નાનપણથી લઈને યુવાન થયો,ત્યારે હંમેશ કોઈ ને કોઈ વાત પર ‘બા’ પ્રેમથી તો ક્યારેક ગુસ્સામાં વઢતી રહેતી. બા નું વઢવાનું સહજ જ હતું એટલે સ્વીકારી પણ લેતો પ્રેમથી.
લગ્ન થયા એટલે પત્ની સાથે સંસાર સુખરૂપ ચાલતો હતો. ક્યારેક બા વઢતી ધીમે ધીમે વઢવાનું બંધ થતું ગયું.
પાંચેક વર્ષમાં બા પરલોક સિધાવી ગઈ. બા ની યાદોના સંભારણા ઘરની હર એક જગ્યામાં હજુ પણ ધબકતા હતા.
એક દિવસ ઘરમાં એકાંત સાથે બેઠો હતો, ત્યારે ઘરમાં રાખેલ લાકડાની ફ્રેમમાં બા નો ચહેરો પ્રેમ નીતરતો પણ સહેજ ગમગીન સ્થિતિમાં ટીંગાઈ રહ્યો છે. ત્યારે આજ અચાનક એની આંખમાંથી આંસુ સરી પડ્યા છે, હળવેથી લાકડાની ફ્રેમમાંથી એને જોતી બા ને કહ્યું “બા તું મને કેમ વઢતી નથી…?”
~ જાગૃતિ રામાનુજ
Leave a Reply