સમ્રાટ બાજીરાવ પેશ્વા – વિશેષ
તમે મારો બાજીરાવ પેશ્વા લેખ વાંચ્યો છે ? ન વાંચ્યો હોય તો કાઈં વાંધો નહીં! આટલું તો જરૂર વાંચી લેજો !
સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક પછી જો કોઈ રાજાએ અખંડ ભારતનું સ્વપ્ન જોયું હોય અને તે માટે ભગીરથ પ્રયત્ન કર્યા હોય તો તે આ સમ્રાટ છે. ઓફ કોર્સ શરુઆત છત્રપતિ શિવાજીએ કરી હતી, પણ એમના એ સપનાને સાકાર કર્યું આ સમ્રાટે! મહાન શિવજી મહારાજનું અવસાન થયું ઈસવીસન ૧૬૮૦માં અને બાજીરાવનો જન્મ થયો ઇસવીસન ૧૭૦૦માં ! માત્ર ૨૦ વર્ષ પછી જોવાની ખૂબી એ છે કે બાજીરાવ રાજા બન્યા પણ ૨૦ જ વરસે ! અહીં આપણે ગુપ્ત સામ્રાજયનો ઉલ્લેખ નથી કરતાં, એનું એક કારણ એ પણ છે કે ગુપ્ત સામ્રાજ્ય ચોક્કસ વિશાળ હતું પણ તે સમયે ભારત એક નહોતું !
ગુપ્ત સામ્રાજ્યની વાત તે વખતે અત્યારે વાત બાજીરાવ પેશ્વાની જ કરવાની છે. ગૌતમી પુત્ર સાતકર્ણિ પછી ભારતમાં બ્રાહ્મણ રાજાઓનો અકાલ પડી ગયો હતો, તે પૂરો થયો પેશ્વા રાજવંશ દ્વારા ! મલેરછોનો સામનો માત્ર ક્ષત્રિયો જ કરી શકે એ લગભગ ૯૦૦ વરસ સુધી તો સાચું જ પડ્યું છે. કારણ કે ઇસ્લામ ધર્મ આવ્યો જ છે આઠમી સદીમાં, યુદ્ધ ક્ષત્રિયો જ લડી શ્કે અને ક્ષત્રિયો જ રાજા બની શકે. એ વાત તો ખુદ ગૌતમી પુત્ર સાતકર્ણિએ કરી છે, જેમાં કશું જ ખોટું નથી.
ખોટું એટલું જ કે – એમાં આ મહાન બ્રાહ્મણ રાજાની કદર કરવામાં ઇતિહાસ પાછો પડ્યો છે. આ કોઈ ધર્મ કે જાતિ વિરૂદ્ધ લેખ નથી, આ ઇતિહાસ લેખ છે એટલે સચ્ચાઈ તો સામે લાવવી જ પડે. કોઈ પણ સંજોગોમાં ! અમુક જાતિઓ અત્યારે બ્રાહ્મણોની વિરૂદ્ધ લખે છે એમાં ક્ષત્રિયોને બાકાત રાખજો, કેમ કે ક્ષત્રિયો એ જેટલી કદર બ્રાહ્મણોની કરી છે એટલી બીજાં કોઈએ નથી કરી. ભગવાન પરશુરામના સાક્ષાત અવતાર સમા બાજીરાવના કાર્યોને બિરદાવવાનો જ મારો હેતુમાત્ર છે. અને કેમ ના હોય ? હું પણ બ્રાહ્મણ જ છું ને ! જવાબ આપવો છે મારે બ્રાહ્મણ વિરોધીઓને અને એ પણ ઇતિહાસમાં જ !
જાતિ અને ધર્મ ભૂલી સીધા ઇતિહાસ પર આવી જાઈએ તો ! જે વ્યક્તિએ તેની ઉંમરના ૨૦માં વર્ષે પેશવાઈના સૂત્રો લીધા છે… તેમના ૪૦ વર્ષના કાર્યકાળમાં ૪૧યુદ્ધો લડ્યા છે અને તમામ જીત્યા છે, એટલે કે જે હંમેશા “અજેય” રહ્યાછે… જેમનું એક – એક યુદ્ધ અમેરિકા જેવા દેશ તમે તમારા સૈનિકોને અભ્યાસક્રમ તરીકે ભણાવો છો.. તમે આવા ‘પરમવીર’ને શું કહેશો…? તમે તેને નામ આપી શકશો નહીં કારણ કે તમે તેમ ની સાથે પરિચિત પણ નથી. ૧૮ ઓગસ્ટ, ૧૭૦૦ ના રોજ જન્મેલા તે મહાન પરાક્રમી પેશ્વાનું નામ છે – “બાજીરાવ પેશવા”
ઈતિહાસમાં તેમનો કોઈ વિગતવાર ઉલ્લેખ આપણે વાંચ્યો નથી. આપણે એટલું જ જાણીએ છીએ કે સંજય ‘લીલા’ ભણસાલીની ફિલ્મ “બાજીરાવ-મસ્તાની” છે. “જો મને પહોંચવામાં મોડું થશે તો ઇતિહાસ લખશે કે એક રાજપૂતે મદદ માંગી અને બ્રાહ્મણે ખાવાનું ચાલુ રાખ્યું” આ ડાયલોગ પણ ફિલ્મ “બાજીરાવ મસ્તાની”નો છે – આટલું કહીને ભોજનની થાળી છોડીને બાજીરાવ પોતાની સેના સાથે રાજા છત્રસાલની મદદ કરવા વીજળીની ઝડપે દોડ્યા.
બાજીરાવ બલ્લાલ ભટ્ટ પૃથ્વીના મહાન યોદ્ધાઓમાંના એક, અનુપમ, અજેય અને અજોડ યોદ્ધા હતા. આ વાત ઇતિહાસના પુસ્તકમાં નોંધાયેલી છે.જેના વિશે મે માત્ર બે દિવસ પહેલાં જ લખ્યું હતું તે તો યાદ છે ને ! છત્રપતિ શિવાજી મહારાજનું હિંદવી સ્વરાજનું સ્વપ્ન બાજીરાવ બલ્લાલ ભટ્ટ દ્વારા જ સાકાર થયું હતું. એટોકથી કટક સુધી, કન્યાકુમારીથી સાગરમાથા સુધી, ભગવો લહેરાવવાનું અને હિંદુ સ્વરાજ લાવવાનું સપનું બ્રાહ્મણ પેશવાઓએ, ખાસ કરીને પેશવા ‘બાજીરાવ પ્રથમ’ દ્વારા સાકાર થયું.
ઈતિહાસની એક મહત્વની ઘટના એ છે કે બાજીરાવે માત્ર પાંચસો ઘોડાઓ સાથે દસ દિવસનું અંતર ૪૮ કલાકમાં, રોકાયા વિના, થાક્યા વિના પૂરું કર્યું હતું!! કારણકે તેઓ રસ્તામાં ઘોડ બદલતાં રહેતાં હતાં. દેશના ઈતિહાસમાં આ બે હુમલાઓ અત્યાર સુધીના સૌથી ઝડપી માનવામાં આવે છે. એક હતો અકબરનો ફતેહપુરથી ગુજરાતના બળવાને ડામવા નવ દિવસમાં ગુજરાત પરત ફરવાનો અને બીજો બાજીરાવનો દિલ્હી પરનો હુમલો.
અકબરની વાત સાથે હું સહમત નથી પણ બાજીરાવની વાત સાથે સહમત છું ! બાજીરાવ દિલ્હી સુધી ચઢી ગયા હતા. આજે તાલકટોરા સ્ટેડિયમ ક્યાં છે. બાજીરાવે ત્યાં પડાવ નાખ્યો. ઓગણીસ-વીસ વર્ષના એ યુવાને મુઘલ સત્તાને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો સુધી મજબૂત કરી હતી.
ત્રણ દિવસ સુધી દિલ્હીને બાનમાં રાખ્યું. મુઘલ બાદશાહમાં લાલ કિલ્લામાંથી બહાર નીકળવાની હિંમત નહોતી. ૧૨મો મુઘલ સમ્રાટ અને ઔરંગઝેબનો પૌત્ર પણ દિલ્હીથી ભાગી જવાનો હતો ત્યારે તેના લોકોએ તેને કહ્યું કે જો તેને મારી નાખવામાં આવશે તો સલ્તનતનો અંત આવશે. તે લાલ કિલ્લાની અંદર એક અત્યંત ગુપ્ત ભોંયરામાં સંતાઈ ગયો હતો
બાજીરાવ મુઘલોને પોતાની શક્તિ બતાવીને પાછા ફર્યા. ભારતના ઈતિહાસમાં બાજીરાવ બલ્લાલ એકમાત્ર એવા યોદ્ધા હતા જેમણે માત્ર ૪૦ વર્ષની વયે ૪૧ મોટી લડાઈઓ લડી હતી અને એક પણ હાર્યા ન હતો. અજેય, અનન્ય. બાજીરાવ એવા પ્રથમ યોદ્ધા હતા જેમના સમયમાં ૭૦ થી ૮૦% ભારતે તેમના સિક્કાનો ઉપયોગ કર્યો હતો. એટલે કે તેઓએ ભારતની ૭૦ થી ૮૦% ભુ ભાગ પર શાસન કર્યું. આને કહેવાય અખંડ ભારત ! બાજીરાવ વીજળીની ઝડપે હુમલાની કળામાં નિપુણ હતા, જેને જોઈને દુશ્મનોના આત્માઓ પરાસ્ત થઈ ગયા. બાજીરાવ દરેક હિંદુ રાજાને અડધી રાત્રે પણ મદદ કરવા હંમેશા તૈયાર રહેતા. આખા દેશનો રાજા હિંદુ હોવો જોઈએ, આ જ તેમના જીવનનું લક્ષ્ય હતું અને જનતા કોઈપણ ધર્મમાં માનતી હોય, બાજીરાવ તેમની સાથે ન્યાય કરતા હતા.
જો તમે ક્યારેય વારાણસી જશો તો તમને તેમના નામ પરથી એક ઘાટ જોવા મળશે, જેનું નિર્માણ ૧૭૩૫માં બાજીરાવે પોતે કરાવ્યું હતું. જો તમે દિલ્હીના બિરલા મંદિરમાં જશો તો તમને તેમની પ્રતિમા જોવા મળશે. તમે કચ્છમાં જાવ તો તમને તેમના દ્વારા બંધાયેલ ‘આઈના મહેલ’ જોવા મળશે, તમને પૂનામાં ‘મસ્તાની મહેલ’ અને ‘શનિવાર વાડા’ જોવા મળશે.
જો બાજીરાવ બલાલ નાની ઉંમરે હીટસ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા ન હોત, તો ન તો અહમદ શાહ અબ્દાલી કે નાદિર શાહ વર્ચસ્વ જમાવી શક્યા હોત, ન તો અંગ્રેજો અને પોર્ટુગીઝો જેવી પશ્ચિમી સત્તાઓ ભારત પર રાજ કરી શકી હોત..!!
૨૮ એપ્રિલ, ૧૭૪૦ ના રોજ, તે શકિતશાળી “અજેય” યોદ્ધાએ મધ્ય પ્રદેશમાં સનાવડ નજીક રાવરખેડી ખાતે પોતાનો જીવ આપ્યો.
વધુ વિગતો માટે મારો અતિદિર્ઘ બાજીરાવ પેશ્વા પરનો લેખ વાંચી લેજો !!
તેમને શત શત વંદન
!! હર હર મહાદેવ !!
!! જય પરશુરામ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply