સ્વતંત્રતા દિવસ સ્પેશિયલ
એક વાત તમને કરવી છે મારે સ્વતંત્રતા દિવસ પણ ધ્વજ ફરકાવવાનો અધિકાર કોનો? વાત કોલેજની છે એટલે કે બાલાસિનોરની, પિતાજી પ્રિન્સિપાલ એટલે ધ્વજ ફરકાવવાનો? કોલેજના ટ્રસ્ટીઓ જેઓ ખૂબ જ માનનીય વ્યક્તિઓ હતાં તેમનો? હું કોલેજનો જનરલ સેક્રેટરી હતો એટલે મારો?
મારી બેન નંદિતા જે કોલેજમાં આગળ પડતી હતી એનો? કે મારી મમ્મી જેના થકી આખો બાલાસિનોર પંથક ગાજતો હતો એનો કે બાલાસિનોરના નવાબ સાહેબ કે બેગમ સાહેબા નો ? કે બાલાસિનોર પંથકના ધારાસભ્ય કે એ વિસ્તારના સંસદસભ્ય કે અગ્રણી સામાજિક કાર્યકરનો ? આ બધાંનો જવાબ છે ના !
જાણો છો કોલેજમાં કોણે કોણે સ્વતંત્રતા દિવસે ધ્વજ ફરકાવ્યો છે તે ! કોલેજના હેડ પટાવાળા જે જાતે હરિજન હતાં. કોલેજ કેમ્પસમાં રહેતા પટવાળાઓ અને એમની પત્નીઓ અને એમનાં બાળકો, બસ ચાલકો અને બસ કંડકટરો, ગામના મુસ્લિમ આગેવાનો, કોલેજના સ્વીપરો અને કોલેજમાં સૌને પાણી પીવડાવતા સૌની તરસ છીપાવતાં વયોવૃદ્ધ બાઈ દ્વારા વારાફરતી ધ્વજ વરસોવરસ ધ્વજ ફરકાવવામાં આવ્યાં હતાં.
આમાં અમે બધાં ક્યાંય પિક્ચરમાં જ નથી આવ્યાં અને નહોતાં આવવા માંગતા ! આનાથી વધારે સારું દ્રષ્ટાંત બીજું કયું હોઈ શકે? આ જ સાચી સ્વતંત્રતા છે. જે આપણે આપવાની હોય છે. વાત જો રાષ્ટ્રભક્તિની જ કરવાની હોય તો પિતાજીનો નમ્બર પ્રથમ આવે કારણકે એમણે તો કોકને કોકરીતે અંગ્રેજો સામે લડીને આઝાદી અપાવી હતી એજ સંસ્કાર એમણે એમનાં બે સંતાનો ને આપ્યાં. માતૃશ્રીનો પણ આમાં સિંહફાળો છે.
એક આપણે છીએ કે આ દિવસની મહત્તા સમજતાં જ નથી અને દતેટસો લખ્યાં કરીએ છીએ. આમાં હું પણ બાકાત નથી જ. આ સ્ટેટ્સ લખવાનું પણ એક કારણ છે જે હું નથી જણાવવા માંગતો. રાજકીય સ્ટેટ્સ અને ઉત્સવના દિવસોના સ્ટેટ્સ બહુ લખ્યાં એ લખવાની હવે કોઈ ઈચ્છા નથી . જે વિષય બધાંને બહુ જ ગમ્યો છે એ જ સારો!
સ્વતંત્રતા જ આપણી માનસિક પરતંત્રત્તાની જનેતા છે. તંત્ર તો આમાં શટલકોકની જેમ ફંગોળાયા કરે છે. આમાં કારણભૂત આપણે જ છીએ અને દોષનો ટોપલો બીજાને માથે ઢોળીએ છીએ. સમુહનું સાયુજ્ય એટલે જ સ્વતંત્રતા. આ સમૂહ એટલે કોણ? એ આપણું કુટુંબ છે ! અરે કુટુંબ તો આપણું સમગ્ર દેશના લોકો છે.
અરે માત્ર આપણો જ દેશ શું કામ વિદેશમાં વસતાં બધાં જ ભારતીયો એ આપણું કુટુંબ છે, જેને આપણે લોકસમૂહ કહીએ છે એ સમૂહને ક્યારેય સમુદાય કે સંપ્રદાયના વાડામાં ન બાંધવો જોઈએ. આજે આનંદ એ વાત નો છે કે મારું કુટુંબ તો વેરણછેરણ થઈ ગયું છે. બેન નંદિતા આજે અમેરિકામાં આ દિવસ ઉજવે છે એનો મને આનંદ છે. એ ત્યાં પણ આજના દિવસે ભારતને કે અમને નથી ભૂલી. અરે કોઈ જ ના ભૂલે ! પણ આ દિવસે બધાં સંકળાયા એનો મને ખુબ જ આનંદ છે પણ એક વાત કહું દિકરી તો ભારતમાતાની કોઈ જ નથી. પણ ભરત્વર્શનો જે દીકરો છે એને કેમ ઉવેખવામાં આવે છે ….. હું પાકિસ્તાનની વાત કરું છું.
દીકરો ખોટે રસ્તે જતો હોય તો એને વારવો પડે, આ વારવાની સાચી રીત છે કે એને પરણાવી દઈને એને સીધે રસ્તે લાવી જ શકાય છે? દીકરાને દુષમન બાપની જરૂર નથી એને જરૂર છે ભારત જેવાં બીજા દેશો ફથર ઇન લો ની જે પોતાની દીકરી સાથે જમાઈનું પણ ધ્યાન રાખે! વાત સ્વીકારવા જેવી છે, જો તમે સ્વીકારવા માંગતા હોવ તો બાકી તો દુષમનાવટ વધતી જ જવાની છે અને આતંકવાદ વકરતો જ જવાનો છે. જેનો કોઈ જ અંત જ નથી, અંત લાવવો હોય તો પ્રતિબદ્ધતા અને કટીબદ્ધતા લાવવી પડશે ! નહીંતર આ સ્વતંત્રતા દિવસ એ એક દિવસ કે ત્રણ દિવસની ઉજવણી બની જશે!
આ ત્રણ દિવસ ખાધું પીધું અને રાજ કર્યું. બને તો આટલું કરજો, નહીંતર ભારતના સપૂતો આ બાબતમાં તૈયાર જ બેઠાં છે. સેના લડવા માટે અને મારા જેવા ઇતિહાસ અને સંસ્કૃતિમાં એની વાટ લગાડવા ! એક થાઓ, લડો એમ નથી કહેતો, પણ કોઈ સારો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે આપણે બધાં એક થઈશું ત્યારે બાકી આ સોશિયલ મિડિયાના મોહપાશમાંથી બહાર આવો અને કોઈ સારો ઉકેલ લાવો. સ્વતંત્રતા કાયમી હોવી જોઈએ એક દિવસ પૂરતી નહીં જ !
અસ્તુ !!
!! જય હિંદ !!
!! વંદે માતરરમ !!
– જનમેજય અધ્વર્યું
Leave a Reply