૧૯૭૦નાં દશકામાં તિરુવનંતપુરમમાં સમુદ્ર પાસે એક બુજુર્ગ ભાગવત ગીતા વાંચી રહ્યા હતાં. ત્યારે એક નાસ્તિક અને હોનહાર નવજવાન એમની પાસે આવીને બેઠો. યુવાને એમનાં પર કટાક્ષ કર્યો કે લોકો પણ કેટલાં મુર્ખ છે, વિજ્ઞાનયુગમાં ભગવદ ગીતા જેવી ઓલ્ડ ફેશન્ડ બુક વાંચી રહ્યા છો ? એને બુજુર્ગ સજ્જનને કહ્યું – જો તમે આજ સમય વિજ્ઞાનને આપત તો અત્યાર સુધીમાં દેશ નાં જાણે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત ?
એ બુજુર્ગ સજ્જને એ નવજવાનને એનો પરિચય પૂછ્યો તો એણે બતાવ્યું કે એ કલકત્તાનો છે અને એને વિજ્ઞાનમાં ભણતર પૂરું કર્યું છે. અને અહીંયા ભાભા પરમાણુ અનુસંધાનમાં પોતાની કેરિયર બનવવા આવ્યો છે. આગળ એને કહ્યું કે પણ થોડું ધ્યાન વૈજ્ઞાનિક કાર્યોમાં લગાવો ભાગવત ગીતા વાંચવાથી કશું હાંસલ નહીં કરી શકો. એ બુજુર્ગ મરક મરક હસતાં ત્યાંથી ઉઠવાં જતાં હતાં ત્યાં ૪ સુરક્ષાકર્મીઓ એમની આસપાસ આવી ગયાં. આગળ ડ્રાઈવરે કાર લગાવી દીધી જેના પર લાલબત્તી હતી.
એ છોકરો હવે હવે ગભરાયો અને એણે પેલાં બુજુર્ગને પૂછ્યું “આપ કોણ છો ?”
એ સજ્જને પોતાનું નામ બતાવ્યું “વિક્રમ સારાભાઇ “
જે ભાભા પરમાણુ અનુસંધાનમાં એ છોકરો પોતાની કેરિયર બનવવા આવ્યો હતો એના અધ્યક્ષ એ જ હતાં. એ સમયે વિક્રમ સારાભાઈનાં નામ પર ૧૩ અનુસંધાન કેન્દ્રો હતાં. સાથે જ સારાભાઈને તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ પરમાણુ યોજનાના અધ્યક્ષ પણ નિયુક્ત કર્યા હતાં. હવે છોકરો શર્મસાર થઈ ગયો અને એ સારાભાઈના ચરણોમાં રડતો રડતો પડી ગયો. ત્યારે સારાભાઈએ બહુજ સરસ વાત કરી.
એમણે કહ્યું કે “દરેક નિર્માણની પાછળ નિર્માણકર્તા અવશ્ય છે, એટલાં માટે ફર્ક નથી પડતો કે આ મહાભારત છે કે આજનું ભારત. ઈશ્વરને ક્યારેય ના ભૂલો. આજે નાસ્તિક ગણ વિજ્ઞાનનું નામ લઈને કેટલું પણ નાચી લે પણ ઈતિહાસ ગવાહ છે કે વિજ્ઞાન ઈશ્વરને માનવાંવાળાં આસ્તિકોએ જ રચ્યું છે. ઈશ્વર શાશ્વત સત્ય છે, એને ખોટું સાબિત કરી શકાતું જ નથી. એમની આરાધના કરવાં માત્રથી જ સંકટ દૂર થઇ શકે છે.
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply