈ અને તે બેસ્ટસેલર સાબિત થયું, પણ પૌલીનને હજુ સ્ટાર-રાઈટર બનવાની વાર હતી. તેમણે ‘મેકકોલ’ નામના પ્રમાણમાં મોટા કહેવાય એવા મેગેઝિનમાં રિવ્યુઝ લખવાનું શરૂ કર્યું. ‘ધ સાઉન્ડ ઓફ્ મ્યુઝિક’, ‘લોરેન્સ ઓફ્ એરેબિયા’, ‘ડો. ઝિવાગો’ – આ બધી ફ્લ્મિો ઓલટાઈમ ગ્રેટ ગણાય છે, તેમને કલાસિકનો દરજ્જો મળ્યો છે. આ ફ્લ્મિો એના જમાનામાં બોકસઓફ્સિ પર પણ ખૂબ ચાલી હતી, પણ પૌલીન જેનું નામ. એમણે આ ત્રણ ઉપરાંત બીજી કેટલીક સુપરડુપર ફ્લ્મિોનાં છોતરાં કાઢી નાખ્યાં. ‘મેકકોલ’ના તંત્રીને અકળામણ થવા માંડી. અન્ય વિવેચકો તો ઠીક પણ જનતા જનાદર્નના ફેંસલાની વિરુદ્ધ જઈને પોતાની સમીક્ષક ભળતો જ રાગ આલાપે તે શી રીતે ચાલે? એમણે પૌલીનને કહી દીધું – જોગમાયા, માફ્ કરો. તમે બીજે કયાંક ફ્લ્મિ રિવ્યુ લખવાની નોકરી શોધી લો.
પૌલીને પછી ‘ધ ન્યુ રિપબ્લિક’ નામના પ્રકાશનમાં લખવાનું શરૂ કર્યું, પણ એનો તંત્રી તો પૌલીનને પૂછયાગાછ્યા વિના જ એમણે લખેલા રિવ્યુમાં પોતાની રીતે ફેરફર કરી નાખતા. ‘બોની એન્ડ કલાઇડ’ નામની ફ્લ્મિ ૧૯૬૭માં રિલીઝ થઈ પછી એના બે મોઢે વખાણ કરતો છ હજાર શબ્દોનો તોતિંગ નિબંધ પૌલીને લખી મોકલાવ્યો. ‘ધ ન્યુ રિપબ્લિક’ના તંત્રીએ તો આ નિબંધ સાભાર પરત કર્યો, પણ ‘ધ ન્યુ યોર્કર’ મેગેઝિનના તંત્રીને તે ખૂબ ગમ્યો. એમણે આ લેખ મસ્ત રીતે પોતાના સામાયિકમાં છાપ્યો. થોડા મહિનાઓ પછી પૌલીને ‘ધ ન્યુ રિપબ્લિક’ છોડયું ને તે સાથે જ ‘ધ ન્યુ યોર્કર’ના તંત્રીનું કહેણ આવ્યું – આવી જાઓ અમારે ત્યાં! પચાસ વર્ષનાં પૌલીન ‘ધ ન્યુ યોર્કર’માં ફ્લ્મિ રિવ્યુઅર તરીકે ઓફિશિયલી જોડાઈ ગયાં.
૧૯૬૮થી ૧૯૯૧ એટલે કે ત્રેવીસ વર્ષ સુધી પૌલીને આ સાપ્તાહિકમાં ફ્લ્મિ રિવ્યુઝ લખ્યાં. પૌલીન કેલ સુપરસ્ટાર ફ્લ્મિ ક્રિટિક બની શકયા એમાં ‘ધ ન્યુ યોર્કર’ જેવા અતિ પ્રતિષ્ઠિત મેગેઝિનનું પ્લેટફેર્મ અને તેના તંત્રીઓ તરફ્થી મળેલી પૂરેપૂરી આઝાદીનો મોટો ફળો છે.
પૌલીન હંમેશાં કહેતાં કે હું ફ્લ્મિો વિશે નહીં, જિંદગી વિશે લખું છું. સિનેમા અને જનતા એકબીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે, ફ્લ્મિો મારા પોતાના પર કેવી અસર કરે છે તેના વિશે લખું છું. પૌલીનનાં લખાણોમાં આકર્ષક પ્રવાહિતા, ધારદાર અને મૌલિક નિરીક્ષણો, રમૂજ ઉપરાંત સાહિત્યિક ગુણવત્તા સતત ઝળકયા કરતાં.
પૌલીન એવું તે શું લખતાં કે જેના જોરે ‘બોની એન્ડ કલાઇડ’ અને એના જેવી કેટલીય ફ્લ્મિોને કલ્ટ કલાસિક તરીકે પ્રસ્થાપિત થવામાં જબ્બર મદદ મળી? પૌલીનની કલમમાં એવું તે શું હતું કે તેઓ ફ્લ્મિો વિશે રાષ્ટ્રવ્યાપી હવા ઊભી કરી શકતાં, જે-તે ફ્લ્મિ વિશે લોકોનો દષ્ટિકોણ બદલી શકતાં અને મોટા મોટા એક્ટરો અને ફ્લ્મિમેકરોથી લઈને સ્ટુડિયોના માલિકો સુધીના સૌ અધ્ધર જીવે એમનું લખાણ વાંચી જતા? આ સવાલોના જવાબ આવતા રવિવારે.
એક્ટર કે ફ્લ્મિમેકર કે લેખક-સાહિત્યકાર માટે ‘મહાન’ વિશેષણ સહજપણે વાપરી શકાય છે, પણ કોઈ ફ્લ્મિ સમીક્ષક માટે આ વિશેષણ પ્રયોજવું જરા વિચિત્ર લાગી શકે છે. છતાંય અમેરિકન ફ્લ્મિ રિવ્યુઅર પૌલીન કેલ માટે ‘મહાન’ વિશેષણ સતત અને યોગ્ય રીતે વપરાતું આવ્યું છે. ૧૯૧૯માં જન્મેલાં પૌલીન કેલના મૃત્યુને આજે એક્ઝેકટલી સોળ વર્ષ પૂરાં થયાં. જો તેઓ જીવતાં હોત તો આજે ૯૮ વર્ષનાં હોત.
ફ્લ્મિ રિવ્યુઅર એટલે કે ફ્લ્મિ સારી છે કે ખરાબ, જો તે સારી હોય તો શા માટે સારી છે અને જો ખરાબ હોય તો શા માટે ખરાબ છે તે વિશે બુદ્ધિગમ્ય છણાવટ કરી શકનાર વ્યકિત. વિખ્યાત અમેરિકન સાપ્તાહિક ‘ન્યુ યોર્કર’ માટે લાગલગાટ ૨૩ ફ્લ્મિોની સમીક્ષા કરનાર પૌલીન કેલનો સૌથી પાવરફુલ ફ્લ્મિ રિવ્યુઅર તરીકે ઉદય કેવી રીતે થયો તે આપણે આગળના લેખમાં જોયું. સામાન્ય રીતે ફ્લ્મિ રિલીઝ થાય તેના એકાદ-બે કે ત્રણ-ચાર દિવસ પહેલાં મીડિયા માટે ખાસ શો ગોઠવવામાં આવતો હોય છે. મીડિયાના પ્રતિનિધિઓને તે જોવા માટે આમંત્રણ અપાય, તેમની સારી ખાતર-બરદાસ્ત કરવામાં આવે. પૌલીન કયારેય આ પ્રકારના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ન જતાં. તેઓ થિયેટરમાં આમ જનતાની સાથે જ ફ્લ્મિ જોવાનો આગ્રહ રાખતાં. ચાલુ ફ્લ્મિે આજુબાજુ બેઠેલા લોકો કેવીક કમેન્ટ કરે છે, કયાં બોર થાય છે, કયાં ઝુમી ઊઠે છે, ફ્લ્મિ પૂરી થયા પછી ઓડિટોરિયમમાંથી બહાર નીકળતી વખતે આપસમાં શી ચર્ચા કરે છે – પૌલીનની ચકોર નજર અને સરવા કાન આ બધું જ ઝીલતાં હોય. આ તમામ નિરીક્ષણો પછી એમનાં લખાણમાં વ્યકત થાય.
પૌલીનની કલમની તાકાત કેવી હતી તેનો અંદાજ લગાવવા માટે ‘બોની એન્ડ કલાઈડ’ (૧૯૬૭)નું ઉદાહરણ પૂરતું છે. વિશ્વસિનેમામાં ગેંગસ્ટર ફ્લ્મિોનો ટ્રેન્ડ ઓફિશિયલી શરૂ કરનાર ફ્લ્મિ ‘બોની એન્ડ કલાઈડ’ છે. સત્યઘટના પણ આધારિત આ ફ્લ્મિ રિલીઝ થતાં જ બબાલ મચી ગઈ હતી. કેટલાય વિવેચકોએ અને ઇવન ઓડિયન્સના મોટા વર્ગે કાગારોળ કરી મૂકી કે હિંસા અને ખૂની-લંૂટારાઓને આટલા ગ્લોરીફય કરવાની જરૂર જ શી છે? પણ પૌલીન કેલે આ ફ્લ્મિના પ્રશંસા કરતો તોતિંગ લેખ લખ્યો. લેખનો સૂર એવો હતો કે હોલિવૂડની મેઇનસ્ટ્રીમ ફ્લ્મિો વધારે પડતી ‘સેફ્’ અને સુષ્ઠુ સુષ્ઠુ બની ગઈ હતી. તેમાં મોતનું હિંસક ચિત્રણ ભાગ્યે જ થતું હતું. ‘બોની એન્ડ કલાઈડે’ આ મહેણું ભાંગ્યું છે.
પૌલીન કેલનો આ આત્મવિશ્વાસભર્યો અને ટકોરાબંધ લેખ નિર્ણાયક પુરવાર થયો. અમેરિકામાં જે ફ્લ્મિવિરોધી માહોલ પેદા થયો હતો તે આ લેખ છપાયા પછી નાટયાત્મક રીતે પલટાવા માંડયો. માત્ર ઓડિયન્સને જ નહીં, પણ અન્ય ફ્લ્મિ સમીક્ષકોને પણ આ ફ્લ્મિને જોવાની અને તેનું મૂલ્યાંકન કરવાની નવી દ્રષ્ટિ સાંપડી. ‘બોની એન્ડ કલાઈડ’ એક કલાસિક ફ્લ્મિ તરીકે પ્રસ્થાપિત ક્રવામાં પૌલીન કેલના આ લેખનો સિંહફળો છે.
બનાર્ડો બર્ટોલુચીએ ડિરેકટ કરેલી ‘લાસ્ટ ટેન્ગો ઇન પેરિસ’ (૧૯૭૨)માં માર્લોન બ્રાન્ડોની મુખ્ય ભૂમિક હતી. ફ્લ્મિમાં પત્નીના આપઘાતને કારણે તીવ્ર એકલતા અનુભવી રહેલો હીરો કોઈ તદ્દન અજાણી યુવતી સાથે બેફમ સેક્સ માણે છે. તે જમાનામાં આંચકાજનક લાગે તેવાં સેક્સ્યુઅલ વાયોલન્સનાં દ્રશ્યો ફ્લ્મિમાં હતાં. આ ફ્લ્મિ પર પણ પૌલીન સમરકંદ બુખારા ઓવારી ગયાં હતાં. તેમણે પોતાના રિવ્યુમાં લખ્યું હતું કે, ”લાસ્ટ ટેન્ગો ઇન પેરિસ’ રિલીઝ થઈ શકી તે ઘટના સ્વયં સીમાચિહ્નરૂપ ગણાવી જોઈએ. બનાર્ડો બર્ટુચી અને માર્લોન બ્રાન્ડોએ આ ફ્લ્મિ બનાવીને સિનેમાના માધ્યમનો ચહેરો હંમેશ માટે પલટી નાખ્યો છે.’ આ ફ્લ્મિ પણ આજે કલાસિક ગણાય છે.
ફ્રાન્સિસ ફેર્ડ કપોલા (‘ગોડફધર’), સ્ટીવન સ્પિલબર્ગ (‘શિંડલર્સ લિસ્ટ’), બ્રાયન દ પાલ્મા (‘સ્કારફેસ’), માર્ટિન સ્કોર્સેઝી (‘ટેકસી ડ્રાઈવર’) અને રોબર્ટ ઓલ્ટમેન (‘નેશવિલ’) જેવા પોતાના ગમતા ડિરેકટરોની ફ્લ્મિોના પૌલીન ભરપૂર વખાણ કરતાં, પણ સ્ટેનલી કુબ્રિક (‘૨૦૦૧ – અ સ્પેસ ઓડિસી’) અને એક્ટર-ડિરેક્ટર કિલન્ટ ઔઇસ્ટવૂડ (‘વેર ઇગલ્સ ડેર’) સામે એમને પૂર્વગ્રહો હતા. વૂડી એલન સામે પણ એમને ખાસ કરીને ‘સ્ટારડસ્ટ મેમરીઝ’ ફ્લ્મિને કારણે વાંધો પડી ગયો હતો. જ્યોર્જ લુકાસની સુપરડુપર હિટ ‘સ્ટાર વોર્સ’ માટે એમણે લખેલું:
‘આ ફ્લ્મિ તમને થકવી નાખે છે. તમે બાળકોનાં ઝુંડને સરકસ જોવા લઈ જાઓ ત્યારે કેવા થાકી જાઓ, બસ એમ જ. ‘સ્ટાર વોર્સ’ તમને શ્વાસ લેવાનો પણ સમય આપતી નથી. અહીં કાવ્યાત્મકતાનું નામોનિશાન નથી, બલકે ઘોંઘાટ, ફસ્ટ એડિટિંગ અને ગતિ એટલી હદે છે કે દિમાગ સન્ન થઈ જાય. આ ફ્લ્મિ તમારું મનોરંજન કરશે ખરી, પણ તોય કોઈક સ્તરે છેતરાઈ ગયા હોવાની લાગણી થશે. ઇટ્સ અન એપિક વિધાઉટ અ ડ્રીમ.’
પૌલીન કહેતાં કે ફ્લ્મિો કળાના સર્વોત્તમ સ્તરે ભાગ્યે જ પહોંચી શકતી હોય છે. આથી જો આપણે હાઈક્લાસ ‘કચરા’ને માણી કે વખાણી શકતા ન હોઈએ તો ફ્લ્મિો સાથે આપણી કોઈ લેવાદેવા જ ન રહે. એક્ વાર પૌલીને કહેલું કે, ‘કઠોર થઈને લખી શકવું તે એક કળા છે અને બધા ફ્લ્મિ રિવ્યુઅર્સ પાસે આ કળા નથી હોતી. મને લાગે છે કે મારી સૌથી મોટી ટેલેન્ટ આ જ છે.’
આલ્ફ્રેડ હિચકોક મહાન ફ્લ્મિમેકર ગણાય છે, પણ પૌલીન એમની ફ્લ્મિોગ્રાફીથી પણ બહુ બહુ ખુશ નહોતાં. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહેલું:
‘હિચકોક માનતા થઈ ગયેલા કે શૂટિંગ શરૂ કરતાં પહેલાં આખી ફ્લ્મિના એકેએક સીન અને એકેએક શોટ વિશેની સંપૂર્ણ વિગતો કાગળ પર લખાઈ જવી જોઈએ. સેટ પર સહેજ પણ સુધારાવધારા નહીં કરવાના, ફ્કત જે કંઈ કાગળ પર લખી રાખ્યું છે તેનો જ અમલ કરવાનો. હિચકોક કરિયરની શરૂઆતમાં ઇમ્પ્રોવાઈઝ કરતા, પણ પછી તેઓ ઔઇમ્પ્રોવાઈઝેશનના વિરોધી બની ગયેલા. આ જ કારણ છે કે હિચકોકની બેસ્ટ ફ્લ્મિો એમની કરિયરમાં શરૂઆતમાં આવી ગઈ અને પાછળની ફ્લ્મિોમાં એક પ્રકારનું બંધિયારપણું પેસી ગયું. હિચકોક પોતાના એક્ટરોને ક્રિયેટિવ સ્તરે ભાગીદાર બનવા દેતા જ નહીં. જે-તે સીન વિશે એક્ટરો શું માને છે, તેઓ શું અલગ રીતે કરવા માગે છે, આ બધામાં હિચકોકને રસ જ નહોતો. તેઓ જડની જેમ આગ્રહ રાખતા કે પોતે જે એડવાન્સમાં નક્કી કરી રાખ્યું છે તે પ્રમાણે જ એક્ટરોએ અભિનય કરવાનો, બસ. હિચકોકને અદાકારના ઇનપુટ્સમાં જરાય રસ નહોતો.’
આખા ગામની ટીકા કરનાર પૌલીન ખુદ ટીકાને પાત્ર બન્યાં હોય એવુંય બન્યું છે. ‘બોની એન્ડ કલાઈડ’ના હીરો વોરન બેટ્ટી ૧૯૭૯માં ‘લવ એન્ડ મની’ નામની ફ્લ્મિ પ્રોડયૂસ કરી રહૃાા હતા. એમણે પૌલીનને ઓફ્ર આપીઃ હું ઇચ્છું છું કે તમારા જેવી વિદ્વાન ક્રિટિક મારી આ ફ્લ્મિની લખાયેલી સ્ક્રિપ્ટને મઠારે. જો તમે હા પાડો પેરેમાઉન્ટ સ્ટુડિયોમાં તમારા માટે ખાસ જગ્યા ઊભી કરાવી શકું તેમ છું. પૌલીનને કોણ જાણે શું કુબુદ્ધિ સૂઝી કે તેમણે હા પાડી. ‘ન્યુ યોર્કર’ મેગેઝિનની પોતાની રિવ્યુ કોલમને ગુડબાય કહીને તેઓ ‘લવ એન્ડ મની’ની સ્ક્રિપ્ટ પર કામ કરવા લાગ્યાં, પણ થોડા સમયમાં જ તેમનો ભ્રમ ભાંગી ગયો. ‘લવ એન્ડ મની’ ફ્લ્મિ કયારેય બની જ નહીં. પાંચ મહિના પછી તેઓ પાછા ચુપચાપ ‘ન્યુ યોર્કર’ માટે રાબેતા મુજબ રિવ્યુ લખવા લાગ્યાં.
પૌલીન ભલે જૂના જમાનાનાં ફ્લ્મિ રિવ્યુઅર ગણાય, પણ ૧૯૭૦નો દાયકો એમનો સૌથી ફેવરિટ હતો. એમનાં નામે અગિયાર જેટલાં પુસ્તકો બોલે છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીના બેસ્ટ જર્નલિઝમ ઓફ્ ધ સેન્ચુરી સર્વે હેઠળ આવરી લીધેલા સો પુસ્તકોના લિસ્ટમાં પૌલીનનું ‘ટ્રેશ, આર્ટ એન્ડ મૂવીઝ’ નામનું પુસ્તક ૪૨મા ક્રમે મૂક્યું હતું.
પૌલીનને પાછલી ઉંમરે પાર્કિન્સનનો રોગ લાગુ પડયો હતો. છેલ્લે છેલ્લે ફીચર ફ્લ્મિોમાંથી એમનો રસ ઓછો થવા માંડેલો અને ડોકયુમેન્ટરી ફ્લ્મિો તરફ્ વધારે ખેંચાવા લાગ્યાં હતાં. ૧૯૯૪માં ૭૫ વર્ષની ઉંમરે પૌલીને ખુદની ટીકા કરતાં કહ્યું હતું કે, ‘આજે મારા જૂના લેખો વાંચું છું ત્યારે લાગે છે કે ફ્લ્મિોને વખોડતી કે વખાણ કરતી વખતે હું કયારેક વધુ પડતી અતિશયોક્તિ કરી નાખતી હતી. ફ્ટાફ્ટ રિવ્યુ લખીને મારો ફ્લ્મિ જોવાનો મારો અનુભવ લોકો સાથે શેર કરવાની ઉતાવળમાં હું ઘણીવાર ખોટી રીતે તણાઈ જતી હતી…’
ખેર, એક ફ્લ્મિ સમીક્ષક તરીકે પૌલીન કેલ હંમેશાં એક માપદંડ, એક રેફ્રન્સ બની રહેવાનાં. માત્ર અમેરિકન સમીક્ષકો માટે જ નહીં, દુનિયાભરના ફ્લ્મિ રિવ્યુઅર્સ માટે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply