અમથું નથી કહેવાતું કે મોદી એટલે માર્કેટિંગ. ૨૦૧૯ માટે આવો વિચાર કોને આવ્યો હશે…?
જે દિવસે બીજા પક્ષના ઘણાં બુઢા નેતાઓ સોશિયલ મીડિયા શું છે એ જાણતા ન હતા તે દિવસે આ બુઢાએ ઢગલો ફોલોવર ઉભા કરી દીધા હતા.
ઇઝરાયલ વાળાને એની ભાષામાં, ઈરાન વાળાને એની ભાષામાં, ચીનને એની ભાષામાં ‘નમસ્તે’ કહેવું એ કોઈ નાટક ન હતું. એ દેશનું માર્કેટિંગ હતું… સેલ્સમેનને જોયો છે કદી, ઘરે આવેલો…? વાતો એવી કરશે કે વસ્તુ પધરાવે છૂટકો કરશે…? આ માણસ એ જ છે… ( વસ્તુ કેવી નીકળશે એનાં વિષે હું વાત નથી કરતો.)
માર્કેટિંગ માટે કોઈ માણસ કઈ હદ સુધી વિચારી શકે એ વિચારવા જેવું ખરું.
કોઈ પણ રાજ્ય કે પ્રદેશમાં જઈને એ જગ્યાનો ડ્રેસ પહેરવો અને કોઈ પણ જગ્યાને પોતે પહેલાં પણ આ જગ્યાથી કનેક્ટ છે, એવું કહીને સંબોધન કરવું એ માર્કેટિંગનો એક ભાગ છે.
કોઈ પણ પ્રદેશનાં ઈતિહાસને જાણીને, પોતાના સંબોધનમાં પહેલાં એ જગ્યાનો ઈતિહાસ કહેવો. પછી ધીમે ધીમે તેને વર્તમાનમાં લાવીને ભવિષ્યમાં કોઈ ‘વિઝન’ આપવું. એક એવું સપનું દેખાડવું કે જે લોકો જોવા માંગતા હોય, એને પણ એક સ્કીલ કહી શકાય…
મોદી વડાપ્રધાન બને એ પહેલાં તેની હવા ઉભી કરવી. ભાજપ સરકાર નહિ, મોદી સરકાર કહીને સંબોધન કરવું. અને લોકોનાં મગજમાં પણ મોદી મોદી જ બેસાડી દેવું, એ કોઈ નાના થુલ્લાનું કામ નથી.
તમે એને ચા વાળો કહો, તો એ ‘ચા પર ચર્ચા’ ચાલુ કરી દે…
મોદીના નામે બુક છાપાય. ૧૯ પહેલાં ઠાકરે, ઉરી અને એકસીડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર જેવા મુવી આવે અને હમણા જ નજરે ચડેલી આ પોસ્ટ… મોદી નાં માર્કેટિંગ માટે એ તમને નોકરીએ રાખશે. અને આ કઈ હવામાં વાત નથી. એની વેબસાઈટને બધું તૈયાર પાછું. મોદી એપ બને, નમો નામની યુટ્યુબ ચેનલો બને. મેઈન સ્ટ્રીમ મીડિયાની સાથે સાથે સોશિયલ મિડીયા પર પણ એક ભારે, ધરખમ માર્કેટિંગ..!!
મોદી માર્કેટિંગ ગુરુ છે..પણ દરેક ગુરુ એક સારો નેતા હોય છે…? એ પ્રશ્ન તમારા માટે…
બીજું કઈ શીખી શકાય કે નાં શીખી શકાય માર્કેટિંગ જરૂર શીખી લેજો… આ માણસ જોડેથી…
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
Leave a Reply