ઈચ્છા મૃત્યુ – મુક્તિ કે બંધન
આમ તો સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય આવકાર્ય જ ગણાય
પણ એમાં ઘણાં Causes છે
કોણ? કોને? શા માટે આપે છે?
અને કેવી રીતે આપવામાં આવે છે તે જરૂરી ગણાય !!!
મરણવાંછું માણસની ઈચ્છા જ આખરી ગણાય
જો એને લાગે કે આવી રીતે રોજ રોજ મરવા કરતાં
અને આશય પીડવા કરતાં તો મારી જવું જ હિતાવહ ગણાય
જરા યાદ કરો ટીપું સુલતાનનું એ વાક્ય –
“આખી જિંદગી બકરીની જેમ જીવવા કરતાં તો બે મિનીટ સિંહની જેમ જીવવું વધારે સારું છે !!!”
આ વાક્યનો ગુઢાર્થ સમજવા જેવો છે હોં !!!
માંસ રિબાય છે એના કરતાં તો એનું મૃત્યુ જ હિતાવહ ગણાય
આ જ વાત સર્વોચ્ચ અદાલતે કહી છે
એક નજર જરા બીજીબાજુ પણ નાંખી લેવા ખરી હોં
વિદેશમાં વસતાં NRIલોકોમાં આમ જોવા જોવા જઈએ તો
સંયુક્ત કુટુંબની ભાવના બહુ હોતી નથી
પણ ભારતીય હોવાના કરને એ લોકો સાથેજ રહે છે
પણ
પણ
પણ કોઈક એવી ઘટના બને છે કે વૃદ્ધ પુરુષ કે સ્ત્રી જે પોતાના દીકરા-દીકરી સાથે બેસીને દારુ સિગરેટ પીવે છે
નોનવેજ ખાય છે
અને પછી અચાનક તેઓ
કેર હોમ કે ઓલ્ડ એજ હોમમાં જતાં રહે છે
બંને સાથે જતા નથી એકલો માંસ કે સ્ત્રી જાય છે
છોકરાઓને થાય છે કે આતો બાળ છૂટી ?
પતિ કે પત્ની જેઓએ સપ્તપદીની કસમો ખાધી છે એમને જરાય દુખ થતું નથી
તેઓ તો પોતાનું મસ્ત જીવન જીવવામાં જ વ્યસ્ત હોય છે
ત્યાં પેલાની શી ગત થઇ એની કોને પડી છે આ જમાનામાં તો
એવા માણસો મૃત્યુ ના ઈચ્છે તો બીજું શું ઈચ્છે?
કોણ આપશે એમને મૃત્યુ ?
જીવવાની લાખ ઈચ્છા હોવાં છતાં પણ પોતાના માત્ર એમના મારવાની રાહ જુએ છે
મારી શકતાં તો હોતા નથી ?
અને બીજા કોઈ એમને મારી નાંખે એની રાહ જુએ છે !!!
જેઓ તે કરી શકવાને અસમર્થ હોય છે !!!
બીજું એક દ્રષ્ટાંત
વાત છે યુરોપની
એક દીકરાને એના પિતા જે ૮૧ વર્ષના છે
તે બહુ દુર એક ઓલ્ડ એજ હોમમાં રહે છે
જેને મળવા વીકેન્ડમાં દીકરાને જવું પડે છે
આ દીકરાના શબ્દો શું છે ?
એ તમને ખબર છે?
” આ ડોસો ૮૧ વર્ષનો થયો મારો હારો માર્તોય નથી અને મારે એમને મળવા ક્યા સુધી જવાનું ?”
આવી કહાનીતો ઘર ઘરની છે !!!
વિદેશમાં બે પ્રકારના ઘરડાં ઘર હોય છે
[૧] ઓલ્ડ એજ હોમ –
જેમાં એકલાં અટુલા માણસો રહે છે
જ્યાં તેમની સારસંભાળ તો લેવાય છે પણ બીમારીનો ખર્ચો ઉપાડી શકતો નથી
આવાં વૃધાશ્ર્મો ભારતમાં પણ ઘણા છે
પણ હવે એમાં ઘણા અપવાદ પણ છે
જે સારી નિશાની છે
કદાચ આજ વિકાસ છે !!!
[૨] કેર હોમ –
જ્યાં અન્ય્લોકો એમની ખુબ્સરી સંભાળ લે છે
અને એમનો બધો ખર્છો અને ખુબજ સારી સાર સંભાળ લેવામાં આવે છે
પણ તોય એમાં પોતાન સગાવહાલા તો નથી જ હોતાંને
પણ વિદેશમાં અએક સારું પગલું છે
જે ભારતમાં પણ હવે અમલમાં મુકવામાં આવ્યું છે
આતો થઇ થોડીક આડ વાત
જેમારે પહેલા કરવી હતી પણ ના કરી શક્યો?
આજે એ તમને જણાવવાનું જરૂરી લાગ્યું એટલે જણાવું છું
થોડાક વર્ષો પાછળ જઈએ
લગભગ ૧૨-૧૪ વર્ષ પાછળ
સ્ટાર પ્લસ પર એક સીરીયલ આવતી હતી
“ક્યુંકી સાંસ ભી કભી બહુ થી”
જી ….. હા….. સ્મૃતિ ઈરાનીની સિરિયલ
આ મર્સી કીલીન્ગનો કોન્સેપ્ટ સૌ પ્રથમવાર એમાં આવ્યો હતો
સ્મૃતિની સાસુ બનતી અપરા મહેતા ઈચ્છા મૃત્યુ ઈચ્છે છે
જે ખુબ જ પીડાતી હોય છે
એ મૃત્યુ ઈચ્છે છે
પણ એ જાતે મરી શકતી નથી
એ માટે એ સ્મૃતિને કહે છે
સ્મૃતિ ના પાડે છે
પણ અપરા મહેતાની આપેલી કસમથી એ કરવાં તૈયાર થઇ જાય છે
પણ સમાજ એને હત્યારી ગણે છે
આવુજ થાય ભાઈ આવું જ થાય
મારનાર તો મારી ગયો એની સાબિતી કોણ આપી શકે ?
આવું નાં બને એમાટે સર્વોચ્છ અદલતે કેત્ર્લંક કારનો -તારનો રજુ કર્યા છે
એક વાત કહું મેં મારી જનેતાને ૨૧-૨૧ દિવસ હોસ્પીટલમાં પીડાતી-રિબાતી-ઝઝુમતી જોઈ
ત્યારે મને પણ માતાને મુક્તિ આપવાનો વિછાર જરૂર આવેલો
પણ સંસ્કારને કારણે હું તેમ ન કરી શક્યો
ત્યારે મેં કસમ ખાંડેલી કે હું મારી માતાને ઘરે પાછી લાવીશ
પણ બચાવી તો નહિ શકું જ
એ બધું કામ તો ઈશ્વરના હાથમાં છે
માર હાથમાં તો નહીં જ !!!!
મારું કાર્ય માતાને એના પોતાના ઘરમાં લાવવાનું હતું જે હું લાવ્યો
આજે પણ સુપ્રસિદ્ધ ડોકટરોને મન આ મોટો કોયડો છે
જે માત્ર ૩-૪ દિવસની મહેમાન હતી
એ ૨૧-૨૧ દિવસ સુધી કેવી રીતે જીવતી રહી શકી?
અરે ભાઈ હનુમાનજીમાં અપાર શ્રધ્ધા ને ભાગવત ગીતાના પાઠે એનું મૃત્યુ મેં પાછળ ઠેલ્યું હતું
એ નીર્વાવાદ છે
લોકોને જે કહેવું હોય તે કહે
પણ હું મારા પ્રયત્નમાં સફળ રહ્યો એનો મને ગર્વ છે
સિંહ જેવા પુત્રને જન્મ આપનાર જનેતા કાજે નરસિહ બનવું પડે તો એમાટે પણ હું તૈયાર જ છું
કમ વોટ મે !!
ભગવાનનો પાડ માનું છું કે મને આવી શક્તિ આપી
અને આવી શક્તિ દરેક માટે મને આપતા રહે એવી રોજ જ પ્રાર્થના કરું છું
બાકી હું કોઈને મ્રત્યુ તો નાજ આપી શકું
જો એને કસમ આપી હોત તો તો પણ હું એ કસમ ના પાળત જ !!!
મારાં પરમ પૂજ્ય ફોઈ જોડે
મારાં એક ફોઈ વિષે મારે ચર્ચા થઇ હતી
એ સાયકોલોજીના નિવૃત્ત પ્રાધ્યાપિકા છે
એમને કહ્યું કે જે સ્ત્રી ૧૫ વર્ષ સુધી ખાટલામાં પડી રહી છે અને અનેક રોગોથી પીડાય છે અને ફરી ક્યારેય ઉભી નથી થવાની
એમની મુક્તિ માટે મર્સી કિલિંગ હોવું જોઈએ
મેં એમને અનુમોદન આપ્યું હતું
આજે એ વાત સાચી પડવા જઈ રહી છે !!!
એ એક સારી નિશાની છે !!!
“વાસ્તવ” અને એવી અનેક પ્રકારની ફિલ્મોમાં આવાં ઈચ્છા મૃત્યુની વાતો અનેકોવાર આવી છે
પણ ફિલ્મ હોવાના નાતે એને પોએટિક જસ્ટીસના નામે એને એમાં ખપાવી દેવામાં આવે છે
આમ ઇચ્છ મૃત્યુની વાત અભરાઈએ ચડાવી દેવામાં છે
બાકી સર્વોચ અદાલતનો આ નિર્ણય શિરોમાન્ય જ છે
પણ એમાં ડોક્ટરોની હાટડી ખુબ જ ચાલશે
આ બાબતમાં જો ઘટતું નહિ કરવામાં આવે તો
આવા નિર્ણયોનો કોઈજ મતલબ નહી રહે
આની એક સારી બાબત એ છે કે —–
કદાચ આત્મહત્યા કરતાં લોકો અટકશે
બાકી શું થશે એ તો આવનારો વખત જ બતાવશે
અત્યારે તો હેટ્સ ઓફ સુપ્રીમ કોર્ટ !!!
——- જનમેજય અધ્વર્યુ
👏👏👏👏👏👏👏👏👏
Leave a Reply