ધ કાશ્મીર ફાઈલ્સ – મારાં દ્રષ્ટિકોણથી
વાદો નિભાવું છું, કહ્યું હતુંને કે હું આ ફિલ્મ પર લખીશ. વખત સાંપડયો એટલે લખું છું. મારી દ્રષ્ટિએ કોઈ કરતાં કોઈ હિંદુ આ ફિલ્મ ટોકીઝમાં જોવામાંથી બાકાત નથી જ, હું અહી “હિંદુ” શબ્દ પર ખાસ ભાર મુકું છું. કારણકે હું પણ એક ચુસ્ત હિંદુ છું અને બ્રાહ્મણ પણ છું, ભલે હું ના હોઉં કાશ્મીરી બ્રાહ્મણ કે કાશ્મીરી હિંદુ ! પણ એટલું તો નક્કી છે કે કાશ્મીર મારાં દિલમાં વસેલું છે અને સદાય માટે વસેલું જ રહેવાનું છે ! કોઈ જ એને દુર કરી શકે એમ જ નથી !
મારાં સન ૨૦૧૯ના કાશ્મીર પ્રવાસ વખતે મને ઘણી બધી સચ્ચાઈ જાણવા મળી હતી. એ પણ જાણવા મળ્યું હતું કે ભાઈ વિવેક રંજન અગ્નિહોત્રી આ પર એક ફિલ્મ બનાવે છે, એ જે હોટેલમાં ઉતર્યા હતાં એ જ હોટેલમાં અમે પણ ઉતર્યા હતાં. આ જ હોટેલમાં સલમાન ખાન પણ ઉતરતો હતો. કાશ્મીરી મુસ્લિમો સલમાન ખાનના જબરજસ્ત ચાહકો છે કહેવાની જરૂર ખરી કે કોના નથી તે !
દલ લેકમાં જ શૂટ થયેલી ફિલ્મ “મિશન કશ્મીર”એ કાશ્મીરના લોકોને નહોતી ગમી, આમીરખાનની “ફના”પણ કાશ્મીરીઓને નહોતી ગમી. ફિલ્મ જબ તક હૈ જાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પણ એના લેહ- લડાખ સિવાયના તમામ લોકેશનો મેં જોયાં હતાં. બેતાબ ફિલ્મ ઉપરથી તો કાશ્મીરમાં એક મોટો ગાર્ડન બન્યો છે બેતાબ ગાર્ડન તો ફિલ્મ સુભાષ ઘાઈની ફિલ્મ “કર્મા”ની પોસ્ટઓફીસ જે અરુ વેલીમાં આવેલી છે તે પણ લોકો હોંશે હોંશે બતાવે છે
કાશ્મીરનું સુખ્યાત “માર્તંડ સૂર્યમંદિર ” એ ફિલ્મ હૈદર અને સ્ટાર પ્લસ પર નવી બનેલી મહાભારત સીરીયલમાં આવી જ ગયું છે. ફિલ્મ બજરંગી ભાઈજાનમાં સોનમર્ગ અને કાશ્મીરના ઘણા લોકેશનો છે. આ જ ફિલ્માં એક ઊંચાઈ પર દર્શાવેલી મસ્જીદ એ પહેલગામથી અનંતનાગ જતાં રસ્તામાં જ આવે છે. અવંતિપોર વિષે તો બધાએ ચુપકીદી જ સાધી છે. તો ખીર (ક્ષીર)ભવાની કોક ફિલ્મમાં આવ્યું છે ખરું, ગુલમર્ગનું શિવમંદિર એ ફિલ્મ કટી પતંગના ગીત જે રાજેશ ખન્ના પર ફિલ્માવાયું હતું તે “જય જય શિવશંકર” અહીં જ શૂટ થયું હતું.
કાશ્મીરના ગાર્ડનો પણ ઘણા બધાં પિક્ચરોમાં આવ્યાં છે, આમેય શ્રીનગર એ ફિલ્મોવાળાનું પસંદીદાર શહેર છે ! પણ તે અમુક સમયગાળા માટે જ એમ તો ફિલ્મ સત્તે પે સત્તા પણ કાશ્મીરમાં જ શૂટ થયું હતું અને ભાઈ અમિતાભને ત્યાં કોઈ ઓળખતું પણ નથી. અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા પર આતંકવાદી હુમલાને ધ્યાનમાં લઇ ઘણી મસાલા ફિલ્મો બની છે. શંકરાચાર્ય મંદિર આને હઝરતબાલને ધ્યાનમાં લઈને પણ ઘણી ફિલ્મો બની છે પણ સ્વતંત્ર કાશ્મીર એટલે કે કાશ્મીર પ્રશ્ન પર બનનારી પહેલી ફિલ્મ તો છે મિશન કાશ્મીર, આ જ વાત પછી ઘણી બધી ફિલ્મોમાં આપણી સમક્ષ મુકવામાં આવી પણ એની રજૂઆત એ એમની જ હતી — બોલીવુડીય.
સરકાર અને પ્રજાનો રોષ ના વહોરવો પડે એની બોલીવુડે ખાસ તકેદારી રાખી હતી. પરિણામે બોલીવુડના કલાકારો બદલાયા પણ મથરાવટી ના જ બદલાઈ એટલે જ એ લોકમાનસપર ના છવાઈ શકી. પણ જેવી મોદી સરકાર કેન્દ્રમાં આવી એટલે ફિલ્મનિર્માતાઓનો ઝોક કાશ્મીર પર વધ્યો. કેટલાક બનાવોને ધ્યાનમાં લઈને સન ૨૦૧૫થી સન ૨૦૨૨ સુધી બનેલી ફિલ્મો સુપર ડુપર હિત ગઈ, એમાં સરકારે પણ આ ફીલ્મો બનાવવાનું ભાથું પૂરું પાડયું હતું પણ અ બધામાં એક જ વાત ધ્યાનમાં રાખવામાં આવી છે — બોક્સ ઓફીસ કલેક્શન
ફિલ્મ “કશ્મીરકી કલી”થી જે એક કાશ્મીરનાં સૌન્દર્યસ્થાનોને લઈને જે એક ટ્રેન્ડ શરુ થયો તે કાળક્રમે બદલાયો, પ્રેમકથા બાજુ પર રહી ઈતિહાસ તો કોરાણે જ મુકાઈ ગયો છે જાણે, પછી જે ફાલ આવ્યો એ આતંકવાદ ઉપર આવ્યો. ઢગલાબંધ વેબ સીરીઝો અને ફિલ્મો આવી અને ગઈ, જેમાં કેટલીક સારી તો કેટલીકમાં ઓવરડોઝ હતો ! કાશ્મીર પર ધારા ૩૭૦ પર ફિલ્મો બની હતી એ રદ થયો ત્યારે પણ ફિલ્મો બની, લવ જીહાદ પર ફિલ્મોએ હાથ અજમાવ્યો પણ એમાં તેઓ સફળ થયાં નહીં.
કાશ્મીર પ્રશ્ન ? આનો જવાબ ખુબ જ વિચાર માંગી લે તેવો છે એનો જવાબ સહેલાઈથી પ્રાપ્ત થાય એમ જ નથી. કાશ્મીરમાં આતંકવાદની સાથે ચાલતો એક જલદ પ્રશ્ન છે કાશ્મીરી હિંદુઓ એટલે કે કાશ્મીરી પંડિતોનો ! આનો હલ શોધવો એટલો આસાન નથી. જેટલું આપણે માનીએ છીએ એટલું ! નાગજાતિ વિષે કેટલીક અસમંજસો છે તે હું મારાં ઈતિહાસ લેખોમાં દૂર કરીશ. સમય આપજો મિત્રો મને ! આવી જ અસમંજસ કાશ્મીરી પંડિતો માટે છે, તેઓ મૂળ ક્યાંના ?
કાશ્મીરમાં ક્યાંથી કેવી રીતે અને કઈ સાલમાં આવ્યાં ? આનો જવાબ પણ હું આપીશ જ તે પણ ઈતિહાસલેખોમાં જ !
સન ૧૯૯૦ના કાશ્મીરી પંડિત પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ છે. આ — “ધ કાશ્મીર ફાઈલ્સ”. જેમાં સંક્ષેપમાં કાશ્મીરનો ઈતિહાસ પણ કહેવામાં આવ્યો છે. આતંકવાદ પહેલાં આ કાશ્મીરી પંડિતો પરના અત્યાચારમાં બીજ રોપાયા છે, પણ પુખ્તા સબુતને અભાવે એનું કોઈ ચોક્કસ સાક્ષ્ય પ્રમાણ મળતું નથી.
એનું કારણ એ છે કે માત્ર કાશ્મીરનો કે ભારતનો જ નહિ પણ વૈશ્વિક ઈતિહાસ પણ ત્રણ યુગ એટલે કે કાળમાં વહેંચાયેલો છે…
(૧) પ્રાચીનકાળ
(૨) મધ્યકાળ અને
(૩) અર્વાચીન કાળ
વાત ભારતની કે વિશ્વની જવા દઈએ સીધાં કાશ્મીરના ઈતિહાસ પર જ આવીએ તો પ્રાચીનકાળમાં ઢગલાબંધ ગ્રંથોમાં કાશ્મીરનો ઉલ્લેખ મળે છે કાશ્મીરી પંડિત એટલે કે કાશ્મીરી શૈવવાદ એમાં આવી જાય. અભિલેખો અને સ્મારકો એટલે કે શિલ્પ સ્થાપત્યો પણ પ્રાપ્ત થયેલા જ છે, કેટલીક જગ્યાએ ઉત્ખનન દ્વારા તે બહાર કાઢવામાં આવ્યાં છે. મધ્યકાળમાં ઇસ્લામ ધર્મના અસ્તિત્વમાં આવ્યાં પછી વૈમનસ્ય વધ્યું. અત્યાચારો વધ્યાં, આક્રમણો ખુબ થયાં…
ધર્મ અંગીકાર પણ વધ્યો અને મહિલાઓ પરના અત્યાચારો વધ્યાં આનો ભોગ બન્યાં કાશ્મીરના હિંદુઓ ! જો કે આ નગ્ન સત્ય ઉવેખી શકાય એમ તો નથી જ પણ તોય આમાં ઘણીબધી મનઘડંત વાર્તાઓએ પણ ભાગ ભજવ્યો છે. આ સમયમાં પક્ષપાતી સાહિત્ય જ રચવામાં આવ્યું છે એટલે કોઈ નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ છે !
હવે જે કલંક છે એની જ વાત મતલબ કે અર્વાચીન કાળની બ્રિટીશ યુગમાં એ લોકોએ કાશ્મીરને રગદોળવામાં કોઈ કમી ના રાખી. હિંદુ – મુસ્લિમ ભેદભાવ વધ્યો કાશ્મીર મુસ્લિમોનું જ છે એવું પ્રતિપાદિત કરનાર એ બ્રિટીશરો જ છે, જેનો ગેરલાભ લીધો સ્વતંત્ર ભારતના સત્તાધીશોએ નહેરુ – અબ્દુલ્લા દોસ્તી જ આને માટે કારણભૂત છે. સન ૧૯૯૦પછી આ કાશ્મીરી પંડિતો ન્યાય માંગવા ખુબ રખડયા. પ્રધાનમંત્રી ઇન્દિરાજીએ આમને ન્યાય અપાવવાનો રીતસરનો નન્નો ભણી દીધો એમને પોતાના જ વતનમાં અને પોતાના દેશમાં રેફ્યુજી કેમ્પોમાં રહેવું પડયું !
૧૯૯૦ પછી છેક ઇસવીસન ૨૦૧૯માં ધારા ૩૭૦ હટી ત્યારે કાશ્મીરી પંડિતોએ એક રાહતનો શ્વાસ લીધો ! ૨૦૨૩માં તો કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોનો પુન: વસવાટ શરુ થશે. જો કે અત્યારે પણ શરુ થઇ તો ગયેલો જ છે ! આ બધી સચ્ચાઈને રજુ કરતી ફિલ્મ એટલે – “ધ કાશ્મીર ફાઈલ્સ”
આ ફિલ્મમાં જે પાત્રો છે એ પ્રતીકાત્મક છે, આ ફિલ્મ ચાર સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. આતંકવાદી, કાશ્મીરી પંડિતો, પત્રકારો અને સરકારી ઉચ્ચ અધિકારીઓ, આતંકવાદ કોણે શરુ કર્યો ? એના મૂળમાં જવું જ પડશે એનો જવાબ ધારીએ એટલો સહેલો નથી ! પણ એને લીધે કાશ્મીરના હિન્દુઓએ અને કાશ્મીરી પંડિતોએ ઘણું સહન કરવું પડયું હતું. કારણકે લગભગ ૮૦ના દાયકામાં કાશ્મીરમાં હિંદુઓ લઘુમતીમાં જ હતાં, તો કાશ્મીરની નીચે આવેલું રાજ્ય પંજાબમાં પણ હિંદુઓ લઘુમતીમાં જ છે.
લઘુમતિમાં રહેતા લોકો પર મન ફાવે એ રીતે અત્યાચાર કરી શકાય એવું કાશ્મીરી મુસ્લિમોનું માનવું છે. આમાં માત્ર કાશ્મીરમાં વસતાં જ મુસ્લિમોને દોષ દેવો વ્યાજબી નથી, કારણકે પાકિસ્તાન અને ચીન અને અમેરિકા પણ આમાં એટલાં જ જવાબદાર છે. ચીનને તો આખું કાશ્મીર પોતાને નામે ચડાવી દેવું હતું. હજી પણ એ એની જ ફિરાકમાં જ છે આમેય તે લડાખ પાસેનો પ્રદેશ અસ્કાઈન ચીન પડાવીને જ બેઠું છે તો પાકિસ્તાન આતંકવાદનો સહારો લઇ કાશ્મીરીઓને ઉશ્કેરી કાશ્મીર તો પાકિસ્તાનનું જ એવું ગીતુ ગાયાં જ કરે છે વારંવાર ! આઝાદીને નામે વિશ્વને ચરી ખાવું છે બધે સ્વતંત્ર કાશ્મીર એ માત્ર ખયાલી પુલાવ જ છે, કસમરીઓને પણ અલગ દેશ જોઈએ છે.
જેથી એ આતંકવાદ ફેલાવી શકે અને હિંદુઓ પર અત્યાચાર કરી શકે આ આઝાદીની ઝુંબેશમાં એમને કાશ્મીરી પંડિતો આડે આવતાં હતાં એટલે એમને માર્યા અને બકીનાને તગેડયા એનો જ અતિસ્પષ્ટ ચિતાર એટલે અતિસફળ ફિલ્મ — ધ કાશ્મીર ફાઇલ્સ !
ભારતીય રાજકારણીઓ અત્યારના નહીં પહેલાના એમને તો કાશ્મીરને ફોલી ખાવું જ હતું અને એ જ એમણે બાખૂબી કર્યું ! ઉધઈની જેમકાશ્મીરને ફોલી ખાવામાં આ વામપંથી નેતાઓએ કોઈ જ કમી નથી રાખી એમને મન કાશ્મીર મહત્વનું છે …… કાશ્મીરીઓ નહીં. જિહદીઓ એ આઝાદીના લડવૈયા નથી જ એ માત્ર બુરહાન વાનીની કલ્પના માત્ર જ છે. એ આતંકવાદી હતો એટલે એને ઉદાડડ્યો મોદીજીએ પણ એનાં બીજ તો અટલબિહારી બાજપેઈએ બોયાં હતાં. કામ પૂર્ણ કર્યું મોદીજીએ, કારણકે કોંગ્રેસ સહિત ભારતના લોકો આ બુરહાન વાનીને શહીદ ભગતસિંહ સાથે સરખવ્યો હતો. સમગ્ર કાશ્મીર બુરહાનની હત્યા પછી 9 મહિના બંધ રહ્યું હતું.
આતંકવાદી સંગઠનોને સ્વતંત્રતા સંગ્રામના સંગઠનો ગણાવ્યા હતા, જ્યારે સમગ્ર વિશ્વે આ સંગઠનોને આતંકવાદી સંગઠનો ગણાવ્યા હતા. ફિલ્મમાં પુનિત ઇસસરના સંવાદોમાં આ વાત સ્પષ્ટ રૂપે કહેવાઈ જણાવાઈ છે. ખ્યાલ રહે કે કાશ્મીરમાં માત્ર મુસ્લિમો જ વસતાં નથી – દલીતોથી માંડીને ઘણા હિંદુઓ આજે પણ ત્યાં વસે છે. જૈન વસ્તી પણ ત્યાં છે જ જેનો કોઈ જ જગ્યાએ ઉલ્લેખ સુધ્ધાં પણ થયો નથી.
માર્તડ સૂર્યમંદિર પહેલાં એજ નામના ગામમાં અને એની આજુબાજુના ગામોમાં પંજાબી જાટો અને શિખોની વસ્તીઓ વર્ષોથી વસેલી છે. જેનો ઉલ્લેખ કલહણ કૃત ઐતિહાસિક ગ્રંથ “રાજતરંગીણી”માં થયેલો છે. જો કે મેં એ નજરે જોયેલું છે “રાજતરંગીણી” લખાયાના ૧૦૦૦ વરસ પછી કહેવાનો મતલબ એ છે કે કાશ્મીરમાં રાજાઓ બદલાયા મુસ્લિમ શાસન પણ બદલાયું પણ કાશ્મીર તો ના જ બદલાયું તે ના જ બદલાયું ! કારણકે બધાની નજર કાશ્મીર પચાવવાની હતી અને ભારત જે મૂળ હિંદુ દેશ છે એ હિન્દુત્વ પાકિસ્તાન સહિત વિશ્વના ઘણા દેશોને ખટકતું હતું એમની આંખોમાં. પરિણામ એ આવ્યું કે શૈવવાદના વધતાં જોરે ઈસ્લામને ચોંકાવ્યો અને છેક મધ્યકાળથી બધે એટલે કે ભારતમાં બધે થતું આવ્યું છે એમ હિંદુઓને પર અત્યાચાર થયાં અને એમને પરને મુસ્લિમ ધર્મી બનાવ્યાં. જે ન માન્યા તેમની હત્યા કરી કે તેમને કાશ્મીરમાંથી તગેડી મુક્યા.
હવે આ વાત તો છેક મધ્યકાળથી બનતી આવી છે, જેના પુરાવાઓ તો આપણી પાસે છે જ નહીં એટલે તેઓ ઇતિહાસની છટકબારીને નામે છટકી ગયાં. પણ તોય સાલી અ પરિસ્થિતિ ના જ બદલાઈ કાશ્મીરી પંડિતો આ મુસ્લિમોને આંખમાં કણીની જેમ ખુંચતા હતાં. વર્ષો વીત્યા અંગ્રેજો રાજરમત રમી ગયાં. ભારત સ્વતંત્ર પણ થઇ ગયું કે નહેરુ દ્વારા સરદારને ઉવેખવામાં આવ્યાં.
બાબાસાહેબ અને તેમનાં મળતિયા સાગરીતો દ્વારા બંધારણ પણ રચવામાં આવ્યું જેમાં આ જ ૩૭૦મી કલમ દાખલ કરી મુસ્લિમોને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો. ભારત આઝાદ થયું સન ૧૯૪૭માં પણ પછી ૮૦ના દાયકામાં અને પછી ૯૦ના દાયકામાં કશીમીરમાં વસતાં અને પાકિસ્તાન પ્રેરિત મુસ્લિમોએ આતંકવાદનો સહારો લઇ કાશ્મીરી પંડિતો પર રીતસરનું દમન કર્યું જેની પરાકાષ્ટા આવી સન ૧૯૯૦માં જયારે સમગ્ર કાશ્મીરમાંથી બધાં કાશ્મીરી પંડિતોને કાઢી મુકવામાં આવ્યાં એમના પર અત્યાચાર કરીને ! આ અત્યાચાર એ કાશ્મીરી પંડિતો ભૂલ્યાં નહોતાં, તેમને કાશ્મીર પાછા જવું હતું.
અનુપમ ખેર વગેરે કાશ્મીરીઓએ માનનીય મોદીજી સમક્ષ ધા નાંખી. આં ૩૭૦મી કલમ હટાવો અને અમારો કાશ્મીરમાં પુન: વસવાટ કરાવો ! આવું આવેદન – અરજી – વિનંતી એમણે ૬૦૦૦ વખત કરી. મોદીજીના ચૂંટણીઢંઢેરામાં આ વાત હતી જ એમને બીજી ટર્મની શરૂઆતમાં જ એક્મોતો દાવ ખેલી સમગ્ર ભારતીયો સહિત કાશ્મીરીઓના દિલ જીતી લીધાં.
મોદીજીએ કાશ્મીરના કલંકરૂપ કલમ ૩૭૦ અને ૩૭A હટાવી અને કાશ્મીરી પંડીતો માટે પોતાના વતન કાશ્મીરમાં જવાનો અને ત્યાં કાયમી વસવાટનો માર્ગ મોકલો બન્યો, ઘણાં દ્વાર ખુલી ગયાં કાશ્મીરમાં અને આ જ વિષયવસ્તુને લઈને ફિલ્મ નિર્માતાઓ ફિલ્મ બનાવવા માંડયા. અજાણ્યો રહેલો ઈતિહાસ અને કાશ્મીરી પંડિતોની વેદનાને વાચા મળી અને તેમની સમસ્યા આ આ બહાને લોકો સમક્ષ મુકવામાં આવી, આમાં ભારતની મોદી સરકારે ખુબ જ મહત્વનો ભાગ પણ ભજવ્યો છે અને એટલે જ “ધ કાશ્મીર ફાઈલ્સ” જેવી ઉત્કૃષ્ટ ફિલ્મ રજુ થઇ શકી છે અને લોકોએ તે હોંશે હોંશે વખાણી છે.
આ કાશ્મીરી પંડિતો ભારતભરમાં ઠેરઠેર વેરાયેલા વિખરાયેલા છે જેઓ આજે પણ એ યાતના ડરથી સહેમી ગયેલાં છે, જેમાં ગુજરાત પણ બાકાત નથી એટલું જ નહીં ગુજરાતી કાશ્મીરી પંડિતે પોતાને શું શું વેઠવું પડયું હતું તેનું પુસ્તક પણ ગુજરાતી ભાષામાં લખ્યું છે ! ટૂંકમાં આ યાતનાની વાચા અને એનો આબેહુબ ચિતાર એટલે ફિલ્મ — “ધ કાશ્મીર ફાઈલ્સ” !
ફિલ્મમાં વાર્તા નથી ઘટનાનો આબેહુબ ચિતાર છે, પણ એ સમજવા માટે હું મારી કાશ્મીરમાં થયેલી વાત કરવાં માંગું છું. થોડીક પશ્ચાદ ભૂમિકા જરૂરી પણ છે, કારણકે વાતો વાતોમાં જ ઇતિહાસથી આપને જ્ઞાત થઈએ છીએ અને જે ઘટના એટલે કે બનાવો એ ન્યુઝ ચેનલો ચઢાવી ચઢાવીને કહેતી હોય છે એની સચ્ચાઈ શું છે એ પણ આપણને ખબર પડે છે. અલબત્ત આ એક અધર સાઈડ છે, પણ એ જાણવી જોઈએ તો જ ને ! કારણકે આ વાતો જન્નતને જહન્નુમ બનાવાયેલું છે ત્યાં જ થઇ હોય છે, જગા પણ એમની અને વાતો પણ એમની પણ માત્ર શ્રોતા સમજદાર અને જાણકાર હોવાં જોઈએ. જેમાં હું માહિર હતો કારણ કે મારાં કાશ્મીર પ્રવાસનો આ પણ એક અગત્યનો પહેલુ હતો.
કાશ્મીરમાં પગ મુકતાં જ મને સ્વર્ગનો એહસાસ થયો. જાણતો હતો કે ઉધમપુર પછી કોઈ જ હિંદુ વસ્તી નથી, ત્યાં કેટલાં હિંદુઓ વસે છે પણ લઘુમતીમાં એ તો આપને ત્યાં જઈને ખાંખાખોળા કરીએ ને તો જ ખબર પડે ! બાકી સમગ્રતયા એ કાશ્મીર એ મુસ્લિમોની જ વિરાસત બની ગયું છે ! ત્યાંના રહેવાસી મુસ્લિમો પાસે ધંધો પાણી તો છે નહીં, તોય આતંકવાદના ઓથાર હેઠળ ઘણાં પ્રવાસીઓ ત્યાં જાય છે—- દેશી અને વિદેશી !
પંજાબીઓ , રાજસ્થાનીઓ , ઉત્તર પ્રદેશ, બંગાળ અને દક્ષીણ ભારતમાંથી ઘણા પ્રવાસીઓ ત્યાં આવે છે, પણ ગુજરાતીઓ આજે પણ કાશ્મીર જતાં હજીપણ ડરે છે. કાશ્મીર એ પ્રવાસન પર નભતું રાજ્ય છે એ વાતને ઉવેખી શકાય તેમ નથી, બાકી સફરજન અને અખરોટનાં ધંધા તો માત્ર નામના જ છે. તેમ છતાં દરેક કાશ્મીરીઓને રહેવા માટે પોતાનું ઘર છે, આમ તો પૈસે તકે તેઓ સુખી છે. આ પૈસા કય્નથી આવે છે તે વાત પછી હું કયારેક કરીશ, અણસાર તો આપેલો જ છે મેં મારાં કાશ્મીર લેખોમાં ! કાશ્મીરની એક ખાસિયત એના ધાર્મિક ધંધાઓ છે, એટલે જ તેઓ ને હિન્દુઓની અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા ખટકે છે એટલે તેઓ વારતહેવારે હિંદુઓને ડરાવતા – મારતાં રહેતાં હોય છે ! પોતાને ત્યાં યાત્રા કરવાં જેવું કશું છે જ નહીં એટલાં જ માટે સ્તો !
યાત્રાને નામે તેઓને હિદુઓને પોતાને તરફ વાળવા છે અને મહિલાઓ પર અત્યાચાર કરી પરાણે મુસ્લિમધર્મી બનાવવા છે, જેની શરૂઆત કાશ્મીરી પંડિતોના પલાયનથી થઇ હતી એ જ કાર્ય હજી પણ તેઓ અવિરત કરતાં જ રહેતાં હોય છે. કાશ્મીરને ભારતની યુવા પેઢી ખત્મ કરવી છે પાકિસ્તાન અને ચીનના દોરીસંચાર પ્રમાણે ! કોણ કાશ્મીરી અને કોણ પાકિસ્તાની તે કહેવું કઠીન છે, કારણ કે કાશ્મીરીઓ વિના રોકટોક પાકિસ્તાન જાય છે અને પાકિસ્તાનીઓ વિના રોકટોક આતંકવાદીઓ સહિત ભારતમાં ઘૂસપેઠ કરતાં રહેતાં હોય છે રોજેરોજ જ !
કાશ્મીરી પ્રજા આતંકવાદીઓની ચાહક છે એમાંની ઘણીબધી કાશ્મીરી કન્યાઓ આતંકવાદીઓની પ્રેમિકાઓ છે. સમયની શારડી ફરતાં આતંકવાદી તો રો જ મરાતાં હોય છે પણ એમની પ્રેમિકાઓ અને એમના કુટુંબીજનો એ ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં રહેતાં હોય છે સદૈવ અને સદાકાળ… હા, તેઓ પ્રવાસીઓને રંજાડતા નથી. કારણ કે જો એમ કરે તો ત્યાં કોઈ પ્રવાસી જાય જ નહિ અને એમની આવક બંધ થઇ જાય.
એક માહિતી આપી દઉં કે માત્ર દલ લેકમાં રૂપિયા બે કરોડથી માંડીને ૫ -૧૦ કરોડની એવી ૫૦૦૦ થી ૧૦૦૦૦ હાઉસબોટો છે અને ૨૫૦૦૦થી વધારે શિકારાઓ છે ! આ બધું જ બંધ થઇ જાય જો તેઓ પ્રજાને રંજાડે તો ! પણ કાશ્મીરમાં છાશવારે અટન્ક્વાડીઓ સામેની લડાઈ ચાલુ જ રહેતી હોય છે એટલે એનો ભોગ ૮૦ ટકા પ્રવાસીઓ બનતા પણ હોય છે. આપના ઘણા ગુજરાતી પ્રવાસીઓ એ કાશ્મીરમાં પથ્થરબાજીનો ભોગ બનેલા જ છે, પરિણામ એ આવ્યું કે ગુજરાતીઓ કાશ્મીર પ્રવાસે જતાં બંધ થઇ ગયાં. પણ હું નોખી માટીનો નોખો માનવી છું, કાશ્મીર એ મારી જીદ હતી એટલે હું જઈને જ રહ્યો અને જે જોવું હતું તે જોયું અને જે જાણવું હતું તે જાણીને જ રહ્યો.
કાશ્મીરી મુસ્લિમોએ મને કાશ્મીરી પંડિતો વિષે ઘણી વાત કરી, એ બધી વાતો હું સ્વીકારું એટલો તો મુર્ખ હું નથી જ પણ મારે એમનાં મોઢે એમની વાત સાંભળવી હતી તે મેં સાંભળી. જ્યાં જરૂર પડી ત્યાં મેં માથું ફેરવી નાખે એવો જવાબ પણ આપ્યો પણ એ બધી વાતો અહીં કરાઈ શકાય એમ જ નથી ! એટલે — મૌનમ સર્વસ્વ સાધનમ !!! સાર એટલો જ કે તો પોતાની વાત બધાં ને જ કહેતાં ફરતાં હોય છે, એમને એમની વાતોનું જસ્ટિફીકેશન જોઈએ છે માટે આપણને એમ કે તેઓ આપણી આગળ પોતાની વ્યથા રજુ કરે છે પણ ખરેખર એવું નથી જ ! રખેલ મીડીયાએ જ એમને આતંકવાદી કહ્યાં છે એવું રટણ તેઓ વારંવાર કરે છે ! આ બધી જ વાતો જે ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ્સ”માં કરાઈ છે તે મારી સાથે પણ કરવામાં આવી હતી, એ હેતુસર જ આ વાત મેં આપ સૌની સમક્ષ મૂકી છે ! આ ફિલ્મમાં આ બધી જ વાતો કરવામાં આવી છે એટલે જ તો મેં અહી લખી છે !
ફિલ્મમાં વાર્તા નથી ….. બનાવ છે ….. ઘટનાઓ છે. ઘટનામાં સચ્ચાઈ છે, આ સચ્ચાઈનો રણકાર જ એને એક ઉત્તમ ફિલ્મ બનાવે છે. આ સચ્ચાઈ પચાવવા જેટલી છે હિમત ? હોય તો બતાવજો ! બાકી ગુજરાતી પુસ્તકો કે કોણ કોણ જોવાં ગયું તેનાં વોટ્સએપિયા – ટ્વીટરિયા સ્ટેત્સો મૂકી મુકીને ફિલ્મને બગાડો છો બધાં, આને જ લીધે આ ફિલ્મનો કોઈ ઢંગવાળો રીવ્યુ કોઈએ કર્યો જ નથી !
સચિન તેંદુલકર જયારે પ્રથમ મેચ રમતો હતો પાકિસ્તાન સામે જયારે ઇમરાન ખાન એણે બોલિંગ નાંખતો હતો. એની રેડિયો પર રનીંગ કોમેન્ટરી સાંભળતા સંભાળતા કેટલાંક બાળકો ક્રિકેટ રમતાં હોય છે, તેમાં એક છોકરો “સચિન ….સચિન” એમ બુમો પાડે છે. જે પાકિસ્તાન પ્રેમી કાશ્મીરીઓ એ ગમતું નથી અને ઝગડો કરી એ બાળકને માર મારે છે, ત્યાંથી શરુ થઈને જયારે ફિલ્મમાં અનુપમ ખેરનું મૃત્યુ થાય ચ્ચે અને ૩૭૦મી કલમ હટે છે અને કાશ્મીરી પંડિતોની જીત થાય ચ્ચે ત્યાં પૂરી થાય છે.
અનુપમ ખેર દ્વારા કહેવાયેલી વાત આ અગાઉ બધે જ મીડિયામાં આવી જ ગઈ છે પણ એનું આબેહુબ ફીલ્મીકારણ શ્રી. વિવેક રંજન અગ્નિહોત્રીએ કર્યું છે. ફિલ્મ એ અનુપમ ખેર પર નથી ફિલ્માં ચાર ચંદ લગાવ્યા છે મિથુન ચક્રવર્તીએ અને યુથ આઇકોન દર્શનકુમારે, પલ્લવી જોશી એ સારી અદાકારના જ છે એમાં કોઈ જ બે મત નથી. પલ્લવી જોશી પત્રકાર બની છે. મિથુન ચક્રવર્તી એ જગમોહનનો પ્રતીકાત્મક રોલ બ્રહ્મદત્તનો નિભાવે છે તો કાશ્મીરના પોલીસ કમિશનરનો રોલ પુનિત ઈસ્સર નિભાવે છે. અનુપમ ખેર એ પુષ્કરનાથ પંડિત બન્યાં છે, તો શારદા પંડિત બની છે ભાષા સુમ્બલી તેના બે છોકરાઓ છે શિવ પંડિત જે નાનો છે અને પાછળથી નાર્દીમર્ગના હત્યાકાંડમાં મર્યો જાય છે પણ ફિલ્મનો હીરો કૃષ્ણા પંડિત (દર્શનકુમાર)અ વાતથી અજાણ છે. જે પત્રકાર રાધિકા મેનન (પલ્લવી જોશી) દ્વારા ગેરમાર્ગે દોરાય છે
કાશ્મીરના પંડિતોને તગેડી મુકવામાં અને આ હત્યાકાંડ પાછળ આતંકવાદી ફારુક મલિક બીટ્ટાનો હાથ છે, જયારે બીટ્ટા એમ કહે છે કે તારા ભીની હત્યાઅ ને તારી માતાની હત્યા તો ઇન્ડિયન આર્મીએ કરેલી છે. પણ આખરે મિથુન ચક્રવર્તી એની આંખો ખોલે છે કે હકીકતમાં શું બન્યું હતું તે આર્મીના વેશમાં એ બીટ્ટા જ હતો આ હત્યાકાંડ પાછળ ! પછી ANUમાં એ પ્રેસિડેન્ટ ઇલેક્શનની સ્પીચ આપે છે જેમાં એ કાશ્મીરનો ઈતિહાસ આપે છે. આ સ્પીચ જોતાં અને સાંભળતા મને જુલિયસ સીઝરમાં સર મેર્લોન બ્રાન્ડોની સ્પીચ “બ્રુટ્સ ઇસ એન હોનારેબલ મેન” યાદ આવી ગઈ. કાશ્મીર વિષે જો કોઈના મનમાં કોઈ અસમંજસ હશે તો એ સ્પીચ સાંભળીને દુરથી જશે. કમસેકમ આ સ્પીચ જોવાં અને સાંભળવા ખાતર આ ફિલ્મ એક વાર નહીં પણ ૨-૩ વાર ટોકીઝમાં જવું જ જોઈએ દરેકે ફિલ્મમાં સંવાદો જોરદાર છે, કાશ્મીર છે ભાઈ એટલે ફોટોગ્રાફી તો અદ્ભુત જ રહેવાની. સંગીત સારું જ છે આ ફિલ્મનું, દરેક કલાકારનું કામ સારું છે. નિર્દેશક વિવેક રંજન અગ્નિ હોત્રીએ કમાલનું નિર્દેશન કર્યું છે, એટલે જ IMDBએ સૌ પ્રથમવાર ૧૦ /૧૦ રેટિંગ આપ્યાં છે ! જે વ્યાજબી જ છે ! આ ફિલ્મમાં વિવેક રંજન અગ્નિહોત્રીની મહેનત અને રીસર્ચ જણાઈ આવે છે.
વિવેક રંજન અગ્નિહોત્રીએ ૭૦૦ જેટલાં કાશ્મીરી પંડિતોના ઇન્ટરવ્યુ લીધાં છે, પછી જ એમને ૨૦૧૯ માંઆ ફિલ્મ બનવવાનું શરુ કર્યું એમની ઈચ્છા તો સન ૨૦૨૦ની ૧૫મી ઓગસ્ટે રીલીઝ કરવાની હતી પણ કોરોના અને બીજી મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં છેક ૨૦૨૨માં તે રીલીઝ થઇ અને અત્યંત સફળ રહી
આ ફિલ્મ એક આઈ ઓપનર છે, જો આપણે આપણી ખોલવા માંગતા હોઈએ તો ! ફિલ્મે તો પોતાનું કામ કરી દીધું, પણ હજી કાશ્મીરમાં ગાંજા જેવી લતથી દોરવાયેલું છે અને હજી પણ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની હત્યા થાય છે ! આનો ઉકેલ ક્યારે ! એ તો આવનારો સમય જ બતાવશે !
ફિલ્મમાં ઘણું બધું અનુભવવા જેવું અને જાણવા જેવું છે, એ અવારનવાર તમને જણાવતો રહીશ. ત્યાં સુધી આ ફિલ્મ આ ફિલ્મ ૨-૩ વાર જોઈ આવજો બધાં ! લેખ ઘણો લાંબો છે. ગમે તો સ્વીકારજો બધાં !!
!! જય અખંડ ભારત !!
!! જય હિંદુત્વ !!
!! જય કાશ્મીર !!
!! જય શ્રી રામ !!
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply