ફિદેલ કાસ્ત્રો આ માણસના ચહેરાની પાછળ તમને ચે ગુએરાના વિચારો જોવા મળે. તેની દાઢી પણ અદ્દલ એવી. મોં માં સિગરેટ રાખવાની સ્ટાઈલ અને બેસવાની અદા પણ, એવુ લાગ્યા વિના ન રહે કે ચે અને કાસ્ત્રો આ બંને એક માટીના બનેલા છે. એ કહેવત એમનેમ તો નથી પડી કે સંગ તેવો રંગ. આ બંને એકસરખા બની ગયા હતા, વર્ષો પહેલા ચે અને હવે ફિદેલ કાસ્ત્રો એટલે આ યુગનો એક અંત આવી ગયો. તે ડિક્ટેટરશિપ, સરમુખત્યાર શાહિનો અંત આવી ગયો.
ફિદેલનો પરિવાર સ્પેનનો રહેવાસી હતો, ચીન માટે ત્યારે ખાંડનો ઉધોગ જંગી કમાણીનું સાધન હતું, ફિદેલના પિતા પણ ત્યાંજ કામ કરતા હતા. પિતા એંજેલ કાસ્ત્રોએ મારિયા લુઈસા અગોર્ત નામની એક મહિલા સાથે લગ્ન કરેલા, જેના કારણે ફિદેલનું બાળપણ ક્શમક્શોમાં વિત્યુ. માતા અને પિતા તરફથી ઓછો પ્રેમ મળતો હતો. કાસ્ત્રોના બે ભાઈ રેમન અને રાઉલ અને આ સિવાય ચાર બહેનો. કાસ્ત્રો જ્યારે પંદર વર્ષની ઉંમરના થયા ત્યાર સુધી તેમના પિતાએ તેમની માતા સાથે લગ્ન ન કરેલા. જેના કારણે કાસ્ત્રોને શરમીંદગીથી નીચુ જોવાનો વારો આવતો હતો, પરંતુ કાસ્ત્રોની ઉંમર 17 વર્ષે પહોંચતા તેમની માતા સાથે તેમણે લગ્ન કર્યા. જેથી કાસ્ત્રોને પિતાનું નામ મળ્યુ. કાસ્ત્રોના અભ્યાસ માટે બાળપણથી એવુ માનવામાં આવે છે કે, કાસ્ત્રો અભ્યાસમાં પ્રભાવશાળી હતા, અને ઘણા લોકો એવુ માને છે કે કાસ્ત્રો પોતે રમત ગમતના શોખીન હતા. હકિકતે કાસ્ત્રો બંનેમાં અવ્વલ હતા. રમત ગમતથી એક વાત યાદ આવી કે કાસ્ત્રોને અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબોલ રમવાનો ખૂબ જ શોખ હતો, જેના કારણે એવી અફવાઓ ફેલાયા કરતી હતી કે, કાસ્ત્રોને અમેરિકન બેઝબોલ ટીમમાં સમાવવા માટે અમેરિકા શોધ્યા રાખે છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે.
ફિદેલ કાનૂનની ડિગ્રી પ્રાપ્ત કેરલી, પણ ભવિષ્યમાં કદાચ ફિદેલને ખુદને એ વાતની ખબર નહિ હોય કે જે ડિગ્રી મેં પ્રાપ્ત કરી છે, તે ડિગ્રી મારા માટે કાગળ સમાન બનીને રહી જશે. મોટાભાગના લોકો કાયદાની ડિગ્રીનો ઉપયોગ રાજનીતિમાં પ્રવેશ કરવા માટે કરતા હોય છે. અને ફિદેલ પણ કંઈક એવુ જ કર્યુ. હવાના યુનિવર્સિટીમાંથી તેનું રાજકારણ શરૂ થયુ. રાષ્ટ્રપતિ ગેરાર્ડો મચાડોનું સતા પરથી પતન થયુ, ફિદેલના તમામ યુવા ભાઈઓ હવે પોતાની તમામ ધાકધમકીથી ગુંડાગર્દી કરવા લાગ્યા. ફિદેલને આ વાત યોગ્ય ન લાગી. ફિદેલને થવા લાગ્યુ કે કંઈક કરવુ જોઈએ. ફિદેલ આ માટે વક્તવ્યો આપવા લાગ્યા. ત્યારે જ રોનાલ્ડો માર્સેફરના ગૃપ MSRમાં ગોળીબાર થયો, જેના કારણે ફિદેલ પોતે જેલ હવાલે કરવામાં આવ્યા. ફિદેલનો કોઈ વાંક ન હતો, પરંતુ તેમના ધારદાર વકતવ્યોના કારણે જ ફિદેલની ધરપકડો પણ વધવા માંડેલી હતી. જેના કારણે તેમના જેલ જવાના સિલસિલામાં પણ વધારો થવા લાગ્યો હતો. વારંવાર જેલવાસ ભોગવવો પડતો હતો, અને આજ કારણે ફિદેલનો ચહેરો ચર્ચામાં આવવા લાગ્યો હતો. જ્યારે જેલમાંથી આઝાદ થયા ત્યારે એ વાત તેમણે મનમાં ગાંઠની જેમ બાંધી લીધી, અહીંયા રહીને કોઈ દિવસ ક્રાંતિકારી પ્રવૃતિ નહિ કરી શકાય, જે માટે તેઓ મેક્સિકો ગયા, પોતાના ઘરની બહાર તેમણે પોતાના જેવા બળવાખોર માણસોને ટ્રેન કરવાનું કામ કર્યુ. તેમના દિમાગમાં ફિદેલનો ક્રાંતિકારી બળવો ભરી દીધો. હવે લોકો ફિદેલ જેવા બનવા લાગ્યા હતા.
1947માં કાસ્ત્રો પોતે સામાજિક સેવાઓમાં પણ લાગી ગયા હતા. નવી નવી પાર્ટીઓ જોઈન કરવા લાગ્યા હતા. પાર્ટીમાં જ્યારે તેમને જોઈએ તેવા લોકો અને તેમના વિચારો યોગ્ય ન લાગતા, ત્યારે તેઓ પાર્ટી છોડી અને બીજી પાર્ટી જોઈન કરી લેતા હતા. આજ હેરાફેરીમાં એકવાર ફિદેલ પાસે એક યોગ્ય પાર્ટી આવી ગઈ. તેમણે પાર્ટીડો ઓર્ટોડોક્સમાં શામિલ થવાનો નિર્ણય લીધો. એડુઆર્ડો ચિબાસ તેમના લીડર હતા. ફિદેલને જીવનમાં પહેલીવાર કોઈના નેજા હેઠળ કામ કરવાની મજા આવવા લાગી. તે ચિબાસને પોતાનો ગુરૂ માનવા લાગ્યા. આ દુનિયામાં ગુરૂ માનવો અને કોઈને આઈડલ માનવો આ બંને વસ્તુ અલગ છે. જેની પાતળી ભેદરેખા ફિદેલ સમજતા હતા. ચિનાબ ત્યારે રાષ્ટ્રપતિની ચુંટણી લડવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. તેમના ઉમેદવાર રેમન ગ્રો હતા. જેમની સામે ચિનાબ જીતે તેવુ લાગી નહતું રહ્યું. માર્ટીને પોતાના કાર્યકાળ દરમ્યાન ભ્રષ્ટાચારનો કિડો સાચવી સાચવીને મોટો કર્યો હતો. ચિનાબ ચુનાવ હાર્યા પણ તેમણે અમેરિકાથી સ્વતંત્રતાની માગણી કરી, અને તેના કારણે તે અમર બની ગયા. બીજીવાર રાષ્ટ્રપતિની ચુંટણી લડવા માટે તૈયાર થયા. 1951માં પોતે ચુનાવ માટે રેડિયો પરથી ભાષણ આપતા હતા અને ત્યારે તેમણે પોતાના જ પેટમાં ભાષણ આપતા આપતા ગોળી મારી દીધી. આ સમયે ફિદેલ તેમની બાજુમાં ઉભા હતા !
ફિદેલે હવે પોતાનો રાજકિય દાવપેચ શરૂ કરવા માંડ્યો. અને તે અરસામાં ફિદેલ પહેલીવાર હત્યા કરવાના ગુનામાં સંડોવાયા. 22 ફેબ્રુઆરીએ તેમના પર માનોલ કાસ્ત્રોની હત્યા કર્યાનો શક કરવામાં આવ્યો. ઘટના આવી બની ગઈ અને ફિદેલ બહાર રખડતા રહ્યા, કારણકે હવે ફિદેલની દેશ દુનિયામાં ધાક વાગવા માંડી હતી. કાસ્ત્રોએ 1948માં લગ્ન કર્યા મિરાતા ડાએટા બલાર્ડ નામની ધનિક છોકરી સાથે જે તેમની જીવનસંગીની બની. ક્રાંતિકારી વિચારધારા હોવાના કારણે ફિદેલને બાદમાં પારિવારીક તકલીફો ભોગવવાનો વારો આવવા માંડ્યો. ફિદેલનું લગ્નજીવન તણાવગ્રસ્ત થવા લાગ્યુ હતું. તેમના પરિવારનું ભરણપોષણ અન્ય લોકોએ કરવુ પડતું હતું. ત્યાં સુધીમાં તો તે અમેરિકા વિરોધી વિચારસણીના કારણે પોતાના દેશમાં પ્રખ્યાત થવા લાગ્યા હતા, અને અમેરિકામાં કુખ્યાત થવા લાગ્યા હતા. કોરિયાય યુધ્ધમાં દક્ષિણ કોરિયાને સાથ આપવા બદલ હવે અમેરિકા તેમનું ભારે વિરોધ કરવા લાગ્યુ હતું.
એકવાર તેમના સાથી બતિસ્તાના ઘરે તેઓ ગયા, ત્યાં જઈ તેમણે બતિસ્તાને કહ્યું, ‘તારા રૂમમાં મને કોઈ ખાસ પુસ્તક નથી દેખાઈ રહ્યું’ બતિસ્તાને એ વાતની જાણ થઈ ગઈ કે ફિદેલ મારી ક્રાંતિકારી વિચારધારા નબળી થઈ હોવાનું માનવા લાગ્યા છે. ફિદેલ હકિકતે આ બાબતે સાચા પણ હતા. બતિસ્તા સતા પર તો આવી ગયા, પણ તેમના કામને ફિદેલ બિરદાવતા ન હતા. ફિદેલને તેમની કાર્યશૈલી યોગ્ય ન લાગતા તેમણે તખ્તો બદલવાનો નિર્ણય લીધો. કાસ્ત્રોએ પોતાની વકિલાત છોડી દીધી. પોતાનું તમામ ધ્યાન બતિસ્તા અને સતા પર લાવવામાં લગાવી દીધુ. તેમના મનમાં હવે યુધ્ધ એટલે જ કલ્યાણ જેવી વાત ઘર કરી ગઈ હતી. આ વાતને તેમણે સાર્થક કરવા માટે યુધ્ધ કર્યુ અને ક્યુબા રેવોલ્યુશનની શરૂઆત થઈ. આ યુધ્ધમાં ફિદેલની ધરપકડ કરવામાં આવી અને તેમને 15 વર્ષની સજા પણ સંભળાવવામાં આવી. લોકોનું માનવુ હતું કે, ફિદેલ અને તેમના ભાઈ રાઉલને ફાંસી કેમ ન આપવામાં આવી. જે રહસ્ય પણ ફિદેલની સાથે જ ચાલ્યુ ગયુ. બે વર્ષ જેટલી સજા ભોગવ્યા બાદ બતિસ્તાએ તેમને તડિપાર કર્યા, અને મેક્સિકો મોકલી દીધા. જ્યાં તેમની મુલાકાત અર્નેસ્ટો ચે ગુએરા સાથે થઈ. જે હવે બતિસ્તા માટે હાનિકારક બાપુ જેવુ થવાનું હતું. ચે ગોરીલ્લા યુધ્ધની પ્રણાલીમાં માહેર હતા, જે ફિદેલ તેમની પાસેથી શીખ્યા. બાદમાં 1958માં ઓપરેશન વેરોના, ડિસેમ્બર 1958માં યાગુઆઝાનું યુધ્ધ અને 8 જાન્યુઆરી 1959માં નવી સરકરાની રચના કરવામાં આવી. પદની કોઈ ઈચ્છા અભિલાષા ન હતી. ફિદેલે જોસ મિરા કોર્ડોરને પ્રધાનમંત્રી અને મેનુઆલ ઉરટીયોને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. આખરે અમેરિકાએ થાકીને બે દિવસ બાદ આ નવી સરકારને માન્યતા આપી. સમય જતા પોતે સતામાં આવ્યા, ફરીવાર હમલાઓ અને હત્યાઓના પ્રયાસો થતા રહ્યા. ફિદેલ લડતા રહ્યા. ગુએરાને યાદ કરતા રહ્યા. બાર જેટલા પુસ્તકો લખ્યા. વિવાદોમાં રહ્યા. તે આજે સવારે ધ્યાન ગયુ તો ખબર પડી યાર ફિદેલ તો ચાલ્યા ગયા.
~ મયુર ખાવડુ
Leave a Reply