જૂની કોંગ્રેસનો નવો દાવ… વાત ઇન્દિરા ગાંધીથી – શ્રીમતિ પ્રિયંકા ગાંધી વાડ્રા સુધીની..!!
બે દિવસથી રાજકારણ ફરી ગર્માયું..જ્યારે સૌથી જૂની કોંગ્રેસમાં નવી વ્યક્તિની એન્રીંધ થઇ..કેટલાક લોકો એ એવું માની લીધું કે ‘રાહુલજી નબળા પડયા’ તો કેટલાક લોકોએ એવું કહ્યું કે ‘પ્રિયંકા ગાંધીથી કોંગ્રેસ ફરી સજીવન થશે’ કેટલાક લોકો વળી પ્રિયંકા ગાંધીની નબળાઈઓ શોધવા લાગ્યા તો કેટલાક તેણીની સરખામણી ઇન્દિરા ગાંધી જોડે કરવા લાગ્યા..!! જોકે હું એવું માનું છું આમાં કશુય ખોટું નથી. ૨૦૧૯ની પ્રચારની શરૂવાત થઇ ચુકી છે તો દરેક પોતાના ‘હુકમ’નાં એક્કાઓ ઉતારશે અને મિડીયા તેને ઉછાળી ઉછાળીને બતાવશે. પહેલાં પણ માનતો હતો અને આજે પણ માનું છું. ‘Everything is fair in love and war.. અને અહિયાં તો મહાયુદ્ધ જેવું જ છે બધું..!! એટલે કોંગ્રેસ મેદાનમાં પ્રિયંકા ગાંધીને ઉતારે કે પછી રોબર્ટ વાડ્રાને કે બીજા કોઈ ને… એમાં એમના વિરોધીઓ આટલા ઉછળી કેમ પડયા…? હશે… ચાલો…
તો હવે વાત કરીએ પ્રિયંકા ગાંધી અને ઇન્દિરા ગાંધીની સરખામણીની…
સરખામણી ના કરીએ એજ સારું છે. ઇન્દિરા ગાંધીનાં જીવનનાં બે ફેઝ છે, અને એમાનો એક પણ ફેઝ પ્રિયંકા ગાંધીની જિંદગીમાં આવ્યો નથી. બેશક કદાચ ભારતના અનેક મજબુત પ્રધાનમંત્રીઓમાં નાં એક ઇન્દિરા ગાંધી હતાં. તેમની નિર્ણય શક્તિ એ રીતે જોઈ શકાય છે. જ્યારે ‘પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરવવામાં આવ્યું, ૧૯૭૪માં આઝાદીના માત્ર ૨૫ વર્ષની અંદર જ અમેરિકા, ફ્રાંસ, ચીન, રશિયા, યુ.કે સિવાય જો કોઈ જોડે ન્યુક્લિયર શક્તિ હતી તો એ ભારત હતું…!! અને એટલે જ દુનિયાની ફાટી પડી અને ન્યુક્લિયર સ્પ્લ્યાર ગ્રુપ જેવા ગ્રુપની સ્થાપના થઇ હતી. આવા અનેક નિર્ણય પર ઇન્દિરા ગાંધી ખરા ઉતર્યા હતા એટલે જ તેને આયર્ન લેડી ઓફ ઇન્ડીયાની સંજ્ઞા પણ આપવામાં આવી છે… આ તો ફેઝ ૧ની વાત થઇ.
ફેઝ ૨ એવા લોકો માટે છે જે ખુલ્લે આમ ‘બંધારણ બદલાઈ જવાની’ અને લોકતંત્ર ખતરામાં છે’ એવી બુમો પાડીને લોકોને ડરાવવાની રાજનીતિ કરતાં હોય છે. એ લોકો કાંતો એ ઈતિહાસ વિષે અજાણ છે, કાં તો કોઈને એ ફેઝ વિષે માહિત ગાર કરવા માંગતા નથી.
૧૯૬૭માં સુપ્રિમ કોર્ટે ગોલકનાથ કેસમાં એવું જજમેન્ટ આપ્યું કે “કોઈપણ પરિસ્થિતિમાં ‘સંસદ’ નાગરીકોનાં મૂળભૂત અધિકાર છીનવી શકે નહિ” અને આ સમયે સંસદ એટલે શ્રીમતિ ઇન્દિરાજી. એમણે આ વાત ઈગો પર લીધી…
૨૪મો બંધારણીય સુધારો ૧૯૭૧ જેમાં બંધારણમાં ઉમેરવામાં આવ્યું કે ‘સંસદ એ ન્યાયલય કરતાં સર્વોપરી છે અને સંસદ નાગરિકોના મૂળભૂત અધિકાર બદલી શકે છે’
ન્યાયલયને ચેલન્જ કરતો આ કેસ ભારતનો સૌથી મોટી ૧૩ જજોની બેચે કરેલો ચુકાદો ૬૮ દિવસ સળંગ ચાલ્યો હતો. જેમાં ફેસલો પણ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ આવ્યો..
થોડા સમય પછી… વધુ એક બંધારણીય ફેરફાર થયો અને સંસદને સર્વોપરી કરવામાં આવી. પ્રધાનમંત્રી પદનો દુરુપયોગ થયો, કાર્યકાળ ૬ વર્ષ થયો, કોર્ટે ઇન્દિરા ગાંધીને હટાવવાનો ફેસલો કર્યો. પણ ઇન્દિરા ગાંધી એ બંધારણમાં બદલાવ કર્યો અને કહ્યું કે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પર મુકદમો થઇ શકે નહિ. કાર્યકાળ પૂરો થાય પછી પણ નહિ. ઘણાં વિપક્ષી નેતાઓને જેલમાં પુરવામાં આવ્યા. ઘણા વકીલોની મહેનત અને ન્યાયની શક્તિને લીધે બંધારણ જીત્યું. લોકતંત્ર જીત્યું..!! પણ એ ફેઝ એ, એ ફેઝ છે જે દરમ્યાન લોકતંત્ર ખતરામાં પડયું હતું. જયારે બંધારણ બદલાવવાની વાતો સતત થતી હતી. જે લોકોને ખબર નથી એમના માટે..!!
ટૂંકમાં : પ્રિયંકાજી કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બને એમાં હોહલ્લા ન હોય. બને તો બને. એ એમની પાર્ટીનો નિર્ણય છે, પણ એ ઇન્દિરા ગાંધી નહિ પરંતુ પ્રિયંકા ગાંધી જ બને તો સારું..!!
આટલી અમથી વાત.
કેટલાક કોંગ્રેસ ચાહકો કે ભાજપ ચાહકો જેને માઠું લાગ્યું હોય એમને ક્ષમા અને તટસ્થતાને વંદન..!!
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક જ લેવું. અસ્તુ…)
Leave a Reply