યહાઁ કૌન અપના,કૌન પરાયા
ભળવું એ માણસ માત્રની જરૂરિયાત છે.
સમય સાથે કેટલું અને કેવી રીતે એ શીખવું જરૂરી છે.
બાળપણમાં શિખવવામાં આવતું દૂધમાં સાકરની માફક ભળી જવું.
દરેક સાથે હળીમળી સબંધો મજબુત કરાતા.
સમજણ આવતા શીખવા મળ્યું, પાણીમાં દૂધ ભલે એમ એકરંગ થવું. એમ કરતા ભલે થોડું જતું કરવું પડે, પરંતુ દરેક સાથે મનમેળાપ રહે.
સમયે શિખવ્યું કે પાણીમાં તેલ ભળે તેમ ભળવું. એક ઠામમાં સાથે છતાં અલિપ્ત.
પોતે ખુશ રહેવા આટલું કરવું, સાવ અંગત વિના સહુ સાથે, ના દિલથી બંધાવું ના કોઈને બાંધવું.
કારણ માણસ એવો કોયડો છે કે તેને સમજવો અઘરો નહિ અશક્ય છે.
ક્યારેક લાગે એ તમારો છે તો ક્યારેક સાવ પરાયો.
નાની ક્ષુલ્લક વાતો કહે, સમજાવે તો ક્યારેક ઉપસ્થિતિની દરકાર નહિ.
જેટલું માન પ્રેમ આપો એટલો હું પદમાં પણ રાચે.😊
– રેખા પટેલ
Leave a Reply