ગઈકાલે લોસ એન્જલસ ટાઈમ્સનો મારા ઈમેલમાં મેસેજ આવ્યો. જેમાં લખેલું હતું, ફ્લોરિડામાં તુફાન આવ્યું છે. કોઈ નવી વાત નથી… અમેરિકામાં આવા તોફાનો આવતા રહે છે. તેમાં કોઈ મોટી ન્યૂઝ નથી… પણ ન્યૂઝ હવે બને છે. ફ્લોરિડામાં આ તુફાને બધુ તહેસ નહેસ કરી નાખ્યું, સિવાય કે હેમિંગ્વેનું હાઉસ. જે હવે મ્યુઝિયમમાં તબ્લિદ થઈ ચૂક્યું છે. આ સિવાય મોટી ન્યૂઝ ત્યાં 54 બિલાડીઓ હતી, તેને પણ કશું નથી થયું, બાકી ફ્લોરિડાને રહેંસી નાખ્યું છે. આ ઘટના સાંભળીને તો એમ જ લાગે કે હેમિંગ્વે જીવી રહ્યા છે. પુસ્તકો સિવાય ફ્લોરિડાના એ ઘરમાં પણ. કંઈક બાકી રહી જતું હશે ? કેટલુંક ચૂકવવાનું હશે ? શું કારણ હશે, તે આટલા મસમોટા તોફાનમાં હેમિંગ્વેનું મ્યુઝિયમમાં તબ્દિલ થયેલું ઘર બચી ગયું. તોફાન તો એમના જીવનમાં પણ હતું.
~ વાત શરૂઆતથી નથી કરવી. વાત કરવી છે એક ફેન વિવેચકથી. દુનિયાભરમાં આવા ફેન વિવેચકો ઉભરી રહ્યા છે. જે હેમિંગ્વેના જમાનામાં પણ હતા. હેમિંગ્વેની કોઈ બુક પ્રકાશિત થયેલી અને આ ભાઈએ હેમિંગ્વેના મોં સામુ જઈ તેની ટિકા કરી. આમા તમે આમ બરાબર નથી કર્યું, આ કંઈ લેવાલ નથી બસ, પૂરૂ… હેમિંગ્વેએ હાથનો મુક્કો લઈ તેના નાકમાં મારી દીધો. આ માણસની સાઈઝ કેટલી હશે તેની મને ખબર નથી, પણ હેમિંગ્વે આર્મીમાં હતા અને ફોટો જુઓ તો અમેરિકન કોમ્બો સાઈઝના ધણખૂંટ જ લાગે. ત્યાર પછી કેટલાક વિવેચકોએ હેમિંગ્વેને ક્રિટીસાઈઝ કરવાના જ બંધ કરી દીધા.
~ અર્નેસ્ટ મિલર હેમિંગ્વેની માતા હંમેશા એક દિકરીની ઈચ્છાથી જીવતી હતી. અને તેને દિકરીને પોતાની માફક મ્યુઝિશ્યન બનાવવી હતી. જ્યારે ખબર પડી કે પુત્રનો જન્મ થયો છે, ત્યારે અર્નેસ્ટ હેમિંગ્વેના લાંબા વાળ રાખવામાં આવ્યા અને તેને છોકરીની જેમ ટ્રીટ કરવામાં આવ્યો. હેમિંગ્વેની આ દયનીય સ્થિતિ લગભગ ચાર વર્ષ સુધી રહી. મોટી બહેનના કપડા પહેરવા પડતા. માતા તેને પિયાનો અને સેલો વગાડવા માટે કહેતા. અર્નેસ્ટે નોંધ્યું છે કે, ‘દુનિયાની કોઈ ખરાબ વસ્તુ હોય તો તે પીયાનો બજાવવાનું હતું. મને ખ્યાલ નથી શા માટે ? પણ આ પિયાનોએ મારામાં ઉર્જાનો સંચાર કર્યો. માતાનું એ સંગીત જ હતું, પણ વાસ્તવમાં મને માતા પ્રત્યે ખીજ હતી. શા માટે મને છોકરીની જેમ રાખતી હતી ?’
~ અર્નેસ્ટ હેંમિંગ્વેની ઈચ્છા પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેવાની હતી. પણ તેઓ લઈ ન શક્યા કારણ કે તેમની આંખનો મેડિકલ ટેસ્ટ નેગેટીવ આવ્યો. આ માટે તેમણે ન્યૂયોર્કથી ઈટાલી સુધીની મુસાફરી કરેલી. બન્યું એવું કે વચ્ચે વાયા જર્મની પહોંચતા ત્યાં બધુ છાવણીમાં પલ્ટી ગયું હતું. આખરે વિશ્વયુદ્ધમાં તેમણે એમ્બયુલન્સ ડ્રાઈવર તરીકેની સેવા આપી. આ સેવા આપતી વેડાએ એક જગ્યાએ બોમ્બ ફાટ્યો અને હેમિંગ્વેને ત્યાં જવાનું હતું. તેમણે એક સ્ત્રીના શબને ઉઠાવ્યો અને હાથમાં લીધો. તેના ટુકડા તેમને ક્યાંય જોવા નહતા મળતા. આ ઘટનાનું વર્ણન તેમણે પોતાની પહેલી કિતાબ ડેથ ઈન ધ પૂનરમાં કર્યું છે. જે નોન ફિક્શન છે.
~ અત્યારે માઈક્રોફિક્શનનો જમાનો છે, જે સ્ટાઈલ હેમિંગ્વે લાવેલા. હેમિંગ્વેને શૈલીના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે, તેમણે સૌ પ્રથમ 6 શબ્દોમાં એક માઈક્રોફિક્શન લખેલી. બાદમાં લેખકો અને વિવેચકોએ આ શૈલીને વખોડી કાઢી. તેમની આ ટૂંકી ટૂંકી કથા હતી For Sale: baby shoes. Never worn,
~ ગ્રેટ ગેટસ્બીના લેખક એફ. સ્કોટ. ફિઝરગેરાલ્ડે એકવાર હેમિંગ્વેને પત્ર લખ્યો. આ પત્ર દસ પાનાનો હતો. જેમાં લખેલું હતું The world breaks everyone and afterward many are strong at the broken places. But those that will not break it kills. It kills the very good and the very gentle and the very brave impartially. If you are none of these you can be sure that it will kill you too but there will be no special hurry. હેમિંગ્વેએ પોતાની માઈક્રોફિક્શન વાર્તાની માફક ત્રણ જ શબ્દોમાં જવાબ આપ્યો. Kiss my ass.”
~ અર્નેસ્ટ હેંમિગ્વેને લખવા કરતા પણ વધારે ખાવાનું બનાવવાનો શોખ હતો. પત્રકાર હતા એટલે પોતાની કોલમમાં જ્યારે કંઈ ન મળે ત્યારે રેસિપી વિશે લખતા. ફ્લોરિડામાં તેમના મ્યુઝિયમમાં આ તમામ રેસિપીઓ સાચવેલી પડી છે.
~ એવુ માનવામાં આવે છે કે… 1940માં રશિયાની સંસ્થા KGB માટે તેઓ કામ કરતા હતા. ત્યારે તેમનું નામ આર્ગો હતું. અમેરિકાને આ વાતનો ખ્યાલ આવી ગયો અને તેમણે આર્ગો બની બેઠેલા હેમિંગ્વેને માનસિક એટલી તકલીફ આપી કે હેમિંગ્વે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા, જે તેમની આત્મહત્યાનું કારણ પણ બની. આ વાતનો 2010માં પુસ્તક રાઈઝ એન્ડ ફોલ ઓફ KGB ઈન અમેરિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે હેમિંગ્વેને FBIએ ઈલેક્ટ્રિક શોક પણ આપ્યા હતા.
~ હેમિંગ્વે મોજીલા માણસ હતા, ચાર વખત લગ્ન કર્યા ત્રણ વખત ડિવોર્સ લીધા. તેમની દરેક પત્નીએ ઈન્ટરવ્યુમાં ક્યાંકને ક્યાંક એવુ કહ્યું છે કે, અમને તેની આગલી પત્ની નહતી ગમતી. આ સ્ત્રીની ઈર્ષ્યાવૃતિ !!
~ હોલિવુડ ફિલ્મો વિશે હેમિંગ્વેનું માનવું છે કે, તમારી બુક તમારી જ રહેવાની. તેમાંથી તમારૂ નામ બદલાઈ નહીં જાય. જેને ફિલ્લ્મ બિલ્લમ બનાવવી હોય તેની પાસે જવાનું. તમારી ચોપડી માથામાં મારવાની, તે તમારા માથામાં પૈસા મારે પછી દોડીને કારમાં બેસી ભાગી જવાનું. હવે તેને જે કરવું હોય તે કરે.
~ પિતાની ઈચ્છા હેમિંગ્વેને ડોક્ટર બનાવવાની હતી, પણ તે રિપોર્ટર બન્યા. એક વીકના 15 ડોલર તેમને મળતા. પ્રથમ દિવસે તેમના એડિટરે તેમને કહ્યું કે, શબ્દો ટુંકા હોવા જોઈએ, લોકોને રસ પડવો જોઈએ. ફલાણું… ઢીકણું… પણ ખબર નહતી હેમિંગ્વે આ શબ્દોને આટલા સિરીયસલી પોતાની લેખનશૈલીમાં ઉતારી દેશે.
~ 21 વર્ષની ઉંમરે એલિઝાબેથ સાથે પ્રથમ લગ્ન કર્યા એ પછી હેમિંગ્વે પુત્ર પાપા (આ નામ છે.) નો જન્મ થયો. ત્રણે પેરિસ ગયા અને ત્યાં હેમિંગ્વેની મેન્યુ સ્ક્રિપ્ટ ચોરાઈ ગઈ. હેમિંગ્વેનું આ શરૂઆતનું લખાણ હતું.
~ જેમ્સ જોઈસ અને હેમિંગ્વે પેરિસમાં એકસાથે દારૂ પીતા. બને એવું કે જેમ્સ દારૂ બાબતે કોઈ સાથે બબાલ કરે અને પછી હેમિંગ્વેની પાછળ છુપાઈ જાય. હેમિંગ્વે પોતાના આ દારૂ બડીને બચાવવા માટે આગળ આવે અને પેલાને મારે. બંન્નેની દોસ્તી આવી જ રહી.
~ હેમિંગ્વેએ એક દિવસમાં સાત શાર્ક મારેલી છે, જે એક રેકોર્ડ છે.
~ દુનિયાના સૌથી મોટા સર્વાઈવર લેખક તરીકે હેમિંગ્વે પંકાયેલા છે. શરીર બિમારીઓનું ઘર બની ગયું હતું. એન્થ્રેક્સ, મલેરિયા, ડાયાબિટીસ, સ્કિન કેન્સર, હિપેટાઈટીસ અને આવા ઘણા રોગો તેમની સાથે જ ચાલતા. અંતે હેમિંગ્વેએ આ દુનિયામાંથી છૂટકારો લેવાનું નક્કી કર્યું. માયો ક્લિનિકમાંથી પાછા ફરતી વખતે તેમણે પોતાની ફેવરિટ ગન લીધી અને બે રાઉન્ડ ફાયર કર્યા. હજુ કેટલો જીવ હશે કે, બે રાઉન્ડ ફાયર કર્યા ત્યારે મર્યા.
~ મયુર ખાવડુ
Leave a Reply