વિશ્વ મોબાઈલ કેમેરા દિવસ
(૫ માર્ચ )
✅ આ લખતાં પહેલાં મોબાઈલ એટલે શું અને મોબાઈલ વિષે જાણકારી પ્રાપ્ત કરી લેવી અત્યંત આવશ્યક છે
પહેલાં પેજર હતું ત્યારે લોકો એની પાછળ ગાંડાઘેલા થયાં હતાં
અને હવે જયારે મોબાઈલ આવ્યો ત્યારે મોબાઈલનો ક્રેઝ વધી ગયો છે
એક સામુળી ક્રાંતિ જ છે આ મોબાઈલ
જે જોઈએ તે અને જ્યાં જોઈએ ત્યાં તે બધું કજ તમને એમાંથી મળી જ રહે છે
માત્ર તમને એ લેતાં આવડવું જોઈએ અને શું જોઈએ છે તે તમારે નક્કી કરવાનું હોય છે !!!
મોબાઈલની શરૂઆત તો વાતચીત કરવા, મિત્રો અને કુટુંબીજનો સાથે સતત સંપર્કમાં રહેવાં જ થઇ હતી
કહોકે ખબર અંતર પૂછવા માટે
અને અત્યારના લવરિયા માટે ચેટ કરવાં માટે અને ગર્લફ્રેન્ડ બનવવા માટે
જોકે સબંધો વિકસાવવા માટે આ સાધન અને માધ્યમ ખુબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે એ નિર્વિવાદ છે !!!
✅ મોબાઈલની શોધ કોણે કરી ?
✅ અત્યાર સુધીમાં મેં ઘણાં સ્ટેટસ લખ્યાં
ઘણાં સ્ટેટસ વાંચ્યા પણ તેમાં ક્યારેય કોઈ દિવસ મોબાઈલના ઉપયોગ વિષે મેં નથી લખ્યું કે નથી જ વાંચ્યું
આ મોબાઈલની શોધ ફીનીશ શોધક Eric Tigerstedtએ ઈસ્વીસન ૧૯૧૭માં કરી હતી
તેમણે આની પોકેટસાઈઝ ફોલ્ડીંગ ડીવાઈસ તરીકે પેટન્ટ કરાવી હતી
જેમાં એક પાતળો ઝીણો કાર્બન માઈક્રોફોન સામેલ હતો
શરુ શરૂમાં આ ફોન એનાલોગ રેડીઓ તરીકે ઓળખાતો હતો
અને એના જ કોમ્યુનીકેશન માટે વપરાતો હતો
જેને આપણે સેલ્યુલર ફોન તરીકે ઓળખીએ છીએ
જેનો ઉપયોગ ટ્રેન અને વહાણોમાં થતો હતો !!!
વિધિવત રીતસરના આ સેલ્યુલર ફોનની શોધ દ્વિતીય વિશ્વયુધ દરમિયાન થઇ હતી
એમાં ડેવલોપમેન્ટ લગભગ બધાં જ દેશોએ કર્યું
અને આમ બેલ સીસ્ટમ એ ધીમે ધીમે પણ મક્કમ રીતે મોબાઈલ ટેકનોલોજીમાં પરિવર્તિત તઃતી ગઈ !!!
આ ઝીરોથ જનરેશન (OG)એ કઈ સેલ્યુલર ફોન તો નહોતી જ !!!
અને એ બહુ ખર્ચાળ પણ હતી
✅ પહેલો હાથવગો અને હાથમાં સમાઈ શકે એવો મોબાઈલ ફોન એ ડેમોનસ્ટ્રેટ કર્યો
જહોન માઈકલ અને અને માર્ટીન કૂપરે
જેઓ મોટરોલા કંપનીમાં કામ કરતાં હતાં
આ કાર્ય એમણે ઇસવીસન ૧૯૭૩માં કર્યું
આ હેન્ડસેટ એ ૨ કિલોગ્રામનો હતો
2 કિલોગ્રામ (4.4 પાઉન્ડ) વજનવાળા હેન્ડસેટનો ઉપયોગ કરીને
પ્રથમ વ્યાપારી ઓટોમેટેડ સેલ્યુલર નેટવર્ક (1 જી) એનાલોગ જાપાનમાં નિપ્પોન ટેલિગ્રાફ અને ટેલિફોન દ્વારા ઇસવીસન ૧૯૭૯માંમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
૧૯૮૧માં માં તેનું નામ ડેનમાર્ક, ફિનલેન્ડ, નૉર્વે અને સ્વીડનમાં નોર્ડિક મોબાઇલ ટેલિફોન (એનએમટી) સિસ્ટમના લોંચ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કેટલાક અન્ય દેશોએ૮૦ ના દાયકાની મધ્યમાં શરૂઆત કરી.
આ પ્રથમ પેઢી (1 જી) સિસ્ટમ્સ વધુ એક સાથે કોલ્સને ટેકો આપી શકે છે
પરંતુ હજુ પણ એનાલોગ સેલ્યુલર તકનીકનો ઉપયોગ કરે છે.
૧૯૮૩ માં, ડાયનેટેક ૮૦૦૦x એ પ્રથમ વ્યવસાયિક રૂપે ઉપલબ્ધ હેન્ડહેલ્ડ મોબાઇલ ફોન હતું.
✅ ૧૯૯૧માં, બીજા પેઢી (2 જી) ડિજિટલ સેલ્યુલર ટેકનોલોજી જીએસએમ સ્ટાન્ડર્ડ પર રેડિઓલિન્જે દ્વારા ફિનલેન્ડમાં લોંચ કરવામાં આવી હતી.
નવા ક્ષેત્રના ઓપરેટરોએ 1 જી નેટવર્ક ઓપરેટરોને પડકાર ફેંક્યા હોવાથી આ ક્ષેત્રમાં આ સ્પર્ધામાં તીવ્ર વધારો થયો હતો.
દસ વર્ષ પછી, 2001 માં, ત્રીજા પેઢી (3 જી) ને જાપાનમાં ડબલ્યુસીડીમા સ્ટાન્ડર્ડ પર ડોટ ડોકોમો દ્વારા લોંચ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ હાઈ-સ્પીડ પેકેટ એક્સેસ (એચએસપીએ) પર આધારિત 3.5 જી, 3 જી + અથવા ટર્બો 3 જી એન્હાંમેન્ટમેન્ટ અનુસરવામાં આવ્યું હતું,
જે ઉમટ્સ નેટવર્ક્સને ઉચ્ચ ડેટા ટ્રાન્સફર ઝડપ અને ક્ષમતા ધરાવવાની મંજૂરી આપે છે.
✅ ઇસવીસન ૨૦૦૯ સુધીમાં,
તે સ્પષ્ટ થઈ ગયું હતું કે, અમુક સમયે, 3 જી નેટવર્ક્સ સ્ટ્રીમિંગ મીડિયા જેવા બેન્ડવિડ્થ-સઘન એપ્લિકેશંસના વિકાસથી ભરાઈ જશે.
તેના પરિણામે, ઉદ્યોગને 3 જી ટેકનીક કરતાં દસ ગણી સુધી ઝડપ સુધારણાના વચન સાથે,
ડેટા-ઓપ્ટિમાઇઝ્ડ ચોથી પેઢીના તકનીકો તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું.
4 જી તરીકે બિલ કરવામાં આવેલી પ્રથમ બે વ્યાપારી ઉપલબ્ધ તકનીકીઓ વેમિક્સ સ્ટાન્ડર્ડ હતી,
જે સ્પ્રિન્ટ દ્વારા ઉત્તર અમેરિકામાં ઓફર કરાઈ હતી,
અને એલટી સ્ટાન્ડર્ડ, જે સૌ પ્રથમ ટેલીઓસોનેરા દ્વારા સ્કેન્ડિનેવિયામાં ઓફર કરાઈ હતી.
✅ 5 જી એક ટેક્નોલૉજી અને શબ્દ છે
જેનો ઉપયોગ 4 જી / આઇએમટી-એડવાન્સ્ડ ધોરણોથી આગળનાં મોબાઇલ ટેલિકમ્યુનિકેશન ધોરણોમાં
આગામી મુખ્ય તબક્કાને સૂચવવા માટે સંશોધન પેપરો અને પ્રોજેક્ટ્સમાં થાય છે.
5 જી શબ્દનો સત્તાવાર ઉપયોગ કોઈ પણ સ્પષ્ટીકરણ અથવા સત્તાવાર દસ્તાવેજમાં સત્તાવાર રીતે કરવામાં આવ્યો નથી,
જે ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ અથવા 3 જી.પી.પી., વિમેક્સ ફોરમ
અથવા ઇટીયુ-આર જેવા માનકકરણ સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
4 જીથી આગળનાં નવા ધોરણો હાલમાં માનકકરણ સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવી રહ્યા છે,
પરંતુ આ સમયે તેઓ 4 જી છત્રી હેઠળ જોવા મળે છે,
નવી મોબાઇલ પેઢી માટે નહીં.
✅ આ તો થઇ મોબાઈલ ટેકનોલોજી ના વિકાસની વાત
અત્યારના સ્માર્ટ ફોનના ૨ પ્રકાર છે
[૧] ફીચર ફોન
અને
[૨] કોશર ફોન
✅ અત્યારનાં સ્માર્ટ ફોનમાં ——
[૧] CPU
[૨] બેટરી (લાંબી આવરદાવાળી)
[૩] કીપેડ અને ટચ સ્ક્રીન
[૪] ડિસ્પ્લે
[૫] સ્પીકર્સ અને અવાજ (સાઉન્ડ)
[૬] સીમ કાર્ડસ અને આર-યુઆઈએમ કાર્ડસ
અને અતિ મહત્વનું ફીચર
[૭] કેમેરા
વગેરે હોય છે …….
✅ અત્યારના સ્માર્ટફોનમાં બેક કેમેરા અને ફ્રન્ટ કેમેરા એમ બંને કેમેરા હોય છે
બેક કેમેરામાં મેગાપિક્સલ અને ફીચર્સ વધારે હોવાના કારણે તે ખુબજ સરસ રીતે દ્રશ્યો જગ્યાઓ અને માણસોને ખુબજ સારીરીતે આપણામાં યાદગીરી તરીકે સમાવવા માટે સક્ષમ છે
અકેમેરનો જ હાલમાં બહોળો ઉપયોગ થવાં લાગ્યો છે
દરેક જગ્યાએ આ મોબાઈલ કેમેરણ જ ઉપયોગ અને વપરાશ વધ્યો છે
ઐતિહાસિક અને નૈસર્ગિક સ્થળોએ લગભગ આ જ મોબાઈલ કેમેરાનો વપરાશ વધ્યો છે
એમાં ઝુમીંગ પણ વધ્યું છે
આ કેમેરામાં બાહ્ય ઉપકરણો જેવાંકે લેન્સ અને ફિલ્ટરસ પણ લગાડી શકાય છે
જે તમારો મોબાઈલ DSLR જેવો તો નહીં પણ એની સમક્ષ બનવવા માટે પૂરતાં છે
અત્યારના સ્માર્ટ ફોનમાં ૫ મેગાપીક્સ્લથી માંડીને ૨૦ મેગા પીક્સલ સુધીના કેમેરા ઉપલબ્ધ છે
એમાં પણ જ્યારથી ડ્યુઅલ કેમેરાવાળાં ફોન આવ્યા છે ત્યારથી પેનોરમિક ફોટાઓ અને ફોટો એડીટીંગ પણ વધ્યું જ છે
આ એક સારી નિશાની અવશ્ય જ ગણાય
એના લેન્સને આપણી આંગળીઓથી એનો લેન્સ ખરાબ ના થાય એ માટેના કવર્સ પણ હવે ઉપલબ્ધ થયાં છે
ફ્રન્ટ કેમેરાના સેલ્ફીના બહોળા વપરાશને કારણે અત્યારે લોકો આ DSLR કેમેરા કરતાં મોબાઈલનો જ ઉપયોગ કરતાં વધારે નજરે પડે છે !!!
✅ હું DSLR કેમેરાનો વિરોધી બિલકુલ જ નથી
અલ્કે હું પોતે પણ લેવાનો છું જ
પણ વિચારો અપને ફરવાં જઈએ ત્યારે કેટલા સાધનોને લઈને જઈએ
આપને રાવણ તો નથી જ ણે કે આપણણે કઈ ૨૦ હાથ હોય !!!
ભગવાને અપન્નને ૨ જ હાથ આપ્યાં છે
ત્યારે અકેમેરા ગળામાં લટકાવીને ફરવાં કરતાં આ મોઆઇલ ફોનનો કેમેરા જ વધુ સુગમ પડે છે
અરે યાર DSLR કેમેરા સાચવવો પણ બહુ જ અઘરો પડે છે કારણકે તે ખુબ જ મોંઘો છે
પણ દરેકની એક આગવી ખાસિયત છે અને દરેકનો એક અલગ જ અંદાઝ અને ચાર્મ છે !!!
✅ મોબાઈલ કેમેરાના ઉપયોગો —–
✅ ડોક્યુમેન્ટ સેન્ડ કરવાં માટે
ડોકટરોને એક્સરે બતાવવાં
બીલો અને ટીકીટો બતાવવા માટે
આધાર કાર્ડ અને પણ કાર્ડ બતાવવા માટે
લાયસન્સ બતાવવા માટે
શું ખરીદ કરવું છે અને કેવું ખરીદવું છે તે માટે
અને શું વેચવું છે તે માટે પણ
આમંત્રણો અને કંકોત્રીઓ મોકલવાં માટે
લેડીઝ ડ્રેસના રંગો અને ડીઝાઈન માટે
આવાં તો અનેકો ઉપયોગો છે એનાં
✅ ટૂંકમાં ——
આજે આ મોબાઈલ કેમેરા એ આપનું અવિનાભાવી અંગ બની ગયું છે
આજે ૫મિ માર્ચ એ વિશ્વ મોબાઈલ કેમેરા દિવસ હોવાથી એ નિમિત્તે થોડી જાણકારી આપી છે
જે આપને સૌને ગમશે જ !!!
✅ કેટલીક યાદો મેં મારાં મોબાઈલ કેમેરામાં સમાવી છે જે આપની સમક્ષ મુકું છું !!!
——— જનમેજય અધ્વર્યુ
🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌺
Leave a Reply