મલ્ટિપ્લેક્સ: અડધા વર્ષની આંક્ડાબાજી
Sandesh – Sanskaar Purti – 19 July 2016
મલ્ટિપ્લેક્સ
શું આવ્યું બોલિવૂડની અર્ધવાર્ષિક પરીક્ષાનું પરિણામ? જાન્યુઆરીથી જૂન દરમિયાન કોણે બાજી મારી? કોણે નિરાશ કર્યા?
* * * * *
૨૦૧૬નું વર્ષ અડધું પૂરું થઈ ગયું એ વાતને લગભગ અઠવાડિયા થવા આવ્યાં. શું આવ્યું બોલિવૂડની અર્ધવાર્ષિક પરીક્ષાનું પરિણામ? આ સવાલનો જવાબ બે સ્તરે આપવા પડે. એક તો, ક્માણીની દષ્ટિએ અને બીજું, કવોલિટીની દષ્ટિએ. ઉત્તમ ફ્લ્મિ બોકસઓફ્સિ પર ભફંગ કરતી પછડાઈ શકે છે અને વાહિયાત ફ્લ્મિ ચિક્કાર ક્માણી કરી આપે છે તે આપણે હંમેશાં જોતા આવ્યા છીએ. વાત જાન્યુઆરીથી જૂન સુધીની છે એટલે જુલાઈમાં રિલીઝ થયેલી ‘સુલતાન’ને ગણતરીમાં નહીં લઈએ. (બાય ધ વે, સલમાન ખાનની આ ફ્લ્મિે પાંચ દિવસમાં ૩૪૪ કરોડ રુપિયાનો બિઝનેસ કરીને સુપરહિટ સાબિત થઈ છે). હિટ-ફ્લોપનો હિસાબ માંડતા પહેલાં ફ્લ્મિી પંડિતો બોકસઓફ્સિને લગતા પારિભાષિક શબ્દો શી રીતે સમજાવે છે તે જોઈ લઈએ.
– હિટ એટલે એવી ફ્લ્મિ જેણે નિર્માતાએ પૈસા રોકયા હોય એના કરતાં બમણી રક્મનો બિઝનેસ ર્ક્યો હોય. ઉદાહરણ તરીકે, જેમાં ૨૦ કરોડ રુપિયા રોકયા હોય તેવી ફ્લ્મિ ૪૦ કરોડ રળી આપે તો તે હિટ ગણાય.
– સુપરહિટ એટલે જેટલા પૈસા રોકયા હોય તેના કરતાં એટલીસ્ટ અઢી ગણી રક્મનો બિઝનેસ ર્ક્યો હોય તેવી ફ્લ્મિ. (એટલે કે ૨૦ કરોડના ઈન્વેસ્ટમેન્ટ સામે ક્મસે ક્મ ૫૦ કરોડનો બિઝનેસ).
– પ્લસ એટલે જેટલા પૈસા રોકયા હોય એટલા તો રિક્વર કરે જ, સાથે સાથે થોડો પ્રોફ્ટિ પણ કરે. (૨૦ કરોડનાં રોકણ સામે, સમજોને, ૨૫ કરોડની રિક્વરી.)
– એવરેજ એટલે જેટલા પૈસા રોકયા હોય એટલા પાછા મેળવી આપે તેવી ફ્લ્મિ. (૨૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ, ૨૦ કરોડની રિક્વરી.)
– ફ્લોપ એટલે રોકેલા પૈસાના ૫૦ ટકા પણ રિક્વર ન કરી શક્નારી ફ્લ્મિ. (૨૦ કરોડના રોકણ સામે રિક્વરી પૂરા ૧૦ કરોડ પણ નહીં.)
– લુઝિંગ એટલે રોકેલા પૈસાના અડધા કરતાં થોડાક વધારે પૈસા રિક્વર કરી આપનારી ફ્લ્મિ. (૨૦ કરોડનાં ઈન્વેસ્ટમેન્ટ સામે, સમજોને, ૧૫ કરોડની રિક્વરી.)
હવે ૨૦૧૬ના ર્ફ્સ્ટ હાફ્માં રિલીઝ થયેલી ફ્લ્મિો પર આવીએ. લેખમાં એક કરતાં વધારે સોર્સના આધારે આંક્ડા ટાંક્વામાં આવ્યા છે. આ પ્રકારની આંક્ડાબાજીના સોર્સીસમાં એક્સૂત્રતાનો અભાવ એ સૌથી મોટી તક્લીફ હોય છે. વાત એક જ ફ્લ્મિની થઈ રહી હોય, છતાંય ક્માણીના આંક્ડા અલગ અલગ જગ્યાએ જુદા જુદા લખવામાં આવ્યા હોય. વેલ, આંક્ડાની એકયુરસી ભલે સો ટચના સોના જેવી ન હોય, પણ તેના પરથી આપણને જનરલ આઈડિયા તો મળે જ છે. તો શરુ કરીએ જાન્યુઆરીથી.
જાન્યુઆરી સામાન્યપણે બોકસઓફ્સિ માટે બુંદિયાળ મહિનો ગણાય છે, પણ આ વખતે વર્ષની પહેલી જ ફ્લ્મિ ‘વઝિર’ એવરેજ સાબિત થઈ, જ્યારે અક્ષયકુમારની ‘એરલિફ્ટ’ સુપરહિટ કેટેગરીમાં મુકઈ. ‘કયા કૂલ હૈ હમ-થ્રી’ અને ‘મસ્તીઝાદે’ જેવી ભમરાળી ફ્લ્મિોએ પૈસા ગુમાવ્યા. ફેબ્રુઆરીમાં પ્લેનવાળી બીજી ફ્લ્મિ સુપરહિટ સાબિત થઈ. એ હતી, સોનમ ક્પૂરની ‘નીરજા’. આ ફ્લ્મિ પૈસાથી લોકેને ખાસ કોઈ અપેક્ષા નહોતી, પણ બહાદૂર એરહોસ્ટેસની વાત કરતી ‘નીરજા’ ઓડિયન્સના દિલને સ્પર્શી ગઈ. સની દેઓલે બાપડાએ મોટે ઉપાડે ‘ઘાયલ વન્સ અગેન’ બનાવી તો ખરી, પણ આ ફ્લ્મિ ‘લૂઝિંગ’ સાબિત થઈ. માધવનની ‘સાલા ખડૂસ’ ફ્લોપ થઈ ગઈ. મનોજ વાજપાઈની ‘અલીગઢ’ પર રિવ્યુઅર્સ ઓવારી ગયા, પણ બોકસઓફ્સિ પર ટિક્ટિો ન ફાટી એટલે ફ્લોપ ગણાઈ. બોકસઓફ્સિને વધારે નિરાશા તો ‘ફ્તિૂર’ને કારણે થઈ. ટોપની હિરોઈન (કેટરીના), નવી પેઢીનો તેજસ્વી હીરો (આદિત્ય રોયક્પૂર) અને ટેલેન્ટેડ ડિરેકટર (અભિષેક ક્પૂર) હોવા છતાંય ફ્લ્મિ જનતા જનાર્દનને ન જ પસંદ પડી. કેટરીનાને હિટ હિરોઈનોની રેસમાંથી આઉટ કરવામાં આ ફ્લોપ ફ્લ્મિનો મોટો ફળો ગણાશે. આની સામે પુલક્તિ સમ્રાટ-યામી ગૌતમની ‘સનમ રે’ જેવી ફ્લ્મિ એવરેજ ગણાઈ.
માર્ચમાં ત્રણ પ્લસ ફ્લ્મિો આવી – ‘જય ગંગાજલ’, ‘કી એન્ડ કા’ અને ‘ક્પૂર એન્ડ સન્સ’. નોટ બેડ! ‘રોકી હેન્ડસમ’ બિચાડો ફ્લોપ થઈ ગયો. જોઈએ, જોન અબ્રાહમ આગામી ‘ઢીશુમ’માં કેવુંક ઉકળે છે. એપ્રિલમાં આવેલી ‘બાગી’ સરપ્રાઈઝ હિટ ગણાઈ. તમે ભલે કુમળા કુમળા ટાઈગર શ્રોફ્ની ગમે એટલી મજાક કરો, પણ બોકસઓફ્સિ પર આ છોકરો ચાલી જાય છે. ‘ધ જંગલબુક’જેવી હોલિવૂડની ફ્લ્મિ પર ઈન્ડિયન માર્કેટમાં ‘સુપરહિટ’નું છોગું લાગે તે પણ કયાં ઓછા સરપ્રાઈઝની વાત છે. એપ્રિલ મહિનામાં જો કે ઘણા સિનેમાપ્રેમીઓનું દિલ ભાંગી ગયું. શા માટે? શાહરુખ ખાનની ‘ફેન’ ન ચાલી એટલે. આટલી સરસ ફ્લ્મિ, શાહરુખનું આટલું અફ્લાતૂન પર્ફોર્મન્સ ને છતાંય પિકચર પૂરા પૈસા પણ રિક્વર ન કરી શકે ને ‘લૂઝિંગ’ કેટેગરીમાં સ્થાન પામે એ કેવું? નોટ ફેર. શાહરુખ માંડ હિંમત કરીને પોતાના ર્ક્મ્ફ્ટ ઝોનમાંથી બહાર આવ્યો હતો. ‘ફેન’ની નિષ્ફ્ળતાથી એ પાછો ‘દિલવાલે’વેડા ન કરવા માંડે તો સારું.
મે મહિનામાં ઐશ્વર્યા રાયની ‘સરબજિત’ પ્લસ ફ્લ્મિ ગણાઈ અને ઈમરાન હાશ્મિની ‘અઝહર’ એવરેજ. આપણને ઊંડે ઊંડે આશા હતી કે રામગોપાલ વર્મા ‘વીરપ્પન’ની પાછા ધમાકેદાર ક્મબેક કરશે, પણ એમના મૂછાળા ડાકુની ધાક બોકસઓફ્સિ પર સહેજે ન વર્તાઈ. આની સામે હોલિવૂડની ‘કેપ્ટન અમેરિકઃ સિવિલ વોર’ હિટ થઈ, જ્યારે ‘એકસમેનઃ અપોકેલિપ્સ’ પણ પ્લસ કેટેગરીમાં સ્થાન પામી.
જૂનમાં ‘હાઉસફુલ-થ્રી’ પ્લસ ફ્લ્મિ ગણાઈ, ભયંકર હાઈપ પછી રિલીઝ થયેલી મસ્તમજાની ‘ઉડતા પંજાબ’ને લોકોએ વધાવી લીધી. તેણે પણ પૂરા પૈસા રિક્વર કરીને લટકમાં થોડો પ્રોફ્ટિ નોંધાવ્યો હોવાથી પ્લસ ક્હેવાઈ. આની સામે અનુરાગ ક્શ્યપની ‘રામન રાઘવ ૨.૦’ તેમજ અમિતાભ-નવાઝુદ્દીન-વિદ્યા બાલન જેવાં અભિનયના ત્રણ-ત્રણ એક્કા ધરાવતી ‘તીન’ પર ફ્લોપનો થપ્પો લાગ્યો.
આમ, જાન્યુઆરીથી જૂન દરમિયાન ‘એરલિફ્ટ’, ‘નીરજા’ અને ‘ધ જંગલબુક’ સુપરહિટ થઈ, ‘બાગી’ અને ‘કેપ્ટન અમેરકાઃ સિવિલ વોર’ હિટ થઈ, ‘જય ગંગાજલ’, ‘ક્પૂર એન્ડ સન્સ’, ‘કી એન્ડ કા’, ‘સરબજિત’, ‘એકસમેનઃ અપોકેલિપ્સ’, ‘હાઉસફુલ-થ્રી’ તેમજ ‘ઉડતા પંજાબ’ પ્લસ કેટેગરીમાં સ્થાન પામી અને ‘વઝિર’, ‘સનમ રે’ અને ‘અઝહર’ એવરેજ નીવડી. બાકીની બધી ફ્લ્મિો ક્માણીની દષ્ટિએ નિષ્ફ્ળ ગઈ.
ફ્લ્મિોની ગુણવત્તાની વાત કરીએ તો ૨૦૧૬નાં પહેલું અડધિયું ખરાબ તો નથી જ. ‘એરલિફ્ટ’, ‘નીરજા’, ‘ક્પૂર એન્ડ સન્સ’, ‘કી એન્ડ કા’, ‘સરબજિત’, ‘તીન’, ‘રામન રાઘવ ૨.૦’ આ બધી વેલમેડ તેમજ સંતોષકરક ફ્લ્મિો છે. ‘ફેન’ શાહરુખની શ્રેષ્ઠતમ ફ્લ્મિોના લિસ્ટમાં હંમેશાં સ્થાન પામતી રહેશે. ‘ઉડતા પંજાબ’ એક મહત્ત્વની ફ્લ્મિ છે જે આવતા વર્ષે ખૂબ બધા અવોર્ડ્ઝ ઉસરડી જવાની છે. ‘અલીગઢ’, નસીરુદ્દીન શાહ-કલ્કિની ‘વેઈટિંગ’ પણ નાની પણ સારી ફિલ્મો ગણાઈ. જાન્યુઆરીથી જૂન સુધીનો હીરો નંબર વન દેખીતી રીતે જ અક્ષયકુમાર છે. એની ‘એરલિફ્ટ’ અને ‘હાઉસફુલ-થ્રી’એ ટોટલ ૩૩૫ કરોડ રુપિયા કતાંય વધારે બિઝનેસ ર્ક્યો છે. જોકે આના કરતાં વધારે બિઝનેસ તો એક્લા સલમાનના ‘સુલતાન’ને કરી નાખ્યો છે.
‘સુલતાન’ના પ્રતાપે ૨૦૧૬ના સેક્ન્ડ હાફ્ની શરુઆત ધમાકેદાર થઈ છે. આગે આગે દેખીએ હોતા હૈ કયા. ?
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year Jul, 2016 )
Leave a Reply