ઇવોલ્યુશનરી પોઇન્ટ ઓફ વ્યુથી જોઈએ તો છોકરાઓમાં અત્યારે એક આખી માયકાંગલી જનરેશનનો વિચિત્ર જિનેટિક મોડિફિકેશન ધરાવતી પેઢી આવી છે જે રિલેશનમાં પડતા જ “હા…જાનું… ઓકે જાનું… સોરી જાનું” જ કરવામાં બાહોશ છે. પ્રેમમાં રહેલાં બે પાત્રોનું એકબીજા માટે પેમ્પરિંગ કરવું કે કેર કરવી આખી અલગ વાત છે અને સતત ‘જીહુજુરી’ કર્યે જવી એ નરી બેવકૂફી.
મ્યુચ્યુલ મરજીથી નાઈટ સ્ટેન્ડ પૂરતાં જ રિલેશન ડેવલપ કર્યા હોય તો એ અંગત પસંદગી થઈ, એમાં સલાહોના હથોડા ઠોકીને પર્સનલ સ્પેસ પર તરાપ મારવાની જ ન હોય પણ જો વાત ખરાં ઇન્ટેન્સ લવની, પાગલપન સમાન પ્રેમની હોય તો છોકરો કે છોકરી બંનેને સમાન ધોરણે એક વાત લાગુ પડે કે જો પ્રેમમાં ગમતાં પાત્ર માટેની વાઈલ્ડનેસ, પાગલપણું, ઘેલછા અને છેક સુધી નિભાવવાની ત્રેવડના હોય તો પ્રેમને પલંગ સુધી પહોંચાડવો જ નહીં.
— — —
એકોર્ડિંગ ટુ ‘અઠંગ ભગ્ન દેવદાસ ઍસોસીએશન’, 😝આપણે ત્યાં છોકરીઓ બહુ આસાનીથી રિલેશનમાં ગિવ અપ કરી દેતી હોય છે. ચલો માન્યું છોકરીઓ માટે મજબૂરીના નામે અડચણો વધુ છે. આપણાં ડફોળ સમાજે જ લગામ કસેલી છે એટલે એમને સમાજ, કુટુંબ, પિતાની આબરૂ વગેરે જેવા પાસાઓ ધ્યાનમાં લઈને નિર્ણયો કરવા પડે પણ પર્સનલી મને ક્યારેય સમજાયું જ નહીં કે જ્યારે રિલેશનમાં કોઈ છોકરા જોડે તમે એન્ટર થાવ, હરો, ફરો, બૉયફ્રેન્ડના પૈસે નાઈટ આઉટને જોલી જલસા કરો ત્યારે ક્યારેય બાપની ઈજ્જત કે સમાજ શું કહેશે એ વચ્ચે નથી આવતું અને સાલું એકાએક જ્યારે વાત ઘરે પહોંચાડવાની આવે ત્યારે ખબર નહિ કેમ પપ્પાની પરીઓને અચાનક ઈજ્જત, લોકો શું કહેશે એનો ડર સતાવા લાગે.
— — —
જ્યારે કોઈ છોકરો ઇન્ટેન્સ લવમાં પાગલ થઈ પડ્યો હોય, ત્યારે મોટાભાગે છોકરીનું અડધેથી મૂકીને જતું રહેવું જ કબીર સિંહ જેવા પાત્રોને જન્મ આપતું હોય છે. પુરુષમાં કુદરતે જિનેટિકલી જ બોલ્ડનેસના જનીન ઇન્સ્ટોલ કર્યા છે એટલે કોઈ પુરુષ માટે દિલ ફાડીને પ્રેમ કરવો બહુ આસાન છે, અને આવા ઇન્ટેન્સ લવર્સ હોય પણ છે જે ગમતી વ્યક્તિ માટે બધું જ કરી છૂટવા તૈયાર હોય છે. ઇન્ફેકટ સ્ત્રીને પણ એવો પૌરુષ પ્રેમી રૂપે ગમે છે જે એની આંખમાં આવેલાં એક આંસુ માટે પૂરી સોસાયટી સામે બાવડાં ફુલાવી કોન્ફિડેન્ટલી ઉભો રહે અને લવ માટે લડે. 😉
— — —
જ્યારે આવા કોઈ ઇન્ટેન્સ લવરનું દિલ ભાંગે ત્યારે સાયકોપેથીકનેસ જન્મતી હોય છે જે કા તો સોસાયટીને ડિસ્ટ્રકટ કરે અથવા સેલ્ફને ડિસ્ટ્રકત કરે. નરુ સત્ય છે કે રિલેશન તૂટ્યા બાદ છોકરી બહુ કેલ્ક્યુલેટિવલી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી જાય… મુવ ઓન ભલે સહેલું ન લાગે પણ સ્ત્રી પાસે કુદરતી બક્ષિસ છે, જે એ પરિસ્થિતિની વાસ્તવિકતા જોડે બહુ જલ્દીથી એડજસ્ટ થઈ જાય છે. સમાધાન કરી વાસ્તવિકતા સ્વીકારી લે છે, પણ પુરુષ અને એમાં પણ પ્રેમનું પાગલપન ધરાવતો પુરુષ ક્યારેય સહજતાથી બહાર નથી આવી શકતો. એ વાગેલા ઘા પર રૂઝ આવવાને બદલે એને વધુને વધુ કોતરતો રહે છે. બહુ નજીકથી જોયેલું છે કે ઘણાં છોકરાઓ આ જ મેડનેસમાં પોતાની કારકિર્દી પણ દાવ પર લગાવી દેતાં હોય છે. દિલ દિમાગમાં પ્રેમની ધૂન અને કેફિયત સવાર હોય છે જે ક્યારેય વાસ્તવિકતાની વોર્નિંગ સાંભળવા દેતી જ નથી. પરિણામે કબીર સિંહો આસપાસ જન્મતા રહે છે.
— — —
સતત જીહુજુરી કર્યે જતાં વેવલા પુરુષ કરતા સ્ત્રીને એક એવો કોકટેલ કોમ્બિનેશન ધરાવતો પુરુષ ગમે જે એને સન્માન, હૂંફ અને સરેઆમ પ્રેમ આપે. એવો પુરુષ જે કોન્ફિડેન્ટલી પબ્લિકલી પોતાની સ્ત્રીને સાચવી બતાવે… અભિગમે અલગારી આલ્ફામેલ એ ઉત્ક્રાંતિ કાળથી સ્ત્રીને પહેલી પસંદ રહી છે, માટે જ બ્રેઇન વિથ બ્યુટીનું ઝેરીલું કોમ્બિનેશન ધરાવતી કોઈ સ્ત્રીને પ્રેમના એકરારની છડેચોક હિંમત ધરાવતો પુરુષ જીતી લેતો હોય છે અને આપણાં બિચારા ગુંજેશ્વરો જે પ્રેમમાં તો લટું થઈ જતા હોય પણ એકરારમાં ફટુ હોય, એ ગમે તેવો દેખાવડો ચહેરો હોવાં છતાં અઠંગ સિંગલયત ભોગવતા રહી જાય છે. એક વાત ક્લિયરકટ ભેજામાં ઘુસાડી રાખવી કે રોડ પર રોમિયોગિરી કરી છેડતી કરતો પુરુષ ક્યારેય કોઈ સ્ત્રીની પસંદ નથી હોતો. એ બધું મૂવીની ‘રિલ’ લાઈફમાં થાય પણ ‘રિયલ’ લાઈફના પેરામીટર આજે પણ નેચરના બેઝિક ઇન્સ્ટિકન્ટ પર જ ચાલે છે.
— — —
ફાસ્ટ જનરેશનમાં પ્રેમ પણ હાંફી જાય છે ત્યારે નસીબદાર હોય છે કોઈ છોકરો જેને એવી પ્રેમિકા મળે જે પ્રેમને નિભાવી બતાવે અને ખુશનસીબ હોય છે કોઈ છોકરી જેને એવો બિનદાસ, અલગારી, આલ્ફામેલ એક પ્રેમી તરીકે મળે છે.
કિલર કોમ્બિનેશન હોય છે એ પ્રેમીયુગલ જેમાં સ્ત્રી બ્રેઇન વિથ બ્યુટીનું યુનિક ડોમીનેટિંગ એલિમેન્ટ હોય અને પુરુષ ધસમસતા એડ્રીંનલિનમાં બોલ્ડનેસ સાથે અલગારી ફિતરત અને આત્મવિશ્વાસુ અભિગમ સાથેનો ડેડલીયસ્ટ, ડોમીનેટિંગ આલ્ફામેલ હોય.
~ ચિંતન ઉપાધ્યાય
Leave a Reply