સંસ્કૃતિ અને ધર્મ વચ્ચે આપણે તફાવત નથી સમજ્યા એટલે આપણે આજે લડી રહ્યા છીએ ?
જય લખાણી જે હાલ યુ.કેમાં રહે છે. તેઓ પોતે ભૌતિકશાસ્ત્રી છે અને આધ્યાત્મિક માનવતાવાદ વિષય પર અનેક સ્પીચ આપી ચુક્યા છે. જેમનો એક વિડીયો પણ હમણાં વાયરલ થયો હતો જેમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓ પહેલાં યુ.કેનાં મુસ્લિમ મીનીસ્ટર છે તે વાત તદન ખોટી છે. જય લખાણી એ પહેલાં એવા ટ્યુટર જેમને ઈટોન કોલેજ ઓફ યુ.કે. એ ધર્મ વિષે ભણાવવા માટે અપોઈન્ટ કર્યા હતા. જેઓ હિંદુ કાઉન્સિલ ઓફ યુ.કે માટે શિક્ષણ નિયામક પણ રહ્યા છે.
મૂળ વાત પર આવીએ તેમનું વિડીયોમાં કહેવું હતું કે તેઓ યુ.કે ની કોઈ પણ સરકારી સ્કુલ, પ્રાઈવેટ સ્કુલમાં જઈને હિન્દુત્વ પર લેકચર આપી શકે છે. ઇન્ફેક્ટ ત્યાંની સંસ્થાઓ તેમને લેકચર્સ આપવા બોલાવે છે. ત્યાં પ્રાઈમરી એડ્યુકેશનમાં હિન્દુત્વ ભણાવવામાં આવે છે. જ્યારે ભારતમાં આજે હિન્દુત્વ ભણાવવામાં આવતું નથી. કારણ ભારત ધર્મનિરપેક્ષ દેશ છે, એટલે ભારતનાં રાજનેતાઓએ હિન્દુત્વ જેવો શબ્દ પુસ્તકોમાં રહેવા દીધો નથી. મારું માનવું છે કે અહિયાં આપણે બધા જ મુર્ખ છીએ..!! હું પણ…!!
હિન્દુત્વ શબ્દ એ સંસ્કૃતિને પ્રકાશિત કરે છે, નહિ કે કોઈ ધર્મ ને..? ધર્મ સંસ્કૃતિનો ભાગ હોઈ શકે, પણ સંસ્કૃતિ ધર્મનો ભાગ કેમ હોઈ શકે એ સમજાતું નથી. સંસ્કૃતિ એ જ્ઞાનનું સંયુક્ત સ્વરૂપ છે, જેને લોકોનો સામાજિક વારસો કહેવાય છે. જ્યારે ધર્મ માન્યતાઓની પદ્ધતિ છે, હિન્દુત્વ શબ્દ સાંભળતા જ આપણે તેને હિંદુ ધર્મ સાથે જોડી દઈએ છીએ. બાકી હિન્દુત્વ એ સંસ્કૃતિ છે જે ધર્મનિરપેક્ષતા શીખવે છે. જે શીખવે છે કે હિન્દુત્વ એ એવી સંસ્કૃતિ છે. જ્યાં હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મ પાળતા અનેક લોકો એક સાથે રહે છે. શહેઝાદ પુનાવાલા(પૂર્વ કોંગ્રેસી) પોતાનાં ટ્વીટર પ્રોફાઈલમાં લખે છે કે તેઓની સંસ્કૃતિ હિન્દુત્વ છે અને તેમનો ધર્મ મુસ્લિમ છે…!!
મનુષ્ય નો ઇતિહાસ જોઈએ તો ખબર પડે કે પ્રત્યેક કાલમાં પોતાની સંસ્કૃતિને સંભાળવા માટે વિવિધ લોકોએ ઘણાં પ્રયત્નો કર્યા છે.
ઇસ્લામી સંસ્કૃતિ ગામે ગામ પહોંચાડવા માટે મહમ્મદ પયંગબર સાહેબે લાખો લોકોનાં જીવન પ્રકાશિત કરીને પોતાનાં બનાવ્યા. સિકંદરની વિશ્વ વિજયની અભિલાષાને ચૂર્ણ કરવા વાળા માંસાગા જાતીના લોકોએ અનેક પ્રલોભનો છોડીને પોતાની સંસ્કૃતિને બચાવવા માટે પોતાની જાન કુરબાન કરવા તૈયાર થઇ ગયા હતા. ૧૬ વર્ષની નાની ઉંમરે પ્રચંડ બુદ્ધિની સાથે કર્મ યોગ કરવા વાળા શંકરાચાર્યને પણ ભૂલવા ના જોઈએ. જેનો જન્મ ધર્મની સ્થાપના માટે થયો હતો, તેવા શ્રી કૃષ્ણએ સંસ્કૃતિના માર્ગ ઉપર બાધક બનવા વાળા મામાને પણ છોડ્યા નથી.
આપણે ધર્મનિરપેક્ષ છીએ જે આપણને આપણી ભારતીય સંસ્કૃતિ શીખવે છે. પણ સંસ્કૃતિ પછી આવતા ધર્મનાં નામે આપણે એવા વહેચાઈ ગયા છીએ, કે આપણે આપણા ધર્મની ઉપર જઈ વિચારી શકતા નથી અને કદાચ એવું છે કે આ રાજનેતાઓ એ આપણને એમના વોટ માટે તોડી નાખ્યા છે. એમણે આપણને સંસ્કૃતિ શું છે, એવું ભુલાવી દીધું છે અને ધર્મ શું છે એવું યાદ રખાવ્યું છે એટલે આપણે લડીએ છીએ. દરેક શિક્ષકોએ એમના વિદ્યાર્થીઓને આ ધર્મ ઉપર રહેલી સંસ્કૃતિ વિષે શીખવવું જોઈએ. જેથી આવનારી પેઢી ફરી જોડાય. ફરી સંસ્કૃતિ શું છે એ સમજે..!! આપણે જેમ મૂર્ખાઓની જેમ લડી રહ્યા છીએ, એમ એ ન લડે..!! એ બચે પેલા રાજનેતાઓના વોટ બેંકથી…!! હિન્દુત્વ શબ્દએ સંસ્કૃતિ સૂચવે છે અને કદાચ નામ હિંદુ પર છે એટલે આપણા મનમાં પેલો ધર્મ પરનો કીડો જાગે છે. જે મનમાં નફરત ઉત્તપન કરે છે. આ હિદુત્વની જગ્યા ભારતીય સંસ્કૃતિ બોલાવું જોઈએ. તો ક્યાંક દરેકને શાંતિ થાય, દરેકને પોતીકું લાગે…!!
# લાગ્યુંએવુંલખ્યું
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
Leave a Reply