Sun-Temple-Baanner

જીવનના એક પડાવ પછી પ્રથમ સહારો આપણું પોતાનું શરીર


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


જીવનના એક પડાવ પછી પ્રથમ સહારો આપણું પોતાનું શરીર


જીવનના એક પડાવ પછી પ્રથમ સહારો આપણું પોતાનું શરીર

પતિ, પત્ની, બાળકો કે અંગત મિત્રો એ બધાનો સાથ સહારો ત્યાં સુધીજ કામનો કે જ્યાં સુધી તમારું શરીર સાથ આપતું હશે. મન સાથે તન તંદુરસ્ત હશે. જીવનની સહુથી મહત્વની અને અઘરી અવસ્થાને સુખરૂપ પાર કરવાના સરળ ઉપાય દર્શાવતા આજના લેખમાં “પાણી પહેલા પાળ બાંધવી”

તંદુરસ્તી વિના બધુજ પાસે હોવા છતાં નકામું હશે. જેમ નબળું અને દુઃખી મન બધુજ પાસે હોવા છતાં સુખનો અનુભવ નથી કરી શકતું , એમજ બધાનો સાથ હોવા છતાં અશક્ત શરીર ઉત્સાહથી કાર્યરત રહે નહિ પરિણામે કોઈ પણ જગ્યા, પ્રસંગ કે વ્યક્તિ સાથે સુખનો અનુભવ થઇ શકે નહિ.

એમાય અર્ધી સદી પસાર કર્યા પછી વૈજ્ઞાનીક રીતે પણ શરીરનો ઘસારો વધવા લાગે છે. તેની અસર રોજીંદા કાર્યોમાં સ્પસ્ટ જણાય છે. જેને રોકવાનું અશક્ય છે, છતાં તેની ઝડપ ઘટાડી અવશ્ય શકાય છે.

આળસુ કે દેખાવે તંદુરસ્ત લાગતા કેટલાય લોકો એમ કહતા હોય છે કે મારાથી બધુજ થાય છે, મને કોઈ રોગ નથી , મારું શરીર બરાબર છે.

માની લઈએ કે આજે તે સાચું છે. છતાં કોઈ અમરપટ્ટો લઈને નથી આવ્યું. બહુ ઝડપથી નીચે સરકી રહ્યાનો અનુભવ માત્ર પાંચ વર્ષમાં થઇ જશે તેમાં કોઈ શંકા નથી. સમય વીતી ગયા પછી આંખો ખુલે તો એ પણ નકામું છે.

આપણુ શરીર મશીન જેવું છે. એકવાર ઘસારો પડી ગયા પછી તેની સ્થિતિ પહેલાજ જેવી રહેતી નથી. એમાય એક ઉંમર પછી નબળું પડેલું શરીર ફરી મજબુત થવા ખુબ મહેનત માગે છે. તો શા માટે જાગ્યા ત્યાંથી સવાર સમજીને રોજ માત્ર અને માત્ર અડધો કલાક એ શરીરને આપીએ જે છેલ્લા શ્વાસ સુધીનો સહારો છે. રોગી શરીર કોઈ જાતના સુખ ભોગવી શકતું નથી.

પચાસ પછી માત્ર ચાલવું એ કસરત કામની નથી. સાંધાને, મસલ્સને પણ કસરત જોઈએ છે. એ માટે સ્ટ્રેચિંગ એટલેકે આપણા યોગા ખુબ મહત્વના છે. આ ઉંમરે શરીર જકળાઈ જવું, નસ ચડી જવી, થાક લાગવો આ બધું એ નબળા પડતા જતા સાંધા અને મસલ્સને કારણે છે. કોઈ કહે કે નહિ, પણ દરેકનું શરીર આનો જવાબ હામાં અવશ્ય આપશે. આ માટે દંડ પિલવાની જરૂર નથી છતાં શરીરની મજબુતાઈ ટકાવી શકે, ખેંચાણ આવે એવી એકસરસાઈઝ જરૂરી છે.

તંદુરસ્ત શરીર પછી આવે છે નિરોગી મન. જે બધાજ સુખનો પ્રતિનિધિ છે.

એ માટે સતત તેને કાર્યરત રાખવું અત્યંત જરૂરી છે. હકારાત્મક વિચારો અને ગમતી પ્રવૃત્તિઓ મનને છેવટ સુધી નીરોગી અને ઉત્સાહીત રાખે છે. જેનો પ્રતિભાવ સીધો શરીર ઉપર પડે છે. જેના કારણે ઉંમરના કોઈ પણ પડાવને વ્યક્તિ ગ્રેસફુલ જીવી શકે છે. જેમ બાળપણની ઊછળકૂદ, કિશોરાવસ્થાની મસ્તી મજાક, યુવાનીની ચંચળતા જીવનમાં આનંદનો વધારો કરે છે તેમ ઘડપણમાં એક ઠહેરાવ સાથે વિચારોની પરિપક્વતા જરૂરી છે.

મનને તંદુરસ્ત રાખવા, યાદશક્તિને ટકાવી રાખવા મેડીટેશન યોગા જરૂરી છે. સાવ સામાન્ય લાગતી શ્વાસ ઉચ્છવાસની પ્રક્રિયા નથી, પરંતુ મનના ભાવોને પણ સંતુલિત કરે છે, સ્થિરતા બક્ષે છે. આ સાથે યોગ્ય આહાર પણ ખુબ મહત્વનો છે. જે તળેલો, ગળ્યો, ચરબીયુક્ત ખોરાક પચ્ચીસ ત્રીસ વર્ષે ખાઈ શકતા હતા તે હવે પચવામાં અઘરો પડે છે જેના કારણે બિનજરૂરી ચરબી શરીરમાં જમા થાય છે, કારણે શરીર જાન લેવા રોગોનું ઘર બની જાય છે. આમ થતું અટકાવવા માટે યોગ્ય ખોરાક ખુબ મહત્વનો છે.

છેવટ સુધી ખુશમિજાજી રહેવા કોઈ પણ ગમતો શોખ ટકાવી રાખવો જોઈએ જેના કારણે કોઈ એવા સંજોગોમાં ખાસ કરવા જેવું ના હોય ત્યારે સચાવાએલો શોખ સમય પસાર કરવા કામ લાગે,

પચાસ પછીના જીવનમાં મિત્રો કે પોતાના કહી શકાય એવા સ્વજનોની ખાસ જરૂર પડે છે. કારણ એજ કે આ સમય એવો એક સમય છે કે જેને યુવાની પછીનાં બે દસકા વ્યસ્ત રહી બધો સમય આપ્યો એવા બાળકો પોતપોતાના જીવનને સોનેરી બનાવવા ઘર બહાર નીકળી ગયા હશે કે વ્યસ્ત થઇ ગયા હશે.

આ કારણે એક ખાલીપો ભાગમાં આવવાનો એ નક્કી છે. આવા સમયને ભેટ માની ભુલાઈ ગયેલા મીઠા સબંધો, જુના મિત્રો અને આપ્તજનો સાથે વ્યતીત કરવાનો, દુર હોય તેમની સાથે ફોન દ્વારા સપર્કમાં રહી આનંદ માણવો એ પણ લ્હાવો ગણાય. સચવાએલા આ સંબંધો પણ તમારા જેવાજ હશે આથી નવરાશની પળોમાં સાથ આપશે.

આ ત્રણ પગલાં જીવનના અંત સુધી સુખ અને સમૃદ્ધિ આપશે જેના કારણે જીવન જીવવા જેવું બની રહેશે. બાકી પાછલી ઉંમરે ફાજલ સમય અને એકલતા વધુ રહેવાની, ત્યારે ઉપરનાં પાસા જો નબળા હશે તો વૃદ્ધાવસ્થા અને એકલતા બીમારી અને ડીપ્રેશન તરફ ધકેલી દેશે. જીવન નર્ક સમું લાગશે.

રોજ સવારે માત્ર આટલુજ વિચારવું

” આજનો દિવસ હું ખુશ રહીશ, કાલ માટે મજબુત રહીશ, આજે મારા કારણે કોઈને દુઃખ નાં થાય તેનો હું ખ્યાલ રાખીશ , આજનો દિવસ હું મનભર જીવી લઈશ.”

– રેખા પટેલ (ડેલાવર )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.