ગુમનામી
👉 આ કોઈ વાર્તા નથી હોં ભાઈ
આ એક ફિલ્મ છે !!!
👉 ૨૩મી જાન્યુઆરી તો તો બધાંને યાદ હશે જ
આ દિવસે કોનો જન્મદિવસ છે તે !!!
આ ૨૩મી જાન્યુઆરીએ નેટ પર આ ફિલ્મ ફુલ્લ HDમાં આવી હતી
જે મેં ડાઉનલોડ તો કરી હતી તે જ દિવસે
પણ જોવાનો મોકો છેક કાલે રાત્રે મળ્યો !!!
આ ફિલ્મ મૂળ બંગાળીમાં છે જે હિન્દીમાં ડબ થઇ હતી
ભલું થાજો એમેઝોન પ્રાઈમ વિડિયોનું કે જેણે આ ફિલ્મ જોવાનો આપણને મોકો આપ્યો !!!
👉 આ ફિલ્મ એ નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુનાં રહસ્ય પર છે
મુખર્જી કમીશન તો બધાંને યાદ જ હશે !!!
આફિલ્મ એનાં પર આધારિત છે
આ મુખરજી કમિશનનું હિયરીંગ જે ૧૯૯૯થી ૨૦૦૬ દરમિયાન થયું હતું
તેના પર આધારિત છે
👉 સુભાષચન્દ્ર બોઝનું મૃત્યુ પ્લેન ક્રેશમાં નહોતું થયું
તેઓ જાપાન (ટોકિયો) નહોતાં જતાં પણ રશિયા જતાં હતાં
તેમણે આ પ્લેન ક્રેશનું નાટક રચ્યું હતું
એ વાતને મુખ્ય રાખી પાછળથી સુભાષબાબુ એ ગુમનામી બાબા સન્યાસી બનીને ભારત આવ્યાં હતાં
એમનો અગ્નિદાહ ભગવાન શ્રી રામચંદ્ર્જીને જ્યાં અગ્નિ દાહ અપાયો હતો એ સરયુ કિનારે અયોધ્યામાં અપાયો હતો
આ વાત પ્રસ્થાપિત કરતી આ ફિલ્મ છે
જે માનવું કે ન માનવું એ તો તમારાં હાથમાં છે
મહાન સેનાની એ સન્યાસી કઈ રીતે બની શકે ?
આ પ્રશ્ન બધાંને સતાવે એ સ્વાભાવિક જ છે
પણ કેટલાંક તથ્યો એનું પ્રમાણ આપે છે
એ સાચાં કે ખોટાં એ તો રામ જાણે !!!
👉 દિગ્દર્શક શ્રીજીત મુખરજીનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે
સુભાષચન્દ્ર બોઝ બનતાં પ્રસન્નજીત ચેટરજી અને પત્રકાર ચંદ્રચુડ ધાર બનતાં અનિરબાન ભટ્ટાચાર્યનો અભિનય વખાણવા લાયક છે
આમેય આ ફિલ્મ આ બે પાત્રોની આસપાસ જ ફરે છે
ફિલ્મનું સંગીત ખરેખર વખાણવા લાયક છે અને બંગાળી ગીતો પણ !!!
👉 પણ આ ફિલ્મ એક પ્રકારની દસ્તાવેજી ફિલ્મ છે
એટલે કે એ ફિલ્મ તરીકે થોડી ઉણી ઉતરે છે
પણ આવો પ્રયાસ જે પહેલાં “તાશ્કંત ફાઈલ્સ”માં થયો હતો એવો જ ઉમદા પ્રયાસ આ “ગુમનામી” ફિલ્મમાં થયો છે !!!
કોંગ્રસને કદાચ આ ફીલ્મ ના ગમે એવું પણ બને !!!
કારણકે એમણે આ રીપોર્ટ અટકાવ્યો હતો !!!
જે હજી સુધી અટકેલો જ છે !!!
👉 પણ જે માણસે ૨૦ વરસ સુધી ભારતને સ્વતંત્રતા અપાવવા માટે લડાઈ કરી હતી
એવાં વિરલ ક્રાંતિકારી યોદ્ધા સુભાષબાબુને જોવાની – માણવાની – આત્મસાત કરવાની તક મળી એ માટે હું આ ફિલ્મનો આભારી છું
જો કોઈએ આ ફિલ્મ ના જોઈ હોય તો અવશ્ય જોઈ લેજો
ભૂલતાં નહીં હોં પાછાં !!
અસ્તુ !!!
——— જનમેજય અધ્વર્યુ !!!
🌴🌱🌿☘🍀🍁🌺🌻🌹
Leave a Reply