૯૮૮ ફોન કોલ સેવા, હતાશામાં ધેરાએલા વ્યક્તિ માટે અંગત સ્વજન સમાન
દરેક દેશમાં ગવર્મેન્ટ તરફથી ઈમરજન્સી માટેની સેવાઓ ઉપલબ્ધ છે. અમેરિકા, કેનેડામાં જોખમ હોય, એક્સિડન્ટ થયો હોય, ઈજા કે ચોરી જેવા બીજા કોઈ પ્રોબ્લેમ માટે યુનિવર્સલ નંબર ૯૧૧ ડાયલ કરવામાં આવે છે. એવીજ રીતે ઇન્ડીયામાં પણ ૧૧૨ ડાયલ કરતા પોલીસ, ફાયરબ્રિગેડ, કે એમ્બ્યુલન્સની જરૂરી સેવા ઉપલબ્ધ થઇ શકે છે.
અમેરિકામાં હાલ એક નવી ફોન કોલ સેવા સર્વિસ શરુ કરવામાં આવી છે. ડાયલ ૯૮૮, જેને ડાયલ કરતા માનસિક સલાહકાર સામા છેડે ઉપલબ્ધ થાય છે. જે ડીપ્રેશનમાં ધેરાએલ વ્યક્તિ સાથે વાર્તાલાપ કરે છે, તેના પ્રશ્નો સાંભળે અને યોગ્ય સલાહ આપે છે, આ બધું સંપૂર્ણ ગોપનીયતા સાથે કરવામાં આવે છે. ફોન ઉપર વાત ના કરવી હોય તો ટેક્સ્ટ અથવા ઓનલાઈન ચેટ દ્વારા સંપર્ક કરી શકાય છે. ૧૬ જુલાઈ થી દેશના લગભગ દરેક સ્ટેટમાં આ સેવા શરુ થશે.
ડીપ્રેશનમાં ઘેરાએલી વ્યક્તિ જેને આત્મહત્યાના વિચારો આવતા હોય જેની પાસે પોતાની વ્યથા સાંભળી શકે તેવું અંગત ના અહોય તેમની માટે આ હેલ્પલાઇન ખુબ મહત્વની પુરવાર થશે. કોવીડના સમય દરમિયાન લોકોની મનોવ્યથા વધી જવાને કારણે ૨૦૨૦માં આ હોટલાઈનની શરૂવાત કરાઈ હતી.
આવનારા સમયમાં હતાશામાં ધેરાએલા જીવનને બચાવવા આ ખુબ મહત્વની સેવા બની રહેવાની. આ એક શરૂવાત છે રોજ રોજ વધતા જતા આત્મહત્યાના કેસો અને આંકડા ચોકાવી દેનારા છે. એકલા અમેરિકામાં ગયા વર્ષે ૪૫,૮૦૦ આંકડા આત્મહત્યાના નોંધાયા હતા. આશરે ૧૨.૨ મિલિયન લોકો આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મોટાભાગના પુખ્ત વયના હોય છે. વર્લ્ડમાં એક મિલિયન લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે. જેમાં મોટાભાગના લોકો ૧૫ થી ૪૫ વયના હોય છે જેઓ વધારે કરીને ડીપ્રેશનમાં ઘેરાએલા હોય છે.
ડીપ્રેશન કે હતાશામાં ધેરાઇને આત્મહત્યા એ કોઈ આજકાલની બીમારી કે માનસિક અવસ્થા નથી. સદિયોથી આમ બનતું આવ્યું છે. છતાં છેલ્લા કેટલાક વર્ષોથી આ સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે. તેનું એક ખાસ કારણ આધુનિકતાનો દોડમાં ચડસાચડસી કે દેખાડો વ્યક્તિને વ્યક્તિથી દુર કરી રહ્યો છે. મન હલકું કરવા અંગત મિત્ર કે સાથી ના હોય ત્યારે માનસિક દબાણ વધી જાય છે. હતાશામાં ધેરાઈ વ્યક્તિ ઉતાવળિયું પગલું ભરી લે છે અને પછતાવાનો પણ સમય તેની પાસે રહેતો નથી.
આત્મહત્યા કરનારને કદાચ તાત્કાલિક દુઃખોથી મુક્તિ મળી જાય પરંતુ તેની સાથે જોડાએલા વ્યક્તિઓ માટે અત્યંત તકલીફનો સમય આવે તેનો વિચાર એ કેમ નહિ કરતો હોય?
આ બધા પાસા તરફ આવી હેલ્પલાઈન તેનું ઘ્યાન દોરે તેને માર્ગ સૂચવે મદદ કરે તો ઘણા જીવ , કુટુંબો ને બચાવી શકાય.
એકલા ડેન્માર્કના ગ્રીનલેન્ડમાં ૧૦૦,૦૦૦ માણસોએ ૮૨ આત્મહત્યાના કેસ નોંધાય છે. જેમાં ટીનેજર અને યંગ એડલ્ટનો આંક દુઃખ સાથે આંચકો આપી જાય છે. કૈક કરી બતાવવાના સમયમાં આટલી બધી હતાશાનું કારણ શું હશે?
સાઉથ આફ્રિકાનો દેશ લેસોથો બીજા ક્રમે આવે છે. જેમાં ઉપરની સંખ્યામાં ૨૮ લોકો આત્મહત્યા કરતા નોંધાયા છે. જેમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે.
આ બધા આંકડા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા બહાર પડે છે. ગયાનામાં એઇડ્સ અને ગરીબી મોટું કારણ છે. યુક્રેન લિથીયાના, સાઉથ કોરિયામાં વધુ મોટી સંખ્યા નોંધાઈ છે. આ બધા દેશોમાં ગરીબી અને બીમારી આત્મહત્યાનું વધારે મોટું કારણ છે.
જીવન અને તેનો અંત આપણા હાથની વાત નથી. પરંતુ તેને કેમ જીવવું એ જરૂર આપણા હાથમાં છે.
દુઃખ કે હતાશામાં ઘેરાઈને ઉતાવળિયું પગલું ભરવાને બદલે આવી સેવાઓનો લાભ લેવામાં કશુજ ખોટું નથી. મોટાભાગે મનનો ઉભરો કોઈ સામે ઠલવાઈ જતા રાહત મળે છે. ટેમ્પરરી મૃત્યુનો વિચાર ઠેલાઈ જાય છે અને સાચી પરિસ્થિતિનું ભાન થતા જીવન બચી જાય છે. ૯૮૮ ઉપર જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે જે તે વિસ્તારના કોડ આધારે તેની જરૂરીયાત પ્રમાણે નજીકના કેન્દ્ર ઉપર માનસિક સારવાર માટે લઇ જવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય સલાહકારો સાથેની વાતચીત તદ્દન ગોપનીય રાખવામાં આવે છે.
જીવન ખુબ મહત્વનું છે. હા! બીમારી અને જન્મથી મળેલા રોગો અને સંભવિત સમસ્યાઓ સામે કદાચ આપણે લાચાર થઇ જઈએ એ અલગ વાત છે. પરંતુ ગમે તેવા કપરા સમયમાં પણ જીવનને ટૂંકાવી નાખવાનો વિચાર,વેડફી નાખવાની લાચારી એ મજબુરી નહિ પણ કાયરતા છે.
જે યુવા ધનની દરેક કુટુંબને, દેશને જરૂર છે તેમનું આમ કરવું કોઈને પોસાય તેમ નથી આથી આ આંકડાને ધટાડવા દરેકે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ના ગમતી કોઈ પણ પરિસ્થિતિમાં એકલા રહેવા કરતા ગમતા લોકોના સંગમાં કે વ્યસ્ત રહેવાથી આ સમયના ઘા ને ચુકાવી શકાય છે.
” આ જીવનને ટૂંકાવી દેવાથી કશુજ હાથ નહિ લાગે. મળેલું જીવન માત્ર આપણું નથી. દરેક વ્યક્તિ સાથે તેના અંગત સ્વજનો જોડાએલા છે તેમનો વિચાર પણ તેણેજ કરવો રહ્યો.”
– રેખા વિનોદ પટેલ
Leave a Reply