મનની વાત
દોસ્તી કા ચલન અબ રહા હી નહિ, અબ જમાનેમેં વો હવા હી નહિ.
નશીબદાર લોકોને સાચા દોસ્ત મળે છે. અને ખુબ નશીબદાર એ કે જેમની દોસ્તી ટકી રહે છે.
મળવું, અને મેળવવું કરતા અગત્યનું છે ટકી રહેવું.
મળ્યા પછી જ્યારે એ સાથે ના રહે તો વધુ દુઃખ આપે છે.
આજ કારણે હવે દોસ્તી ઉપર ખાસ વિશ્વાસ નથી.
સહૂલિયતો, જરૂરિયાત અને ટાઇમપાસની દોસ્તીમાં ફિટ નથી થવાતું કારણ પ્લાટિકીયું સ્માઇલ હજું પણ આવડ્યું નથી.
એક સમયે બહું મિત્રોથી ઘેરાયેલ રહેતા, હવે આપણી ખુશીમાં ખુશ એવા સાચા જૂજ મિત્રોથી ખુશ રહવાનો સમય છે.
– દુઃખમાં મિત્રો કે સ્વજનો સાથ છોડી જાય તો સમજ્યા. પરંતુ તમારા સુખમાં ઈર્ષાભાવે દૂર થઇ જાય તો માનવું એ સંબંધો સાચા નથી રહ્યા. ત્યાં હવે માત્ર દેખાડો રહી ગયો. અહીં હળવું મળવું અને કેમ છો કહી છુટા પડી જવું.
– રેખા પટેલ
Leave a Reply