વામન અવતાર – બાદામી, કર્ણાટક
#ભારતનાં_અદભૂત_શિલ્પો
#વામન_અવતાર_બાદામી_કર્ણાટક
આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો એ વિશે આપણને પૂરતી માહિતી તો હોવી જ જોઈએ ! જો નેટ ઉપરથી જ બધું બુકીંગ થઈ જતું હોય તો એ સ્થાનો/સ્થળોમાં શું શું ખાસ જોવા જેવું છે તેનું પણ આપણને જ્ઞાન હોવું જ જોઈએ. સાથે સાથે ઇતિહાસનું પણ જ્ઞાન હોવું ઘણું જ જરૂરી છે. જેથી કરીને કશું બાકી ન રહી જાય.
બાદામીમાં આમ તો બધાં જ શિલ્પો જોવાં જેવાં છે જેમાં વરાહ અને આ વામન અવતાર ખાસ ઉડીને આંખે વળગે એવાં છે. બાદમીના વરાહ અવતારની વાત તો પછીથી કરશું પણ આ અતિસુંદર વામન અવતાર વિધે આપણે પહેલાં જોઈ લઈએ.
વામન કે જેને વામનદેવ, ત્રિવિક્રમ, ઉરુક્રમ, ઉપેન્દ્ર, દધિવમન અને બલિબંધન તરીકે પણ ઓળખવામાં આવે છે તે વિષ્ણુનો પાંચમો અવતાર છે. ત્રેતાયુગમાં તેઓ પ્રથમ અવતાર છે.
વેદોમાં ઉદ્દભવતા વામન સૌથી સામાન્ય રીતે ઈતિહાસ અને પુરાણોમાં અસુર-રાજા બલી પાસેથી ત્રણ પગલાંમાં ઈન્દ્રને પાછા આપવા માટે ત્રણ જગત (સામૂહિક રીતે ત્રિલોક તરીકે ઓળખાય છે) પાછા લેવાની દંતકથા સાથે સંકળાયેલા છે.
વામનની પ્રતિમાઓ પ્રદેશ પ્રમાણે, સમય પ્રમાણે અને રાજવંશો પ્રમાણે બદલાય છે. એટલે શૈલી શૈલીએ તેમાં ઘન્સ ફેરફાર થતાં હોય છે શાસ્ત્ર ભલે એક જ રહ્યું પણ વાતાવરણ અને પરિકલ્પનાઓ જુફી જ હોય છે.
પણ તેમ છતાં ભગવાન વરાહમાં ત્રણ ચિહ્નો સામાન્ય છે, એક તેમનો ડાબો પગ તેના ઘૂંટણની ઉપર ઉંચો દર્શાવે છે, બીજો તેનો પગ તેની નાભિની ઉપર બતાવે છે અને ત્રીજો તે કપાળની ઉપર ઉઠાવેલો બતાવે છે. આ ચિહ્નો અનુક્રમે ત્રિવિક્રમ તરીકે આવરી લેવામાં આવેલા ત્રણ જગત – પાતાળ, પૃથ્વી અને સ્વર્ગ – એ વામનનું પ્રતીક છે.
ઘણા મંદિરો અને ગુફાઓમાં વામનની પ્રતિમા અને મૂર્તિઓ જોવા મળે છે. જેમાંથી સૌથી પહેલા કર્ણાટકના બદામી, તમિલનાડુના મહાબલીપુરમ અને મહારાષ્ટ્રના ઈલોરાના ગુફા મંદિરોમાં છે. આ ઉપરાંત, વામન શિલ્પો મરહિયા, જબલપુર ખાતેના વામન મંદિરમાં પણ જોઈ શકાય છે (ઇસવીસનની ૫મી સદી, ગુપ્ત સામ્રાજ્ય યુગ); રામાગીરી મંદિરોના નાગપુર સંકુલમાં વામન મંદિર, મહારાષ્ટ્ર (ઇસવીસનની૫મી સદી), દશાવતાર મંદિર, દેવગઢ, ઝાંસી (ઉત્તર પ્રદેશ, ઇસવીસન ૫૦૦) ખાતે.
૧૦મી સદી પછી બંધાયેલા મંદિરોમાં વામન શિલ્પો બહુ સામાન્ય નથી. એવું લાગે છે કે ત્યાર પછી તે ઓછાં થઇ ગયાં હતાં. જો કે બાદામી અને મહાબલીપુરમ પછી લગભગ અદ્રશ્ય જ થઈ ગયાં છે.
શિલ્પની વાત કરતાં હોઈએ તો આવાં અતિસુંદર અને બેનમૂન શિલ્પો ન જ છૂટી જવા જોઈએ. આને જ ખેવ શિલ્પસ્થાપત્ય કે શિલ્પસાહિત્ય !
!! જય વામનદેવ !!
– જનમેજય અધ્વર્યું
Leave a Reply