આજની વાત.. હું અને મારા પુસ્તકો
આજે પબ્લિશ થયેલા આઠ અને બીજા બે ક્રિયેટ સ્પેસ ઉપર (સહલેખન) એમ દસ પુસ્તકો મારા નામે બોલે છે.
પ્રથમ પુસ્તક 2016માં ગુર્જર પ્રકાશન માંથી પબ્લિશ થયું ”ટહુકાનો આકાર. બસ પછી સાત વર્ષમાં ફેમિલીની સાથે મઝા માણતા આજ સુધીની પ્રગતિ ખાસ મારી માટે નાનીસૂની નથી.
બીજા ત્રણ હવે ટૂંક સમયમાં પુસ્તકનાં સ્વરૂપ લેવાની ઉતાવળમાં છે.
પ્રથમ ” લીલી ઉદાસી લીલું વાંસવન” બે ડાયરીમાં સચવાઈને પડેલી અધુરી પ્રેમ કહાની,
બીજું પુસ્તક ” જીવનના રંગ અનેક”
ત્રીજું ” 31 ડેઝ ટુ અમેરિકા” બોર્ડર પાર કરી ઈલીગલ આવતા યુવાનોની કાળજું કંપાવતી અને સાહસભરી ગાથા.
બસ એ પછી આગળ કેટલું લખીશ એનો ખ્યાલ નથી. કારણ આટલાથી હવે મને સંતોષ છે. ખુબ ઓછા સમયમાં સાવ અજાણી ડગર ઉપર મઝાની સફર ખેડતા ફક્ત અને ફક્ત આનંદ મળ્યો છે.
આમારા ફેમિલીમાં કોઈ એક વ્યક્તિ પણ સાહિત્યના રસ્તે નહોતી ચાલી. ના શિક્ષક કે ના કોઈ રિપોર્ટર છતાં વાંચનનો શોખ અને સોશ્યલ મીડિયાનું પ્લેટફોર્મ મને મારી અલગ ઓળખાણ અપાવી ગયું.
એક પછી એક કેટલાય ન્યુઝ પેપરમાં મારી પ્રગતીની નોંધ લેવાઈ. મારા લેખનને સ્થાન મળ્યું. મારો સમય પસાર કરવાનો શોખ મારી ઓળખ બની ગયો. આ વાતનો ખુબ આનંદ છે.
ગઈ કાલે શ્રી વિષ્ણુ ભાઈ પંડ્યાની પોસ્ટ જોઈ તેમના નામે ૧૫૧ પુસ્તકો અને એમાં અલગ પ્રકારના લખાણો. એમાં કેટલીય પદવીઓ સાથે પદ્મશ્રીનો ખિતાબ એ માથા ઉપર મોરપીંછ. આ લખવા પાછળનો હેતુ એજ કે આટલું બધું મેળવ્યા પછી પણ વિષ્ણુભાઈ સાવ સરળ અને નિરાભિમાની વ્યક્તિત્વ ધરાવે છે.
મારા જેવી શિખાઉ લેખિકાના લખાણ અને પુસ્તકો વિષેની વાતો એમણે પોતાની વોલ ઉપર અવારનવાર મુક્યા છે. જ્યારે પણ સલાહની જરૂર પડી તરત સંપર્ક કર્યો છે. કોઈપણ પ્રકારના દંભ વિના. હું પણ આ બાબતે તેમના જેવી બનવા માગું છું 🙏
આ સાથે બળવંતભાઈ જાની સાહેબે મને સાહિત્ય ક્ષેત્રે , પુસ્તકોના પબ્લિકેશનમાં ખુબ મદદ કરી છે.
શરુવાતના મારા લખાણમાં કૃષ્ણકાંત ભાઈ ઉનટકટના લખાણોના વાંચનો મોટો ફાળો રહ્યો છે આ વાતની જરૂર નોંધ લખીશ
ઉષાબેન ઉપાધ્યાયની પણ મને હંમેશા મદદ મળતી રહી છે. આભાર.🙏
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply