🙏 સમગ્ર ભારત લોકડાઉન 🙏
વિશ્વમાનવીનું એક મુઠી ઉંચેરુ કદમ
👉 આમ તો આના વિષે ઘણું લખાયું છે
પણ મારો લખવાનો આશય કેટલાંક હાલેલટપ્પુઓ હજી એનો વિરોધ કરી રહ્યાં છે તેઓ આનો વિરોધ શાને માટે કરી રહ્યાં છે
તેમને જવાબ આપવા જ હું આ લખી રહ્યો છું
👉 ભગવદ ગીતાની પત્તર ખાંડો મા
મેં એને પચાવી છે અને આત્મસાત કરી છે
પહેલી વાત જ એ છે કે આ કદમ ઉઠાવવામાં ભગવદ ગીતા ટાંકવાની જરૂર જ શું છે
છતાં તમારે તે ટાંકવી હોય તો ટાંકો એ તમારી વોલ છે તમે જ એના માલિક છો ભાઈઓ- બહેનો
એમાં જરાય ખોટું નથી પણ આંખે પાટા બાંધીને તો લખો
જેમને જેમને આવું કૈંક લખ્યું છે એમનો કોંગ્રેસપ્રેમ આમાં છતો થાય છે
શાહીનબાગ ખાલી થઇ ગયો એ એમને ખુંચે છે
શું તમારામાંથી દેશદાઝ અલોપ થઇ ગઈ છે
આવો છે તમારો દેશ પ્રેમ હજી તો આટલા જ મર્યા છે
એટલે તમે કહેવા શું માંગો છો
આપણે હજી વધારે મરવાની રાહ જોવાની છે !!!
આવ ભાઈ કોરોના અમને માર પછી અમે કૈંક કરશું કે અમે કૈંક આ સાચું માનશું !!!
આ માનસિકતા આપણને ક્યાં સુધી લઇ જશે ?
જરાક તો સુધરો મિત્રો …. જરાક તો સુધરો !!!
👉 જ્યારથી જનતા કર્ફ્યું સફળ રહ્યો છે ત્યારથી કેટલાક વિઘ્નસંતોષીઓ એની પાછળ ખાઈ ખપુચીને પડયા છે
કેટલાંકને ગરીબોની ચિંતા છે
અલ્યા ભાઈ ગરીબી હટાવવામાં ને હટાવવામાં આખેઆખી કોંગ્રેસ હટી ગઈ
હા કેટલુંક થઇ શકે એવું હતું તે સરકારે કર્યું જ છે જેમ કે ખાવાપીવાનું પેકેજ ગુજરાત સરકારે જાહેર કર્યું જ છે અને એનો અમલ પણ થયો જ છે
એ માટે આપણે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ધન્યવાદ જ આપવા ઘટે
કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ બાલાસિનોર ભાવનગર વગેરે સ્થળોએ જાગૃત થઈને પોતાને ખર્ચે આવી સેવાઓ પૂરી પાડે છે
અમદાવાદ,રાજકોટ, વડોદરા અને સુરત પણ અમથી બાકાત નહીં જ હોય
દિવસો જશ એમ આવી સંસ્થાઓ ઓ જરૂર કામે લાગશે એનો સંપૂર્ણપણે વિશ્વાસ છે
ઘણાં ધા લોકો કાર્યરત જ છે જોનો આપણને અંદાજો જ નથી
લોકો ચાલતા રાજસ્થાન પોતાના વતનમાં ગયાં તો માનવતાને ઢોરને એમને વાહનવ્યવસ્થા પૂરી પાડવી જોઈએ
એવું કહેનારાઓને મારે એટલું જ કહેવું છે કે —-
તમારામાં માનવતાનો કીડો સળવળતો હોયને તો જાતે ચાર રસ્તે જઈને જે નવરીનાઓ બહાર ફરવાં નીકળે છે એમને ડંડા ફટકારવા જાઓ તો વધારે સારું છે !!!
ક્ષતિઓ છે પણ એ ધીમે ધીમે દૂર થશે !!!
👉 ચલો મૂળવાત —–
અમેરિકા અને ઇટાલીપણ જે કદમ ઉઠાવવામાં ઢીલ કરી છે એમાં ભારત ચાર કદમ આગળ છે
આવું હું નથી કહેતો
આવું મારાજ ખાસ મિત્રો જે ગુજરાતી છે અને અમેરિકા જઈને વસ્યા છે તેઓએ કહ્યું છે
આવું કદમ કંઈ મોદીજીએ રાજીખુશીથી તો નથી ઉઠાવ્યું
એમને ગહન ચિંતન કરી પ્રજાની સલામતી માટે ઉઠાવ્યું છે
આમાં એમનો કોઈ જ નિહિત સ્વાર્થ નથી
૨૧ દિવસનું પિષ્ટપેષણ ઘણાં બધાએ કર્યું છે
ભાઈઓ તમને એક વાત જણાવી દઉં કે મોદીજી આમાં સાચા છે
જો ઘરમાં રહીએ તો જ આ કોરોનાના કહેરમાંથી બચી શકાય એમ છે
તમને ૨૧ દિવસ ટાઇફોઇડ કે કોલેરા થયો હોત તો તમે શું કરત ?
ઘરમાં ને તે પણ માત્ર ખાટલામાં જ અસ્વસ્થ થઈને પડયા રહ્યાં હોત ને !!!
WHO ના જણાવ્યા પ્રમાણે ભારત જો સાવધાની નહિ વર્તે તો ભારતમાં ૧૩ લાખ કોરોનાના પોઝીટીવ કેસ જોવાં મળશે
મોદીજી અત્યારે WHOને ખોટું સાબિત કરવાના મુડમાં છે એમાં એમનો કયો અંગત સ્વાર્થ તે તમે જ નક્કી કરજો !!!
આ દેશ લોકડાઉન કરીને એ કોરોના પર વિજય મેળવવા માંગે છે તેઓ માત્ર આપણને ભારતીયોને જ નહિ પણ પાકિસ્તાન શ્રીલંકા ભૂતાન અને નેપાળ વગેરેને પણ બચાવવા માંગે છે
નાણામંત્રીએ આ વાતનો સ્પષ્ટ નિર્દેશ કરી જ દીધો છે
અલ્યા બુદ્ધુઓ જો ગૃહમંત્રી વિફરશેને તો તમે ઘરમાં રહેવાને પણ લાયક નહિ રહો !!!
👉 ચલો બીજું બધું જવાદો આવું ના કર્યું હોત તો શું કરત લોકો અને દેશ
તમારી પાસે આનો કોઈ ઉકેલ છે
જો હોય તો જણાવો
એટલાજ માટે મેં આ કદમને મુઠી ઉંચેરુ કદમ કહ્યું છે જેને સમગ્ર વિશ્વે વખાણ્યું છે નથી વખાણતા તો આપણા જ નપાવટો અને નાલાયકો
મોદીજી દૂરંદેશી અને ઠોસ કદમ ઉઠાવનારા છે એઓ આનાથી સાબિત થઇ જ જાય છે
બ્રેવો મોદીજી બ્રેવો
આ વિશ્વમાનવને આવું મુઠીઉંચેરુ કદમ ઉઠાવવા બદલ એક નહિ લાખો સલામ
શત શત પ્રણામ મોદીજી
આઈ સેલ્યુટ યુ
!! જય હિન્દ !!
!! જય શ્રી રામ !!
!! ભારત માતાકી જય !!
👉 નોંધ : જો કોઈને મારું આ લખાણ ગમ્યું હોય તો જય હિન્દ કે જય શ્રીરામ લખવાનું ભૂલતાં નહીં
ના ગમે તો ના લખતાં બસ !!!
——– જનમેજય અધ્વર્યુ
🍁🌺🌻🌹🥀🌷🌼🌸💐🌴





Leave a Reply