Sun-Temple-Baanner

જનરલ સામ માણેકશો : વ્યક્તિ વિશેષ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


જનરલ સામ માણેકશો : વ્યક્તિ વિશેષ


ઇસવીસન ૧૯૭૧ તો બધાંને યાદ જ હશેને. ભારત -પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ. લોખંડી બાઈ ઈન્દિરાજીનું ખુબ જ સરાહનીય પગલું. પાકિસ્તાનના ૨ ટુકડા કરી નાંખ્યા, પણ આ ટુકડા કરવાં માટે યુદ્ધ જરૂરી હતું. આમેય પાકિસ્તાન એક એવો દેશ છે જે લાતોકા ભૂત બાતોંસે નહી માનતા. એ માટે એની સાથે યુદ્ધ કરવું અત્યંત આવશ્યક હતું. પાકિસ્તાનનો ચંચુપાત વધી ગયો હતો અને એ ભારતના કાર્યોમાં આડખીલી રૂપ હતું. તે વખતે તો આતંકવાદ બહુ હતો નહીં પણ એ કાશ્મીરમાં છમકલા કર્યા કરતુ હતું. તેને લાલબહાદુર બહાદુર શાસ્ત્રીના વખતે થયેલાં૧૯૬૫માં યુધમાં થયેલી કારમી હારનો બદલો લેવો હતો. એ વાતના ૬ વર્ષ પછી જ પાકિસ્તાન સામે ફરી યુધની નોબત આવીને ઉભી રહી ગઈ. પાકિસ્તાન આ ૬ વરસ દરમિયાન ભારતને પજ્વતું જ રહ્યું… કનડતું જ રહ્યું… હેરાન કરતું જ રહ્યું. ત્યારે વડાપ્રધાન ઇન્દિરાજીનાં મનમાં એક વિચાર આવ્યો કે હવે પાકિસ્તાનને સબક શીખવાડી જ દઈએ. કારણ કે પાકિસ્તાન સન ૬૫નાં યુદ્ધવિરામ અને સંધિનું ઉલ્લંઘન કરતું હતું અને ભારતના દરેક વિકાસનાં રસ્તામાં બમ્પ બનીને આડે આવતું હતું.

👉 હવે યુદ્ધ કરવાં માટે સેનાધ્યક્ષ અને ભારતની ત્રણે પાંખોના વડા સાથે મુલાકાત અને વાતચીત જરૂરી હતી. એમની કેટલી તૈયારી છે તે પણ જાણવું જોઈએ અને આ યુદ્ધના પરિણામથી શું શું આડઅસરો પડી શકે તેનાથી પામ માહિતગાર થવું જ જોઈએ. મુલાકાત – વાતચીતનો દૌર ચાલ્યો. સેનાની તૈયારી શું છે એ આ કરવાં તૈયાર છે કે નહિ તે. ભારતીય સેનામાં જોશ અને જોમ પુરવાનું કામ કર્યું એક વ્યક્તિએ જે તે સમયનાં સેનાધ્યક્ષ હતાં, અને સાચાં ભારતીય અને એક શૂરવીર લડવૈયા હતાં.! એમની આવડત અને તાકાત વિષે કોઈનેય શંકા કરવાનું સ્થાન નહોતું જ નહોતું. એમણે કહ્યું, જો મેડમ તમે કહેતા હોવ અને તૈયાર જ હોવ તો અમે તમને જોઈતું પરિણામ લાવી જ આપીશું અને તેમણે તે કરી બતાવ્યું. આ સેનાધ્ય્ક્ષનું નામ હતું – જનરલ સામ માણેકશો. તે સમયે એક કથિત મતભેદ પણ થયો હતો પ્રધાનમંત્રી ઈન્દિરાજી અને જનરલ માણેકશો વચ્ચે, પણ એમાં કોઈ તથ્ય સામે આવ્યું નહીં પણ ભારતને એનું ધાર્યું પરિણામ મળી ગયું. આ માણસ વિષે જાણવું અત્યંત આવશ્યક છે. કારણ કે આજે પણ આવી જ પરિસ્થિતિ છે આને આ નામ લોકજીભે રમેં છે.!

👉 એમનું જીવન :

જનરલ માણેકશોનો જન્મ ૩ એપ્રિલ ૧૯૧૪ના રોજ અમૃતસરમાં રહેતા એક પારસી કુટુંબમાં થયો હતો. એમનું કુટુંબ તે સમયે ગુજરાતના વલસાડ શહેરમાંથી અમૃતસર આવી ગયું હતું. આ જનરલ માણેકશોનાં માતા પિતા કોણ હતાં તે વિષે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. માણેકશોનું ઉપનામ હતું સેમ બહાદુર તેમણે પ્રારંભિક શિક્ષણ અમૃતસરમાં લીધું. ત્યાંથી તેઓ નૈનીતાલની શેરવુડ કોલેજમાં ભણવા ગયાં, ત્યાર પછી તેઓ દહેરાદુનની ઇન્ડિયન મીલીટરી એકેડમીની પહેલી બેચ માટે સિલેક્ટ થયાં.

આ બેચમાં માત્ર ૪૦ જ વિદ્યાર્થીઓ હતાં તેઓ તેમાંના એક હતાં. અહીંયાથી તેઓ ઉતીર્ણ થયાં બાદ તેઓ ભારતીય સેનામાં ભરતી થયાં. ૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં એ કોઈક કારણોસર કશાંક કામથી લાહોર ગયાં હતાં. જ્યાં તેમની મુલાકાત સીલ્લો બોડે સાથે થઇ. બે વર્ષની આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯માં વૈવાહિક જીવન અને લગ્નસંબંધમાં પરિણમી. ઇસવીસન ૧૯૬૯માં એમની કાર્યદક્ષતા અને વિચક્ષણતાને ધ્યાનમાં રાખીને એમને સેનાધ્યક્ષ બનવવામાં આવ્યાં. અને એમના નેતૃત્વ અને આદેશ અનુસાર જ ૧૯૭૧માં થયેલાં ભારત પાકિસ્તાન યુધ્ધમાં ભારતીય સેનાએ શાનદાર અવિસ્મરણીય જીત હાંસલ કરી હતી.

૧૯૭૩મ એમને ફિલ્ડ માર્શલનું સર્વોચ્ચ સન્માન પ્રદાન કરવામાં આવ્યું. ૧૯૭૩માં સેના પ્રમુખ પદેથી સેવાનિવૃત્તિ લીધાં પછી તેઓ વેલિંગટન તામિલનાડુમાં આવીને વસ્યાં. વૃધ્ધાવાથામાં એમણે ફેફસાં સંબંધી કોઈ એક ગંભીર બીમારી થઇ હતી, આ બીમારી એટલી ગંભીર હતી કે એ કોમામાં સરી પડયા. એમનું મૃત્યુ વેલિંગટનની સૈન્ય હોસ્પીટલમાં આઈસીયુમાં ૨૭ જુન ૨૦૦૮ ના રાતના ૧૨ વાગ્યે થયું. તે વખતે તેમની ઉંમર ૯૪ વર્ષની હતી.

જનરલ માણેકશો એ ફિલ્ડ માર્શલનું સર્વોચ્ચ પદ એટલેકે એ રેન્ક હાંસલ કરનાર બે ભારતીય સૈન્ય અધિકારિઓમાનાં એક છે. એમણે ૪ દાયકા સુધી ભારતીય સેનામાં પોતાની સેવાઓ આપી હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધ સહિત એમણે એમનાં કાર્યકાળ દરમિયાન ૫ યુધોમાં હિસ્સો લીધો હતો. એમણે પહેલી વખત રોયલ સ્કોટસમાં સેવા અને પછી ૪/૧૨ ફ્રન્ટીયર ફોર્સ રેજીમેન્ટમાં ભારતીય સેના એમ એકબીજાના પ્રતિનિધિ રૂપે એમણે કાર્ય કર્યું હતું. દ્વિતીય વિશ્વયુધ દરમિયાન માણેકશો એક કપ્તાન એટલે કે નાયકના રૂપમાં ૪/૧૨ ફ્રન્ટીયર ફોર્સ રેજીમેન્ટસાથે ખભેખભા મિલાવીને દેશની સેવા કરી હતી અને બર્મા અભિયાનમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

એ બર્મામાં ચાલી રહેલાંઅભિયાન દરમિયાન ગંભીર રૂપે ઘાયલ થયાં હતાં અને પછી સાજાં થયાં પછી, એમણે કર્મચારી મહાવિદ્યાલય (સ્ટાફ કોલેજ ) ક્વેટામાં એક કોર્સ કર્યો. આ કોર્સ કરતાં પહેલાં એમને ફરી પાછાં બર્મા મોકલવામાં આવ્યાં જ્યાં ફરી પાછાં એ ઘાયલ થઇ ગયાં. ૧૯૪૭-૪૮નાં જમ્મુ અને કાશ્મીર સંચાલન દરમિયાન એમણે પોઆતાની આગવી રણનીતિક દક્ષતાનું પ્રદર્શન કર્યું. અને પછીથી એમણે ૮ ગોરખા રાઈફલ્સનાં કર્નલ બનાવવામાં આવ્યાં અને એનીય પહેલાં એમને ઇન્ફેન્ટ્રી સ્કૂલના સેનાનાયક પણ બનાવવામાં આવ્યાં. એમણે જી ઓસી -ઇન – સી પૂર્વી કપ્તાનનાં રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યાં જ્યાંથી એમણે નાગાલેન્ડમાં થઇ રહેલાં વિદ્રોહને દામ્યો. ૭ જુન ૧૯૬૯માં એ સેનાનાં ૮માં મુખ્ય અધિકારી બન્યાં.

👉 સૈનિક જીવન :

૧૭મી ઇન્ફેન્ટ્રી ડિવીઝનમાં તૈનાત સામ માણેકશોએ પહેલી વખત બીજાં વિશ્વયુધ્ધમાં જંગનો સ્વાદ ચાખ્યો હતો. ૪/૧૨ ફ્રન્ટીયાર ફોર્સ રેજીમેન્ટનાં કપ્તાન તરીકે એ બર્મા અભિયાન દરમિયાન સેતાંગ નદીનાં કિનારે જાપનીયો સાથેની લડાઈમાં તેઓ ગંભીર રૂપે ઘાયલ થઇ ગયાં.

સ્વસ્થ થયાં પછી માણેકશો પહેલાં સ્ટાફ કોલેજ ક્વેટા, પછી જનરલ સ્લિમની ૧૪મી સેનાનાં ૧૨ ફ્રન્ટીયર રાઈફલ કોર્સમાં લેફ્ટેનેન્ટ બનાવીને જંગલોમાં એકવાર ફરીથી જાપનીયો સાથે લડાઈ કરવાં પહોંચ્યા. અહીંયા થયેલી ભીષણ લડાઈમાં એ ફરી પાછાં બુરી રીતે ઘાયલ થયાં. દ્વિતીય વિશ્વયુદ્ધ ખતમ થતાંની સાથે જ સૈમ માણેકશોને સ્ટોક ઓફિસર બનાવીને જાપનીયોના આત્મસમર્પણ કરવાં માટે ઇન્ડો-ચીન મોકલવામાં આવ્યા. જ્યાં એમણે લગભગ ૧૦૦૦૦ યુદ્ધબંધકોને પુનર્વાસમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું.

ઇસવીસન ૧૯૪૬માં એ ફર્સ્ટ ગ્રેડ સ્ટોક ઓફિસર બનીને મીલીટરી ઓપરેશન્સ ડાયરેકટ્રેટ માં સેવારત રહ્યાં. ભારતના વિભાજન પછી ૧૯૪૭-૪૮માં ભારત -પાકિસ્તાન યુદ્ધ એટલેકે ૧૯૪૭નાં ભાગલાની લડાઈમાં પણ એમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ભારતની આઝાદી પછી ગુરખાઓની કમાન સંભાળવાવાળા એ પહેલાં ભારતીય અધિકારી બન્યાં. ગુરખાઓએ જ એમણે સૌ પ્રથમ સૈમ બહાદૂર નામથી પોકારવાનું શરુ કર્યું હતું. તરક્કીની સીડીઓ ચઢી ચુકેલા સૈમને નાગાલેંડ સમસ્યા એટલે કે ત્યાંનો વિદ્રોહ શમાવવા માટે આપેલાં અમુલ્ય અને અવિસ્મરણીય યોગદાન માટે ઇસવીસન ૧૯૬૮માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

૭ જુન ૧૯૬૯નાં રોજ સૈમ માણેકશોને જનરલ કુમારમંગલમ પછી ભારતના ૮મા ચીફ ઓફ ધ આર્મી સ્ટાફનું પદ ગ્રહણ કર્યું એમનાં આટલા વર્ષોના અનુભવ અને ઈમ્તીહાનની ઘડી ત્યારે જ આવી. જ્યારે હજારો શરણાર્થીઓનાં મોટાંને મોટાં ધાડાં પૂર્વ પાકિસ્તાનથી ભારત આવવાં લાગ્યાં અને ભારતમાં વસવાટ કરવાં લાગ્યાં. ત્યારે જે એમનાં મનમાં હતું એજ પ્રધાનમંત્રી ઇન્દિરાજીના મનમાં હતું. કેમ ના પાકિસ્તાન જોડે યુદ્ધ કરીને આ પૂર્વીય પાકિસ્તાનને આલગ કરીને એમણે સ્વતંત્ર બનાવી દેવાય અને એમને એક અલગ જ દેશનો દરજ્જો આપવામાં આવે, કારણ કે પાકિસ્તાને તો આમાંથી હાથ ઊંચા જ કરી દીધાં હતાં. અને તેમણે પાકિસ્તાનમાં રહેવા દેવાની મનાઈ જ ફરમાવી હતી.

પાકિસ્તાન તો વાતચીત માટે તૈયાર જ નહોતું. કારણ કે આની પાછળ દોરીસંચાર જ પાકિસ્તાનનો હતો. એટલે હવે યુદ્ધ અવશ્યંભાવી થઇ ગયું હતું. આ યુદ્ધના વાદળ જે મંડરાતા હતાં અને એની જે આશંકા હતી તે આખરે સિદ્ધ થઈને જ રહી. આખરે ૬ વર્ષના ટૂંકા અંતરાલ બાદ ફરી યુદ્ધ થયું. જેમાં સામ માણેકશોએ પોતાનાં યુદ્ધ કૌશલ સામે પાકિસ્તાનને ટકવા જ ના દીધું અને પાકિસ્તાનની કારમી હાર થઇ અને બાંગ્લાદેશનો જન્મ થયો.

👉 આઝાદી પછી :

વિભાજન સાથે જોડાયેલાં મુદ્દા પર કાર્ય કરતાં માણેકશોએ પોતાનાં નેતૃત્વ કુશળતાનો પરિચય આપ્યો અને એની યોજના તથા પ્રશાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવી. સન ૧૯૪૭-૪૮ નાં જમ્મુ -કાશ્મીર આભિયાન દરમિયાન એમની યુદ્ધ નિપુણતા સોળે કળાએ ખીલી ઉઠી હતી. એક ઇન્ફેન્ટ્રી બ્રિગેડના નેતૃત્વ પછી એમને મ્હો સ્થિત ઇન્ફેન્ટ્રીસ્કૂલનો કમાંડેંટ બનાવવામાં આવ્યાં. આને ૮મી ગોરખા રાઈફલ્સ અને ૬૧મી કૈવેલરીનાં કર્નલ પણ બનાવવામાં આવ્યાં. તતપશ્ચાત એમને જમ્મુ કાશ્મીરમાં એક ડીવીઝનના કમાન્ડર બનવવામાં આવ્યાં. એની પછી એમણે ડીફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજનાં કમાંડેંટ બનવવામાં આવ્યાં. આ સમયગાળા દરમિયાન એમણે તે વખતના સરક્ષણ પ્રધાન વી કે કૃષ્ણમેનન સાથે એમણે મતભેદ થયો. એનાં ફળસ્વરૂપે એમની વિરુદ્ધ “કોર્ટ ઓફ ઇન્કવાયરી”નો આદેશ આપવામાં આવ્યો જેમાં એ દોષમુક્ત ઠર્યા. આ બધાં વિવાદોની વચ્ચે એ સમયે ચીને ભારત પર આક્રમણ કરી દીધું. આને માણેકશો ને લેફટેનંટ જનરલનાં પદેથી પદોન્ન્ત કરીને સેનાનાં ચોથા કોર્પસનાં કપ્તાનની કમાન સંભાળવા માટે તેજપુર મોકલી દેવામાં આવ્યાં.

સન ૧૯૬૩માં એમને આર્મી કમાન્ડર પદ પર નિયુક્ત કરવામાં આવ્યાં અને એમને પશ્ચિમી કમાંડની જવાબદારી સોંપવામાં આવી. સન ૧૯૬૪માં એમને ઇસ્ટર્ન આર્મીની કે જી – ઓ -સી -ઇન – સી તરહ શિમલાથી કલકત્તા મોકલવામાં આવ્યાં. આ દરમિયાન જ એમણે નાગાલેંડની આતંકવાદી ગતિવિધિઓનો સફળતાપુર્વક સફાયો કર્યો. આની ફલશ્રુતિ રૂપે જ એમને સન ૧૯૬૮માં એમણે પદ્મભુષણ પ્રદાન કરવામાં આવ્યો.

👉 જીતના જનક :

આમ જોવાં જઈએ તો આ ભારત પાકિસ્તાન વચ્ચેનું તૃતીય યુદ્ધ હતું. પહેલું ઇસવીસન ૧૯૪૭ -૪૮માં બીજું ઇસવીસન ૧૯૬૫માં અને આ ત્રીજું ઈસ્વીસન ૧૯૭૧માં. યુદ્ધ એ નિર્ણય હોય છે એણે યોગ્ય પરિણામમાં બદલવાની ત્રેવડ એને જ કહેવાય છે યુદ્ધ કૌશલ, એક હાર પછી કોઈ પણ દેશની પ્રજામાં અસંતોષ જ હોય. રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠા જોખમાય જ એની મહત્વકાંક્ષા વધે જ વધે. એમાં પણ જયારે વિદેશી તાકાત એનો ભરપુર ફાયદો ઉઠાવવા માંગતી હોય ત્યારે દુશ્મન દેશનો હોંસલો બુલંદ જ હોય.
પણ ભારત જેનું નામ એ ક્યાં ગાંજ્યું જાય એવું હતું. કારણકે મુત્સદ્દી અને લોખડી બાઈ ઈન્દિરાજી અને તાકતવર ભારતીય સેના અને એમનું નેતૃત્વ કરનાર બાહોશ અને શુરવીર માણેકશો હોય પછી પૂછવું જ શું. ૧૯૭૧નાં યુદ્ધ પાછળ પાકિસ્તાનની મનસા ભારત પર બદલો લેવાની જ હતી. અને એટલે જ એની રણનીતિમાં કચાશ રહી ગઈ. ભલેને પછી એણે પાકિસ્તાન ચીન કે રશિયા કેમ મદદ ના કરતું હોય. પાકિસ્તાનની આ મેલી મુરાદ ઈન્દિરાજી પહેલેથી જ પારખી ગયાં હતાં. અરે એટલે સુધી કે તેઓ આ યુદ્ધ ૮ મહિના પહેલાં કરવાં માંગતા હતાં. પણ ત્યારે જનરલ માણેકશોએ નાં પાડી દીધી હતી. આ વખતે થો કથિત ખટરાગ થયો હતો જેને તે વખતના મીડીયાએ ભૂ ચગાવ્યો હતો. જોકે સારું જ થયું તે વખતે યુદ્ધ નાં થયું તે કારણ કે એ વખતે પાકિસ્તાનમાં એક વાત વહેતી થયેલી કે એક પાકિસ્તાની સૈનિક ૧૦ -૧૦ ભારતીય સૈનોકો બરોબર હોય છે.

જ્યારે હકીકત તો એ હતી કે એક એક ભારતીય સૈનિક પાકિસ્તાનના ૧૦ -૧૦ સૈનિકો બરોબર હોય છે. ભારત પર લાગેલું આ રાષ્ટ્રીય અપમાનનો ડાઘ ધોવા જ માંગતા હતાં જનરલ માણેકશો પણ એ ઋતુના બદલાવ અને સૈન્યની તૈયારીની રાહ જોતાં હતાં. જે વાતની ખબર અબુધ પાકિસ્તાન અને ડફોળ મીડિયાને ક્યાંથી હોય. આ ૮ મહિનામાં ભારતે અણુધડાકો પણ કર્યો પોખરણમાં રાહ જોવાનું કારણ આ પણ એક હતું. અને બીજું ભારત સનેથી યુદ્ધ છેડવામાં માનતું નહોતું નહીંતો ભારતની આબરૂ પર બટ્ટો લાગી જાત.

અગાઉના બે યુધ્ધોમાં પણ શરૂઆત તો પાકિસ્તાને જ કરેલી ભારતે તો એનો વળતો જવાબ આપેલો. ત્રીજું અતિ મહત્વનું કારણ ડીસેમ્બર મહિનામાં ઠંડી હોય બરફ પીગળવાની કોઈ જ શક્યતા ના હોય. કાશ્મીર અને પંજાબનાપહાડી ઇલાકા હોય જે ભારતને માફક આવે. જૈસલમેર અને કચ્છ તો રણ પ્રદેશ છે જ્યાં ગરમી પુષ્કળ હોય એટલે સમયમાં તો ત્યાં યુદ્ધ તો થાય જ નહીં. આવી વ્યવસ્થિત ગણતરી હતી જનરલ માણેકશાના મનમાં એટલે એમણે વહેલાં યુદ્ધની શક્યતા નકારી કાઢી હતી. આ બાબતમાં એ ઈન્દિરાજી કરતાં ચાર ચંદરવે ચાઢી ગયાં. અને એટલાજ માટે આજે જનરલ માણેકશોનું નામ પ્રત્યેક ભારતીય બહુ જ ગર્વથી લે છે. પછી એની રાજકીય માન્યતા ભલેને અલગ હોય.

જનરલ માણેકશોની એક ચાલ એ હતી કે આપણે યુદ્ધ નથી ઈચ્છતાં એવું બતાવીએ અને બીજી બાજુથી પાકિસ્તાનને એવું તો મજબુર કરીએ કે એ સામેથી જ યુદ્ધ કરે અને આપણે એનો પુરતી તૈયારી સાથે જવાબ આપીએ. આપણા દેશ પર લાગેલા કલંકને આપણે ભૂંસી નાંખીએ. આ દરમિયાન ભારત પુરતી તીઆય્રી કરવામાં જ લાગેલું. હવાઈ દળ અને નૌકાદળ પણ તૈયાર જ હતાં આ માટે કારણ કે યુદ્ધ તો બધી જ બાજુએ થવાનું હતું. જનરલ માણેકશોને એક જ ચિંતા હતી તે એકે કોઈ પણ રીતે ભારતીય પ્રજાનું રક્ષણ કરવું. ખેર તૈયારી તો થ થતી રહી અને આખરે એ યુદ્ધની ઘડી આવી જ ગઈ. જેની તો ઈન્દિરાજી અને જનરલ માણેકશો કાગના ડોળે રાહ જોઈ રહ્યાં હતાં. ઇન્દિરાજીએ પ્રજાના રક્ષણ માટે અગમચેતી વપારી જ લીધેલી અને કેટલાંક પગલાં તો પ્રજાને ના ગમે તોય એની સાલમતી માટે લીધેલાં.

માણેકશો અને ઇન્દિરાજીએ સાથે મળીને આ વખતે થલ સેના , વાયુસેના અને નૌસેના એમ ત્રણે બાજુએથી હુમલો કર્યો. માણેકશોનું આ પગલું ચાણક્ય જેવું સાબિત થયું. થાળ સેના ઢાકા તરફ આગળ વધી રહી હતી. પાકિસ્તાન એમ માનતું રહ્યું કે કાશ્મીર,પંજાબ કે જૈસલમે રબાજુએથી આવશે અને નાં સેના તો સીધી કરાંચી જ પહોંચી ગઈ. જ્યાં તેમણે એક અમેરિકન ગાઝીને ડુબાડીને પોતાની તાકાતનો પરચો આપ્યો. આ વખતે અને આ ઓપરેશન ખુદ નૌસેનાધ્યક્ષ એસ એમ નંદાએ એમણે જ એ અમેરિકન ગાઝી જે એક આધુનિક સબમરીન હતી તેને તોડીને ડુબાડી દીધી. જેના અવશેષો આજેય મહાબલીપુરમમાં જોવાં મળે છે, અને અમેરિકાનું નાક કાપી લીધું હતું.

એક રીતે તો અમેરિકન ગાઝી ડુબાડીને ભારતે લાલ બહાદુર શાસ્ત્રીની હત્યાનો પણ બદલો લઇ લીધો. જેમાં દેખીતી રીતે જ અમેરિકાનો હાથ હતો. ભારતે આ વખતે મિસાઈલ બોટો પણ ઉપયોગમાં લીધી હતી. જનરલ માણેકશોનાં કુશળ સૈનિક નેતૃત્વની જ આ કમાલ હતી. ઈન્દિરાજી તો એમ ઇચ્છતાં હતાં કે એક તરફ બાંગલાદેશ બને અને બીજી તરફ પશ્ચિમી પાકિસ્તાનને એટલું તાબાહ કરી નાંખવામાં આવે કે ફરી ક્યારેય એ માથું ઊંચું જ નાં કરી શકે. એમનો તો આદેશ જ હતો “સ્મેશ પાક વોર મશીન”. માણેક્શોને પણ પોતાની આવડત અને સૈન્ય પર પુરતો વિશ્વાસ હતો એટલે એમણે પણ કહ્યું કે તેઓ એ કરી જ બતાવશે. પણ એ સંભવ નાં થઇ શક્યું કારણકે સોવિયત સંઘે એમ કરવાં માટે ના પાડી દીધી. ફૌજી સાઝેસામાન અને સુરક્ષા પરીષદમાં વીટો માટે સોવિએત સંઘ પર નિર્ભર ભારત એ એકલું પશ્ચિમી પાકિસ્તાનની કમર ના તોડી શકત. સોવિયત સંઘને ચીન અને અમેરિકાએ આદેશ આપ્યો હતો કે જો ભારતે પશ્ચિમી પાકિસ્તાનમાં સૈનિક કારવાઈ ચાલુ રાખી તો એ હસ્તક્ષેપ કરશે. એટલે ઇન્દિરાજીનું આ સપનું અધૂરું જ રહી ગયું અને એમનું રાજનીતિક મિશન પણ અધૂરું જ રહી ગયું. તોપણ પાકિસ્તાન હાર્યું તો હતું જ માણેકશોનાં સૈનિક નેતૃત્વમાં રાષ્ટ્રમાં એક નવો જ આત્મવિશ્વાસ જગાવ્યો. જરા યાદ કરો આનથી પહેલાં ક્યારે શત્રુ દેશના સૈનિકોએ આ રીતે ભારત આગળ ઘૂંટણ ટેક્યા હતાં. સેલ્યુકાસની યુનાની સેના પર ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યની નિર્ણાયક જીત પછી શાતાબ્દીઓ સુધી ઇતિહાસમાં આનું બીજું ઉદાહરણ નહિ મળે.

👉 નિધન :

જનરલ માણેકશોનું નિધન ૨૭ જુન ૨૦૦૮નાં રોજ ન્યુમોનિયા થવાનાં કારણે વેલિંગટન (તામિલનાડુ)ની સેનાની હોસ્પીટલમાં થયું. મૃત્યુ સમયે એમની આયુ ૯૪ વર્ષની હતી.

એક પારસી કોમમાં જન્મેલો બાળક આખી કોમનું જ નહીં પણ સમગ્ર ભારતનું નામ રોશન કરશે એવી ખબર કોને હતી. જનરલ માણેકશો એ સાબિત કરી આપ્યું કે યુદ્ધ પહેલાં મનોભૂમિમાં લડાય છે પછીજ રણભૂમિમાં. આજે સામગ્ર ભારતીયનાં મોઢે આ નામ ગર્વથી લેવાય છે અને આપણે પણ એજ કહીએ છીએ
“જય હિન્દ”
શત શત નમન છે ભારતના આ લાડલા સપૂતને.

સંકલન – જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.