[૧] કૃષ્ણ – દરેકને પોતાની તરફ આકર્ષિત કરનારા .
[૨] ગિરિધર – ગીરી પર્વત, ધર ધારણ કરનાર અર્થાત ગોવર્ધન પર્વત્બે ટચલી આંગળીએઉપાડનાર
[૩] મુરલીધર – મુરલીને ધારણ કરનાર
[૪] પિતામ્બર – પિત પીળું વસ્ત્ર ધારણકરનાર ,અંબર વસ્ત્ર …….જેમણેપીળાં વસ્ત્રો પહેર્યા છે તે
[૫] મધુસુદન – મધુ નામના રાક્ષસને મારી નાખનાર
[૬] યશોદાનંદન અથવા દેવકી નંદન – તાશીડા અને દેવકીને ખુશ કરનાર પુત્ર
[૭] ગોપાલ – ગાયો અથવા પૃથ્વીનું પાલનપોષણ કરવાવાળો
[૮] ગોવિંદ – ગાયોનો રક્ષક
[૯] આનંદકંદ – આનંદની રાશિ આપનાર
[૧૦] કુંજબિહારી – જંજ નામનીગલીઓમાં વિહાર કરવાં વાળા
[૧૧] ચક્ર્ધારી – જેમણે સુદર્શન ચક્ર કે જ્ઞાન ચક્ર કે શક્તિ ચક્ર ધારણ કર્યું છે તે
[૧૨] શ્યામ – સાંવલા રંગવાળો
[૧૩] માધવ – માયાના પતિ
[૧૪[ મુરારી – મુર નામના દૈત્યનો શત્રુ
[૧૫] અસુરારિ – અસુરોનો શત્રુ
[૧૬] બનવારી – વનોમાં વિહાર કરનાર
[૧૭] મુકુન્દ – જેમની પાસે નિધિઓ છે
[૧૮] યોગીશ્વર – યોગીઓના ઈશ્વર અથવા તેમના માલિક
[૧૯] ગોપેશ – ગોપીઓનો માલિક
[૨૦] હરિ – દુઃખોનું હરણ કરવાંવાળો
[૨૧] મદન – સુંદર
[૨૨] મનોહર – મનનું હરણ કરવાંવાળો
]૨૩] મોહન – સંમોહિત કરવાંવાળો
[૨૪] જગદીશ – જગતના માલિક
[૨૫] પાલનહાર – બધાનું પાલનપોષણ કરનાર
[૨૬] કંસારી કંસનો શત્રુ
[૨૭] રુકમણી વલ્લભ – રુકમણીના પતિ
[૨૮] કેશવ – જેસ્ધી નામના દૈત્યને મારવાંવાળો અથવા પાણી ઉપર નિવાસ કરવાંવાળો જેનાં વાળ સુંદર છે
[૨૯] વાસુદેવ – વાસુદેવનું આઠમું સંતાન
[૩૦] રણછોડ – યુદ્ધભૂમિ છોડીને ભાગી જનાર
[૩૧] ગુડાકેશ – નિદ્રાને જીતવાંવાળો
[૩૨] હૃષીકેશ – ઇન્દ્રિયોને જીતવાંવાળો
[૩૩] સારથી – અર્જુનનો રથ ચલાવનાર
[૩૪] પૂર્ણ પરબ્રહ્મ – દેવતાઓનો પણ માલિક
[૩૫] દેવેશ – દેવોના પણ ભગવાન
[૩૬] નાગ નથિયા – કાલિય નાગને નથીને એને મારનાર
[૩૭] વૃશ્નીપતિ – આ કુળમાં ઉત્પન્ન થવાનું કારણ
[૩૮] યદુપતિ – યાદવોના માલિક
[૩૯] યદુવંશી – યદુવંશમાં અવતાર ધારણ કરવાનું કારણ
[૪૦] દ્વારકાધીશ – દવારકા નગરીના માલિક
[૪૧] નાગર – સુંદર
[૪૨] છલિયા – છળ કરનાર
[૪૩] મથુરા ગોકુલ વાસી – આ સ્થળોએ નિવાસ કરવાનું કારણ
[૪૪] રમણ – સદા પોતાનાં જ આંદમા મસ્ત રહેનાર
[૪૫] દામોદર – જેનાં પેટ પર દોરડું બાંધવામાં આવ્યું હતું તે
[૪૬] અધહારિ – પાપોનું હરણ કરનાર
[૪૭] સખા – અર્જુન અને સુદામાની સાથે મિત્રતા નીભાવવાંનું કારણ
[૪૮] રાસ રચિયા – રાસ રચવાનું કારણ
[૪૯] અચ્યુત – જેના ધામમાંથી કોઈ પાછું નથીજતું !!!
[૫૦] નંદલાલા – નંદના પુત્ર હોવાનું કારણ
।।જય રાધામાધવ।।
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply