Sun-Temple-Baanner

એન આર્ટિસ્ટ રિટર્ન્સ…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એન આર્ટિસ્ટ રિટર્ન્સ…


એન આર્ટિસ્ટ રિટર્ન્સ…

Sandesh – Sanskar purti – November 26, 2017

મલ્ટિપ્લેક્સ

એક ફ્લ્મિમેકરની ગાડી ધાર્યા પ્રમાણે આગળ ન પણ વધે. મહત્ત્વનું એ હોય છે કે ફ્લ્મિમેકરની ક્રિયેટિવિટી બુઠ્ઠી થઈ જવી ન જોઈએ. એનું જોશ, એનું વિસ્મય, નવું શીખવા-સમજવા-જાણવાની વૃત્તિ અકબંધ રહેવાં જોઈએ. પોતાના મનપસંદ અને પેશનના ક્ષેત્રમાં સતત વિકસતા જવું અને રિલેવન્ટ રહેવું – એક કલાકાર માટે આના કરતાં મોટી કોઈ સિદ્ધિ નથી.

* * * * *

થેન્ક ગોડ… તનુજા ચંદ્રા હજુ છે, હેમખેમ છે અને ફુલ ફોર્મમાં છે!

‘કરીબ કરીબ સિંગલ’ જોતી વખતે અને જોયા પછી સૌથી પહેલો હાશકારો આ વાતે થયો હતો. તનુજા ચંદ્રા જેવાં તેજસ્વી ફ્લ્મિમેકર વચ્ચેનાં વર્ષોમાં બોલિવૂડના પટ પરથી લગભગ ગાયબ થઈ ગયાં હતાં. મલ્ટિપ્લેક્સ કલ્ચરનો ઉદય થયા પછી હિન્દી સિનેમા નવી નવી રંગછટા ધારણ ધારણ કરી રહૃાું હતું, નવા તેજસ્વી ફ્લ્મિમેકર્સ મસ્તમજાની ફ્લ્મિો લઈને ઉપસ્થિત થઈ રહૃાા હતા, પણ આવા માહોલમાં એક સમયે નવોદિત ડિરેક્ટર તરીકે જેણે ખૂબ બધી અપેક્ષાઓ ઊભી કરી હતી એવાં તનુજા ચંદ્રાનો કોઈ અતોપતો નહોતો.

યંગસ્ટર્સ કદાચ જાણતા નહીં હોય, પણ તનુજા ચંદ્રાની ડિરેકટર તરીકેની સૌથી પહેલી ફ્લ્મિ આજથી ઓગણીસ વર્ષ પહેલાં આવી હતી, ૧૯૯૮માં. એનું ટાઇટલ હતું ‘દુશ્મન’. મહેશ ભટ્ટનું બેનર. આ એક રિવેન્જ મૂવી હતી, જેમાં કાજોલનો ડબલરોલ હતો. એ વખતે ખાસ જાણીતા ન બનેલા મોટી મોટી આંખોવાળા આશુતોષ રાણાએ આ ફ્લ્મિમાં ઓડિયન્સ કાંપી ઊઠે એવો વિલનનો રોલ કર્યો હતો. ફ્લ્મિ હિટ થઈ અને તેને ડિરેકટ કરનાર તનુજા ચંદ્રા નામની ટ્વેન્ટી-સમથિંગ જુવાનડી એકદમ પ્રકાશમાં આવી ગઈ. અલબત્ત, ‘દુશ્મન’ની પહેલાં તનુજાના નામે બે ફ્લ્મિો ચડી ગઈ હતી, એક લેખિકા તરીકે. એક હતી મહેશ ભટ્ટની ઓફ્બીટ ‘તમન્ના’ (જેમાં પરેશ રાવલે હિજડાની અફ્લાતૂન ભૂમિકા ભજવેલી) અને બીજી હતી યશ ચોપડાની અલ્ટ્રા ગ્લેમરસ ‘દિલ તો પાગલ હૈ’ (શાહરૂખ-માધુરી-કરિશ્મા). આ બંને ફ્લ્મિો ‘દુશ્મન’ની એક જ વર્ષ પહેલાં આવી હતી, ૧૯૯૭માં. તનુજાએ, અલબત્ત, આ ફ્લ્મિો એકલપંડે નહોતી લખી, આ બંનેમાં તેઓ સહલેખિકા હતાં.

તનુજાને ફ્લ્મિી કલ્ચર વારસામાં મળ્યું છે. તનુજાનાં મમ્મી કામના ચંદ્રા સફ્ળ ફ્લ્મિલેખિકા. ‘પ્રેમરોગ’, ‘ચાંદની’, ‘૧૯૪૨ – અ લવસ્ટોરી’, ‘કરીબ’ અને લેટેસ્ટ ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફ્લ્મિો કામના ચંદ્રાના બાયોડેટામાં બોલે છે. જાણીતાં ફ્લ્મિ જર્નલિસ્ટ-રાઇટર-રિવ્યુઅર અનુપમા ચોપડા તનુજાનાં મોટાં બહેન થાય. આ ન્યાયે ટોચના ફ્લ્મિમેકર વિધુ વિનોદ ચોપડા તનુજાના જિજાજી થાય. અમેરિકામાં સેટલ થઈ ગયેલા તનુજાના ભાઈ વિક્રમ ચંદ્રા એવોર્ડવિનિંગ નવલકથાકાર છે, જેમના ‘સેક્રેડ ગેમ્સ’ નામના પુસ્તક પરથી નેટફ્લિક્સ સૈફ્ અલી ખાનને લઈને વેબ-સિરીઝ બનાવી રહૃાું છે. નેટફ્લિકસની આ પહેલી ઇન્ડિયન સિરીઝ હશે. ટૂંકમાં, તનુજાનો આખો પરિવાર ક્રિયેટિવ આર્ટ્સ સાથે સંકળાયેલો છે.

‘દુશ્મન’ પછી એક વર્ષ બાદ તનુજાની બીજી ડિરેક્ટોરિઅલ ફ્લ્મિ આવી – ‘સંઘર્ષ’. તે ઓસ્કરવિનિંગ ફ્લ્મિ ‘ધ સાયલન્સ ઓફ્ ધ લેમ્બ’ પરથી પ્રેરિત હતી. અત્યાર સુધી ફ્કત મારધાડવાળી મસાલા ફ્લ્મિો કરનાર અક્ષયકુમારને જિંદગીમાં પહેલી વાર ‘પર્ફેર્મન્સ ઓરિએન્ટેડ’ રોલ મળ્યો હતો. ફ્લ્મિમાં પ્રીતિ ઝિન્ટા પણ હતી. અદ્ભુત ‘ધ સાયલન્સ ઓફ્ ધ લેમ્બ્સ’ને મનમાં રાખીને ‘સંઘર્ષ’ જોવા ગયેલા દર્શકોને એમાં કયાંથી મજા આવે, પણ સમગ્રપણે આ ફ્લ્મિ ઇન્ડસ્ટ્રી અને ઓડિયન્સનું ધ્યાન જરૂર ખેંચી શકી. સૌને નવાઈ એ વાતની લાગતી હતી કે તનુજા ચંદ્રા નામની આ ચશ્મિસ્ટ છોકરી દેખાવે તો સાવ દુબળીપાતળી ને સીધીસાદી છે, પણ એની ફ્લ્મિો આટલી હિંસક અને ડાર્ક કેમ હોય છે?

બોલિવૂડની હોટ-એન્ડ-હેપનિંગ ડિરેકટર તરીકે પ્રતિષ્ઠા હજુ બને ત્યાં તો તનુજા ચંદ્રાનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં. ત્રીજી ફ્લ્મિ, ‘યે ઝિંદગી કા સફર’ (અમિષા પટેલ-જિમી શેરગિલ, ૨૦૦૧). ફ્લોપ. ‘સૂર’ (લકી અલી – ગૌરી કાર્ણિક, ૨૦૦૨). ગીતસંગીત સારાં પણ ફ્લ્મિ હરખાવું પડે એવી નહીં. ‘ફ્લ્મિ સ્ટાર’ (પ્રિયાંશુ ચેટર્જી – મહિમા ચૌધરી, ૨૦૦૫). હરામ બરાબર કોઈએ આ ફ્લ્મિનું નામ પણ સાંભળ્યું હોય તો! ‘ઝિંદગી રોકસ’ (સુસ્મિતા સેન-શાઇની આહુજા, ૨૦૦૬). ડિટ્ટો. ‘હોપ એન્ડ અ લિટલ સુગર’ (મહિમા ચૌધરી-અનુપમ ખેર વગેરે, ૨૦૦૮). ડિટ્ટો.

…અને બસ, તનુજા ચંદ્રાની ફ્લ્મિોગ્રાફીનો ધી એન્ડ. વેલ, ઓલમોસ્ટ. ૨૦૦૮થી ૨૦૧૭ એટલે કે પૂરાં નવ વર્ષ દરમિયાન તનુજા એવી રીતે ગાયબ થઈ ગયાં કે છાપામાં ‘ખોવાયા છે’ પ્રકારની જાહેરાત આપવી પડે. ગણ્યાગાંઠયા અપવાદ સિવાય ન કોઈ ફ્લ્મિી ઇવેન્ટમાં દેખાય, ન કોઈ એવોર્ડ ફ્ંકશનમાં ફરકે. ટીવી પર આજકાલ અલગ-અલગ શોઝમાં ફ્લ્મિી લોકો પડયાપાથર્યા રહે છે, પણ સ્મોલ સ્ક્રીન પર પણ તનુજાનું નામોનિશાન નહીં. ફ્લ્મિી સામયિકો-લખાણોમાં એમનો ઉલ્લેખ ન મળે. અરે, કોઈના મોઢે પણ એમનું નામ ન સંભળાય. તનુજા ચંદ્રા લગભગ ભુલાઈ ગયાં.

પણ થોડાં અઠવાડિયાં પહેલાં ‘કરીબ કરીબ સિંગલ’નું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થયાં, પ્રમોશનલ એકિટવિટી શરૂ થઈ અને એકાએક આ ફ્લ્મિના ડિરેક્ટર અને સ્ક્રીનપ્લેરાઇટર તરીકે તનુજા ચંદ્રા પ્રગટયાં. ઇરફાન જેવા ધરખમ હીરો સામે પાર્વતી નામની તદ્દન અજાણી મલયાલી એકટ્રેસ મુખ્ય ભૂમિકામાં હતી. ટ્રેલર મસ્ત હતાં, પણ આખું સેટ-અપ લો-પ્રોફાઇલ હતું. તરત ધ્યાન ખેંચાય એવી વાત એ હતી કે વાયોલન્ટ અને ડાર્ક ફ્લ્મિો માટે જાણીતાં તનુજા ચંદ્રાએ આ વખતે પોતાની મૂળ ફ્લ્મિી તાસીર કરતાં તદ્દન અલગ એવી રોમેન્ટિક કોમેડી પર હાથ અજમાવ્યો હતો.

ફ્લ્મિ આ મહિને રિલીઝ થઈ. સુંદર, સહજ અને ઓડિયન્સને હસતા રાખે એવી મજાની ફ્લ્મિ. ૨૦૧૭ની શરૂઆતમાં ઇરફાનને આપણે ‘હિન્દી મીડિયમ’ નામની અફ્લાતૂન ફ્લ્મિમાં હલકાફૂલકા અવતારમાં જોયા હતા. ‘કરીબ કરીબ સિંગલ’ જાણે એ જ હળવાફૂલ અવતારનું એકસટેન્શન છે. ‘કરીબ કરીબ સિંગલ’ કંઈ મહાન માસ્ટરપીસ નથી, કે નથી એણે બોક્સઓફ્સિ પર તોફાન મચાવ્યું, પણ નિઃશંકપણે તે આ વર્ષની સૌથી એન્જોયેબલ ફ્લ્મિોમાંની એક જરૂર છે. આ ફ્લ્મિ જોઈને ઇરફાનના નવેસરથી પ્રેમમાં પડી જવાય છે અને પાર્વતીની હવે પછીની હિન્દી ફ્લ્મિની રાહ જોવાનું મન થાય છે. સૌથી વધારે ધરપત તો, અગાઉ કહ્યું તેમ, એ વાતે થાય છે કે ભલે ‘દુશ્મન’-‘સંઘર્ષ’ પછી તનુજા ચંદ્રાની કરિયર અપેક્ષા પ્રમાણે આગળ ન વધી, ભલે એ વચ્ચેના વર્ષોમાં એ સાવ વિસરાઈ ગયાં પણ થેન્ક ગોડ, એમનો ક્રિયેટિવ ફોર્સ આજેય અકબંધ છે, રિલેવન્ટ છે, કદાચ વધારે અણિયાળો બન્યો છે.

એક મિનિટ. તનુજા ચંદ્રા હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વચ્ચેનાં વર્ષોમાં હું ભલે મીડિયા અને પબ્લિકની નજરમાંથી ઓઝલ થઈ ગઈ હોઈશ, પણ હું નિષ્ક્રિય કયારેય નહોતી બની. તનુજાએ બે ફ્લ્મિોની સ્ક્રીપ્ટ્સ પર કામ કર્યું હતું. કેટલાય ડ્રાફ્ટ્સ તૈયાર કર્યા, કાસ્ટિંગ સુધી વાત પહોંચી ગઈ, પણ છેલ્લી ઘડીએ એક પછી એક બંને પ્રોજેકટ્સ અભેરાઈ પર ચડી ગયા. આ આખી પ્રોસેસમાં એમનો કીમતી સમય વેડફઈ ગયો. એમ તો એમણે આ ગાળામાં ‘બિજનીસ વુમન’ નામનું અંગ્રેજી પુસ્તક પણ લખ્યું. ઉત્તર પ્રદેશના અતરંગી અને અસલી પાત્રોને કેન્દ્રમાં રાખીને લખાયેલી ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ આ જ વર્ષે જુલાઈમાં રિલીઝ થયો હતો.

બનતું હોય છે આવું. ફ્લ્મિલાઇન છે જ એવી. એક ફ્લ્મિ બનવા માટે એકસાથે એટલા બધા ગ્રહોની યુતિ થવી પડતી હોય છે કે એક ફ્લ્મિમેકરની ગાડી ધાર્યા પ્રમાણે આગળ ન પણ વધે. મહત્ત્વનું એ હોય છે કે વચ્ચેના ખાલી અવકાશમાં ફ્લ્મિમેકરની ક્રિયેટિવિટી બુઠ્ઠી થઈ જવી ન જોઈએ. એનું જોશ, એનું વિસ્મય, નવું શીખવા-સમજવા-જાણવાની વૃત્તિ અકબંધ રહેવાં જોઈએ.

આજકાલ ગુજરાતી ફ્લ્મિ ‘લવની ભવાઈ’ તરંગો ફેલાવી રહી છે. એના ડિરેકટર સંદીપ પટેલે અગાઉ ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’ (૧૯૯૯) અને ‘ગગો કે’ દા’ડાનું પૈણું પૈણું કરતો’તો’ (૨૦૦૫) બનાવી હતી. એ જમાનો ‘જૂની ગુજરાતી ફ્લ્મિો’નો હતો. વચ્ચેનાં વર્ષોમાં એમણે ખૂબ બધી ટીવી સીરિયલો ડિરેકટ કરી. દરમિયાન ગુજરાતી સિનેમાનો નવો દોર શરૂ થયો અને સંદીપ પટેલ બાર વર્ષ પછી ફરી પાછા ફ્લ્મિમેકર તરીકે મેદાનમાં પાછા ઉતર્યા. બાર વર્ષનો ગાળો બહુ લાંબો કહેવાય. ટીવીના કર્મ્ફ્ટ ઝોનમાં બહાર આવીને નવા સિનેમેટિક માહોલમાં, નવા ઓડિયન્સ માટે, નવી સેન્સિબિલિટી સાથે ફ્લ્મિ બનાવવી સહેલી નથી, પણ ‘લવની ભવાઈ’ જેવી ખુશનુમા, યુથફુલ અને સફ્ળ ફ્લ્મિ બનાવીને સંદીપ પટેલે પુરવાર કર્યું કે એક ફ્લ્મિમેકર તરીકેનું એમનું પેશન કયારેય ઠર્યું નહોતું. બલકે, તે વધારે ધારદાર બન્યું છે. પ્રોજેક્ટ ફ્લોર પર હોય કે ન હોય, પણ એક ક્રિયેટિવ આર્ટિસ્ટ તરીકે તેઓ સતત જાગૃત અને અપડેટેડ રહૃાા છે.

ઘણા કિસ્સાઓ છે. મેઘના ગુલઝારે ૨૦૦૨માં ‘ફ્લિહાલ’ બનાવી હતી. પાંચ વર્ષ પછી ‘જસ્ટ મેરીડ’ નામની ફ્લ્મિ આવી. પછી એ ગાયબ થઈ ગયા. પછી સીધા ૨૦૧૫માં પ્રગટયાં – આરુષી મર્ડર કેસ પર આધારિત ‘તલવાર’ નામની અફ્લાતૂન, ગર્વ થાય એવી ફ્લ્મિ લઈને. માસ્ટર ફ્લ્મિમેકરોની વાત કરીએ તો, સ્ટેન્લી કુબ્રિકની અંતિમ બે ફ્લ્મિો ‘ફુલ મેટલ જેકેટ’ (૧૯૮૭) અને ‘આઇઝ વાઇડ શટ’ (૧૯૯૯) વચ્ચે અગિયાર વર્ષનો ગાળો હતો, ડેવિડ લીનની ‘રાયન્સ ડોટર’ (૧૯૭૦) અને ‘અ પેસેજ ટુ ઇન્ડિયા’ (૧૯૮૪) વચ્ચે ૧૪ વર્ષનો ગાળો હતો, જ્યારે ટેરેન્સ મલિકની ‘ડેઝ ઓફ્ હેવન’ (૧૯૭૮) અને ‘ધ થિન રેડ લાઇન’ (૧૯૯૮) વચ્ચે વીસ વર્ષનો ગાળો હતો!

પોતાના મનપસંદ અને પેશનના ક્ષેત્રમાં સતત વિકસતા જવું અને રિલેવન્ટ રહેવું – એક કલાકાર માટે આના કરતાં મોટી કોઈ સિદ્ધિ નથી.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.