હું અને શંકરાચાર્ય મંદિર
👉 આપણી ઇચ્છાઓનો કોઈ જ અંત હોતો નથી
પણ મનની શુષુપ્ત ઇચ્છાઓ જયારે પરિપૂર્ણ થાય છે ત્યારે આનંદ સમાતો રહેતો નથી
હું જન્મે અને કર્મે બ્રાહ્મણ છું
મારી એક ઈચ્છા હતી ભગવાન શંકરની પૂજા તો બહુ જ કરી હતી
સોમનાથ ,રામેશ્વર, ઓમકારેશ્વર અને ઉજ્જૈનમાં મહાકાલની
મહાકાલની તો ભસ્મ્પુજા પણ કરી હતી
એ વાત જયારે પણ હું મહાકાલ પર લખીશ ત્યારે આવશે જ
પણ મનમાં એક અતૃપ્ત ઈચ્છા હતી કે કલ્યાણકારી ભગવાન શંકરની આરતી કરવાં મળે તો કેવું સારું !!!
બીજી પણ એક ઈચ્છા હતી કે એ આરતી હું મારાં પોતીકા રાજ્ય ગુજરાતની બહાર જઈને કરું !!!
દર વખતે ઘણાં પ્રવાસો ખેડયા …..
પણ આ ઈચ્છા અધુરીને અધુરી જ રહી ગઈ
કૈલાસ માનસરોવર કે અમરનાથ યાત્રા તો કદાચ મારા નસીબમાં નથી
પણ એક ઈચ્છા હતી હતી હું જેને માનું છું જેને મેં વાંચ્યા છે અને પચાવ્યા છે
એ જગતગુરુ શંકરાચાર્ય નાં મંદિરમાં હું આરતી કરું આવી એક ઈચ્છા હતી
કાશ્મીર ક્યારે જઈશ કે જઈશ કે નહીં એ મને ખબર નહોતી જ નહોતી
👉 એ પ્રવાસ જયારે ગત વર્ષે ખેડયો ત્યારે મારાં મનમાં આશાનાં અંકુર જરૂર ફૂટ્યા હતાં
કાશ મારી એ ઈચ્છા એ પરિપૂર્ણ થાય તો કેવું સારું !!!
હું બ્રાહ્મણ છું તો મને ક્યારેક તો એ આરતી મળવી જ જોઈએને !!!
આ બધી ઇચ્છાઓ અને ધારણાઓ હતી
એની પરિપૂર્તિ ક્ય્રારેય થશે ખરી ?
ચલો ….એ બહાને શંકરાચાર્ય મંદિરમાં દર્શન કરવાં તો મળશે એમ માનીને મન મનાવ્યું !!!
👉 શંકરાચાર્ય મંદિર તો જોવાનું હતું
ક્યા દિવસે એ જોવાનું એ પણ નિશ્ચિત નહોતું
ટ્રાવેલવાળાઓએ જ એ દિવસ નક્કી કરી આપ્યો ૧ લી જુલાઈ ૨૦૧૯ સોમવાર
શ્રાવણ મહિનાની શરૂઆત થાય એ પહેલાનો જ સોમવાર
સમય હતો બપોરનાં ૧૨ પછીનો
શંકરાચાર્ય મંદિર ગયાં …….
મંદિરમાં કેમેરા લઇ જવાની મનાઈ છે
એટલે મોબાઈલ ઓફ કરી દેવામાં આવ્યો
લગભગ ૨૭૫ પગથીયા ચડીને અમે શંકરાચાર્ય મંદિર ગયાં
👉 મંદિરમાં દાખલ થયાં
કાશ્મીરમાં માત આ એક જ મદિર એવું છે જેની પૂજા આજે પણ બ્રાહ્મણો કરે છે
મારી છાતી ગજગજ ફૂલી
કાશ્મીર શૈવીઝમ વિષે કેટલાં ખોટાં ખ્યાલો પ્રવાસીઓ અને ત્યાંના રહીશોમાં એ મેં નજરે જોયું
મેં શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે જે જે ચર્ચા થયેલી એવીજ રીતે મેં પણ ત્યાં થોડી ચર્ચા કરી હતી
જો કે હું કોઈ શંકરાચાર્ય જેટલો જ્ઞાની તો નથી જ !!!
પણ હું શંકરાચાર્યનું નીચું દેખાડવા નહોતો માંગતો અને મારું બ્રાહ્મણત્વ લજવવા નહોતો માંગતો
એટલે મેં ચર્ચા કરી હતી
આ મંદિરના પરિસરમાં થયેલી વાતચીત હતી
પછી જ અમે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતાં
👉 મંદિરમાં અમે જલાભિષેક કર્યો
તે સમયે ત્યાના સિક્યોરીટીના હેડ પણ દર્શન કરવાં માટે આવેલાં
અને અહીં સુરક્ષાનો ઇન્તેજામ કેવો છે તે જોવાં આવેલાં
જાણો છો એમને અહીં કોણે મોકલેલા તે ——— અજીત ડાભોલે !!!
તેઓ ત્યાં આરતી કરતાં હતાં
બહાર થયેલી વાતચીત એમને કાને પહોંચી તેઓએ અમને ઈજ્જત બક્ષી
અને જલાભિષેક કરવાનો પુરતો સમય આપ્યો
આરતી અધુરી રાખી અમને આરતી સોંપી અને મારી મનની આમ પૂરી થઇ
અમે પુરતી આસ્થાથી આરતી કરી
આવો મહત્વનો લ્હાવો તો ભાઈ કોઈક નસીબદારને જ મળે !!!
આમ મારી એ ઈચ્છા એ પણ પૂરી થઇ !!!
👉 પછી નીચે પરિસરમાં આવ્યાં ત્યાંના સિક્યોરીટી સ્ટાફે અમારો ફોટો પાડયો અને અમને વોટસએપમાં મોકલાવ્યો
એ સિક્યોરીટી અધિકારી અને એ મંદિરના એક બીજાં પુજારીએ મને જે કહ્યું એ સાંભળીને મને મારી જાત પર ગર્વ થયો
એમણે મને કહ્યું કે —–
” જે તેજ અને આભા આદિ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીમાં જોવાં મળે છે એવું તેજ તમારાં ચહેરા પર છે અને એવી જ આભા તમારી છે
તમને મળીને હું ધન્યતા અનુભવું છું આશા છે કે તમે ફરીવાર કાશ્મીર આવો ત્યારે અહી અમારી મુલાકાત અવશ્ય લેશોજી !!”
👉 આ સાંભળીને મારાં પગ ધરતી પર નહોતાં ટકતાં
અરે ભાઈ…… આ બધો તો ભગવાન શિવજીનો ચમત્કાર છે
બાકી હું તો સામાન્ય માણસ જ છું !!!
આજના આ દિવસે મેં આ લખ્યું એનો મને આનંદ છે
આજના દિવસ સિવાય આનાથી વધારે સારો કયો દિવસ હોઈ શકે તમેજ કહો !!!
👉 એક વાત કહેવાની રહી ગઈ છે આ ૧લી જુલાઈ હતી અને અમરનાથ યાત્રા પણ આજ દિવસે શરુ થઇ હતી
અમરનાથ તો ના જી શક્યો પણ એજ દિવસે મેં મારાં માનીતાં શંકરાચાર્ય મંદિરમાં આરતી કરી એનો મને બહુ જ આનંદ છે !!!
!! બમ બમ ભોલે !!
!! હર હર મહાદેવ !!
——— જનમેજય અધ્વર્યુ
👏👏👏👏👏👏👏👏👏





Leave a Reply