“તુમ મુજે ખૂનદો …… મેં તુમ્હે આઝાદી દૂંગા ”
ઐતિહાસિક ભાષણ – ઇસવીસન ૧૯૪૪ (રંગૂન) ——————
(સંપૂર્ણ ભાષણ)
નેતાજીએ આ ભાષણ ઇસવીસન ૧૯૪૪માં રંગૂન બર્મામાં ઇન્ડિયન નેશનલ આર્મીમાં આપ્યું હતું !!!
દોસ્તો …….. બાર મહિના પહેલાં પૂર્વી એશિયામાં ભારતીયો સામે “સંપૂર્ણ સૈન્ય સંગઠન” કે “વધારે બલિદાન”ણો કાર્યક્રમ પેશ કરવામાં આવ્યો હતો
આજે હું આપને ગતવર્ષની આપની ઉપલબ્ધિઓ ણો હિસાબ આપીશ અને આવનારાં વર્ષની આપણી માંગો તમારી સામે રાખીશ ……!!!
પરંતુ એવું કરતાં પહેલાં હું તમને એક વાર આ એહસાસ કરાવવા માંગું છું કે
આપણી પાસે આઝાદી હાંસલ કરવાંણો કેટલો સોનેરી અવસર છે !!!
અંગ્રેજો એક વિશ્વવ્યાપી સંઘર્ષમાં ઉલઝેલાં છે અને આ સંઘર્ષ દરમિયાન એમણે ઘણાં મોરચે મ્હાત ખાઈ છે
આ રીતે શત્રુનાં ઘણાં કમજોર થઇ જવાથી
આઝાદી માટે આપણી લડાઈ બહુજ સરળ બની ગઈ છે
જેટલી એ પાંચ વર્ષ પહેલાં હતી !!!
આ રીતનો અનોખો અને ઈશ્વરપ્રાપ્ત અવસર સો વર્ષમાં એક જ વાર આવે છે !!!
એટલાં માટે માતૃભૂમિને બ્રિટિશ ગુલામીમાંથી છોડાવવાં માટે
આપણેઆ અવસરનો પૂરો ફાયદો ઉઠાવવાની કસમ ખાઈ છે !!!
આપણા સંઘર્ષની સફળતા માટે હું એટલો વધારે આશાવાદી છું
કારણકે હું માત્ર પૂર્વ એશિયાનાં ૩૦ લાખ ભારતીયોનાં પ્રયાસો પર નિર્ભર નથી !!!
ભારતની અંદર એક વિરાટ આંદોલન ચાલી રહ્યું છે ……
અને આપણા લાખો દેશવાસીઓ આઝાદી હાંસલ કરવાં માટે અધિકતમ દુખ સહન કરવાં અને બલિદાન આપવાં માટે તૈયાર છે !!!
દુર્ભાગ્યવશ ……. સન ૧૮૫૭નાં મહાન સંઘર્ષ પછી આપણા દેશવાસીઓ નિહત્થા છે ……. જયારે દુશ્મનો હથિયારોથી લદાયેલાં છે
આજનાં આ આધુનિક યુગમાં નિહત્થા લોકો માટે હથિયારો અને એક આધુનિક સેનાવગર આઝાદી હાંસલ કરવી નામુમકિન છે !!!
ઈશ્વરની કૃપા અને ઉદાર નિયમની સહાયતાથી પૂર્વી એશિયાનાં ભારતીયો માટે
એ સંભવ થઇ ગયું છે કે એક આધુનિક સેનાનાં નિર્માણ માટે હથિયાર હાંસલ કરી શકે !!!
આની અતિરિક્ત …….. આઝાદી હાંસલ કરવાં માટે નાં પ્રયાસોમાં પૂર્વી એશિયાનાં ભારતીયો એકતામાં બંધાયેલાં છે
અને ધાર્મિક અને અન્ય ભિન્નતાઓને , જેને બ્રિટિશ સરકારે ભારતની અંદર હવા આપવાની કોશિશ કરી ….. એનું અહીં પૂર્વી એશિયામાં નામોનિશાન નથી !!!
આજ કારણે આજ પરિસ્થિતિનો એવો આદર્શ મિલાપ અમારી પાસે છે ……. જે આપણા સંઘર્ષની સફળતાનાં પક્ષમાં છે —
હવે જરૂરત માત્ર એ વાતની છે કે આપણી આઝાદીની કિંમત ચૂકવવાં અંતે ભારતીય સ્વયં આગળ આવે …..!!!
“સંપૂર્ણ સૈન્ય સંગઠન”નાં કાર્યક્રમ અનુસાર મેં આપસી જવાનો, ધન અને સામગ્રીની માંગ કરી હતી !!!
જ્યાં સુધી જવાનોનો સંબંધ છે ….. મને આપને બતાવતાં ખુશી થઇ રહી છે કે આપણને પર્યાપ્ત સંખ્યામાં રંગરૂટ મળી ગયાં છે
અમારી પાસે પૂર્વી એશિયાનાં દરેક ખૂણેથી રંગરૂટ આવ્યાં છે ——
ચીન, જાપાન, ઇન્ડોચીન, ફીલીપીન્સ,જાવા, બોર્નિયો, સેલેબસ, સુમાત્રા, મલાયા, થાઈલેન્ડ અને બર્માથી !!! ……..
તમારે વધારે અધિક ઉત્સાહ એવં ઉર્જા સાથે જવાનો, ધન તથા સામગ્રીની વ્યવસ્થા કરતાં રહેવી જોઈએ…….
વિશેષરૂપથી આપૂર્તિ અને પરિવહનની સમસ્યાઓનું સંતોષજનક સંધાન હોવું જોઈએ !!!
આપણે મુક્ત કરેલાં ક્ષેત્રોનાં પ્રશાસન અને પુનર્નિર્માણ માટે બધી શ્રેણીઓનાં પુરુષો અને મહિલાઓની જરૂરત પડશે !!!
આપણે એ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ , જેમાં શત્રુ કોઈ વિશેષ ક્ષેત્રમાંથી પાછળ હટતાં પહેલાં નિર્દયતાથી “ઘર ફૂંક નીતિ” અપનાવે !!!
તથા નાગરિક આબાદીને પોતાનાં શહેર અથવા ગામ ખાલી કરવાં માટે મજબૂર કરશે…..જેવું એમણે બર્મામાં કર્યું હતું
સૌથી મોટી સમસ્યા યુદ્ધભૂમિમાં જવાનો અને સામગ્રી પહોંચાડવાની છે !!!
જો આપણે એવું નથી કરતાં તો આપણે મોર્ચા પર પોતાની કામયાબીને જારી રાખવાની આશા નથી કરી શકતાં
ન તો આપણે ભારતનાં આંતરિક ભાગો સુધી પહોંચવામાં કામયાબ થઇ શકે છે !!!
આપમાંથી એવાં લોકોને કે જેમને આઝાદી પછી દેશ માટે કામ ચાલુ રાખવું છે એમણે એ ક્યારેય ના ભુલવું જોઈએ કે પૂર્વી એશિયા –
વિશેષરૂપે બર્મા – આપણા સંઘર્ષનો આધાર છે
કદાચ જો આ આધાર મજબૂત નથી તો આપણી લડાકુ સેનાઓ ક્યારેય વિજયી નહીં થાય !!!
યાદ રાખજો કે આ એક સમ્પૂર્ણ યુદ્ધ છે …….. માત્ર બે સેનાઓ વચ્ચેનું યુદ્ધ નથી !!!
એટલાં માટે આ એક વર્ષમાંથી મેં પૂર્વમાં “સમ્પૂર્ણ સૈન્ય સંગઠન” પર આટલું જોર આપ્યું છે !!!
મારું આ કહેવાં પાછળનું કારણ એ છે કે તમે ઘરેલુ મોરચા પર અધિક ધ્યાન આપો ……. એક વધારે પણ કારણ છે
આવનારાં મહિનામાં હું અને મંત્રીમંડળની યુદ્ધ સમિતિનાં મારાં સહયોગી યુદ્ધનાં મોર્ચા પર
અને ભારતની અંદર ક્રાંતિ લાવવાં માટે પણ ——- તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાં માંગો છો !!!
એટલાં જ માટે આપણે આ વાતને પૂરી રીતે સુનિશ્ચિત કરવાં ઈચ્છીએ છીએ કે
આધાર પર અમારું કાર્ય અમારી અનુપસ્થિતિમાં સુચારુરૂપથી અને વિના કોઈ રોકટોકથી ચાલતું રહે
સાથીઓ એક વર્ષ પહેલાં ……… જયારે મેં તમારી સમક્ષ કેટલીક માંગો રાખી હતી
ત્યારે મેં કહ્યું હતું કે જો આપ મને “સંપૂર્ણ સૈન્ય સંગઠન” આપો તો હું તમને એક “એક બીજો જ મોર્ચો આપીશ…..!!!”
મેં મારું વચન નિભાવ્યું છે …….
આપણા અભિયાનનું પહેલું ચરણ પૂરું થઇ ગયું છે !!!
આપણી વિજયી સેનાઓએ સેનાઓ સાથે ખભે ખભાં મિલાવીને શત્રુઓને પાછળ ધકેલી દીધાં છે
અને અત્યારે એ આપની માતૃભૂમિની પવિત્ર ધરતી પર બહાદૂરીથી લડી રહી છે !!!
હવે જે કામ આપણી સામે છે એને પૂરું કરવાં માટે કમર કસી લો
મેં તમને જવાનો, ધન અને સામગ્રીની વ્યવસ્થા કરવાં માટે કહ્યું હતું
મને એ બધું જ ભરપુર માત્રામાં મળી યુ છે
હવે હું તમારી પાસેથી કૈંક વિશેષ ચાહું છું !!!
જવાન,ધન અને સામગ્રી પોતાની જાતે વિજય કે સ્વતંત્રતા નથી અપાવી શકતાં
આપણી પાસે એવી કોઈક પ્રેરક શક્તિ હોવી જોઈએ જે આપણને બહાદુર અને ઉચિત કાર્યો માટે પ્રેરિત કરે
માત્ર આજ કારણ છે કે હવે વિજય આપણી પહોંચમાં દેખાઈ રહ્યો છે !!!
તમારું એવું વિચારવું કે તમે જીવતે જીવત ભારતને સ્વતંત્ર જોઈ શકશો
એ સોચ તમારે માટે ઘાતક ભૂલ સમાન હશે !!!
અહીંયા મૌજૂદ લોકોમાંથી કોઈનાં મનમાં સ્વતંત્રતાનાં મીઠાં ફળોનો આનંદ લેવાની ઈચ્છા ના જ હોવી જોઈએ !!!
એક લાંબી લડાઈ હવે આપની સામે છે !!!!
આજે આપણી કેવળ એક જ ઈચ્છા હોવી જોઈએ – મારવાની ઈચ્છા !!!
જેથી ભારત જીવી શકે …….
એક શહીદની મૌત મરવાની ઈચ્છા …….
જેનાંથી સ્વતંત્રતાની રાહ શહીદોનાં ખૂનથી બનાવી શકાય !!!
સાથીઓ ……… આજે હું તમારી પાસે એક જ ચીજ માંગું છું !!!
સૌથી ઉપર હું તમરી પાસે તમારું ખૂન માંગું છું !!!
આ ખૂન જ એ ખૂનનો બદલો લેશે ,જે દુશ્મનોએ વહાવ્યું છે
ખૂનથી જ આઝાદીની કિંમત ચુકાવી શકાય તેમ છે !!!
તમે મને ખૂન આપો અને હું તમને આઝાદી અપાવવાનો વાયદો કરું છું !!!
Leave a Reply