નેટફ્લિક્સ અને એમેઝોનની વેબ સિરીઝ હોડમાં એક શ્રેણીનું નામ બે દિવસથી ચર્ચાય રહ્યું છે. તેમાં બાઝી પણ એમેઝોને જ મારી છે, એવું નેટના સુત્રોનું કહેવું છે. આ સિરીઝનું નામ છે લોર્ડસ ઓફ ધ રિંગ્સ. જે.આર. ટોલ્કિનની સર્વશ્રેષ્ઠ ફેન્ટસી કૃતિ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કોઈ લેખક દ્વારા રચાયેલું પાવરહાઉસ વાળુ સાહિત્ય. 90ના દાયકાની સમાપ્તિ સાથે હેરી પોટર સિરીઝ સિવાયની કોઈ ફિલ્મ સિરીઝે ધ્યાન ખેંચ્યું હોય તેવી ફિલ્મ સિરીઝ. લોર્ડસ ઓફ ધ રિંગ્સની કહાનીમાં પાત્રો વધારે છે. મિત્રો વધારે છે. દુશ્મન તેનાથી પણ કંઈ ગણા છે. કામ ખાલી એટલું કરવાનું છે કે જીવરાજ ચાર રસ્તાથી એક વીંટી તમારે ચાંદખેડા અમદાવાદના ભર ટ્રાફિકમાંથી લઈ જવાની છે. એવું…? પણ આ ફેન્ટસીકથામાં વચ્ચે આવતી દુવિધાઓને પાર કરવાની કવાયત જે છે, તે હેરી પોટરને પણ ક્યાંક ટક્કર મારે તેવી છે. અત્યારે ગેમ ઓફ થ્રોન્સના લેખક જ્યોર્જ. આર. માર્ટિન ફેન્ટસીના સર્વોચ્ચ સિંહાસન પર બિરાજી રહ્યા છે, તેવું આ સિરીઝનું પણ હતું. ફિલ્મ સ્વરૂપે આવેલી આ સિરીઝને હવે પ્રિક્વલરૂપે દર્શાવવામાં આવશે. વીટી, રિંગ, અનામિકા કેવી રીતે બની ?
ફેન્ટસીકથાઓમાં પ્રવેશ કરતા પહેલા ટોલ્કિન વિશ્વયુદ્ધનો એક હિસ્સો હતા. જો તેમણે વિશ્વયુદ્ધમાં હિસ્સો ન લીધો હોત, તો કદાચ આ કથા પણ આપણી સામે આવેત નહીં. 18મી સદીમાં ટોલ્કિનની ફેમિલી જર્મનીમાં વસવાટ કરતી હતી. 1756માં આ ફેમિલી ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આવી ગઈ. તેમની અટકનું પણ કંઈક અગોચર જેવું છે. ટોલ્કિનની સરનેમમાં જ ઘણા રહસ્યો છે. કિન્તુ એક જર્મન લેખકના જણાવ્યા અનુસાર જર્મનીથી ઘણું દુર એક ગામ આવેલું છે. આ ગામનું નામ ટોલ્કિન હતું અને તેમાંથી ટોલ્કિન પરિવારની ઉત્પતિ થઈ.
એક ઈંગ્લીશ બેન્ક મેનેજરને ત્યાં ટોલ્કિનનો જન્મ થયો. જન્મ સમયે ન’તો એ ઈંગ્લેન્ડમાં હતા ન’તો મૂળ નિવાસસ્થાન જર્મનીમાં કે પેલા ટોલ્કિન કહેવાત ગામમાં. સાઉથ આફ્રિકામાં તેમના જન્મની કિલકારીયો ગુંજી. ત્રણ વર્ષ સુધી આફ્રિકામાં રહ્યા અને ત્યાંથી માતા સાથે ઈંગ્લેન્ડ આવી ગયા. આફ્રિકામાં હતા ત્યારે એક કાર્લ નામનું કાદવ કિચળ ભરેલું ગામ પણ વસવાટ કરતું હતું. બાળપણમાં ટોલ્કિનને કંઈ નહીંને બોટનીમાં ઉર્ફે વનસ્પતિશાશ્ત્રમાં રસ જાગ્યો. આ કાદવ અને વૃક્ષોના ચિત્રો ભવિષ્યમાં તેમની ફેન્ટસી માટે પણ કારગત નિવડ્યા. માતાના કહેવાથી તેમણે ફેન્ટસી કથાઓ વાંચવાની શરૂઆત કરી, પણ કોઈ કથા તેમને પસંદ નહતી આવતી. આ સમયે રેડ ઈન્ડિયન્સની કહાનીઓથી તેઓ પ્રભાવિત થયેલા. યુવાનીમાં પહોંચ્યા ત્યારે બુક ઓફ ફોરસેક્સ તેમણે તૈયાર કરેલી. 1968માં તેઓ સ્વીત્ઝર્લેન્ડની પહાડી પર ગયા. હોલિડે માણવા માટે પણ તેઓ મિસ્ટ્રી માઉન્ટેનનો ઉપયોગ કરતા હતા !
અને 16 વર્ષની ઉંમરે તો લગ્નજીવન માણવાના અભરખા જાગ્યા, જ્યાં તેમણે પોતાનાથી ત્રણ વર્ષ મોટી એડિથ મેરી બેટ્ટ સાથે મેરેજ કરી લીધા. કુમળી વયે તેમને પ્રેમ થઈ ગયેલો. એડિથને જ્યારે ટોલ્કિને પ્રપોઝ કર્યુ તો એડિથે જવાબ આપ્યો, ‘મારા ક્લાસમાં રહેતા છોકરા સાથે મારે લગ્ન કરવાના છે, અને અમે બંન્ને એકબીજાને ખૂબ ચાહીએ છીએ.’ ટોલ્કિન તો પણ તેને પ્રેમ કરતો હતો. તેની સંભાળ રાખતો હતો. પણ છેલ્લે એડિથને ટોલ્કિનમાં જ પ્રેમ દેખાયો અને બંન્નેએ કોર્ટશિપ દ્વારા પ્રભૂતામાં પગલા પાડી લીધા. ટોલ્કિને પોતાની પત્નિ વિશે કહ્યું છે કે, ‘એ એક એવા માણસને પરણી રહી હતી, જેની પાસે પૈસા નહતા, ગાડી નહતી ઉપરથી યુદ્ધમાં વ્યસ્ત હતો.’
એક તરફ પત્નિ સાથે હાલમાં જ લગ્ન થયા હતા બીજી તરફ ટોલ્કિનને યુદ્ધમાં જવાનું કહેવામાં આવ્યું. ત્યાં સુધીમાં તેણે પોતાની ડિગ્રી મેળવી લીધી હતી. ટોલ્કિન યુદ્ધમાં જવા ઉપડ્યા અને પહેલું પોસ્ટિંગ થયું ફ્રાંન્સમાં. ત્યાં તેની સાથે તેના મિત્રો હતા. જે તેણે પોતે બનાવ્યા હતા.
ટોલ્કિન પોતાના સૈનિક મિત્ર સાથે વાતો કરી રહ્યો હતો, અહીંથી ઈંગ્લેન્ડ જઈને પછી શું કરવાનું છે…?
હું ઘરે જઈશ અને ત્યાં મોમ એન્ડ ડેડ… ધળાંગ… બ્લાસ્ટ થયો અને ટોલ્કિનનો મિત્ર યમધામ પહોંચી ગયો. ટોલ્કિનના તમામ મિત્રો આવી રીતે ઈશ્વરને પ્યારા થઈ ગયા. ટોલ્કિનના જીવનમાં મિત્રોનું કાફી મહત્વ હતું. આર્મીમાં જેમ સૈનિક માટે તેનો સાથી જ બધુ હોય છે, તેમ ટોલ્કિનના કિસ્સામાં પણ હતું. યુદ્ધ લડતા અને માંડ બચતા બચતા ટોલ્કિન ઘરે પરત ફર્યા ત્યારે તેમનો કોઈ મિત્ર બચ્યો નહતો. ટોલ્કિનને વચ્ચે એવું પણ લાગ્યું કે મિત્રો બનાવી લાગણીના પુલ પર યુદ્ધનો વિસ્ફોટ કરવો ઉચિત નહીં રહે. હું જેને મિત્રો બનાવું છું, તે બધા તો સદગત્તિ પ્રાપ્ત કરે છે. આખરે એકલા અટુલા ટોલ્કિન આગળ ચાલતા રહ્યા. ઓક્સફર્ડ ઈંગ્લીશ ડિક્શનરીમાં તેમના પ્રથમ વિશ્વયુદ્ધને સ્થાન આપવામાં આવ્યું. ક્યાંક પ્રોફેસરી મળી ગઈ. અને આગળ ચાલતા અંગ્રેજી શબ્દો પર નિપુણતા હાંસિલ કરી હોબિટ નામની નવલકથા લખી. 1932માં પ્રોફેસરીનું કામ કરતા હતા તે સમયે આ પુસ્તકને તેમણે અંતિમ ઓપ આપ્યો. હોબિટ માટેની તેમની પ્રેરણા પણ જબરી હતી. કોલેજમાં ફાઈલો ચેક કરતા હતા અને ત્યારે એક કોરૂ, બ્લેન્ક પેજ દેખાયું. આ પેજમાં તેમણે ગોળ રાઉન્ડ કર્યો અને હોઠ મમળાવતા બોલ્યા, ‘હોલ એક એવી દુનિયા જ્યાં હોબિટ્સ રહે છે.’ 1930માં તેમની સાથે આ ઘટના બની 1932માં નવલકથા છપાઈ ગઈ. જે તેમણે નાર્નિયાના રાઈટર સી. લેવિસને પણ વંચાવેલી હતી.
અને તે પછી જેને લેગસી ગણવામાં આવે છે, તે લોર્ડ ઓફ ધ રિંગ્સની હોબિટને જ કથાવસ્તુના કેંન્દ્રબિંદુમાં રાખી નવલકથા રચી. આ કથા માટે ટોલ્કિનને 10 વર્ષ લખવા માટેનો સમય લાગ્યો. સી.લેવિસને તેમણે આ કથાવસ્તુ કહી અને તેમણે આ નવલકથાને એપિકનો ત્યારે જ દરજ્જો આપી દીધો. લખવા માટે તેમને રાહ જોવી પડતી હતી, તેનું કારણ પૈસા કમાવવા માટેનું તેમનું એકેડેમિક કરિયર હતું. બીબોનો ખજાનો ખોવાય જાય છે અને તે શોધવા માટે નીકળે છે આ પહેલું કથાવસ્તુ હતું. જેને બાદમાં રિંગ સાથે તેમણે બદલી નાખ્યું. હોબિટ માટેની કાગળના પાનામાં શરૂઆત તેમણે ગોળ આકાર દોરીને કરેલી. રિંગનો પણ ગોળ આકાર જ તેમને ફાયદામાં આવ્યો. નવલકથા લખાઈ સુપરહિટ સાબિત થઈ અને તેના પરથી નાટકો બનવા લાગ્યા. સિરીયલ બનવા લાગી, પણ ફિલ્મ હજુ સુધી બની ન હતી. ટોલ્કિનના દિકરા ક્રિસ્ટોફર ટોલ્કિનની ઈચ્છા તેના ફિલ્મ એડેપ્શનની હતી. જેણે 2014માં પિતાની લખાયેલી પણ કોઈ દિવસ ન છપાયેલી નવલકથા બિયોવુલ્ફને પણ છાપેલી. જેના કેટલાક અંશ લોર્ડ ઓફ ધ રિંગ્સ અને હોબિટના મિડલ અર્થ સાથે મેચ ખાતા હતા. નવલકથા તો પૂરી થઈ પણ ફિલ્મ બનતા પહેલા એક મુસીબત આવી પડી. આ મુસીબતનું નામ હતું રશિયા. અત્યારસુધી લોર્ડ ઓફ ધ રિંગ્સના વાંચકોએ મોર્ડોકને વિલન તરીકે જોયો હતો, પણ રશિયામાં કિરીલી એસ્કોવ નામના લેખકે આ સ્ટોરીને રિ-ટોલ્ડ કરી નાખી. થયું એવું કે તેમાં મોર્ડોકને વિલન બનાવ્યો અને ફ્રોડો સાથે તેના તમામ મિત્રોને વિલન ઘોષિત કરી દીધા. ત્યાં સુધી રશિયનોએ મૂળ લોર્ડ ઓફ ધ રિંગની પ્રતો વાંચી નહતી એટલે તેમના માટે મોર્ડોક હિરો બની ચુક્યો હતો.
ટોલ્કિને એટલું બધુ ગુંચવણ ભર્યું લખ્યું હતું કે તેને ફિલ્મ એડેપ્શનમાં લોકોને બતાવવું મુશ્કેલ લાગતું હતું. ડિરેક્ટરની કમાન પિટર જેક્સને સંભાળી ત્યાં સુધી તેમનો ફિલ્મી રેકોર્ડ બરાબર નહતો એટલે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો પિટરને એલિયન નજરે નિહાળી રહ્યા હતા. પણ જેક્સને ચાર ચાર સ્ક્રિનપ્લે રાઈટરોને મેદાનમાં ઉતાર્યા. ભારે કશ્મકશ બાદ નિર્ણય લેવામાં આવ્યો કે સાંભળો શ્રીમાનો, કથાને એક સીધી લાઈનમાં નહીં કહી શકાય. ફ્રોડોને જ દોડાવ્યા રાખીશું તો નહીં ચાલે. તમામ પાત્રો છુટા પડી જશે પછી આપણી પાસે અલગ અલગ પાંચ ઘટનાને ઉતારવાની રહેશે. એટલે નિર્ણય લેવાયો કે મુસીબતમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા અલગ અલગ લોકો માટે અલગ અલગ સ્ટોરી. એટલે આખી નવલકથાને 100-100 પાનામાં ફાડો અને એક કેરેક્ટરનું બધુ એક સો પાનામાં ભેગુ કરો એવું કરી નાખ્યું. અને સ્ટોરી ચાલવા દીધી.
ફિલ્મ સમયે ખ્યાલ આવ્યો કે નવલકથા અને ટોલ્કિનનું જીવન સમાન હતું. આફ્રિકાનું કાગળ, મિત્રો સાથે મળવું, ટ્રાવેલ માટે પહોડો પર અને તે પણ રહસ્યમય પહાડો પર જવું આ બધુ તો ટોલ્કિન પોતાના જીવનમાં કરી ચુક્યા હતા. (જો આગળનું વાંચ્યું હોય તો, હું કંઈ એમનેમ ઘોડા નથી દોડાવતો… હાહાહાહા) એટલે ફ્રોડોને ટોલ્કિનની માફક જ જીવન જીવવાનું કહી દીધું. કારણ કે ડિરેક્ટર પિટર જેક્સનને ખ્યાલ આવી ગયેલો કે ટોલ્કિનનું પાત્ર ‘ફ્રોડો’ એ પોતે જ ટોલ્કિન છે.
આ પહેલા જાદુગર ગેન્ડાફના કિરદાર માટે જેમ્સ બોન્ડ શો કોનરીને તેડુ મોકલવામાં આવેલું. ફિલ્મનું બજેટ 300 મિલિયન હતું અને તેમને 15 ટકાના ભાવે મજદુરી જોતી હતી એટલે તેમને ટાટા કરી નાખ્યું. પણ ગેન્ડાલ્ફ નામના જાદુગરનો રોલ બધા કલાકારોને કરવો હતો. શો કોનરીએ રોલ છોડ્યો છે. એટલે ટોલ્કિનના દિકરા ક્રિસ્ટોફર ટોલ્કિન ઓડિશન દેવા પહોંચી ગયા અને બોલ્યા, હું જ ગેન્ડોલ્ફનો રોલ કરીશ. પણ સિલેક્ટ ન થઈ શક્યા. ફિલ્મના મેઈન કેરેક્ટર ફ્રોડોને ફિલ્મમાં જુઓ તો 17 વર્ષનો લાગે બાકી નવલકથામાં તેની ઉંમર 50 વર્ષની છે. ફિલ્મના તમામ પાત્રોની ઉંમર 100 ઉપર જ રાખવામાં આવી છે. ખાલી દેખાય યુવાન. તેમાં એન્ની હેથવે અને જાદુગર ગેન્ડાલ્ફ તો 2000 ઉપરની ઉંમરના છે !
પણ મહા મહેનતે પિટર જેક્સને સમયસર આ ફિલ્મ બનાવી નાખી. ત્રણ કલાક અને પચાસ મિનિટ અને છેલ્લો પાર્ટ તો ચાર કલાકનો હોવા છતા તેણે ક્રમાનુસાર 2002થી 2004માં આ સ્ટોરીને આટોપી લીધી. ઓડિયન્સને વેઈટ પણ ન કરાવ્યો. અને ઓસ્કર પણ લેતી ગઈ. ઓસ્કર કમિટિ આ ફિલ્મ માટે એટલી રાહ જોતી હતી કે તેમણે ફાઈનલ ફિલ્મ આવ્યા બાદ જ પિટર જેક્સન માટે ઓસ્કરના ઢગલા કરી નાખ્યા. તો વિવાદ માત્ર બીજી ફિલ્મમાં જ થયો. કારણ કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધરાશાઈ થઈ ચૂક્યું હતું અને વર્ષો પહેલા ટોલ્કિન લોર્ડ ઓફ ધ રિંગ : ધ ટુ ટાવર લખી ચુક્યા હતા. ટાવરને લોકો થીએટરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરીકે જોતા હતા. જેક્સન સમજાવી સમજાવીને થાક્યા કે આ પદ્માવતી ફિલ્મ નથી ભાઈ… મુજ હૈયે નિહાળો રે લોલ….
અગાઉ કહ્યું તેમ લોર્ડ ઓફ ધ રિંગ્સ પરથી નાટકો, રેડિયો, ટીવી શ્રેણીઓ બની, પણ ડિરે્કટર પિટર જેક્સન એક માત્ર એવા વ્યક્તિ હતા જે આ ફિલ્મને રિયલી સમજી શક્યા. જેમણે નક્કી કરી નાખ્યું કે, આ નવલકથા નથી આ ટોલ્કિનનું ફેન્ટસી જીવન છે. જે જ્હોન રોનાલ્ડ રોઉન ટોલ્કિન જીવવા માંગતા હતા. પૃથ્વી પર રહીને !
~ મયૂર ખાવડુ
Leave a Reply