શાસ્ત્રોમાં વર્ણિત ૬૪ કલાઓ
આ કલાઓના નામ વિશે હું પહેલેથી જ શોધમા હતો. ક્યાંકથી એ મને મળી હતી પણ ખરી વાંચવા માટે પણ એ સાઇટો જ બંધ થઈ ગઈ અને હું લખી ના શક્યો ! અંગ્રેજીમાં મળે છે પણ એ વિશ્વસનીય ના લાગી. સંસ્કૃતમાં સર્ચ મારતા મનર યોગ્ય માહિતી મળી જ ગઈ આંખરે ! એટલે એ હુતમારી સમક્ષ મુકું છું
તમને એ ખબર છે ખરી કે ભગવાન શ્રીકૃષ્ણ જ આ ૬૪ કલમ પારંગત હતાં !
ભગવાન શ્રી કૃષ્ણ તેમનું શિક્ષણ મેળવવા અવંતિપુર (ઉજ્જૈન) ખાતે ગુરુ સાંદીપનીના આશ્રમમાં ગયા હતા, જ્યાં તેઓ માત્ર ૬૪ દિવસ જ રોકાયા હતા. ત્યાં તેમણે પોતાના ગુરુ પાસેથી માત્ર ૬૫ દિવસમાં ૬૪ કળાનું શિક્ષણ મેળવ્યું હતું. જો કે શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના અવતાર હતા અને આ કળા તેમને પહેલાથી જ આવડતી હતી. પરંતુ તે એક સામાન્ય માણસ તરીકે જન્મ્ય હતાં તેથી તેઓ ગુરુ પાસે ગયો અને તે ફરીથી શીખ્યાં..
ભગવાન શ્રીકૃષ્ણની ભાગવત કથાઓકે પુરાણ કથાઓ સિવાય આનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. જે કલાઓમાં ભગવાન શ્રીકૃષ્ણ પારંગત હતાં…
આ રહી એ ૬૪ કલાઓ :-
(૧) નૃત્ય – નર્તન કરવું
(૨) વાદ્ય – વિવિધ પ્રકારના વાદ્યો વગાડવું
(૩) ગાયન વિદ્યા – ગાયકી
(૪) નાટ્ય – હાવભાવ અને અભિનયની વિવિધતા
(૫) ઇન્દ્રજાલ – જાદુઇ વિદ્યા / જાડુંગરી
(૬) નાટક – કથા વગેરેની રચના કરવી.
(૭) સુગંધિત વસ્તુઓ બનાવવી – અત્તર, તેલ વગેરે
(૮) ફૂલના ઘરેણાંથી શૃંગાર કરવો
(૯) વેતાલ વગેરેને વશમાં રાખવાની કળા
(૧૦) બાળકોની રમતો
(૧૧) વિજય પ્રાપ્ત કરવાની કલા
(૧૨) મંત્રવિદ્યા
(૧૩) શુકન અને અશુભ શુકન જાણવું, પ્રશ્નોના જવાબમાં નસીબ જણાવવું
(૧૪) રત્નોને વિવિધ પ્રકારના આકારમાં કાપવા
(૧૫) અનેક પ્રકારના માતૃકા યંત્ર બનાવવા
(૧૬) સાંકેતિક ભાષા બનાવવી
(૧૭) જળને બાંધવું
(૧૮) ઘંટડી-બૂટો બનાવવી
(૧૯) ચોખા અને ફૂલમાંથી પૂજાનું દાન કરવું. (દેવપૂજા કે અન્ય શુભ પ્રસંગો પર વિવિધ વસ્તુઓ જેવી કે ચોખા, જવ વગેરેનો શણગાર અને વિવિધ રંગોથી રંગાયેલા ફૂલો સજાવવા)
(૨૦) ફૂલોની સેજ બનાવવી.
(૨૧)પોપટ-મૈના વગેરેની બોલીઓ બોલવી – આ કળા દ્વારા પોપટ-મૈનાની જેમ બોલવું અથવા તેમને બોલતા શીખવવામાં આવે છે.
(૨૨) વૃક્ષોની સારવાર/સંભાળ
(૨૩) ઘેટાં, કૂકડો, બટરવગેરેને સાથે લડવાની રીત
(૨૪) ઉન્નતિની પદ્ધતિ
(૨૫) મકાનો વગેરે બનાવવાની કારીગરી
(૨૬) ગોદડાં, ગાદી વગેરે બનાવવી
(૨૭) સુથારકામ
(૨૮) પાટો, શેરડી, તીર વગેરે બનાવવી એટલે કે શેરડી વગેરે વસ્તુઓ વડે બેઠક, ખુરશી, પલંગ વગેરે બનાવવું.
(૨૯) વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રી એટલે કે શાકભાજી, (૨૯)મીઠી વાનગીઓ, કઢી વગેરે ઘણી રીતે બનાવવાની કળા.
(૩૦) હાથની બનાવટનું કામ
(૩૧) જેવો ઈચ્છો તેવો વેશ ધારણ કરવો
(૩૨) જુદા જુદા પેય પદાર્થ બનાવવા
(૩૩) દ્યુત ક્રીડા
(૩૪) સમસ્ત છંદોનું જ્ઞાન
(૩૫) વસ્ત્રો ને છુપાવવાની અને બદલવાની કલા
(૩૬) દૂરના મનુષ્ય અને વસ્તુઓ પ્રત્યે આકર્ષણ
(૩૭) કપડાં અને ઘરેણાં બનાવવા
(૩૮) હાર-માળા આદિ બનાવવા
(૩૯) વિચિત્ર સિદ્ધિઓ darshavvi એટલે કે એવાં મંત્રોનો પ્રયોગ કરવો અથવા તો જડીબુટ્ટીઓને મિલાબી ને એવી ચીજ વડતુઓ કે ઔષધિઓ બનાવવી કે જેથી કરીને શત્રુ નબળો પડી જાય અથવા એને નુકસાન થાય.
(૪૦) કાન અને માથા મસ્ટ ફૂલોના ઘરેણાં બનાવવા – સ્ત્રીઓ માટે માથામાં સજાવવા માટે ઘરેણાં નું રૂપ આપીને ફૂલોની એવી રીતે ગૂંથવા
(૪૧) કઠપૂતળી બનાવવી, નાચવું
(૪૨) પ્રતિમા આદિ બનાવવી
(૪૩) પહેલિયા બુઝાવવી
(૪૪) સોયથી કપડાંની સિલાઈ કરવી,રફૂ,કસીદાકારી કે મોજાં, બનીયન કે કચ્છા બનાવવા
(૪૫) વાળની સફાઈનું કૌશલ
(૪૬) મુટ્ટી ની ચીજો કે મનની વાત કહી દેવી
(૪૭) ઘણાં બધાં દેશોની ભાષાનું જ્ઞાન
(૪૮) મલેચ્છ કાવ્યોની સમજ – એવાં સંકેતો લખવાની અને સમજવાની કલા જે માત્ર એનો જાણકાર જ સમજી શકે.
(૪૯) સોના-ચાંદી આદિ ધાતુ તથા હીરા-પન્ના આદિ રત્નોની પરીક્ષા
(૫૦) સોના-ચાંદી વગેરે બનાવવાં
(૫૧) મણિઓના રંગને ઓળખવા
(૫૨)-ખાવાનાની પરખ
(૫૩) ચિત્રકારી
(૫૪) દાંત, વસ્ત્ર અને અંગોને રંગવા
(૫૫) શય્યા-રચના
(૫૬) મણિઓની ફર્શ બનાવબી એટલે કે ઘરની ફર્શ પર કેયલીક જગ્યારએ નોતી, રસ્તનોથી જડવી
(૫૭) કૂતનીતિ
(૫૮) ગ્રંથોના અભ્યસની ચતુરાઈ
(૫૯) નવી નસ્વી વાતો કાઢવી
(૬૦) સમસ્યાપૂર્તિ કરવી
(૬૧) સમસ્ત કોષોનું જ્ઞાન
(૬૨) મનમાં કટક રચવું અઠવસ કોઈ શ્લોક આદિમાં છૂટી ગયેલા પફો કે ચરણને મનથી પુરા કરવા
(૬૩) છળથી કામ કઢાવવું
(૬૪) કાનના પત્તોની રચના કરવું એટલે કે ધનખ, હાથીદાંત સહિત ઘણાબધાં કાનના ઘરેણાં તૈયાર કરવા
– જનમેજય અધવર્યું
Leave a Reply