“માવતરની મમતા”
કોઈના મન દુ:ખી ન થાય એટલે આ લખાણ થોડાક સમય પછી મુકવા નો વિચાર કરેલ છે. આ બઘી જ પોસ્ટ જોઈને આનંદ તો ખુબ જ થયો, પણ આ આનંદ ના પાછળ ઘણી બઘી બાબતો છે કે જેના કારણે આપણને દુ:ખ જકડી દે છે
આજે ‘માડી’ પર બધા જ મિત્રો એ અનેક પ્રકારે પોતાનું પ્રેમ વ્યક્ત રજૂ કર્યું. આ જોઈને ખુબ જ ખુશીનો અહેંસાસ થયો, પણ આ યોગ્ય છે ખરું…? જ્યારે નવા જીવન ને જન્મ આપવા માટે “માવતર” ને સંપૂણૅ રુપમા એક થવું જ પડે છે, તો કેમ “Father day” “mother day” મા બેય ને વહેંચવા. જ્યારે કુદરતે બેય ને અલગ નથી સમજ્યા, તો આપણે તો સામાન્ય માણસો છીએ. આપણે “માવતર દિવસ” કેમ ન ઉજવી શકીયેં.
આપણી સંસ્કૃતિ માં “માવતર” નું સ્થાન ધણુ મોટું છે. કારણ ભગવાન બઘે પહોચી ન શકે, એટલે બાળકોનું ઘ્યાન રાખવા એમણે “માવતર” બનાવ્યા.
“માવતર” પોતે રાત-દિવસ એક કરીને બાળકોનો ઉછેર કરે છે. પોતાની ઈચ્છાઓ મારીને બાળકોની ઈચ્છાઓ પૂરી કરે છે. ભણાવે છે, સારા સંસ્કારો આપેછે, સમાજ મા એક સારા વ્યક્તિ બનાવે છે છત્તા અમુકે વખત બોળકો બોલી દે છે કે “તમે અમારા માટે શું કર્યું છે, આતો માતા પિતાની ફરજ હોય છે. તો તમે આમા નવું શું કરીયું…”
આવા શબ્દોંના “ઘા” એમને અંદરથી તોડી નાખે છે. જો “માવતર”ને સાચા અથૅમા પ્રેમ કરતા હોવ, તો પ્રેમ વ્યક્ત કરવા કોઈ એક દિવસ ની કેમ રાહ જોવી. પોતાનો પ્રેમ વ્યક્ત કરવો કારણ કે એમને પોતે તમારા સપનાંઓ પૂરા કરવા માટે પોતાના સપનાઓ દબાવ્યા છે. એમનો ક્યારે અફસોસ નહીં રહે, ઉલટું એમને આનંદ થશે કે ભલે બાળકો ને અમારા પ્રેમ ની કદર તો છે.
કદાચીત મારું લખાણ વાંચીને મારા પર બઘા જ પ્રશ્નોં નો ગીળીબાર કરશેં, પણ મને પ્રશ્નોં પૂછવાની જગ્યા પર પોતે જ એકવાર મારા લખાણ પર વિચાર જરુર કરજો. કે મારા લખાણ મા કોઈ ભૂલ છે કે નહીં…? જો સાચા આથૅમાં “માવતર” ને પ્રેમ કરતા હશોં તો વૃધ્ધાશ્રમમાં પોતાના “માતા-પિતા” ને મુક્યયા હોય કે મુકવાનો વિચાર કરતા હોય તો એકવાર મારા લખાણ પર જરુર વિચાર કરજો. આ બઘુ જ તમારા બાળકો પણ જોઈ રહ્યા છે. કદાચ તમારું ભવિષ્ય પણ આ જ જોઈને વૃઘ્ઘાશ્રમમાં ન જાય એ યાદ રાખજો.
એક વાર સાચા મન થી વિચાર જરુર કરજો, મારુ લખાણ વાંચીને કોઈનું મન દુ:ખ થયું હોય તો હાથ જોડીને માફી માંગું છું.
~ હષૅદા કદમ ગુજર “હજી”
( ૧૪/૫/૨૦૧૮ )
Leave a Reply