ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કપ્તાનમાના એક મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપ્તાની છોડી દીધી. તે સાથે જ કેટલાક લોકોએ પોતાના બે પ્રકારના મંતવ્યો આપ્યા. શું ધોનીની કપ્તાની છોડવી એ તેનો યોગ્ય નિર્ણય હતો. ધોની પોતાની કારકિર્દીની ટોપ પોઝીશન પર હતો. ધોની ક્યારે શું કરે તે માનવુ મુશ્કેલ હોય છે, તેની પાછળનું કારણ તેણે ભારતના સ્ટાર ખેલાડીઓને જ્યારે મેદાનમાંથી બહાર કર્યા ત્યારે તેનું એવુ માનવુ હતું કે, ઉંમર થાય ત્યારે સમજી જવુ જોઈએ. ધોની માત્ર બીજા પર નહીં પોતાના પર પણ આ નિયમ અનુસરે છે. કોઈ ધક્કા મારી અને બહાર કરે તેના કરતા પોતે જ બહાર થઈ જવુ. કોઈપણ રમતમાં ખેલાડીએ પોતાને બે રીતે સાબિત કરવાના હોય છે. એક મેદાનની અંદર અને બીજુ મેદાનની બહાર. થોડા સમયથી ધોની આ બધામાં કદાચ પરાજિત થયો હોય તેવુ ફિલ કરતો હોવો જોઈએ, પણ આ નિર્ણય તેણે સમયસર લીધો તેવુ પણ કહી શકાય. કારણ કે જ્યારે 2019નો વલ્ડકપ હશે ત્યારે શાયદ ધોની નહીં હોય. અને અત્યારથી જ કોઈ એટલે કે વિરાટ કોહલીને તૈયાર કરી દેવામાં આવે તો તે ટીમ માટે બેસ્ટ પુરવાર થાય તેવુ માનતો હશે. સૌરવ ગાંગુલી પોતાના કેપ્ટનશીપ પદ પર ઘણો ટક્યો, આખરે તેને બહાર નીકાળવા બીસીસીઆઈએ પોતાનો દમ બતાવવો પડ્યો. સચિને સામેથી નિવૃતિની જાહેરાત કરી બાકી સચિન હજુ સદી ફટકારવાની ક્ષમતા ધરાવતો હતો. કોઈ જગ્યા ખાલી કરવી તેનો અર્થ એ છે કે પોતાના અનુગામીને આગળની મુસીબતો માટે તૈયાર કરવો. બાકી જે તમારા અનુગામી છે તે તમારા માટે આગામી સમયમાં રાઈવલ બની જાય. એક ટીમ તરીકે જંગ જીતવાની છે. અંદરોઅંદર જંગ નથી કરવાની. અને આ વાત ધોનીએ મદ્દે નજર રાખી.
બાસ્કેટબોલમાં અમેરિકાની એનબીએનું ઘણું નામ છે. બીલ રસેલ એનબીએનો આવો જ ટોચનો ખેલાડી હતો. થયુ એવુ કે તેને દરેક મેચમાં નિષ્ફળતા મળતી હતી. તેને આ વાતનો અંદેશો આવી ગયો હતો કે આપણું હવે વધારે નથી ટકવાનું. તેની હાઈટ અને સ્કિલના કારણે લેવામાં આવેલો, પણ સમય જતા તેની એ શારીરિક કદ કાઠી અહીં ચાલતી નહતી. અચાનક શું ચમત્કાર થયો કે તેણે એક બાદ એક મેચમાં બાસ્કેટ કરવાના શરૂ કરી દીધા. તેની આ અચાનક આવેલી ઉપલબ્ધિએ તેને ટોચનો સ્ટાર બનાવી દીધો. જ્યારે એનબીએની નવી સિઝનની શરૂઆત થતી હતી ત્યારે તેણે અચાનક નિવૃતિ લઈ સૌને ચોંકાવી દીધા. તેની પાછળનું કારણ તેણે જણાવ્યુ કે, એ નક્કી નથી કે હું આ સિઝનમાં પણ ચાલુ. મારી પાછલી ઘણી મેચોમાં હું સફળ નથી થઈ શક્યો. અને મારા પછીના ઘણા સ્ટાર ખેલાડીઓ પોતાની તકની રાહ જોઈ રહ્યા છે. તો તેમને મારૂ આ પદ ગર્વભેર અર્પણ કરૂ છું.
તો એવુ ફુટબોલના ઈતિહાસમાં પણ થયુ હતું. ફુટબોલના સ્ટાર એથ્લીટ અને ધોનીની કેપ્ટન્સીનું તેની સામે પાણીચુ પણ ન આવે તેવો ખેલાડી એટલ જેરી રાઈસ. તે સમયે તેનો ફુટબોલમાં ગોલ ફટકારવાનો પાવર 208ને પાર કરતો હતો. જોકે તેની ફુટબોલ રમવા કરતા કપ્તાનીની બેજોડ કાબેલિયતના ફેન્સ હતા, પણ કરિયરના ટોપ પર હોવા છતા જ્યારે સુપરબોલ વિક્રટ્રીમાં તે ખિતાબ જીતવાની નજીક હતો, ત્યારે જ તેણે રીટાયર્ડમેન્ટ ધોષિત કરી દીધી. પાછળથી તેણે એ વાત જણાવી કે, હું મારા કરિયરના ટોપ પર હતો ત્યારે જો હું વિકટ્રી બોલ જીતુ કે નહીં કોઈ ફર્ક નથી પડવાનો. હું જેરી રાઈસ જ રહેવાનો !
જ્હોન વુડન જેમને બાસ્કેટબોલના ખેલાડી કરતા કોચ તરીકે વધારે ખ્યાતિ પ્રાપ્ત થઈ. તેમણે પોતાની એકેડેમીમાંથી ઘણા સ્પોર્ટસ પર્સન તૈયાર કર્યા. 1975માં તેઓ સૌથી વધારે વખત નેશનલ ચેમ્પયનશિપ જીતી શકે તેમ હતા અને તેમણે અલવિદા કરી દીધુ.
રોકી માર્શીયાનો આ માણસને એકવાર બોક્સિંગના મહાન ખેલાડીઓએ તેના મોં સામે એ વાત કહી હતી કે, તુ કોઈ દિવસ પાવરફુલ પંચ નહીં મારી શકીશ. તારા હાથમાં બીજા બોક્સરોમાં હોય છે, હોવો જોઈએ તેવો દમ નથી. રોકી ત્યારથી તેને પોતાનું બેસ્ટ ક્વોટેશન માની આગળ વધ્યો. રોકી બોક્સિંગ ઈતિહાસનો પહેલો એવો બોક્સર બન્યો જે 49-0થી મેચ જીત્યો કરિયરનો એક મેચ જીતવાનો હતો અને તેણે બાય બાય કરી નાખ્યુ.
માત્ર સ્પોર્ટસમાં જ આવુ નથી બિઝનેસની દુનિયામાં રતન ટાટા, નારાયણ મુર્તી, જેવા ધુરંધરો પણ રિટાયર્ટમેન્ટ લઈ ચુક્યા છે. તમે કોઈ સિધ્ધી મેળવવાની નજીક હોય અને ગુડબાય કહી દો એટલે તમારા ફેન્સને એક જબરદસ્ત આંચકો લાગવાનો જ છે. તો ધોનીનું પણ કંઈક આવુ જ છે. ધોનીએ વનડે અને ટ્વેન્ટીની કેપ્ટનશિપમાંથી અલવિદા કહ્યું. જ્યારે તે 2019નો વલ્ડકપ જીતાવી શકે તેવી દાવેદારી ધરાવતો હતો, પણ જંગલમાં કોઈ નવો સિંહ આવે ત્યારે તેની તાકત જુના કરતા થોડી વધારે જ હોવાની. અને ધોનીને આ વાતનો ખ્યાલ આવી ગયો હશે.
થેન્ક યુ ધોની
~ મયુર ખાવડુ
Leave a Reply