આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વ્યંકટેશ છે અને ભગવાન શ્રી કૃષ્ણના રોલમાં ચિરંજીવીનો ભાઈ પવન કલ્યાણ છે. હિરોઈન શ્રીયા સરન છે. મિથુન ચક્રવર્તી એજ રોલમાં આમાં પણ છે. આ ફિલ્મ આમ તો શોટ ટુ શોટ, ઓહ માય ગોડની કોપી જ છે. કારણ કે એ પહેલા આવી છે અને આમેય, તે કાનજી VS કાનજી નાટકની જ કોપી છે. એટલે હિન્દી ફિલ્મ જ પહેલાં આવી છે, તેમ છતાં આ ફિલ્મ ખાસ જોજો.
કેમ…? એ હવે તમને કહું. ફિલ્મમાં વારાણસી જોવા જેવું છે. એના બે સંવાદો મને ગમ્યાં છે એ તમને કહું…
શ્રીયા સરન ઘર છોડીને જતી રહે છે અને એના પિયરમાં ઉપવાસ રાખે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘તે ઉપવાસ તો તારાં ઈશ્વર (પતિપરમેશ્વર) માટે રાખ્યાં છે. તો પછી તારો ઈશ્વર જ તારી પાસે નથી, તો ઉપવાસ રાખવાનો શું અર્થ ?’. વાહ ભગવાન શ્રીકૃષ્ણ વાહ.
બીજી વાત
જયારે વ્યંકટેશ એમ કહે છે, ‘હું તો નાસ્તિક છું. હું તો ભગવાનમાં માનતો જ નથી, તો તમે મને કેમ મદદ કરી ? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. “તેં જયારે વારાણસીમાં અન્ન એક ભિખારીને આપ્યું હતું. તે હું જ હતો, તે એક મુસ્લિમને ઘર બાંધવા પૈસા આપેલાં, તે મુસ્લિમ હું જ હતો. તે જેને જેને પણ મદદ કરી હતી તે હું જ હતો. આ જ કારણ મને તારી પાસે આવવા ખેંચી લાવ્યું છે.”
એક અતિ મહત્વનો સંવાદએ છે કે ભગવાન શ્રીકૃષ્ણ એમ કહે છે કે, ‘હું ધારત તો કુરુક્ષેત્રનું યુદ્ધ અટકાવી શક્યો હોત, પણ જે અનિવાર્ય છે તેને તો ના જ અટકાવી શકાય’ એનો મતલબ એ કે આ દુનિયામાં નાસ્તિકતા એ જ તો આડંબર છે. ખરેખર તો એ માણસ છે એની વિચારસરણી અવસ્ય અલગ હોઈ શકે, પણ કર્મો નહીં. ભગવાન તો હર્દયમાં હોય છે, એને શા માટે પત્થરની મૂર્તિમાં જોવા જોઈએ કોઈએ પણ. સત્કાર્યો જ ઈશ્વર નજીક પહોંચવાનો સરળ રસ્તો છે. આ ગુઢ વાત આજના લોકો સમજી શકતાં નથી એજ દુખ છે ને…
બાકી વ્યંકટેશની લાજવાબ અદાકારી એ આ ફિલ્મનું જમા પાસું છે. ભગવાન શ્રીકૃષ્ણ તરીકે પવન કલ્યાણ પણ લાજવાબ
શ્રીયા સરનની એક્ટિંગ પણ ઘણી સારી છે. ટૂંકમાં આ ફિલ્મ એકવાર અવશ્ય નિહાળજો…
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply