ભારતમાં Cafe ની શરૂઆત
ભારતમાં Cafe ની શરૂઆત ૭૦ના દાયકામાં થઈ હતી. એનો શ્રેય ઇરાનીયન કાફે જે પારસીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા એને જાય છે. ઇતિહાસની વાત કરીએ તો ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં પર્શિયન એટલે કે ઇરાનીયન સાયરસ કે જે બૃહદ ભારતના ગંધાર સુધી આક્રમણ કરવા આવેલો . સિકન્ડરનું આક્રમણ તો આના પછી થયેલું. જો કે મેં એ સાબિત તો કરેલું જ છે કે આ બન્ને આક્રમણ ખોટાં હતાં. પણ આ ઇરાનીઓ એ ચા કોફીના શોખીન એમણે સૈકાઓ પછી ભારતમાં કાફે શરૂ કર્યા.
ભારતના સારાં કાફે એ ફોર્ટ એટલે કે શહેરી પ્રાચીન વિસ્તારમાં કરેલા પછી એ કોચી હોય કે ગોવા હોય કે પછી મુંબઈ હોય કે પુણે હોય. મુંબઈના ફોર્ટ વિસ્તારમાં એક ઇરાનીયન કાફે છે, જેનું નામ મિલિટરી કાફે છે. જે સાન ૧૯૬૫ પછી શરૂ થયું હતું અને આજે પણ ચાલુ જ છે, ભગવતીકુમાર શર્માની નવલકથા ” સમયદ્વીપ”માં એક સંવાદ છે. ” ઈરાની હોટેલમાં ચા પીવાય કે !”, આજે આ કાફે અત્યન્ત આધુનિક બની ગયાં છે.
અમારા અમદાવાદમાં જ ૧૦૦૦ ઉપર કાફે છે, આજે તો આ કાફે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. મારાં ઘરથી 500 મિટરના અંતરે જ 12 કાફે છે, એનું ઇન્ટિરિયર ડેકોરેશન પણ અદભુત છે. માટે જ તે સ્કૂલ – કોલેજીયનોને આકર્ષે છે, એટલાં જ માટે આપણે આને કાફે સંસ્કૃતિ કહી શકીએ.
અત્યારે તો કાફેમાં જ્યુસ અને સ્વાદિષ્ટ નાસ્તાઓ પણ મળે છે, વાત પ્રાચીનતાની છે. વાત મુંબઈની છે એટલે ફોટો પણ મુંબઈના મિલિટરી કાફેનો જ શોભેને !
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply