કોઈને પુસ્તકો ખરીદવાની ઈચ્છા હોય તો મેસેન્જરમાં હું એડ્રેસ આપું ત્યાંથી મંગાવી શકાશે.
ખુબ સારું લાગે છે જ્યારે આપણા પરિશ્રમની નોંધ લેવાય છે.
વિચારવું અને લખવું બંનેમાં ખુબ ફર્ક છે. બાળપણથી હું ખુબ વિચારતી હતી પરંતુ લખવા વિષે ક્યારેય વિચાર નહોતો કર્યો. જયારે લખવાનું શરૂ કર્યું ત્યારે પણ આશા નહોતી કે હું એટલું બધું લખી શકીશ.
અમેરિકાની આરામદાયક જિંદગીમાં ક્યાંય દુઃખનો ઓછાયો નથી જોયો છતાં માત્ર જોયેલું સાંભળેલું બધું જાણે અનુભવ્યું હોય એ રીતે શબ્દોમાં ઉતારવું પણ મારા માટે સહજ નહોતું. છતાં મેં સંપૂર્ણ ન્યાય આપવા પ્રયત્ન કરેલ છે.
જેના પરિણામ સ્વરૂપે મને મારા નવ પુસ્તકોની મહામૂલી ભેટ સાંપડી. રેખા વિનોદ પટેલ માંથી રેખા પટેલની ઓળખ મળી. વાત આટલેથી અટકતી નથી મારા વિચારોને વહેણની સાચી દિશા મળી જેમાં આજે માત્ર હકારાત્મકતા વહે છે. ખુબ ખુશ છું હું મારાથી મારી આજુબાજુના તમામ બનાવોથી.
લખતા રહી હું સદ્ગુરુ પાસેથી મેડિટેશન શીખી, રેકીનું જ્ઞાન મેળવ્યું અને હવે બી કે બ્રહ્મકુમારી માંથી આત્મા અને પરમાત્માના સબંધ વિષે સમજવાનો મારો પ્રયાસ મને વધુને વધુ પોઝીટીવીટી તરફ લઇ જાય છે ત્યારે હું મારો અનુભવ આપ સહુ સમક્ષ જરૂર મુકીશ.
જેવું વિચારીયે છીએ તેવુંજ પામીયે છીએ. શરીરની અંદર રહેલી શક્તિ જેને કેટલાક આત્મા કહે , કેટલાક સબકોન્સિયસ માઈન્ડ કહે છે, આ તત્વ જો પોતાને દુઃખી માને તો બધું પાસે હોવા છતાં આપણે દુઃખીજ રહેવાના.
આને આપણે પરમાત્માનો અંશ માની ખુશ રહીયે, પરમાત્માનું આપેલું બધુજ આપણી પાસે છે, વિચારી ખુશી વહેંચીએ તો પોઝીટીવીટી આપણા જીવનનો ભાગ બની જશે.
“ I am a peaceful and happy soul”
જેમ જેમ આ દિશામાં આગળ વધતા જઇયે તેમ ઘણું નવું જોડાતું જાય છે તો એનાથી વધારે છૂટતું પણ જાય છે. જે છૂટે છે એ બધું નકામું કે માત્ર જરૂરિયાત પૂરતું હશે એવું હું માની લઇ આગળ નીકળી જાઉં છું અને એથીજ હું અંદરથી ખુશ રહું છું.
– રેખા પટેલ
Leave a Reply