આવતા એક દાયકામાં પાકિસ્તાનનું અસ્તિત્વ મટી જશે અને તેનું કારણ તે ખુદ હશે…
પાકિસ્તાન જેને પોતાનો પાક્કો દોસ્ત માને છે એ દેશ ચીન પાકિસ્તાનને કોળીયો કરી જશે અને પાકિસ્તાનને ખબર પણ નહિ પડે. આંતકવાદીને પનાહ દેવાવાળું પાકિસ્તાન આજે આર્થિક રીતે એટલી મુશ્કલી વેઠે છે કે તેને પોતાના ગધેડા વેચવાનો વારો આવ્યો. ચીન સિવાય લગભગ કોઈ પણ દેશ તેનો સાથ આપવા તૈયાર નથી. અને ચીન પાકિસ્તાનનો સાથ કેમ આપે છે ? તેનું કારણ પાકિસ્તાનનાં રાજનૈતિક વિશ્લેષકો સમજતા હશે કે કેમ એ બાબતે પણ પ્રશ્ન છે. કારણ કે પાકિસ્તાનનાં મીડિયા મુજબ એમનો મિત્ર દેશ ચીન છે અને ચીન જે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બનાવે છે, તેનાથી પાકિસ્તાનની ઈકોનોમી ઉપર આવશે અને રોજગાર મળશે. આ થોડું હાસ્યસ્પદ છે, કારણ ચીન એ અજગર છે જે પાકિસ્તાનનો કોળીયો કરી જશે અને પાકિસ્તાન જડમૂળથી ખતમ થઇ જશે.
આ વાત હવામાં કહેવામાં નથી આવી રહી. ચીન એ “ઉધાર’’ આપવાની ગજબ ગેમ વિશ્વમાં રમી રહ્યું છે. જેને ડેબ્ટ ટ્રેપ કહેવામાં આવે છે, ઉધાર આપો અને ફસાવો. એક સરળ ઉદાહરણથી સમજીએ..
કોઈ માણસ કીડનીનાં ઓપરેશન માટે ભારે ભરખમ લોન લે છે અને એ લોન એટલી બધી હોય છે કે એ ચુકવવા માટે તેને તેની બીજી કિડની વેચવી પડે. બસ આવી રીતે જ ચીન નાના અને કમજોર દેશને પોતાના ડેબ્ટ ટ્રેપમાં ફસાવે છે. અને લગભગ એ ૮ થી ૯ દેશોને ફસાવી ચુક્યું છે. જેમાં માલદીવ, શ્રીલંકા, દિગ્બુતી, લાઓસ જેવા દેશ સામેલ છે.
ચીને શ્રીલંકાને એક શહેર પર શી-પોર્ટ ડેવલોપ કરવા માટે અબજોની લોન આપી અને એ લોન એટલી બધી વધી ગઈ કે શ્રીલંકા એ ચૂકતે કરી શકવા માટે સક્ષમ ન હતું. એ જ્ગ્યાનું નામ એટલે હબબનટોટા. અંતે ૯૯ વર્ષ માટે શ્રીલંકાએ ચીનને એ જગ્યા ભાડા પેટે આપવી પડી. જ્યાં ચીને પોતાનું મિલિટરી બેઝ બનાવ્યું.
આવું જ ઇસ્ટ આફ્રિકાનાં એક દેશ દિગ્બુતી સાથે થયું. દિગ્બુતી ચીનનાં એટલા કરજામાં જતું રહ્યું છે, કે આજે દિગ્બુતી ચીનને આપવું પડે એવી હાલત છે અને દિગ્બુતી પર ચીન પોતાનો નેવી બેઝ બનાવશે.
પાકિસ્તાન તો એમય હાલ દેવાદાર થઇ ગયું છે. પાકિસ્તાન આર્થિક રીતે કમજોર થઇ રહ્યું છે, એમાય ભારત એ તેની જોડેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરરજો છીનવી લીધો છે. ઉપરાંત તેની ડયુટી ૨૦૦ ટકા વધારી દીધી છે. હમણાં જ પાકિસ્તાનનાં સમાચારમાં દેખાતું હતું, કે ભારતની આ ડયુટીને લીધે પાકિસ્તાનનાં અનેક ટ્રક ભારતની સરહદ પરથી જ પાછળ ગયા છે અને રોજનું ૩૦ લાખનું નુકસાન ભોગવી રહ્યું છે.
આ દેવામાં ડૂબેલા પાકિસ્તાન પર લોન થોપી થોપી ચીન પાકિસ્તાનને વધુ ભિખારી બનાવશે, અને જયારે એ લોન ચૂકવી નહિ શકે તો પાકિસ્તાનનો કેટલોક ભાગ ચીન પોતાનામાં સામેલ કરી લેશે. આ કાશ્મીર નાં સપનાં જોવામાં પાકિસ્તાને એની જાત બરબાદ કરી નાખી. અને એક દાયકામાં તેનું અસ્તિવ પણ મટી જશે…
હાલ તો એવું જ લાગી રહ્યું છે…!!
~ જય ગોહિલ
Leave a Reply