ચાર યુગ
✍️ ચાર-યુગ અને તેમની લાક્ષણિકતાઓ *
‘યુગ’ * શબ્દનો અર્થથાય છે
એક નિર્ધારિત સંખ્યા કે વર્ષોની કાલ અવધિ.
જેમકે સત્યયુગ, ત્રેતાયુગ , દ્વાપરયુગ , કલિયુગ વગેરે
અહીં આપણે ચાર યુગનું વર્ણન કરીશું.
યુગ વર્ણનમાંથી તાત્પર્ય એ નીકળે છે કે
એ યુગમાં કોઈપણ પ્રકારે વ્યક્તિનું જીવન
એની આયુ ,ઊંચાઈ એવં એનામાં થયેલાં અવતારો વિષે સવિસ્તર સમજાવવું અને જાણવું એ અત્યંત આવશ્યક છે
પ્રત્યેક યુગના વર્ષ પ્રમાણ અને એની વિસ્તૃત જાણકારી આ પ્રમાણે છે ——-
✍️ સત્યયુગ ——–
✍️ આ પ્રથમયુગ છે
આ યુગની વિશેષતાઓ આ પ્રકારે છે
આ યુગની પૂર્ણ આયુ અર્થાત કાલાવધિ —— ૧૭,૨૮,૦૦૦ વર્ષ હોય છે
આ યુગમાં મનુષ્યની આયુ – ૧.૦૦,૦૦૦ વર્ષ હોય છે
મનુષ્યની લંબાઈ ——- ૩૨ ફૂટ લગભગ (૨૧ હાથ)
સત્યયુગનું તીર્થ —— પુષ્કર છે
આ યુગમાં પાપની માત્રા —–૦ વિશ્વા અર્થાત (૦%) હોય છે
આ યુગમાં પુણ્યની માત્રા —–૩૦ વિશ્વા અર્થાત (૧૦૦%) હોય છે
આ યુગના અવતાર ——– મત્સ્ય,કુર્મ, વરાહ,નરસિંહ (આ બધાં જ અમાનવીય અવતાર છે …….
અવતાર ધારણ કરવાનું કારણ ——— શંખાસૂરનો વધએવં વેદોનો ઉધ્ધાર , પૃથ્વીનું ભાર હરણ, હિરણ્યાક્ષ દૈત્યનો વધ, હિરણકશ્ય્પુનો વધ એવં પ્રહલાદને સુખપ્રાપ્તિ કરાવવી ……
આ યુગની મુદ્રા —— રત્નમય છે
આયુગનું પાત્ર —— સુવર્ણ છે
✍️ ત્રેતાયુગ ———
✍️ આ દ્વિતીયયુગ છે
આ યુગની વિશેષતાઓ આ પ્રકારે છે
આ યુગની પૂર્ણ આયુ અર્થાત કાલાવધિ —— ૧૨,૯૬,૦૦૦ વર્ષ હોય છે
આ યુગમાં મનુષ્યની આયુ – ૧.૦,૦૦૦ વર્ષ હોય છે
મનુષ્યની લંબાઈ ——- ૨૧ ફૂટ લગભગ (૧૪ હાથ)
ત્રેતાયુગનું તીર્થ —— નૈમિષારણ્ય છે
આ યુગમાં પાપની માત્રા —–૫ વિશ્વા અર્થાત (૨૫%) હોય છે
આ યુગમાં પુણ્યની માત્રા —–૧૫ વિશ્વા અર્થાત (૭૫૦%) હોય છે
આ યુગના અવતાર ——– વામન,પરશુરામ,રામ છે …….
અવતાર ધારણ કરવાનું કારણ ——— બલીનો ઉધ્ધાર કરીને એને પાતાળલોકમાં મોકલ્યો , માદાન્ધ ક્ષત્રિયોનો સંહાર , રાવણ વધએવં દેવોને બંધનમુક્ત કરવા માટે ……
આ યુગની મુદ્રા —— સુવર્ણ છે
આયુગનું પાત્ર —— ચાંદી છે
✍️ દ્વાપરયુગ ————-
આ તૃતીય યુગ છે
આ યુગની વિશેષતાઓ આ પ્રકારે છે
આ યુગની પૂર્ણ આયુ અર્થાત કાલાવધિ —— ૮,૬૪,૦૦૦ વર્ષ હોય છે
આ યુગમાં મનુષ્યની આયુ – ૧.,૦૦૦ વર્ષ હોય છે
મનુષ્યની લંબાઈ ——- ૧૧ ફૂટ લગભગ (૭ હાથ)
દ્વાપરયુગનું તીર્થ —— કુરુક્ષેત્ર છે
આ યુગમાં પાપની માત્રા —–૧૦ વિશ્વા અર્થાત (૫૦%) હોય છે
આ યુગમાં પુણ્યની માત્રા —–૧૦ વિશ્વા અર્થાત (૫૦૦%) હોય છે
આ યુગના અવતાર ——– કૃષ્ણ અને બુદ્ધ …….
અવતાર ધારણ કરવાનું કારણ ——— કંસાદિ દુષ્ટોનો સંહાર એવં ગોપીની ભલાઈ ,દૈત્યોને મોહિત કરવાં માટે ……
આ યુગની મુદ્રા —— ચાંદી છે
આયુગનું પાત્ર —— તામ્ર છે
✍️ કલેયુગ ———-
✍️ આ ચતુર્થ યુગ છે
આ યુગની વિશેષતાઓ આ પ્રકારે છે
આ યુગની પૂર્ણ આયુ અર્થાત કાલાવધિ —— ૪,૩૨,૦૦૦ વર્ષ હોય છે
આ યુગમાં મનુષ્યની આયુ – ૧.,૦૦ વર્ષ હોય છે
મનુષ્યની લંબાઈ ——- ૫,.૫ ફૂટ લગભગ (૩,૫ હાથ)
કલેયુગનું તીર્થ —— ગંગા છે
આ યુગમાં પાપની માત્રા —–૧૫ વિશ્વા અર્થાત (૭૫%) હોય છે
આ યુગમાં પુણ્યની માત્રા —–૧૦ વિશ્વા અર્થાત (૨૫૦%) હોય છે
આ યુગના અવતાર ——– કલ્કિ ( બ્રાહ્મણ વિષ્ણુ યશના ઘરે)…….
અવતાર ધારણ કરવાનું કારણ ——— મનુષ્ય જાતિનો ઉધ્ધાર અધર્મીઓનો વિનાસ એવં ધર્મની રક્ષા માટે ……
આ યુગની મુદ્રા —— લોખંડ છે
આયુગનું પાત્ર —— માટી છે
——– જનમેજય અધ્વર્યુ
👏👏👏👏👏👏👏👏
Leave a Reply