આપણે જાણીએ છીએ તેમ અઘરી આઈટમ છે. ‘માલ્યા ગેટ’ એટલે કે માલ્યાને ભારત છોડી જવાનો ગેટ ખોલી આપવાના કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું છે, ત્યારે તેઓ પણ વ્યૂહાત્મક ટ્વિટ્સ કરીને ભાજપ અને જેટલી બન્નેનો દાવ લઈ રહ્યાં છે.
એક ટ્વિટ કરીને તેમણે જે બે મુદ્દા નવા સામે આવેલા તથ્યો તરીકે પોઇન્ટઆઉટ કર્યા છે એ પૈકીનો પહેલો મુદ્દો એટલે કે લૂકઆઉટ નોટિસ ડાયલ્યુટ કરવાનો મુદ્દો નવું તથ્ય બિલકુલ નથી. એ તો માલ્યા ભાગી ગયો ત્યારનું ઓપન સિક્રેટ છે કે એ જ છટકબારી ખોલાવીને એ ભાગી ગયો છે. લૂકઆઉટ નોટિસને ‘ડિટેઇન’ના બદલે ‘રિપોર્ટ’માં કન્વર્ટ કરાવ્યા વિના એના માટે દેશ છોડવો શક્ય જ નહોતો. આ વાત તો મેં માલ્યા ભાગ્યો એ સમયે લખેલા લેખમાં (ફ્રિ હિટમાં આપેલી લિંક) સારી રીતે સમજાવી છે.
જો આ વાત મને, તમને અને આપણને સૌને ખબર હોય તો રાજકારણના ખંધા ખેલાડી સ્વામીને ન ખબર હોય (અને એ વાતને તેઓ નવું તથ્ય ગણાવે) એ તો શક્ય જ નથી. પણ હવે જ્યારે માલ્યા દેશ છોડતા પહેલા જેટલીને મળ્યો હોવાની વાત પબ્લિક ડોમેઇનમાં (એ વાત પણ સ્વામીને ન ખબર હોય એવું હું માનતો નથી. એને ખબર જ હોય પણ એ ટાઇમિંગનું ઇમ્પોર્ટન્સ જાણે છે.) આવી છે ત્યારે જ સ્વામી બહુ વ્યૂહાત્મક રીતે પેલા જૂના તથ્યને નવું ગણાવીને તેને જેટલી સાથેની મુલાકાતવાળા તથ્યની અડોઅડ મૂકી રહ્યાં છે. જેથી લોકો એ બંને ઘટનાને સાંકળી શકે. પહેલો પોઇન્ટ તો જગજાહેર હતો પણ એ સીબીઆઈએ કોના ઇશારે કર્યું એ પ્રશ્ન હતો, જેનો જવાબ સ્વામી આ ટ્વિટથી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
માલ્યાને જેટલીએ હેલ્પ કરી હતી કે નહીં એ મુદ્દો મહત્વનો છે. જેટલી અને માલ્યાની મુલાકાત થઈ હતી કે નહીં એ મહત્વનું નથી. મુલાકાતથી જેટલીએ માલ્યાની મદદ કરી હોવાની વાત સાબિત થતી નથી. એ રાજ્યસભાનો સાંસદ હોવાથી વડાપ્રધાનને પણ મળ્યો હોય, એનાથી સાબિત કંઈ કંકોડા પણ ન થાય.
પણ આ ગેમ બહુ ઇનરેસ્ટિંગ બની રહી છે. માલ્યા દેશમાં રહે અને જેલમાં જાય એમાં ભાજપ કે કોંગ્રેસ બેમાંથી એક પણનો ફાયદો નહોતો અને પેલો પાપી ભારત પાછો આવે તો પણ બંને પાર્ટી માટે હાલતો-ચાલતો બૉમ્બ પૂરવાર થાય એમ છે. એને પાછો લાવવા કરતા વધુ રસ બંને પાર્ટીઓને એના નામે વધુને વધુ ફાયદો મેળવવાની અને એના નામથી પોતાનું નામ ખરડાતું અટકાવવામાં છે.
ધેટ્સ ઇટ.
રાજકારણમાં કાયમ તમે કંઈક કરો કે કંઈક કરી બતાવો એ બિલકુલ જરૂરી નથી હોતું. જરૂરી એ હોય છે કે તમે સતત કંઈક કર્યું છે, કંઈક કરી રહ્યા છો અને કંઈક કરી બતાવશો એવું લોકોને લાગવું જોઈએ.
એની વે, પણ સ્વામીના આ વલણથી ‘માલ્યા ગેટ’ની આ પોલિટિકલ ગેમ મજેદાર બની છે. આ કૂકરી ગાંડી કરવામાં ખુદ ગાંડી કૂકરી જેવા સ્વામીએ એક ટ્વિટથી બે નિશાન સાધ્યા છે. એ બરાબર જાણે છે કે અસત્યની આસપાસનું સત્ય ખૂબ જ ઘાતક હોય છે અને સત્યની આસપાસનું અસત્ય પકડવું ખૂબ જ મુશ્કેલ હોય છે પણ એ જ સૌથી રોમાંચક હોય છે. સ્વામીને વ્યક્તિની પરિસ્થિતિની આસપાસ કોન્ટ્રોવર્સી વણી દેતા બરાબર આવડે છે. બિકોઝ હિ ઇઝ મેન ઓફ કોન્સ્પિરસી થિયરી.
આનો મતલબ એવો હરગિઝ નથી કે જેટલી સંપૂર્ણ નિર્દોષ હોઈ શકે છે. ભર્યા તળાવમાંથી કોણ કોરું નીકળી શકે? 😉
ફ્રિ હિટ :
# Mallyagateનો બોધપાઠ : લોકપાલ નહીં હવે તો ‘અંગુલીપાલ’ની જરૂર! (આર્ટિકલ લિંક)
~ તુષાર દવે
આર્ટિકલ લખાયા તારીખ : ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮
Leave a Reply