રંગત્વ અને મનનું અંધત્વ બંન્ને સમાન છે. રંગની ખબર બધાને હોય, કાળો, ધોળો, પીળો, લાલ પણ જ્યારે તેની ઈફેક્ટની વાત આવે ત્યારે મન બહેરૂ થઈ જતું હોય છે. 61માં નેશનલ એર્વોડમાં શોર્ટ ફિલ્મ બહેરૂપિયો જીતી હતી. કથા હતી રસ્તે રખડતા એક એવા જીપ્સી માનવની, જે અલગ અલગ રૂપ-રંગ બદલી પૈસા કમાવવાનો ધંધો કરતો હોય છે. એક્ચ્યુલી પૈસા કમાવવાનો ધંધો કરતો હોય છે, કે આ તેની કોલેજકાળની કોઈ ટેલેન્ટને દુનિયા સામે નિખારવા માટે હાર્ડ વર્ક કરતો હોય છે, તે સફેદ રંગની જેમ સાફ નથી દેખાતું. પાછો બહેરૂપિયો બને છે, તે તમામ ઈશ્વરના રૂપો જ હોય છે. અલગ અલગ સ્વરૂપોથી લોકોને રિજવવાની કોશિશ કરે છે, પણ ફિલ્મનો અંત થાય છે, ત્યાં સુધી તો કોઈ રિજાતું નથી. કારણ કે બહેરૂપિયા તો આપણી ગલીઓમાં પણ ચક્કર લગાવતા હોય છે. એક દિવસ એક સ્ત્રીનું રૂપ ધારણ કરે છે, અને કોઈ હવસખોર તેનો રેપ કરવાની કોશિશ કરે છે. આમ તો આ બહેરૂપિયો મેલ ન હોત તો સામેનો મેલ તેને ફિમેલ સમજી કચળી નાખેત. પણ આપણો નાયક આ હવસના ભૂખ્યાને ધક્કો મારી પોતાની જાતને બચાલી લે છે. જે નદીમાં તે રોજ સ્નાન કરી પોતાનો કલર ઉતારતો હોય છે, ત્યાં જઈ ચહેરા પરનો મેકઅપ ઉતારે છે. સ્વાભાવિક છે, ચહેરા પરનો મેકઅપ હોય તો આંસુ નથી દેખાવાના, પણ હિબકા તો એક્ટિંગનો પાર્ટ છે, તેને સાઉન્ડ છે. દિલથી આવે છે. છાતીનો ભાગ ઉંચો નીચો થઈ જાય છે. તો ઈતની સી હે યે કહાની… આગે દેખ લીજીયેગા…
પરંતુ વાત જ્યારે કલર ઓફ એક્સપ્રેશનની હોય. કલર ઓફ જોયની હોય અને ઉપર જે ફિલ્મની વાત કરી તેમ સેડનેસની પણ હોય તો ઈશ્વરને પણ કલરનો આ કિનારો અડકવાનો જ. હોળીની શરૂઆત જ ઈશ્વર સાથે થઈ હતી. જેમાં કૃષ્ણની કહાની તેની સાથે જોડાયેલી છે. એકવાર કૃષ્ણ ચામડીના રંગને નીરખી રહ્યા હતા. તેમણે યશોદાને કહ્યું, ‘રાધા ક્યોં ગોરી ઓર મેં ક્યું કાલા ?’ એટલે માતા યશોદા તેને હલ્દી લગાવી દે છે. જ્યારે રાધાની પાસે કૃષ્ણ પહોંચે છે, ત્યારે મશ્કરી કરવા માટે તે રાધાને માટે જાંબુ લઈ આવે છે. જેનો રંગ તો કાળો જ હોય. રાધાને આંખો બંધ કરવા માટે કહે છે, રાધા આંખો બંધ કરે છે, એટલે કૃષ્ણ તેના ગાલ પર કાળા કલરના જાંબુનો રંગ લગાવી દે છે અને સંવાદ બોલે છે, ‘હવે હું પણ કાળો અને તું પણ કાળી….’
શિવનો રંગ ભૂખરો છે, ઈન્ડિંગો કલર તેમની પેંઈન્ટીંગમાં લગાવવામાં આવે છે. બાકી શિવ હકિકતે ધોળા છે. હેન્ડસમ એન્ડ વ્હાઈટ. તો પ્રશ્ન ત્યાં ક્રિએટ થાય કે, ક્રિષ્નાનો કલર ડાર્ક છે તો શા માટે તેને બ્લુ કહેવામાં આવે. એ એટલા માટે કે ઈન્ડિંગો કલરને જ્યારે કાગળ પર નાખવામાં આવે તો તેનો રંગ કાળો જ હોવાનો, પણ તેને લાઈટ કરી પેંઈન્ટીંગ પર લગાવવામાં આવે છે, જેના કારણે કૃષ્ણ મેન ઈન બ્લુ થઈ જાય છે. શિવના કિસ્સામાં આ તદ્દન વિપરિત છે. એવું માનવામાં આવે કે, શિવનો કલર જો વ્હાઈટ હોવાનો તો કૃષ્ણ કાળા જ હોવાના. એ રીતે શિવ વ્હાઈટ તો ફરી વિષ્ણુ કાળા જ હોવાના. શિવ સાથે તો ધોળો કલર સામાનાર્થી તરીકે જોડાઈ ચૂક્યો છે. હિમાલયમાં રહે છે એ પર્વતનો રંગ સફેદ. અને આ કારણે જ શિવને કૈફર, કપૂર જેવા સફેદ સ્યુડોનેમથી સજીવ રાખવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં તેમનું ઉપનામ છે, કર્પૂરગૌરં…
બંગાળમાં એક કથા ખૂબ લોકપ્રિય છે. જ્યારે શિવ સાથે પાર્વતી હોય છે, ત્યારે તે કાલીનું રૂપ ધારણ કરે છે. જેથી રૂપબદલીમાં થોડો ટાઈમ પાસ થઈ જાય. એન્ટરટેઈન્મન્ટ માટે કંઈક તો કરવાનું ને ! ત્યારે શિવનો રંગ શ્વેત હતો. થોડા સમય પછી કાલી એક નવું રૂપ ધારણ કરે છે, અને આ રૂપ છે કૃષ્ણનું. પરિણામે શિવ તેમને ટક્કર આપવા રાધા બની જાય છે. લીંગ પણ બદલી ગયા, પણ એક વસ્તુ ન બદલી રંગ ! એટલે કે શિવ રાધા બનતા શ્વેત જ રહ્યા. જેમ રાધા તો ગોરી જ ચાલે અને સામે કાલી કૃષ્ણ બનતા પુરૂષ બન્યા પણ કલરના કારણે કાળા જ રહ્યા.
યુરોપના મોટાભાગના શહેરોમાં રંગ ગ્રીન હોય છે, પણ ભારતમાં અલગ છે. ભારતમાં કલરને ગૃહસ્થ જીવન સાથે સાંકળવામાં આવે છે. આપણો રંગ કાળો છે, ધોળો તો છે નહીં, તેનું કારણ આપણે કૃષિપ્રધાન દેશમાં રહીએ છીએ. તડકામાં જે વ્યક્તિ કામ કરતો હોય તે બ્લેક બની જાય છે. અને ભારતમાં એક શબ્દ ખૂબ પ્રચલિત છે. અસુર્યસ્પર્શા. એવી સ્ત્રી જે બ્યુટીફુલ હોય, એ બરાબર પણ એવી સ્ત્રી જેણે કોઈ દિવસ સુર્ય જોયો જ ન હોય. જો સુર્યનો તડકો તેના બદન પર ન પડ્યો હોય તો તે સુંદર જ હોવાની. માત્ર ભારત અને અમેરિકામાં જ નહીં ચીનમાં પણ કાળા-અને-ધોળા વચ્ચેનો ભેદભાવ છે.
શહેર કોઈ દિવસ રંગે રંગાયેલું નથી હોતું. રવીશ કુમારની બુકના ટાઈટલની માફક શહેર હંમેશા ઈશ્કમાં શહેર હોય છે ! પણ રાજસ્થાનના સીટી તેના કલરના કારણે પ્રચલિત છે. પીંક સીટી જયપુર….. અને વગેર વગેરે….
ગૃહસ્થજીવનમાં રંગ હોય છે, જ્યારે સંન્યાસીના જીવનમાં રંગ નથી હોતા. એટલે જ વિષ્ણુને રંગનાથ પણ કહે છે. જ્યાં કોઈ ડ્રામા ભજવાય છે, તે જગ્યાને રંગભૂમિ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે. ભારતમાં રંગદ્વાર પણ છે. બ્રિટીશરોએ આપણા પર કબ્જો જમાવ્યો પછી કાપડમાં રંગ લગાવવાની પદ્ધતિ તેમના હાથમાં આવી ગઈ. એટલે આપણે ખાદી પહેરવાનું શરૂ કર્યું. નવું કંઈ બન્યું નહીં એટલે બ્રિટીશરો પાસે પણ રંગબેરંગી કંઈ વધારે આવ્યું નહીં. એટલા માટે જ દુનિયાના કોઈપણ ભાગમાં જાઓ ત્યારે ઈન્ડિયન ટેક્સટાઈલ આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. રશિયા અને બ્રિટનમાં ખાસ.
તમે જેટલી પણ દેવીઓને જોઈ તે તમામ દેવીઓ એક સમાન લાલ કલરની સાડી પહેરે છે. અને લાલ કલરની સાડીનું રંગમાં પણ ખૂબ ઉંચુ નામ છે. પણ સરસ્વતી સફેદ સાડી પહેરે છે, ઈટ મીન્સ નોલેજ અને સાદગી. વારાણસીમાં ગણેશ અને હિન્દુની મૂર્તીઓ લાલ કલરની હોય છે. હિન્દુત્વ એ લાલ રંગમાં રંગાયેલું છે. તેના પછી ભગવો કેસરી રંગ આવ્યો તેનું કારણ ભારતમાં સાધુઓની જાતિ ખૂબ જ તાકતવર હતી.
હવે કાળા પર આવીએ તો બ્લેકને અશુભ માનવામાં આવે છે. કાળી બિલાડી, કાળી ચૌદશ, કાળુધબ્બ, કાળચોઘડીયું અને કાળાના આવા ઘણા બધા સર્વનામો છે. પ્રેઝન્ટ સિચ્યુએશન એવી છે કે, કાળા કલરની પેન બ્લુ કરતા વધારે વપરાય છે, કારણ કે સ્મુધ છે, લખવામાં મઝા આવે છે, પણ કેટલાક લોકો કાળા કલરની પેનથી લખતા નથી. કાળા રંગને તેઓ અશુભ માને છે. હોળીના દિવસે કાળો કલર લગાવવામાં આવે એટલે કે કીલ લગાવવામાં આવે તો તેની સૌ હસી ઉડાવે છે. કાળાને કોઈ જગ્યાએ સ્થાન નથી. એકવાર રાધાને કાળા રંગ પ્રત્યે નફરત થવા લાગી. વાળ પણ કાળા હતા એટલે વાળ પર કરી ધોળી ડાઈ, ત્યાં તેમની સખીએ તેમને કહ્યું કે, ‘આંખ બંધ કરીને જોશો તો બધુ કાળુ જ દેખાશે તેનાથી કેવી રીતે છુટકારો મેળવશો.’
ભારતમાં આજે પણ કાળા રંગને તિરસ્કારની નજરે જોવામાં આવે છે, પણ માથાના કે દાઢીના વાળ ધોળા થાય ત્યારે અણગમો ઉતપન્ન થાય છે. જેનાથી માણસ બચી નથી શકતો. પણ બાય ધ વે રંગો લગાવીને કિસ કરવાની મઝા પણ અનેરી છે.
દેવદ્દત પટ્ટનાયકના એપિકમાંથી
રજૂઆત ~ મયુર ખાવડુ
Leave a Reply