🏏🏏🏏 મહેન્દ્રસિંહ ધોની 🏏🏏🏏
એક ક્રિકેટર કરતાં પણ ઉત્તમ માણસ છે
એક રેફ્યુજી કેમ્પમાં જન્મેલા બાળકને સતત આઠ વર્ષથી પોતાનો અંગત મિત્ર બનાવ્યો
એની સાથે ઘણી વખત રહ્યો
એને વિકેટકિપિંગનાં પાઠ ભણાવ્યા
આક્રમકઃ બેટિંગની ટીપ આપી
નામ છે એનું અહેમદ શેહઝાદ
જયારે ધોની અફઘાનિસ્તાન સામે સુકાની બન્યો
ત્યારે એ એહમદ શેહઝાદની બેટિંગ જોઈને બહુ જ ખુશ થયો
પણ ધોનીને અંદરખાનેથી ડર હતો કે ક્યાંક ભારત હારી ના જાય
એનો ડર ભાંગ્યો રાહુલ અને રાયડુએ
પણ તોય નસીબ વાંકુ જ હતું
બેટિંગમાં સકાર મધ્યક્રમના બેટસમેનોએ ના વાળ્યો
કાર્તિક અને ધોની અમ્પાયરના ખોટાં નિર્ણયના ભોગ બન્યાં
પણ જાડેજાએ મેચ ટાઈ કરાવી
ધોની મેચ પત્યા પછી શેહઝાદને મળ્યો અને એને ભેટ્યો
અને કહ્યું તું ખુબજ સારું રમ્યો છું
પણ મને તો ભારતની હારનો જ ડર હતો !!!
હવે કાલ ની મેચની વાત
ધોની અને જાધવ ક્રિઝ પર હતાં
દરેકને એમ હતું કે ધોની મેચ જીતાડી દેશે
જાધવ મોટાં શોટ્સ નહોતો નહોતો મારી શકતો
કારણકે એનાં પગમાં દુખાવો હતો
આ બાબતે ધોનીએ એને 3-4 વાર કહ્યું
ધોની આઉટ થઇ ગયો
પણ ત્યાં જ દર્શકોને અને કરોડો ક્રિકેટપ્રેમીઓને ઝાટકો લાગ્યો
હવે જાડેજાનો વારો હતો
પણ ત્યાં જ રોહિત શર્મા એક ચાલ ચાલ્યો
એણે તરતજ જાધવને પાછો બોલાવ્યો
અને ભુવનેશ્વર કુમારને બેટિંગમાં ઉતાર્યો
બહુવીને જે ઉત્તમ બેટ્સમેન નથી માનતાં
તેઓએ કાલે એણે રુબેલ હોસ્સેનને મારેલી સિક્સર જોવાં જેવી હતી
ભુવિએ એનું કામ બરોબર નિભાવ્યું
એણે અને જાડેજાએ ભારતને જીતની નજીક લાવી દીધું
જાડેજા પણ આ વખતે તો ટાઈ ના પડે એની વધુ પડતી તકેદારીમાં બહુજ ખરાબ રીતે આઉટ થયો
ભારત હારી શકે છે એવું બધાને લાગવાં માંડયુ
હવેજ વાતનો વળાંક આવે છે મિત્રો
કેદાર જાધવ મનમાં દુઃખી થતો હતો કે કાશ હું મેદાનમાં જય શકતો હોત તો કેવું સારું
તે પુરી મેચ પણ જોઈ શકતો નહોતો મનમાંને મનમાં મૂંઝાતો હતો
ધોનીના વખાણ આ માટે તો કરવાં જ પડે
એ ઉભો થઈને કેદાર જાધવ પાસે આવ્યો
જાધવના ખભે હાથ મૂકીને કહ્યું
“તું દુઃખ દર્દ ભૂલી જઈને મેદાન પાર ઉતર
સિંગલ લેવાની જરૂરત નથી બિગ શોટ્સ માર તને વાંધો નહિ આવે
જયારે ભારત મુશ્કેલીમાં છે તો તારા શિરે જ એને ઉગારવાની જવાબદારી છે
ભારતની પ્રતિષ્ઠા માટે પણ તું મેદાન ઉપર ઉત્તર અને ભારતને વિજયી બનાવ
વિજયી ભવ !!!”
અને જાધવના ચહેરા પર ચમક આવી
એની આંખોમાં નૂર આવ્યું
તે ઉતર્યો મેદાન પર ધોનીના કહેવાથી જ
અને પરિણામ તમારી સામે જ છે
હેટ્સ ઓફ મહેન્દ્રસિંહ ધોની
એક નહિ લાખો સલામ છે તને ભાઈ !!!
હવે કેદાર જાધવના મનમાં શુ હતું તે પણ જાણી લઈએ
એ જયારે મેદાન ઉપર ઉતર્યો ત્યારે એના મનમાં એજ વાત હતી કે
મેચ છેલ્લી ઓવરના 2 બોલ સુધી કે છેલ્લા બોલ સુધી ચાલી શકે એમ છે
હું કદાચ બિગ શોટ્સ નહીં મારી શકું
પણ મેચ જીતાડીશ
કારણકે પીચની વર્તણુક કૈંક અજબ જ હતી
બાંગ્લાદેશના બોલરો સારાં હતાં
એને હતું જ કે છેલ્લી ઓવર મોહંમદઉલ્લાહ જ નાંખશે
આ ઓવરમાં 6 રન કરવાંનાં હતાં
હવે એક નજર જરા આ ઓવર પર નાંખી લઈએ
કુલદીપે પહેલાં બોલે રન લઈને સ્ટ્રાઇક જાધવને આપી
બધાને હતું કે જાધવ હવે ચોગ્ગો મારીને કે છગ્ગો મારીને મેચ પુરી કરશે
પણ તેણે 1 રન લઈને સ્ટ્રાઇક કુલદીપને આપી
કુલદીપે ચતુરાઈપૂર્વક ત્રીજા બોલે 2 ન લીધાં
હવે જીતવા માટે 3 બોલ અને2 રન જોઈએ
કુલદીપ પણ મેચ પુરી કરવાની ઉતાવળમાં હતો
ચોથા બોલે બેટ વીંઝ્યું પણ સંગમ થયો જ નહીં
ત્યારે જાધવે કહ્યું સિંગલ લે અને મને સ્ટ્રાઇક આપ
મેચ ટાઈ થશે નહીંતર ખાલીખોટી
અને કુલદીપે સમજદારીપૂર્વક પાંચમા બોલે એક રન લીધો
અને હવે જે કઇં પણ કરવાનું હતું તે જાધવે કરવાનું હતું
તેના જણાવ્યા અનુસાર છેલ્લાં 2-3 બોલ બાકી હશે ત્યારે ફિલ્ડરો આગળ અને નજીક ઊભાં હશે
તો એ વખતે ઊંચો શોટ મારી શકાશે
છેલા બોલે ઊંચો શોટ તો ના માર્યો પણ બોલ પેડને અડીને ફાઈન લેગ પર ગયો અને જાધવ એક રન દોડી ગયો
અને આમ ભારત જીત્યું
હવે મેચ પત્યા પછી વિકેટકીપર રહીમનું સ્ટેટમેન્ટ જુઓ
આમે ધોનીની બેઈમાની અને ભારતીય ટીમની ચીટિંગને કારણે હાર્યા છીએ
લીટોન દાસનું સ્ટમ્પિંગ ધોનીએ ખોટી રીતે કર્યું છે
એનો પગ ક્રીઝમાં જ હતો
આ તો ધોનીની ખોટી બુમાબૂમે અમ્પાયરે દબાણમાં આવી જઈને તેને આઉટ આપ્યો છે
આજ ધોનીએ કૈં કેટલાયે ઘાયલોને પોતાની કન્સર્નથી બચાવ્યા છે
કેટલાંય અમ્પાયરોના નિર્ણયોને પોતાની ફેવરમાં આણ્યાં છે
તેવા સરળ અને સહૃદયી માણસ માટે આવું બોલવું કેટલે અંશે વ્યાજબી ગણાય !!!
આ સ્ટેટસ મહેન્દ્રસિંહ ધોનીને સમર્પિત છે !!!
🍀🍀🍀🍀🍀
Leave a Reply