૨૦૧૪માં જયારે મોદી પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન થયા ત્યારે મોદીની છબી એ ‘એન્ટી મુસ્લિમ’ છબી હતી અને જ્યાં ૫૭ મુસ્લિમ દેશોનું સંગઠન હોય અને જ્યાંથી ભારત સૌથી વધારે ઓઈલ ઈમ્પોર્ટ કરતુ હોય એવી પરિસ્થિતિમાં મોદીની એન્ટી મુસ્લિમ છબી એ ભારતને કેટલું નુકસાન પહોચાડી શકે એ વાત તમે વિચારી શકો ખરાં ? આ સમયે એ નિશ્ચિત લાગતું હતું કે મોદી એના પહેલાં ટર્મમાં મહત્વપૂર્ણ એવા નિર્ણય લઇ શકશે નહિ. જેમકે આર્ટીકલ ૩૭૦ હોય, CAA હોય કે પછી અયોધ્યા જન્મભૂમી પર અધ્યાદેશ…! મોદી એ ધ્યાન ગલ્ફ દેશોમાં આપવાનું કામ ૨૦૧૪ થી જ શરુ કરી દીધું. કારણ કે પાકિસ્તાનને આઈસોલેટ કરવા માટે એ ૫૭ દેશોમાં ભારતનું મહત્વ વધારવું એ સૌથી વધારે મહત્વનું કામ હતું અને મોદી એ બાબતમાં સફળ નીવડ્યા. ૨૦૧૯ આવતા આવતા પ્રધાનમંત્રી મોદીએ મોટાં મુસ્લિમ દેશોમાં ભારતનું મહત્વ સ્થાપિત કરી દીધું અને પછી ધડાધડ નિર્ણયો લેવાનાં શરુ કરી દીધા. ૨૦૨૪ પતે એ પહેલાં યુનિફોર્મ સિવિલ કોડ આવી જ જશે, એ બાબતે હવે શંકા નથી. પણ એનાથી પણ વધુ ખરાબ હાલત પાકિસ્તાનની થશે. પાકિસ્તાન ચીનનાં દેવામાં ફસાઈ જશે અને ઘૂંટણ પર આવી જશે. આંતરરાષ્ટ્રીય સંબંધો પર નજર રાખતા લોકો આ વાત જરૂર સમજશે.
દુનિયા એ છેલ્લાં ૩૦ – ૪૦ વર્ષોમાં ભારતને “ક્રાય બેબી” તરીકે જ જોયું છે. ભારત અને પાકિસ્તાન આ બે વચ્ચે જ ભારતના જીઓપોલિટિકલ સમીકરણ રચાતા અને પાકિસ્તાન ભારત પર આંતકવાદી હુમલો કરે એટલે દુનિયા આગળ આપણે “પાકિસ્તાનને કંઈક તો કહો” એમ કહીને રોદણા રોવાના શરુ કરી દેતા. હવે ટેબલ ૧૮૦ ડીગ્રી બદલાઈ ગયું છે. હવે પાકિસ્તાન રોદણા રોવે છે કે “ભારતને કંઈક તો કહો”..! પહેલાં યુ.એન.એસ.સી માં મિટિંગ કરવા આપણે મિન્ન્તો કરવી પડતી, હવે બંધ બારણે મિટિંગ કરવા પાકિસ્તાન મીન્ન્તો કરે છે..! આ તાકાત છે તમારાં પૂર્ણ બહુમતનાં વોટની..! ભારતે પાછળનાં કેટલાંક વર્ષોમાં ‘એન્ટી ઇઝરાયલ’ વલણ રાખીને ખાડી દેશોને બેલેન્સ કરવાનો ટ્રાય કર્યો. પણ ૨૦૧૪ પછી પ્રો ઇઝરાયલ રહીને ભારતે ખાડી દેશોને બેલેન્સ કરવાનો ટ્રાય કર્યો..! એ ફર્ક છે જૂની અને નવી ફોરેન પોલિસી નો..!
ગલ્ફ રીજીયન ભારત માટે મહત્વનું હતું અને એના માટે ભારત એક બીઝનેસ હબ છે, એ કહેવું જરૂરી હતું. એ માટે મોદીએ ભારતની સૌથી વધુ વસ્તી એ તમારાં માટે માર્કેટ છે, એમ કહીને માર્કેટિંગ કર્યું. જેટલી વસ્તી વધારે એટલી જરૂરીયાત વધારે. સરળ ભાષામાં કહું તો ગલ્ફ દેશોને એમનો બીઝનેસ વધારવો હોય તો એ ભારત જેવી મોટી વસ્તી વાળાં સિંગલ સોર્સ તરફ વધે કે પછી પાકિસ્તાન જેવા નાના દેશ તરફ ? સિમ્પલ ભારતની વધુ વસ્તીને મોદીએ અવસર બનાવી અને ગલ્ફમાં માર્કેટિંગ કરીને ગલ્ફને ધંધાની લાલચ આપી..! અને માત્ર ધંધો જ નહિ ભારતે દરેક ખાડી દેશો જોડે અલગ અલગ રીતે પોતાનાં સંબંધો મજબુત કર્યા છે..!
૧) યુ.એ.ઈ
યુ.એ.ઈ જોડે ભારત ૬૦ બિલિયન ડોલરનો બીઝનેસ કરે છે. જે ભારતનું 3 નંબર નું સૌથી મોટું ટ્રેડીંગ પાર્ટનર છે…! અને ૪ નંબર પર સૌથી વધારે ઓઈલ સપ્લયાર છે..! ભારતે યુ.એ.ઈનો વિશ્વાસ જીતવા માટે ૨૦૧૮માં એક બહુ મોટું કામ કર્યું હતું..! લતીફા નામની યુ.એ.ઈની પ્રિન્સેસ યુ.એ.ઈ થી ભાગી ગઈ હતી. જેને ભારતના કોસ્ટગાર્ડ એ ગોવા આગળ પકડી અને ભારત સરકારે યુ.એ.ઈને પાછી મોકલી આપી. મોદી માટે ભારત દેશનું જ હિત મહત્વનું છે. કોઈ એક કે બે જણાનાં ‘માનવ અધિકાર’ સંકોચાઈ જાય તો મોદી પાછો પડે એમ નથી. અહિ યુ.એ.ઈ નાં પ્રિન્સ એટલે પ્રાઈમ મીનીસ્ટરની નજર માં ભારત યુ.એ.ઈનો મહત્વપૂર્ણ અને વિશ્વાસપાત્ર વ્યક્તિત્વ છે, એવું સ્થાપિત કરવામાં ભારતે આ કદમ ઉઠાવ્યું..! વિચારો એની જગ્યા એ કોઈ લીબ્રલ હોત તો એ એવું વિચરત કે એ પ્રિન્સેસનો માનવ અધિકાર છે અને આપણે શું લેવા દેવા? યુ.એ.ઈની પ્રિન્સેસ છે ને, એ નું એ લોકો જાણે… જયારે મોદી નાની અમથી વાત પણ ચૂકતા નથી. એણે પ્રિન્સેસને પાછી સોંપી અને કહ્યું ભારતનો પ્રધાનમંત્રી વિશ્વાસપાત્ર વ્યક્તિત્વ રહેશે અને ભારત દેશ પણ… હવે તો યુ.એ.ઈમાં પણ મંદિર બંધાવાના શરુ થઇ ચુક્યા છે. આનું ધંધો… વિશ્વાસપાત્રતા અને પારિવારિક સંબંધ જેવી વાતોને લીધે મોદીને યુ.એ.ઈ એ પોતાનું સર્વોચ્ચ સન્માન ૨૦૧૯માં આપ્યું..!
૨) સાઉદી અરેબિયા
ટ્રમ્પ આવ્યા પછી ભારત અમેરિકા તરફ વધુ નમી ગયું છે, એમાં કોઈ શંકા નથી. અમરિકા અને સાઉદી એકબીજાના પાર્ટનર છે અને ઈરાનને કાઉન્ટર કરવા માટે અમરિકાને સાઉદીની જરૂર છે. એ જ વખતે ભારત જેવું મોટું માર્કેટ સાઉદી આકર્ષી રહ્યું છે. ઈરાનનું ઇન્ફ્લ્યુંન્સ ભારતમાં ઘટાડવા માટે અમરિકા અને સાઉદી કામ કરી રહ્યું છે, એમાં એ લોકો સફળ પણ થયા છે. અત્યારે સાઉદી જ ભારતમાં સૌથી વધુ ઓઈલ સપ્લાય કરે છે અને પોતાનો બીઝનેસ પણ ભારતમાં સ્થાપવા માટે રિલાઈન્સ તથા અનેક ઓઈલ કંપનીઓ સાથે ડીલ કરી રહ્યું છે. એની સાથે ભારતે ઈરાન પર પોતાની નિર્ભરતા ઘટાડી દીધી છે. પણ બેલેન્સ રહે એટલે ચાહબહાર પોર્ટ ઈરાન સાથે વિકસિત કરી રહ્યું છે..!
ભારતે યુએઈ અને સાઉદી જેવા બે દેશોને કંટ્રોલ રાખ્યો એનું પરિણામ એ આવે કે ગલ્ફ રીજીયનમાં ભારત માટે એક કોમ્પિટિશન છે કે મોટું નેટવર્ક/માર્કેટ ભારત છે, એટલે ભારત જોડે ટર્કી અને પાકિસ્તાન સિવાય કોઈ દેશ સંબંધો ખરાબ કરવા માંગતું નથી.
આ મુસ્લિમ દેશોનું સંગઠન છે એમાં એક દેશ મલેશિયા છે..
મલેશિયાનાં પ્રધાનમંત્રી એ યુ.એનમાં કશ્મીરનો મુદ્દો ઉઠાવાની કોશિશ કરી તો પાકિસ્તાનને લાગ્યું કે વધુ એક દેશ ભારતના પક્ષમાં આવી ગયો તો એની સામે ભારતે મલેશિયા જોડે palm oil લેવાનું બંધ કરી દીધું અને જે લોકો જાણકાર હશે એ લોકોને ખબર હશે મલેશિયા દેશમાં મોટો ધંધો palm oil નો જ છે. મલેશિયા માં palm oil ધંધાને મોટો ફટકો ગયો. એનું પરિણામ એ આવ્યું કે એના પ્રધાનમંત્રી રાજીનામું આપી દીધું. એટલું જ નહિ એમની પાર્ટી એ એમને પાર્ટીમાંથી બહાર કાઢી મુક્યા…! હજી બે દિવસ પહેલાં જ એમનું બયાન હતું કે “કાશ્મીર પર યુ.એનમાં બોલવાના લીધે પરિણામ ભોગવવું પડ્યું” સીધી બાત “જો ભારત કે ખિલાફ બોલેગા ઉસકા સિંહાસન ડોલેગા” નેપાળનું પણ આજ પરિણામ આવશે..!
આ બધાને પાકિસ્તાન સાથે શું લેવા દેવા ?
પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન જેટલો રોતલ પ્રધાનમંત્રી પાકિસ્તાનમાં થયો નહિ હોય અને એનું જ પરિણામ છે કે, આજે પાકિસ્તાન ભિખારીસ્તાન બનવાના રસ્તે છે. સિમ્પલ કહું છું, જયારે ૩૭૦ હટાવી ત્યારથી ઇમરાન ખાન બુમો પાડી પાડીને કહી રહ્યો છે કે કોઈ તો અમારી વાત સાંભળો, કોઈ તો અમારી વાત સાંભળો… પણ કોઈ એનું સાંભળતું નથી. મુસ્લિમ દેશો પણ નહિ. Organisation of Islamic Cooperation જેમાં ૫૭ દેશો આવે છે. ઇમરાન ખાન છેલ્લા એક વર્ષથી ઉમ્મા ઉમ્મા કરી રહ્યો છે. પણ કોઈ કઈ જ સાંભળતું નથી ઉમ્મા એ ઇસ્લામમાં એક કન્સેપ્ટ છે કે, જયારે એક મુસ્લિમ દેશ કે મુસ્લિમ માણસ તકલીફમાં હોય તો બધા એ ભેગા થઇ જવું અને વિરોધ પક્ષ તરફ લડવું. પણ ઉમ્માનો કન્સેપ્ટ મોદીના ધંધા એ તોડી નાખ્યો…! અને એનું પરિણામ એ આવ્યું કે ટર્કી સિવાય કોઈ મુસ્લિમ દેશ પાકિસ્તાનનાં પક્ષમાં નથી…!
લેટેસ્ટ વાત..!
એક ટીવી ઈન્ટરવ્યુંમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી એ સાઉદી અરેબિયાને ‘ધમકાવતા’ કહ્યું કે સાઉદી અરેબિયા અમારો કશ્મીર મુદ્દે સાથ નહિ આપે તો અમે મુસ્લિમ દેશોનું બીજું સંગઠન બનાવીશું અને આ વાત સાઉદી એ પકડી લીધી પાકિસ્તાનને ૩ બિલીયન ડોલરની લોન આપી હતી અને એ પાછી માંગી લીધી કે લાવો અમારા પૈસા પાછા. ૧ બિલીયન ડોલર તો પાકિસ્તાને ચીન જોડે થી લઈને સાઉદીને આપી દીધા..! બીજા ૨ બિલિયન ડોલર પણ આપવા પડશે અને સાઉદી એ પાકિસ્તાનને ઓઈલનો કોન્ટ્રકટ પણ રીન્યુ કરવાની નાં પાડી દીધી છે…!
ભિખારીસ્તાન વધુ ભિખારી બની રહ્યું છે…! હવે ઈરાન પણ પાકિસ્તાનનાં પક્ષમાં નાં જાય એ માટે પણ ગેમ ચાલુ છે. અમેરિકા એ પાકિસ્તાનને ચાવી ભરી કે તમે ઈરાનનું એક ઓઈલ ટેન્કર કબજો કરી લો. અને મુર્ખ પાકિસ્તાને એમ જ કર્યું. હવે ઈરાન પણ પાકિસ્તાનની આ બાબતે ગુસ્સે ભરાયું છે. પાકિસ્તાન જોડે ગેમ રમાઈ રહી છે અને પાકિસ્તાન ખાલી કશ્મીર મુદાને લીધે આખી દુનિયામાં રોઈ રહ્યું છે..! જીઓપોલીટીક્સ ગજબ જામી રહ્યું છે. અમેરિકામાં ટ્રમ્પ ફરી ચુંટાશે તો આ ગેમ એક સુખદ અંત તરફ વળશે..!
~ જય ગોહિલ
( Facebook પરથી સાભાર )
Leave a Reply