કૈલાસ મંદિર – ઈલોરા, મહારાષ્ટ્ર, ભારત
#ભારતનો_ભવ્ય_મંદિર_વારસો
#કૈલાસ_મંદિર_ઈલોરા_મહારાષ્ટ્ર_ભારત
કૈલાશનાથ મંદિર એ ઇલોરાની કુલ ગુફાઓ ૩૨માની ૧૬ નંબરની ગુફામાં સ્થિત છે એટલે કે આ એક ગુફા મંદિર છે અને તે વિશ્વની સૌથી મોટી કારમોન રચના તરીકે જાણીતું છે. મંદિરના પ્રભાવશાળી કદ ઉપરાંત, તે તેના શિલ્પો તેમજ તેના અન્ય સ્થાપત્ય કળાની સુંદર કારીગરી માટે પણ નોંધપાત્ર છે. કૈલાસ મંદિર [કૈલાસનાથ (જેનો ઉલ્લેખ ‘કૈલાસના ભગવાન’ તરીકે થાય છે) એટલે જ એ કૈલાશ મંદિર તરીકે પણ ઓળખાય છે. એ મહારાષ્ટ્રના પશ્ચિમ ભારતીય પ્રદેશમાં આવેલું એક પ્રાચીન હિન્દુ મંદિર છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ, આ મંદિર ઇલોરા ગુફાઓનો એક ભાગ છે, એક ધાર્મિક સંકુલ જેમાં ૩૪ રોક-કટ મઠો અને મંદિરો છે. આ મંદિરનું નામ કૈલાસ પર્વત પરથી પડ્યું છે, જે હિંદુ ભગવાન શિવના હિમાલયના નિવાસસ્થાન છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ મંદિર કોણે બંધાવ્યું હતું ?
તેનો જવાબ પણ હું આપી દઉં…. આ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ સામ્રાજ્યના શાસક કૃષ્ણ -૧ના શાસન દરમિયાન ૮મી સદીમાં થયું હતું. કૈલાસ મંદિર શિવના પવિત્ર પર્વતનું પ્રતિનિધિત્વ કરતું હોવાનું માનવામાં આવે છે, આ મંદિર આ વિશિષ્ટ હિન્દુ દેવને સમર્પિત હતું. કૈલાસ મંદિરનું નિર્માણ ઇસવીસન ૭૫૭ અને ઇસવીસન ૭૮૩નીવચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે.
સામાન્ય રીતે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે લગભગ અઢી દાયકાના આ સ5મયગાળા દરમિયાન ભવ્ય મંદિરની રચના કરવા માટે કુલ ૨૦૦,૦૦૦ (અન્ય અનુમાન ૧૫૦૦૦૦ થી ૪૦૦૦૦૦ સુધીની રેન્જમાં) ટન ખડકને ચરનાન્દ્રી ટેકરીઓમાં ઊભા બેસાલ્ટ ખડકમાંથી ખોદવામાં આવ્યો હતો.
આ કૈલાશ મંદિર ઉપરથી નીચે સુધી માત્ર સાદા હથોડા અને છીણીથી કોતરવામાં આવ્યું હતું. કૈલાશ મંદિર વિશે કેટલીક વાતો પ્રચલિત થઈ છે, જેમર્પણ કેટલુંક તો સત્ય છુપાયું છે, એ સત્ય પછી એના સ્થાપત્યને લગતું જોય કે બાંધકામને લગતું હોય કે પછી ઇતિહાસને લગતું હોય. આપણે જ ખાંખાખોળા કરીને એ સત્ય બહાર કાઢવાનું છે. આમેય મારો ઇતિહાસ લખવાનો હેતુ પણ એ જ છે, માહિતી તો બધે જ છે પણ સત્ય હજી ભૂગર્ભમાં જ છે. એને જ હું બહાર કાઢવા મથામણ કરું છું, કૈલાશ મન્દિર કેવી રીતે બનાવવામાં આવ્યું ?
એ પર હું થોડો પ્રકાશ પાડવા માંગુ છું. મંદિર બનાવવા માટે પર્વત પરથી ખોદવામાં આવેલા ચાર લાખ ટન પથ્થરો કૈલાસનાથ મંદિરથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર સુધી પણ મળ્યા નથી, તે પથ્થરો આવ્યા ક્યાંથી?
પથ્થરને કાપી – કોતરી શકાય છે પણ એને શિલ્પ સ્થાપત્યમાં ઢાળવા માટે બીજા પથ્થરોની જરૂર પડે જ પડે ! કારણકે જે છે તે પહાડ છે અને મોટો ખડક એટલે કે ચટ્ટાન છે. માત્ર આમાંથી કે આનાથી જ મન્દિર બનતું નથી. વળી આ ગુફા છે એમ ગોઠવણી પણ અતિ મહત્વની હોય છે.
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે મંદિરના બે ટાવર પર પથ્થરનો પુલ છે. તે આધુનિક યુગની જેમ સદીઓ પહેલા ડિઝાઇન કરવામાં આવી હતી.
કેટલાક ઈતિહાસકારોએ તો એવું પણ તારણ કાઢ્યું છે કે આ મંદિર 1૧૮ વર્ષમાં બંધાયું હતું.જો આ વાત સાચી હોય તો ૧૮ વર્ષમાં ચાર લાખ ટન પથ્થર ખોદવામાં આવ્યા હતા.તેની બરાબર ગણતરી કરીએ તો પ્રતિ કલાક ૬ ટન પથ્થર ખોદવામાં આવે છે. હાલની ટેક્નોલોજીથી પણ આ શક્ય નથી, તો પછી સદીઓ પહેલા એક પહાડને કોદાળી વડે આટલી મોટી સપાટી કેવી રીતે ખોદી શકાય?
મંદિર એક માળથી બીજા માળે સીડીઓ અને પથ્થરોની પાઇપલાઇન દ્વારા જોડાયેલું છે. તે બહારથી પત્થરોની મદદથી નહીં પરંતુ પર્વતને કાપીને બનાવવામાં આવ્યા છે, હવે પથ્થરોથી પર્વતને કાપીને તેની અંદર મંદિર બનાવવા પાછળની તકનીકની કલ્પના કરો.
પથ્થરો બહારથી લાવવામાં આવ્યા હોય એ વાત આપણે સાચી ન માનીએ પણ અને આ ૧૮ કે ૨૮ વર્ષની વાત પણ સાચી ના માનીએ તોય એક વાત સ્વીકારવાનું મન થાય છે અને એ છે કે આ મન્દિર ઇસવીસન ૭૫૭ અને ઇસવીસન ૭૮૩ની વચ્ચે નહીં પણ ઇસવીસન ૭૫૭થી માંડીને ઇસવીસન ૭૮૩ સુધી બનાવવામાં આવ્યું હતુ !!!
શું તે સાત અજાયબીઓની યાદીમાં સામેલ થવાના માપદંડને પૂર્ણ કરતું નથી? મંદિરની વિશેષતાઓ અને એના શિલ્પસ્થાપત્ય વિશે વાત દીર્ઘલેખમાં ! લોકોને કૈલાશનાથ મંદિરનના બે ભાગ ગમ્ય હતાં એટલે આટલું લખવા પ્રેરાયો છું.
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્ધવર્યું
Leave a Reply