ભારત હંમેશા વિદેશી એજન્સીઓના ષડયંત્રોનો શિકાર રહ્યો છે…!!
જે નેતૃત્વ ભારતમાં મજબુત થયું છે એ નેતૃત્વનું એક રહસ્યમય અને અકસ્માતિક મૃત્યુ થયું છે. જેમાં સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી અને શાસ્ત્રીનાં મૃત્યુનાં માત્ર ૧૩ દિવસ પછી જ જેમનું મૃત્યુ થયું એવા હોમી ભાભા…!! કારણ હોમી ભાભા એ ભારતનાં ન્યુક્લિયર પ્રોગ્રામનાં મૂળ હતા. ૨૦૦ વર્ષની ગુલામી બાદ, આઝાદીનાં માત્ર ૧૫-૧૬ વર્ષ પછી જ કોઈ દેશ ન્યુક્લિયર વિશે વિચારી શકે અને કામ કરી શકે એ વિદેશી એજન્સીઓને કઈ રીતે સહન કરી શકે ? વૈશ્વિક રાજનીતિમાં ભારતને આ વિદેશી એજન્સીઓએ શતરંજનું એક પ્યાદું સમજ્યું છે. પણ આજે આ સમીકરણો બદલાયા છે, એ વાતનું મને ગર્વ છે.
વિએના જવા નીકળેલું એર ઈન્ડિયા ફ્લાઈટ નં. ૭૦૭ ફ્રાન્સની વિખ્યાત મોં-બ્લાં પર્વતમાળાના બોસન્સ નામના શિખર પર તુટી પડ્યું અને તમામ 117 મુસાફરો માર્યા ગયા. તેમાં કમનસીબ એ વિમાનમાં ભારતીય અણુકાર્યક્રમના પિતામહ ડો હોમી જહાંગીર ભાભા પણ હતા.
અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધમાં એશિયામાં એક મોટો દેશ ગણાતો એવો ભારત અમેરિકા કે રશિયા સાથે જોડાય એવી બંને દેશોની ઈચ્છાઓ વચ્ચે ભારતની બિનજોડાણવાદની નીતિને લીધે ભારત આ બંને વચ્ચે મૌન રહીને બંનેને એક રીતે મૂંગે મૂંગે દઝાડી રહ્યું હતું. પાકિસ્તાન તો અમેરિકા નામના ઘોડિયામાં જૂલા ખાઈ રહ્યું હતું.
૧૯૬૫માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને લીધે આ બંને મહાસત્તાઓએ ભારતને પોતાના પક્ષમાં કરવાનો મોકો મળ્યો અને ભારતના અણુવીજમથકનાં કાર્યક્રમમાં રશિયા ભારતની મદદ કરશે એવું સ્વપ્નું રશિયા ભારતને દેખાડ્યુ. પણ દુરંદેશી એવા હોમી ભાભાએ આ બાબતે શંકા વ્યક્ત કરી અને કહ્યું કે ભારત તેનો અણુકાર્યક્રમ ખુદ કરશે અને શાસ્ત્રી સાથે મળીને ૧૮ મહિનામાં જ ભારતને પરમાણું ઉર્જાથી (પરમાણુ બોમ્બથી) મજબુત બનાવાનું સ્વપ્ન હોમી ભાભા એ સેવ્યું હતું.
એ પછી ઓક્ટોબર, 1965માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો ત્યારે રશિયાએ અણુશક્તિના રચનાત્મક ઉપયોગ અંગેના ભારતના દાવાને શંકાના ઘેરાવામાં મૂક્યો અને જ્યાં સુધી ભારત પોતાના અણુમથકો સંયુક્ત રાષ્ટ્રસંઘના તટસ્થ નિરીક્ષકો માટે ખુલ્લા ન મૂકે ત્યાં સુધી ભારતની તરફેણ ન કરવા વિશ્વમંચને કહ્યું. ભારત કોઈપણ પ્રકારે રશિયાના ઘોડીયામાં બેસવું જ જોઈએ અને ન બેસે તો યેનકેન પ્રકારે ભારતને દબાવીને રશિયાનાં પક્ષે કરવું એ રશિયાની નીતિ હતી.
ડો. ભાભાના પ્રયત્નોથી ચાલુ થયેલ ટ્રોમ્બે ખાતેની અણુભઠ્ઠી ‘અપ્સરા’ બંધ રાખવા માટે રશિયાએ 3 નવેમ્બર, 1965ના રોજ ફરમાન જાહેર કરીને ભારતને યુરેનિયમ આપવા સામે વૈશ્વિક પાબંદી ફરમાવી દીધી. કારણ કે ભારતએ રશિયાનો પરમાણુ સોદો નકાર્યો હતો. રશિયાએ યુરેનિયમનો પ્રતિબંધ જાહેર કર્યો તો તેની સામે ડો. ભાભા પણ તૈયાર. તેમના કેનેડિયન એનર્જી કમિશનના ચેરમેન વેસ્ટર લૂઈસ સાથેની અંગત મૈત્રીના આધારે ડો. ભાભાએ પાંચ વર્ષ સુધી ચાલે એટલો યુરેનિયમનો જથ્થો મેળવી લીધો. અને અહિયાં રશિયાની ફાટી પડી, તેના કપડાં વિશ્વબજારમાં ફાટી ગયા અને નગ્ન થયેલ રશિયા હવે ચુપ બેસે એવું તમને લાગે ?
ડો. ભાભા જે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા તેનો મુખ્ય પાયલટ એચ.પી. પૂરોહિત ઉડ્ડયનનો ખાસો અનુભવી હતો. વળી, જીનિવા એરપોર્ટ સાથે થયેલી છેલ્લી રેડિયો વાતચીત મુજબ વિમાન 19,000 ફૂટની ઊંચાઈ પર હતું તો તેનો અર્થ એવો થયો કે તે મોં-બ્લાં પર્વતને વિંધીને નહિ, પણ ઓળંગીને પસાર થઈ રહ્યું હતું. એ સંજોગોમાં પર્વત સાથે અથડાઈને તૂટી પડવાનો તો સવાલ જ ઊભો થતો ન હતો. અકસ્માતના દોઢ કલાક પહેલાં બૈરુત એરપોર્ટ સાથેના સંપર્ક દરમિયાન પણ પાયલટે ઓલ ઈન્સ્ટ્રુમેન્ટ વર્કિંગ એવો રિપોર્ટ કર્યો હતો. તો પછી મૃત્યુ થયું કેમનું ?
થીયરી નંબર ૧
બૈરુતની લોગબુક મુજબ મુંબઈથી ઉપડેલું એર ઈન્ડિયાનું વિમાન બૈરૂત પહોંચ્યું ત્યારે તેમાં એક કન્સાઈન્મેન્ટ ચઢાંવવામાં આવ્યું હતું. એ કન્સાઈન્મેન્ટમાં 200 જીવિત વાંદરાઓ હતાં, જે વિવિધ દવાઓના પરીક્ષણ માટે વિયેના મોકલવામાં આવતાં હતાં. વાંદરાંઓ મોકલનાર પાર્ટીનું નામ હતું વાલ્ગેરિક્સ મેડિસિન્સ અને તેનું રજિસ્ટર્ડ સરનામું હતું રશિયન શહેર જ્યોર્જિયાનું. એર ઈન્ડિયાના નોંધાયેલા રૂટ પ્લાનમાં આ કન્સાઈન્મેન્ટનો કોઈ ઉલ્લેખ ન હતો. તો પછી છેલ્લી ઘડીએ આ કન્સાઈન્મેન્ટ ક્યાંથી આવ્યું? કોણે બૂકિંગ કરાવ્યું? કોણે એ વાંદરાઓ પ્લેનડી ડેકીમાં મૂકવાની મંજૂરી આપી? વાલ્ગેરિક્સ મેડિસિન્સનું કનેક્શન આખરે ક્યાં નીકળતું હતું? એ વાંદરાઓના શરીરમાં સર્જરી કરીને વિસ્ફોટકો મૂકાયા હોય તેવી શક્યતા કેટલી?
થીયરી નંબર ૨
૨૦૦૮માં સી.આઈ.એ (અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી)નાં ઓફિસર રોબર્ટ ક્રોવ્લી અને પત્રકાર Gregory Douglas વચ્ચે થયેલી ચર્ચા પર એક બુક છે, જેનું નામ “Conversation with Crow” જે દરેક ભારતીયને એ વિચારવા પર મજબુર પરી મુકે છે કે હોમીભાભાનાં મૃત્યુ પાછળ સી.આ.ઈએ નો તો હાથ ન હતો ને ? જેમાં Gregory Douglasએ રોબર્ટ સાથેની વાતચીતને રેકોર્ડ કરી છે અને જેમાં રોબર્ટએ દાવો કર્યો હતો કે “ભાભા એ બહુ જ ખતરનાક (ખતરનાક) માણસ હતા” અને ભારતનો ન્યુલિયર પ્રોગ્રામ એ ચીન અને રશિયા પછી અમારા માટે મોટો ખતરો હતો” કેટલાક પ્રિન્ટ મીડિયા એવો દાવો કરે છે એ Gregory Douglas સાથેની ચર્ચામાં તેમણે કહ્યું હતું કે ભાભાનાં વિમાનમાં વિસ્ફોટ થયો હતો અને એ એક અન્ફોર્ચુનેટ અકસ્માત હતો. મતલબ સી.આઈ.એ એ વાતથી જાણકાર હતી કે તેમાં વિસ્ફોટ થયો હતો અને પ્લેનનાં પાઈલેટ એ બધું બરાબર છે, એવું એરપોર્ટ સાથે કન્ફર્મ થયું હતું. તો વિસ્ફોટ કેમ થયો એ હજી પણ પ્રશ્નાર્થ હતો. અમેરિકા ભારતને પરમાણું સંપન્ન થવા દેવા માંગતું ન હતું. એની પણ રશિયાની જેમ ફાટી જ પડી હતી. અને એક પરમાણુંથી ઉર્જા ઉત્પન્ન કરવાનો વિચાર ભાભા સાહેબે એક કોન્ફ્રસ્ન્સમાં પેપર પબ્લીશ કરીને આપ્યો હતો. એનો તો બ્લેક એન્ડ વાઈટ વિડીયો પણ છે, અને એ વિડીયોમાં ભાભા સાહેબનાં શબ્દો “જે દિવસે આપણે પરમાણુ ઉર્જામાં નિષ્ણાત થશું એ દિવસે ઉર્જાની સમસ્યા ખત્મ થઇ જશે” ૨૦૦ વર્ષની ગુલામી સહન કરનાર દેશનાં વ્યક્તિત્વ ૧૫ થી ૧૬ વર્ષમાં જ આટલી હદ સુધી વિચારીને આગળ આવી શકે તો ખંધા અમેરિકા કે રશિયાને શાનું ગમે ?
આજે પણ તમે સી.આઈ.એ અને હોમીભાભા સર્ચ કરો તો આ વિશેને માહિતી તમને અનેક પ્રિન્ટ મીડિયા પર મળી જાય છે. ભારત ક્યારેય નબળું ન હતું, તેને નબળું બનાવવા માટે આંતરરાષ્ટ્રીય રમતો હંમેશાથી રમાતી આવી છે.
~ જય ગોહિલ
( ફેસબુક લેખ સાભાર)
Leave a Reply