ભારતે નેપાળને હંમેશા પોતાના ભાઈ સમાન ગણ્યો છે. યુ.પી.એ હોય કે એન.ડી.એ હોય બંને એ નેપાળને ભરપુર મદદ કરી છે. નેપાળ સાથે ભારતનો રોટી-બેટીનો સંબંધ છે. ભારતની અને નેપાળની સંસ્કૃતિ પણ એક છે. બિહારનાં નેપાળ સરહદ પરના ગામડાંઓમાં તો કેટલાક ભારતીયો લગ્ન પણ નેપાળનાં પુત્રપુત્રી સાથે થતાં હોય છે. કેટલાકની ખેતીની જમીન પણ નેપાળ સરહદ પર છે. મારા તમારાં ઘર આગળ જે ચોકીદાર હશે એ પણ નેપાળનાં નાગરિક હશે અને આપણે બહુ સન્માનથી નેપાળી લોકોને રોજગારી આપીએ છીએ. અહી આપણો વિરોધી નેપાળી નહિ પણ નેપાળની કમ્યુનીસ્ટ પાર્ટી છે. કેવી રીતે છેલ્લાં ૫ મહિનામાં પી.એમ ઓલી એ ભારત તરફ ઝેર રેડ્યું અને તેનો બદલો લેવા કેવી રીતે ભારત કામ કરી રહ્યું છે. ( કેટલીક માહિતી તમને કોઈ વેબસાઈટ પર ન મળે. આ બધું એક OBSERVATION માત્ર છે અને કેટલાક નેપાળનાં છાપાંઓ ફેંદીને મેળવેલી માહિતી)
યાદ હોય તો જિંગપીંગ ભારત આવ્યા હતા અને મોદી સાહેબ જોડે નાળીયેર પાણી પી રહ્યા હતા. એજ વખતે પાછા ચીન ફરતી વખતે તેઓ નેપાળ થઇને ગયા હતા. અને વર્ષો પછી કોઈ ચીનનો રાષ્ટ્રપતિ નેપાળ ગયા હોય એવી ઘટનાં બની. એજ વખતે ચીનની કમ્યુનીસ્ટ પાર્ટી અને નેપાળની કમ્યુનીસ્ટ પાર્ટી વચ્ચે સાઠગાંઠ થઇ હશે, એવું અનુમાન લગાવી શકાય.
સમય આવ્યો ૨-મે-૨૦૨૦, કાઠમાંડું પોસ્ટ (નેપાળનું છાપું)
એપ્રિલ અંત અને મે શરૂવાતનો સમય હતો જયારે નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી તૂટવાની શરૂવાત થઇ ચુકી હતી અને એ તૂટવાની અણીપર જ હતી. ત્યારે નેપાળની અંદર રહેલ ચીનની રાજદૂત આ પાર્ટીને બચાવવા માટે એનક મિટિંગ કરી. વિચારો ભારતમાં કોઈ પાર્ટીની સરકાર બને એ માટે એનો રાજદૂત ભારતના રાજનેતાઓ સાથે મિટિંગ કરે તો એ દેશનું ભારતની અંદર દખલ છે એવું સાબિત થાય. એટલે આ વાત પરથી એ સાબિતી મળી ગઈ કે ચીનનું ખુલ્લું દખલ એ નેપાળની સરકારમાં છે. અને એનો પી.એમ ઓલી એ ચીનનાં હાથે વેચાઈ ગયો છે અથવા એને કોઈ રીતે દબાવવામાં આવે છે. અને ચીનની આ દખલથી નેપાળની સરકાર બચી ગઈ અને પછી શરુ થયા નેપાળનાં પી.એમ ઓલીનાં ભારત પર ગેર વ્યાજબી બયાનો.
૧) ચીન કરતાં ભારતનો કોરોના વાઈરસ વધુ મજબુત છે ઓલી
૨) અચાનક વર્ષો પછી કાલાપાની નામની જગ્યા માટે જાગેલો ઓલી અને કાલાપાની વિશે વિવાદ કરવા લાગ્યો
૩) નેપાળનો નકશો સંસદ દ્વારા બદલાવી નાખ્યો અને ભારત પ્રત્યે ઝેર ઓક્યું. અને નેપાળમાં ભારત વિરુધ રોષ ઉત્પપન્ન કરવાનો પ્રયત્ન કર્યો.
હવે ભારતને જાગવું જરૂરી હતું. પણ ભારતે ખુલ્લેઆમ કશું કરવાનું વિચાર્યું નહિ. એ માટે અંદરખાને કેટલીક સંસ્થાઓ કામે લગાડી હશે. એ માટે ભારતને સાથ મળ્યો નેપાળની જ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ સરિતા ગીરીનો. જે નેપાળની સમાજવાદી પાર્ટીની નેતા છે. જેણે નેપાળની સંસદમાં કહ્યું કે ઓલી સરકાર આ ચીનનાં ઇશારા પર કામ કરે છે. અને આ નકશો ભારત સાથે નાં સંબંધને બદલાવી નાખશે. પણ સંસદમાં સરિતા ગીરીનો સખત વિરોધ થયો એની જોડેથી માઈક લઇ લેવામાં આવ્યું અને સંસદમાંથી બહાર કાઢી મૂકી. હવે નેપાળનાં લોકોમાં ચીન પ્રત્યે પણ ઝેર રોપાવું જોઈએ એ માટે નેપાળ સામે આવવું જરૂરી હતું કે જમીનખાઉં ચીન એક દિવસ તમારી જ જમીન ખાઈ જશે અને તમને ખબર પણ નહિ પડે. એ હેતુસર નેપાળની અંદર જ ભૂતકાળમાં કેવી રીતે ચીને નેપાળની જમીન ખાઈ લીધી છે, માટેનાં મેસેજ અને રિપોર્ટ પબ્લીશ કરવામાં આવ્યા. જેથી નેપાળી નાગરીકોને પણ આ વાતની ખબર પડે. આ સાથે જ ઓલી સરકાર વિરુધ ફરી વિરોધનાં વાદળો ફરકવા લાગ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી પ્રચંડા જે ઓલીની પાર્ટીમાં હોવા છતાંય એમ કહી દીધું છે કે ઓલી એ અસફળ પ્રધાનમંત્રી નીવડ્યા છે એમને રાજીનામું આપી દેવું જોઈએ.” આ સાથે જ નેપાળની કમ્યુનીસ્ટ પાર્ટીમાં જ બે ફાડ પડી જશે એવું દેખાઈ રહ્યું છે. અને હું એ દ્રઢ પણે માનું છું કે આમાં ભારતની બેકચેનલ સંસ્થાઓ નેપાળની સરકારને બદલી નાખવા સક્ષમ છે અને એ કરીને બતાવશે. નેપાળમાં ઓલી વિરુધ વાતાવરણ પણ ઉભું કરવામાં આવી રહ્યું છે. કેટલીક હદે ભારત નેપાળને સબક શીખવવા માટે એનો વ્યાપારમાર્ગ જે બિહાર અને ઉત્તરપ્રદેશથી જાય છે તે બંધ કરી શકવા પણ સક્ષમ છે અને એ કરે તો નેપાળમાં મોંઘવારી એટલી હદ સુધી વધી જાય કે ન પૂછો વાત. આવું મોદી ૨૦૧૫માં કરી ચુક્યા છે. થોડા દિવસ પહેલાં વાંચેલા રિપોર્ટ અનુસાર નેપાળમાં નમકનો ભાવ ૧૦૦ રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. અને આ બધી વસ્તુઓનો ફાયદો ભારત અને તેની રીસર્ચ વિંગને સારી રીતે ઉઠાવતા આવડે છે. થોડા મહિનાઓમાં ઓલીનું રાજીનામું પડે એવી શક્યતાઓ મને દેખાઈ રહી છે અને નેપાળ ભારતને લાલ આંખ દેખાડે છે એવા વક્તવ્ય આપવાવાળાની આંખોમાં ઠંડું પાણી જરૂર પડી જવાનું છે. હજી બે દિવસ પહેલાં જ અમેરિકાનાં સેક્રેટરી માર્ક પોમ્પીઓ એ પણ નેપાળનાં વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી છે. આ બાબત પરથી લાગી રહ્યું છે કે માત્ર ભારત જ નહી ભારત અને અમેરિકા બંને નેપાળની વેચાઈ ગયેલી ઓલી સરકાર પર સખત પ્રેસર બનાવી રહી છે અને એમાં સફળ નીવડશે.
– જય ગોહિલ
Leave a Reply