પાવનખિંડ – એક શૌર્યગાથા
મરાઠી સાહિત્ય, મરાઠી સંગીત, મરાઠી લોકો, મરાઠી ફિલ્મો અને મરાઠી ઈતિહાસ આને કોઈ જ ના પહોંચે
વાત જો મરાઠા ઇતિહાસની કરવામાં આવે તો ઇસવીસનની ૧૭મી સદી અને ૧૮મી સદી એમાં શિરમોર છે, કારણકે આજ સદીમાં મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ . એમના પુત્ર વીર સંભાજી રાવ અને મહાન બાજીરાવ પેશ્વા જેવાં એક એકથી ચડિયાતા વીર રાજાઓ થયાં હતાં. જેઓ એક પણ યુધ્ધ હાર્યા નહોતાં, માત્ર નહોતાં હાર્યા એટલું જ કહેવું પુરતું નથી એમનાં વખાણ અને એમનાં કાર્યોને બિરદાવવા માટે એમની “સ્વરાજ”ભાવનાને તો બિરદાવવી જ પડે આપને સૌએ સાથે મળીને એકજૂથ થઈને ! સ્વરાજ ભાવના ભારતમાં જગાવનાર હતાં —- છત્રપતિ શિવાજી ! જે કાર્ય આગળ ધપાવ્યું વીર સંભાજી રાવે અને મુત્સદ્દી શક્તિશાળી મહાન રાજવી બાજીરાવે, છત્રપતિ શિવાજી વખતે ભારતમાં ક્રૂર ઔરંગઝેબનું રાજ હતું ઔરંગઝેબના છક્કા છોડાવી દીધા હતાં મહારાજ છત્રપતિ શિવાજીએ, આજ કાર્ય ઉત્તર ભારતમાં કર્યું શીખ ગુરુ ગોવિંદસિંહે ! ઔરંગઝેબ પછીના મોગલશાસકો સાવ નબળા અને નમાલા હતાં, એનો ભરપુર લાભ ઉઠાવ્યો અને ભારતની અંદર લડતાં ઝગડતાં અન્ય રાજાઓ અને તેમનાં રાજ્યોને એક કરવાનું ભગીરથ કાર્ય કર્યું મહાન બાજીરાવે તે પણ પોતાનાં બાહુબળ વડે ! આમ તો આ કાર્ય છત્રપતિ શિવાજી વખતે જ શરુ થઇ ગયું હતું ગુજરાતમાં મરાઠા સામ્રાજ્ય સ્થાપનાર જ છત્રપતિ શિવાજી મહારાજ જ છે !
શિવાજીમાં નેતૃત્વના ગુણો અપરંપાર હતાં કારણકે એમની પાસે એક એકથી ચડિયાતા શુરવીર – નરવીરો હતાં. કહો કે મારાથી પ્રજાનો એમને પુરતો સાથ સહકાર સાંપડયો હતો. કાન્હોજી આંગ્રે અને તાનાજી વિષે તો આપણે સૌ ચીરપરિચિત જ છીએ પણ આપણે વાંચ્યું છે પણ બરોબર ભણાવવામાં નથી આવ્યું એ નામ છે – નરવીર બાજીપ્રભુ દેશપાંડેનું ! બાજીપ્રભુ દેશપાંડે અને શંભુસિંહ જાદવે આદીલશાહી રાજ્ય બીજાપુર એટલે કે કર્ણાટકના સુલતાન અલી આદીલ શાહ દ્વિતીયના કમાન્ડર ઇન ચીફ સીદી મસૂદ જોહર સાથે પાવનખિંડ માં યુધ્ધ થયું હતું. જો કે આ પાવનખિંડ નામ તો પછીથી મહારાજ શિવાજીએ આપેલું છે એનું સાચું નામ તો ghaud ગૌડખિંડ છે. આ તારીખ પણ ઇતિહાસના ચોપડામાં દર્જ થયેલી છે — ઇસવીસન ૧૩મી જુલાઈ ૧૬૬૦
શિવાજી મહારાજમાં સૌને વિશ્વાસ કેમાં હતો ? કેમકે શિવાજી સૌનો બરાબર ખ્યાલ રાખતાં હતાં. વીર યોદ્ધો મૃત્યુ પામે તો તેઓ જાતે એમના ઘરે જઈને આશ્વાસન આપતાં હતાં અને દિલસોજી વ્યક્ત કરતાં હતાં તેઓ વ્યથિત પણ બહુ થઇ જતાં કે આની જગ્યાએ હું મરાયો – મર્યો હોત તો વાળું સારું થાતપણ વીર યોધ્ધાઓને શિવાજી મહારાજમાં અતૂટ વિશ્વાસ હતો. તેઓ કોઈપણ સંજોગોમાં મહારાજ શિવાજીને જીવતાં રહેવાં જોઈએ અને એજ છે કે જે ભારતમાં સ્વરાજ લાવી શકશે !
આ પાવનખિંડ ગૌડખિંડના યુધ્ધનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. એ જ તમારી સમક્ષ મુકું છું — એક સપ્ષ્ટતા કરી દઉંકે — ખિંડનો અર્થ ઊંડી ખાઈ એવો થાય છે. પાવન ખિંડ / ઘોડ ખિંડીનું યુધ્ધ નરવીર બાજીપ્રભુ દેશપાંડેના નેતૃત્વમાં ૩૦૦ સૈનિકો અને સિદી મસૂદ / જૌહર(આદીલશાહી )ફૌજ જેમની સંખ્યા ૧૦૦૦૦ સૈનિકો વચ્ચે ૧૩મી જુલાઈ ૧૬૬૦ના રોજ થયું હતું. આ યુધ્ધ મહારાષ્ટ્રના વિશાલગઢ પાસે ઘોડ ખિંડી નામની એક ખાઈમાં લડાયું હતું. આ યુધ્દમાં શિવાજી મહારાજના ૩૦૦ સૈનિકો માર્યા ગયાં એમનાં બલિદાન માટે છત્રપતિ શિવાજી મહારાજે આ ખીણ-ખાઈનું નામ પાવનખિંડ પાડવામાં આવ્યું.
પાવન ખિંડ યુદ્ધનું કારણ
———————————
૨૮ ડિસેમ્બર ૧૬૫૯માં કોલ્હાપુર યુધ્ધમાં આદિલશાહી સેનાએ મહરાજ શિવાજી દ્વારા હારનો સ્વાદ ચાખ્યો હતો. જેના પરિણામસ્વરૂપ બીજાપુરના સુલતાને સિદ્દી જૌહર અને ફઝલ ખાંના નેતૃત્વમાં એક સેના મોકલી. આમ તો કેટલાંક એ સૈન્યની સંખ્યા ૧૫૦૦૦ હજાર બતાવે છે પણ તો બહુધા ગ્રંથકારો અને ઈતિહાસકારો આ સંખ્યા ૧૦૦૦૦ દર્શાવે છે. આ સેનાએ કુચ આદરી ૨જી માર્ચ ૧૬૬૦ના રોજ અને એ સેનાએ શિવાજી મહારાજને પન્હાલા કિલ્લમાં ઘેરી લીધાં, આ કિલ્લો એટલો વિશાલ અને દુર્ગમ હતો કે આદિલશાહી ફૌજને ૪-૪ મહિના સુધી કોઈ પણ કામયાબી ના મળી. આથી આ સેનાએ વિચાર્યું આના કરતાં તો પવનગઢ કિલ્લા પર કબ્જો કરી લઈએ તો કેવું સારું ! આથી એમણે પોતાનું સ્થાન બદલ્યું અને પવનગઢ પર પોતાનું આધિપત્ય જમાવવાના હેતુસર એમણે એની નજીકની પહાડી પર પર તોપગોળાની વર્ષા શરુ કરી
આમેય ભારતમાં ટોપ લાવનાર તો બાદશાહ બાબર જ હતો, તેણે સૌ પ્રથમ તોપોનો ઉપયોગ ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ પ્રથમ પાણીપતના યુધ્ધ વખતે ઈબ્રાહીમ લોદી સામે કર્યો હતો અને વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ૧૩૪ વરસ દરમિયાન ભારતમાં તોપોણું મેન્યુફેક્ચર શરુ થઇ ગયું હતું અને લગભગ દરેક રાજાઓ ત્યાર પછી તોપો બનાવતા થઇ ગયાં હતાં. ગુજરાતના સોનીઓ આને માટે પ્રખ્યાત હતાં અને જેમના દ્વારા જ મહારાજ શિવાજીએ મહારાષ્ટ્રના પોતાનાં ૮ અજેય દુર્ગોમાં તોપો બનાવડાવી હતી. આ કોઈ ગપગોળો નથી હોં કે ! એ તોપો પર સુરતના સોનીનું નામ આજે પણ અંકિત છે !કહેવાનું તાત્પર્ય એ કે છત્રપતિ શિવાજી મહારાજ પણ તોપોનો ઉપયોગ ભલીભાતી જાણતા હતાં.
જો પવનગઢ કિલ્લા પર પોતાનો કબજો થઇ જતો તો આદિલશાહી સેના માટે પન્હાલા કિલ્લા પર પર કબજો કરવાનું ઘણું સરળ થઇ જાત ! આદિલશાહી કુખ્યાત જનરલ અફઝલ ખાં ની હત્યા જેવો પેંતરો આ વખતે શિવાજી મહારાજે ન અપનાવ્યો. મતલબ કે એમના વિશ્વાસુ સલાહકારની સલાહ પ્રમાણે પાલખીમાં શિવાજીના ડમીને બેસાડવો અને ખુદ શિવાજી મહારાજે ૭૦૦ ચુનાડા સૈનિકો સાથે ૧૩ જુલાઈ ૧૬૬૦ન રોજ પન્હાલા કિલ્લામાંથી નીકળીને વિશાલગઢ પર કબ્જો મેળવવો એવું સૂચન કર્યું હતું. જેનો મને-કમને શિવાજી મહારાજે સ્વીકાર કર્યો. રસ્તામાં પવનગઢમાં કબ્જા કરી બેઠેલા આદિલશાહી સૈનિકો પર તેમણે પોતાની આગવી શૈલીમાં હલ્લાબોલ મચાવી દીધું. આ હુમલો એટલો અણધાર્યો થયો હતો કે એનાથી આદિલશાહી સેનામાં અફરા તફરી મચી ગઈ અને આનો ફાયદો ઉઠાવીને શિવાજી મહારાજ વિશાલગઢ તરફ રવાના થઇ ગયાં. દુશ્મનોને જયારે આ વાતની ખબર પડી તો એમણે શિવાજી મહારાજ પાછળ પોતાની ૧૦૦૦૦ની સેના મોકલી.
શિવાજી મહારાજનું વિશાલગઢ પહોંચવું અત્યંત આવશ્યક હતું, આ માટે બજીપ્રભુએ વિનંતી કરીને ૩૦૦ સૈનિકો સાથે ઘોડ ખિંડી પર રોકાઈ ગયાં
ઘોડ ખિંડનું યુધ્ધ
———————————
બાજીપ્રભુ અને એમના ચુનંદા ૩૦૦ સૈનિકો ૧૦૦૦૦ આદિલશાહી સેનાનો ઈન્તેજાર કરવાં લાગ્યાં ઘોડખિંડમાં જ સ્તો ! દુશ્મન સેના તો નીચે આવીને ઉભી રહી ગઈ હતી. મરાઠાઓની સંખ્યા તો બહુ જ ઓછી હતી પણ મરાઠાઓ એ માત્ર મરતાં નથી અનેકોને મારીને મરતાં હોય છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ મરાઠાઓએ અહીં પૂરું પાડયું, તેઓ પૂરી તાકાથી વિપક્ષી સેના પર તૂટી પડયાં, સિદી જૌહર તો હક્કા બક્કા રહી ગયો. એ પણ બજીપ્રભુની વીરતા જોઇને દંગ જ રહી ગયો. એના મોઢામાંથી પણ વખાણના શબ્દો સારી પડયા. “આવા વીરની વીરતા જોવી એ પણ એક લ્હાવો છે. આવો સુરમો મેં પહેલાં ક્યારેય જોયો જ નથી !”
બાજીપ્રભુ ત્યાં સુધી લડતાં રહ્યાં નક્કી થયા પ્રમાણે વિશાલગઢ પરથી મહારાજ શિવાજી દ્વારા તોપગોળાનાં વાજ ન આવે ત્યાં સુધી ! ૧૦૦૦૦નિ સેનાને હરાવી તો ન શકાઈ. પણ આ ૫ કલાક ચાલેલા યુધ્ધમાં ૩૦૦ મરાઠે આદિલશાહી ૩૦૦૦ સૈનિકોને મૌતને ઘાટ ઉતાર્યા અને પોતે પણ વીરગતિ પ્રાપ્ત કરી. બાજીપ્રભુ જીવનના અંતિમ શ્વાસ સુધી લડતાં રહ્યા અને ૧૪ જુલાઈએ વિશાલગઢમાંથી તોપનો અવાજ આવતાંકિલ્લા તરફ જોઇને પોતાનો અંતિમ શ્વાસ છોડયો.
ન પન્હાલા પર કબ્જો થઇ શક્યો એથી ઉલટું મહારાજ શિવાજીએ એક વધારે કિલ્લા પર વિજય હાંસલ કર્યો તે નફામાં, આથી સિદી બહુ નાસીપાસ થઇ ગયો છેવટે આદિલશાહી બેગમ દ્વારા જ એણે મૌતની સજા ફરમાવવામાં આવી
આ યુધ્ધ દ્વારા મરાઠા વીરોએ છત્રપતિ શિવાજીને વિશાલગઢ પહોંચાડવાનો ઉદ્દેશ પૂર્ણ કર્યો, શિવાજી મહારાજે આ બલિદાને પૂજતાં આ ખાઈનું નામ ઘોડ ખિંડીમાંથી પાવન ખિંડી કરી દીધું જે બિલકુલ યથાયોગ્ય જ છે
પાવન ખિંડ નામનું એક મરાઠી પુસ્તક પણ છે અને મહર્ષિ અરવિદ દ્વારા બાજીપ્રભુ પર એક વીર રસનું કાવ્ય પણ રચ્યું છે !
હવે મૂળ વાત — પહેલાં કાશ્મીર ફાઈલ્સ પછી RRR. હજી આ જ મહિનામાં ધ કન્વર્ઝન અને કદાચ નાયકી દેવી રીલીઝ થવાનું છે. આ બધી ફિલ્મો ઐતિહાસિક છે, તેમાં એક નામ ઉમેરાયું છે પાવનખિંડ. આ ફિલ્મ મરાઠી છે. જે ૧૮ ફેબ્રુઆરીએ ગુજરાત સહિત અનેક રાજ્યોના સિનેમાઘરોમાં રીલીઝ થઇ હતી, ૧૮મી ફેબ્રુઆરી એટલે છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસનો પૂર્વ દિવસ. કારણકે શિવાજી મહારાજનો જન્મદિવસ છે ૧૯ ફેબ્રુઆરી, વોટ અ રીલીઝ ડેટ એન્ડ વોટ અ ટ્રીબ્યુટ ટૂ ધ ગ્રેટ લીડર ઓફ ઇન્ડિયા.
આ લખવાનું પ્રયોજન પણ મારું એ જ છે. ફિલ્મ મરાઠી ભાષામાં છે પણ ૩ જ દિવસ પહેલાં એ એમેઝોન પ્રાઈમ વિડીયો પર હિન્દી ભાષામાં દબ થઈને 1080pમાં ઓરીજીનલ આવી ગયું છે, જેની લિન્કો બધે જ ઉપલબ્ધ છે ડાઉનલોડ કરીને જોઈ નાંખો બધાં ઈતિહાસ રસિકજનોને તે ગમશે જ ગમશે ! આ ફિલ્મના IMDB રેટિંગ ૯.૯ છે, આ ફિલ્મે અત્યાર સુધીમાં ૬૦થી ૮૦ કરોડ રળી દીધાં છે. બધાં જ કલાકારોનું કાર્મ અતિઉત્તમ છે. ફિલ્મનું પાર્શ્વસંગીત સારું છે, ફિલ્મની વાર્તા તો મેં તમને ઉપર જણાવી જ છે. સંવાદો ઘણા સારાં છે બાજીપ્ર્ભુના મોઢે બોલાયેલો સંવાદ, લોહીનો રંગ કયો ?
જવાબ – ભગવો તથા શિવાજીના મુખે બોલાયેલો સંવાદ. “લાલચથી ઉભું કરાયેલું સામ્રાજ્ય કયારેય ટકતું નથી એ માટે ભારોસારુપી એનો પાયો મજબુત હોવો જોઈએ!” વગેરે એનાં ઉત્તમ સંવાદો છે. ફિલ્મમાં યુધ્ધના દ્રશ્યો વખાણવા લાયક છે, ફોટોગ્રાફી અને લોકેશન અને VFX લાજવાબ છે, ગીતો પણ મસ્ત જ છે મરાઠી સંગીત ચાહકોને ગમે તેવાં વેશભૂષા પણ સરસ છે, દરેક કલાકારોનું કામ અદ્ભુત છે તેઓ કોઈ જાણીતા નથી એટલે એમના નામો આપતો નથી. ફિલ્મનું નિર્દેશન અને એડીટીંગ સરસ છે ! આવી ફિલ્મો કોઈ જ ચૂકતાં નહીં ….. જોઈ જ કાઢજો ! A Must Must Watch Movie.સારી ઐતિહાસિક ફિલ્મ જોવાં મળી એનો મને અતિઆનંદ છે !
!! છત્રપતિ શિવાજી મહારાજની જય !!
!! જય હો બાજીપ્રભુ દેશપાંડે !!
!! જય મહારાષ્ટ્ર !!
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply