એક અલગ દ્રષ્ટિકોણ
👉 કદાચ કોઈ મારી વાત સાથે સહમત ના પણ થાય
પણ આ નક્કર વાસ્તવિકતા અને હકીકત
આપણે સ્વીકારવી જ રહી !!!!
વાલ્મિકી કૃત રામાયણમાં મહાસતી અહિલ્યાની વાત આવે છે
એમાં ઇન્દ્રની લંપટતાની વાત છે
આને કહેવાય શું દેવાધિદેવ ઇન્દ્ર
આજ ઇન્દ્ર આવું પણ કરી શકે છે
માની લઈએ કે એ વાર્તા છે
તો પછી અપને ઇન્દ્રને દેવ શા માટે કહેવો જોઈએ ?
આજ ઇન્દ્ર રાજા પૃથુના ઘોડાઓ ચોરીને ભાગે છે
આજ ઇન્દ્ર પોતાના દીકરાને બચાવવા માટે
અધિરથી કારણ પાસેથી કવચ કુંડલ માંગે છે
અરે એટલું જ નહીં પણ
જે રાજા ભગવાનનો ભક્ત હતો એને હરાવવા -નમાવવા માટે વામન અવતાર પણ ધારણ કરવો પડે છે
એ રાજાનું નનામ છે ——– બલિ !!!!
એ પ્રજાપાલક રાજ અહ્તો એની ભૂલ એટલી કે એને લીધે ઈન્દ્રનું ઇન્દ્રાસન જોખમમાં આવ્યું
બાકી એ વચનપાલક અને ન્યાયપ્રિય ઉત્તમ શાસક હતો
👉 આ બધું આવ્યું આપના ધાર્મિક ગ્રંથો પુરાણોમાં
આને જ જો વળગી રહીએ તો
આપની માન્યતાઓને આઘાત જરૂર પહોંચે છે
સત્યાસત્યની વાત તો બાજુએ રહી
શું એ જમાનામાં પણ આવું થતું હશે ?
આ પર્શ્ન જ મને કોરી ખાય છે
👉 આ એ જ વાલીયો લુંટારો છે જે મહર્ષિ વાલ્મિકી બન્યાં
એમને ભગવાનની પણ ઉપાધિ પણ પ્રાપ્ત છે
એક વાત જણાવી દઉં કે —–
રામાયણ પહેલા લખાયું હતું અને એની ઘટના પાછળથી બની હતી
આજ વાલ્મિકી કૃત રામાયણમાં આપને રાવણને અભિમાની અને અહંકારી ગણીએ છીએ તો
મારા એક પ્રશ્નનો જવાબ આપો કે —–
લંપટ અને વ્યભિચારી ઇન્દ્રને શું કહેવાય ” જો રાવણનું દહન થતું હોય તો તો ઈન્દ્રનું કેમ નહીં !!!
આજ રામાયણમાં મહાસતી અહિલ્યાની પણ વાત છે
સહસ્રારજુંન વાળી વાત પણ મને તો સંશયજનક લાગે છે
કારણકે ——ભગવાન પરશુરામ નો અવતાર એજ સમયે આ જ કાર્ય માટે થયો હતો
તો એજ કાર્ય માટે ભગવાન રામનો અવતાર ક્યાંથી શક્ય બને
ભગવાન પરશુરામ અને ભગવાન શ્રીરામનો મેળાપ થયો હતો એ વાત સાચી
પણ બંને વચ્ચે યુગોનો ફેર છે
એમાં સહસ્રાર્જુને રાવણને હરાવ્યો હતો
એ વાત પુરાણોની જ નીપજ માત્ર છે
બાકી રાવણને પાતાની એક ભુજમાં દબાવી રાખનાર વાલિકે જે સૂર્યપુત્ર હતો એને આપણે કેમ યાદ નથી રાખતાં
તાત્પર્યાર્થ એ કે રાવણ કરતા ઇન્દ્ર વધારે ખરાબ હતો
વાત સ્વીકારવી હોય તો સ્વીકારજો
નહિ તો રામ રામ !!!!
👉 અહિલ્યા જેવીજ વાત અત્યારના જમાનામ પણ બની છે
જે છાપામાં આવી છે
એક ચાલીની બહાર બધા સુતા હતાં
એમાં એક સ્ત્રીનો પતિ સવ્રમાં શૌચ માટે બહાર ગયો
તો બીજો એક પુરુષ એ સ્ત્રી પાસે આવીને સુઈ ગયો
અબ્નની કામક્રીડા માણી
પત્નીને એમ કે આતો એનો જ પતિ છે
પણ એવું હતું નહીં
જયારે પતિ આવ્યો તો એણે અબધુ જોયું
અને એને પત્ની અને પેલાં પુરુષને મારી નાખ્યા
એ પતી અત્યારે જેલમાં છે અને ખુબજ પસ્તાય છે
આ છે આજનો જમાનો …….. પૌરાણિક કાળ નહીં
👉 પૌરાણિક કાળમાં કોઈ ભૂલ કરે તો એ સતી
અને
અત્યારે કોઈ ભૂલ કરે તો એને મોતની સજા
આ ક્યાંનો ન્યાય છે !!!!!
આવું કરતા પહેલાં સત્ય શું છે એ આપણા સમાજે સમજવાની જરૂર ખરી !!!!
👉 સતી એ જો સતી હોય તો
સ્ત્રી એ સ્ત્રી છે
અને એ પણ અરમાનોની દેવી છે
કહો કે માનવીય છે
આ વાત પણ આપણે સ્વીકારવી જ રહી !!!!
👉 બોટમ લાઈન —— રાવણે હાથ પણ નથી લગાડયો છતાં તે ખરાબ
અને જેણે ખરાબ કર્યું છે એ દેવ !!!!
દેવરાજ ઇન્દ્રનો બચાવ કરનારાઓ એ તો તો રાવણનો પણ બચાવ કરવો જ જોઈએ
શું આપને આમ કરી શકીશું ?
આ તો ધ્યાહાર જ ને !!!!
વિચારજો જરા શાંતિથી !!!!
——- જનમેજય અધ્વર્યુ
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Leave a Reply