તું કહીશ એમ હું કરીશ
“વેલેન્ટાઈન સ્પેશિયલ”
હંસલ તું ચોક્કસ આપણી ગાંડીને સાચવી શકીશ? જીવન આખું તારું દર્દનાક બની જશે. આ સિવાય પણ તેને સાચવવાના બીજા ઘણા ઉપાયો છે.
તેને કોઈ સારી મનોચિકિત્સક હોસ્પીટલમાં…” બસ વિવેક, આ બાબતે આપણે ઘણી ચર્ચાઓ થઇ છે, મારો નિર્ણય અફર છે. હું આજેજ તેને ઘરે લઇ જઈશ. તેનેસાચવવાની બધીજ વ્યવસ્થા થઇ ગઈ છે.” વિવેકની વાતને અધવચ્ચે રોકતા હંસલે જવાબ આપ્યો.
” ભલે તું ચકોરી પાસે બેસ હું ચા લઈને આવું છું” વિવેકના જતા હોસ્પીટલના કોરીડોરમાં બેઠેલો હંસલ ભૂતકાળમાંસરી પડ્યો.
વિવેક, હંસલ અને ચકોરી બાળપણના ગોઠિયા. સ્કુલ,
હોમવર્ક પછીની ધીંગામસ્તીથી લઈને હાઈસ્કુલ સુધીની અણનમ દોસ્તી. વિવેક અને હંસલ સ્વભાવમાં શાંત, જ્યારે ચકોરી તોફાની અને બળવાખોર હતી. પોતાને ગમતું કરવા આકાશ પાતાળ એક કરતી છેવટે રડીને પણ વાત મનાવી લેતી. સ્કુલ અને હાઈસ્કુલ સુધી ત્રણેવ વચ્ચેબરબરીનો
પ્રેમ હતો પરંતુ સમજદારીને પાંખો ફૂટતા ચકોરી હંસલ તરફ વધુ ઢળતી એ વાત બંને મિત્રોને સમજાઈગઈ હતી.
“ચકોરી જો તારે મોટા વકીલ બનવું હશે તો અહી નાના શહેરમાં તને કોઈ ખાસ તક નહિ મળે. એ માટે તું મારી સાથેઅમદાવાદ આવી જા. આપણું મોટું મકાન છે, તારી મામી કોલેજમાં પ્રોફેસર છે, તેના શિક્ષણનો પણ લાભ મળશે.” ભાઈબીજ કરવા આવેલા મામાએ તેને સમજાવતા કહ્યું.
જોકે મામાની વાત કઈ ખોટી નહોતી. ચકોરીને નાનપણથી ક્રિમિનલ લોયર બનવું હતું. પરંતુ અહી હંસલને મુકીનેજવા તેનું દિલ તૈયાર નહોતું. છતાં સ્વપ્નાઓ પુરા કરવા માટે થોડું ઘણું જતું કરવુ રહ્યું.
” દીકરા બસ ચાર પાંચ વર્ષની વાત છે, વેકેશનમાં તું ઘરે આવી જજે, અમે પણ આવતા રહીશું. અમદાવાદ ક્યા દુરછે, બસમાં બેઠા તો કલાકમાં ત્યાં.” પપ્પાની દલીલ તેના મગજમાં ઉતરી ગઈ.
ચાર મહિના પછી ચકોરી અમદાવાદ જશે એવાતથી વિવેક અને હંસલ ઉદાસ થઇ ગયા.
” હંસલ તું કેમ ઉદાસ છે? શું તું નથી ઈચ્છતો મારું સ્વપ્ન પૂરું થાય? લોયર બન્યા પછી તું કહીશ એમ હું કરીશ બસવચન આપું છું.” છેવટે ભારે હૈયે મિત્રોએ વિદાઈ આપી, ચકોરી સ્વપ્નાંઓ સાકાર કરવા ઉપડી ગઈ.
સમય તેની ગતિએ ચાલતો રહ્યો. સ્વપ્ન પૂરું કરવા ચકોરી દિવસ રાત એક કરતી. છતાં સમય મળે વિવેક અનેહંસલ સાથે ફોનમાં વાતચીત કરી લેતી. હંસલ માટે આ સ્થિતિ અસહ્ય હતી છતાં ચાર વર્ષ પુરા થવાની રાહમાં એદિવસો ગણતો.
” હંસલ એમ કઈ ચકોરી તારી નહિ બને તું અહી ગામડામાં વધારે ભણી શકે તેમ નથી, તારે તેની બરાબરી કરવામાટે કૈક તો કરવુજ પડશે.” વિવેકે સલાહ આપી.
વાત પણ કઈ ખોટી નહોતી. ચકોરીનો હાથ માંગવા તેને લાયક પણ થવું પડશે. વિચારી હંસલ ફોઈના ધરે મેંગલોર આગળ અભ્યાસ માટે ઉપડી ગયો. ત્યાં સાયકોલોજી વિષય ઉપર અભ્યાસ પૂર્યો કરુઓ. આગળપીએચડી કરવા અમેરિકા બોસ્ટન યુનિવર્સીટીમાં પહોચી ગયો.
જતા પહેલા ચકોરીને અમદાવાદ મળવા ગયો ત્યારે એ તેની બાર એક્ઝામની તૈયારીમાં વ્યસ્ત હતી. પરસ્પર બેસ્ટવિસીસ આપી ગળે મળીને જલ્દી મળવાના વાયદા સાથે છુટા પડ્યા. ભવિષ્યને સોનેરી બનાવવા આજનું બલિદાનઆપવું એ તકલીફ ભર્યું હતું છતાં જરૂરી છે, વિચારી બંને સમયની સરતી રેતીમાં ખુપી ગયા.
હંસલને ત્યાં ભણતા નોકરી પણ કરવી પડે તેવી સ્થિતિ હતી આથી ખુબ ઓછો સમય તે ફોન કે ઈમેલ માટે કાઢીશકતો તેમાય સમયનું દિવસરાતનું અવળું ચક્ર અવરોધ પેદા કરતુ.
અમદાવાદમાં બારની પરીક્ષા પછી મામાની ઓળખાણથી લોયરની મોટી ફર્મમાં તેને આસીસ્ટન્ટ ક્રિમીનલ લોયરતરીકે કામ મળી ગયું. ચકોરી ખુશ હતી. હંસલના આવવની રાહ જોતી તે નિપુણતાથી આવનારા કેસ ઉપર કામકરવા લાગી.
” ચકોરી, શિવાંગી બળાત્કાર કેસ ઉપર આપણે ખાસ ઘ્યાન આપવાનું છે. સામા પક્ષે ધ્રુવ બારોટ છે જે અહીનોનામી બિલ્ડર અને અંદરખાને માથાભારે ડી કે બારોટનો દીકરો છે. બાપ કરતા પણ દાંડાઈમાં દીકરો ચાર વેંતઆગળ છે.
પહેલા પણ બે વખત તે આવા કૃત્યો કરી ચુક્યો છે. અપૂરતા પુરાવાને કારણે કોઈ કેસ થયા નથી. આ વખતે તેને ખુલ્લો છોડવો નથી. આ કેસ તારા હાથમાં રહેશે.” સંઘવી દેસાઈએ ફરમાન આપ્યું.
ચકોરી પણ આવા જ કોઈ કેસની રાહ જોતી હતી જે તેની માટે એક આગળ વધવાની સીડી બને, આવા નરાધમોનેસજા અપાવવા એ ક્રિમીનલ લોયર બની હતી. શિવાંગીને રૂબરૂ મળી તેની પાસેથી બધી વિગતો એકઠી કરી એકપછી એક પુરાવા ભેગા કરવા માંડી.
એ રાત્રે ટેક્ષીમાં શિવાંગી નોકરી પછી તેના ઘરે જતી હતી ત્યારે તેનેબળજબરીથી રોકીને ધ્રુવ બારોટ અને તેના મિત્રો તેને ઉઠાવી ગયા હતા. તે ટેક્ષી ડ્રાઈવરને શોધી ચકોરી તેના સુધીપહોચી ગઈ.
ધ્રુવને આ બધી માહિતીઓ મળતી હતી. આથી ફોન ઉપર વાંરવાર ધમકીઓ આપી ચકોરીને ડરાવવાનો પ્રયત્નબીજાઓ દ્વારા કરાવતો, પરંતુ ચકોરી એમ કોઈનાથી ડરે તેવી તો નહોતી જ. છેવટે સજાથી બચવા માટે ચકોરીને આગળ વધતી રોકવા માટે ધ્રુવે તેને એક સાંજે મોલના પાર્કિંગલોટ થી ભાડુતી માણસો દ્વારા ઉઠાવીલીધી.
આંખો અને મ્હો ઉપર કાપડના ડૂચા લગાવી દેવાને કારણે એ ક્યા છે કોણ છે એ કશુંજ જોઈ શકતી નહોતીબંધાએલા હાથેપગે ચકોરી ઘાયલ પંખીની માફક પિંજરામાં બે દિવસ અથડાતી રહી.
આ દિવસો દરમિયાન એ ઓરડામાં કોઈ આવ્યું નહોતું, છતાં એ સમજી ચુકી હતી કે આ બારોટના કુકર્મો છે. જીવનની આવી અવદશાનો પ્રથમ અનુભવ તેને કંપાવી ગયો હતો.
બીજા દિવસની રાત્રે બે જણ નશામાં ચુર તેના ઓરડામાં આવ્યા હતા, ચકોરીના કપડાં સાથે તેનું શરીર અને મનબધુજ પીંખાઇ ગયું. એક સ્ત્રી હોવાનો અભિશાપ એણે પ્રથમવાર અનુભવ્યો. આટલી યાતના વચ્ચે એ શબ્દોથી કઈ ઉચ્ચારી શકે તેમ નહોતી છતાં અંતર ચીસો પાડી ઉદ્ગારો કરતુ.
“આવી અવદશા પુરુષોની શા માટે નથી થતી? શું નરકની યાતના આપવાનું તેઓ પાસે વરદાન છે? કે પછી આ હદે જવામાં સ્ત્રીઓ પોતાને અધમ સમજે છે તેનો એમને લાભ છે. આવા વિકૃત માનસ ધરાવતા પુરુષો માટે સ્ત્રીનું શરીરતેમની માટે માંસના લોચાથી વિશેષ કાંઈજ નથી. હું બદલો લઈશ.” બસ આ છેલ્લો વિચાર અને દર્દથી ચકોરીબેભાન બની ગઈ.
” હવે આ વકીલનું શું કરવું છે ધુવ”
” શું કરવાનું ગાડીમાં નાંખ શહેર બહાર નદીમાં ક્યાંક ફેકી આવીએ. કોને ખબર ક્યા હતી અને કોણે શું કર્યું.”
સવારે અમદાવાદથી થોડે દુર સિદ્ધનાથ મહાદેવ પાસે વાત્રક નદીના આછા પટમાં લગભગ અર્ધમૃત પડેલી ચકોરીજડી આવી. બે મહિનાના અથાગ પરિશ્રમ પછી સીટી હોસ્પિટલ તેના શરીરને બચાવી શકી. તેનું દિલ અને દિમાગહજુ પણ છિન્નભિન્ન હતા.
જેને એકજોડ કરવા હવે ડોકટરો અશક્તિમાન હતા.
આ બધાની જાણ હંસલને વિવેકે હમણાંજ કરી હતી. એ જાણતો હતો કે હંસલ બધું અધૂરું છોડી પાછો આવી જશે. અને તેના આવવાથી કોઈ ફર્ક પડવાનો નહોતો. પરંતુ હવે તેની જરૂર હતી.
” અંકલ આંટી છ મહિના નીકળી ગયા ચકોરીની હાલતમાં કોઈ સુધારો નથી.
હવે હું પણ પુનામાં બરાબર ગોઠવાઈગયો છું. વધારે રાહ જોવા હું તૈયાર નથી. મને ચકોરીનો હાથ સોંપી તમે બધા નિશ્ચિત થઇ જાવ.
વેલેન્ટાઈન હું તેની સાથે ઉજવવા માગું છું.
આજની ડોક્ટરની એપોઇમેન્ટ પછી હું સીધી તેને લઈને પુના જવા માગું છું.”
હંસલની જીદ સામે બધાજ હારી ગયા હતા. અને હંસલને ચકોરીની જીદ અને તેના વચન ઉપર વિશ્વાસ હતો.” મારીવકીલ બનવાનું સ્વપ્ન પૂરું થયા પછી તું કહીશ એ હું કરીશ”. હંસલને વિશ્વાસ હતો તેના પ્રેમ અને ભણતર ઉપર. એ વિશ્વાસ સાથે ડોક્ટરની રાહ જોતો કોરોડોમાં બેઠો હતો
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply