કોપેશ્વર શિવમંદિર – કોલ્હાપુર, મહારાષ્ટ્ર
#ભારતનો_ભવ્ય_મંદિર_વારસો
#કોપેશ્વર_શિવમંદિર_કોલ્હાપુર_મહારાષ્ટ્ર
તમે કોઈવાર કોલ્હાપુર ગયાં છો ખરાં ! ના ગયા હોય તો જી આવજો. શક્તિપીઠ મહાલક્ષ્મી મંદિર સાથે ઘણું બધું જોવાનું છે. જેને વિષે આપણે કશું જ જાણતા પણ નથી. કોલ્હાપુર માત્ર ગોળ અને ચપ્પલ કે કોલ્હાપુરી સાડી માટે જ જાણીતું નથી. એ સનાતની શહેર પણ છે. યુગો યુગોથી સનાતન ધર્મની રક્ષા કરતું આવેલું શહેર છે !
હવે આ મંદિરની વાત – આ મંદિર મહારાષ્ટ્ર અને કર્ણાટકની સીમા પર સ્થિત છે. એ સાંગલીથી પણ સુલભ છે, આ મંદિર ઇસવીસનની ૧૨મી શતાબ્દીમાં શિલાહારા રાજા ગંધારાદિત્ય દ્વારા ઇસવીસન ૧૧૦૯ અને ઇસવીસન ૧૧૭૮ની વચમાં બંધાવ્યું હતું. આ મંદિર નામ પ્રમાણે જ ભગવાન શિવજીને સમર્પિત છે. આ મંદિર એ કોલ્હાપુર શહેરની પૂર્વમાં કૃષ્ણા નદીના તટ પર સહિત એક પ્રાચીન અને કલાત્મક મંદિર છે.
આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે એને ઘણે દુરથી જુઓ તો આ એક મોટું જહાજ જેવું લાગે છે. પણ જેવો તમે મંદિરમાં પ્રવેશ કરો તો તમને એવી અનુભૂતિ થાય છે કે તમે કોઈ મોટાં યંત્રમાં એટલે કે મશીનમાં પ્રવેશ ના કર્યો હોય ! ગર્ભગૃહની અન્ડર ચારે તરફ એટલું બધું બારીક અને અતિસુંદર શિલ્પકામ છે કે તમે એણે જોતાં જ ના ધારાઓ ! હજારો મૂર્તિઓ એમાં ઘણી બધી એટલી નાની નાની છે કે છત અને દીવાર બધું જ ભર્યુંભર્યું લાગે છે. એણે એવી કલાત્મક રીતે પથ્થરોમાં કોતરવામાં આવી છે કે એ અવનવી ભાત પૂરી પડે છે દરેક વખતે જોતાં સમયે ! તમને એ સમજ જ નહીં પડે કે તમે ક્યાંથી જોવાનું શરુ કરો અને ક્યાં પૂરું !
આ સમગ્ર મંદિર ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
(૧) સ્વર્ગમંડપ
(૨) સબમંડપમ
(૩) અંતરાલ દક્ષ
(૪) ગર્ભગૃહ
સ્વર્ગમંડપમમાં ખુલ્લા શીર્ષ સાથે એક વેસ્ટીબુલ છે. અભયારણ્ય શંકુધારી છે, બાહરી વિભાગમાં દેવતાઓ અને ધર્મનિરપેક્ષ આંકડાઓની શાનદાર નક્કાશી કરવામાં આવેલી છે. હાથી મૂર્તિઓનાં આધાર પર મંદિરના વજનને સમતોલ રાખે છે.
આ મંદિર તમને ડાકોર પાસેના ગળતેશ્વર મંદિરની યાદ જરૂર અપાવે છે, ના જોયું હોય તો ખાસ જ જોઈ આવજો સૌ !
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply