ગજસજ સંહાર – ચેન્નાકેશવ મંદિર – બેલૂર
#ભારતનાં_અદભૂત_શિલ્પો
#ગજસજ_સંહાર_ચેન્નાકેશવ_મંદિર_બેલૂર
ગજરાજ વધ એ ભગવાન શિવજીનો અસુરો પર વિજય છે. રાક્ષસો ગમે તે રૂપ લઈ શકતા હોય છે, આ પૌરાણિક કથામાં રાક્ષસે ગજ એટલે કે હાથીનું રૂપ લીધું. એ રાક્ષસોનો રાજા હોવાથી એ ગજરાજ કહેવાયો. ગજ એટલે હાથી એ તો સાવ સીધો સાદો જ અર્થ છે.
થોડીક વાત શિલ્પો વિશે
—————————
બેનમૂન શિલ્પો કંડારવા હોય તો પુરાણ, રામાયણ કે મહાભારતનો જ સહારો લેવો પડે છે. આપણો વૈદિક ધર્મ અને આપણું વૈદિક જ્ઞાન એમાં કામ લાગે છે. આઈડિયા આના પરથી લેવામાં આવતો હોય છે. જેમાં શિલ્પશાસ્ત્ર અને જે તે રાજવંશમાં પ્રચલિત શૈલી કામે લાગતી હોય છે, પણ દરેક વખતે આનો જ સહારો લેવાય એ જરૂરી નથી.
કોઈ પણ કલા કે શાસ્ત્રમાં ફેરફાર કરી જ શકાય છે, કદાચિત આ ફેરફાર અને પરિકલ્પના જ શિલ્પોને પાષાણ કવિતા બનાવે છે. પ્રયોગોને અવકાશ તો દરેક સદીઓમાં હોય છે, ગજસંહાર એ હાથી રાક્ષસના સંહારક તરીકે ભગવાન શિવનું ઉગ્ર પાસું છે, ચેન્નાકેશવ મંદિર – બેલૂરના બધાં જ શિલ્પો અદભુત છે. એમાં આ એક શિલ્પ ઘણું બધું કહી જાય છે, જે એને વિસ્મયકારક બનાવવા માટે કાફી છે.
આ વાત ચેન્નાકેશવ મંદિર બેલૂર ના દરેક શિલ્પોને લાગુ પાડજો. આ ગજસંહાર એટલે કે ગજાસૂરવધના અદભૂત શિલ્પમાં ભગવાન શિવજીના ૧૬ હાથ દર્શાવવામાં આવ્યાં છે જે આ શિલ્પની એક ખૂબી છે. જે ખડગ , અંકુશ, વજ્ર ડમરુ,, બાણ , ગદા જેવી ઘણી મોટી સંખ્યામાં વસ્તુઓને વહન કરે છે. ખટવાંગા (સ્કલ ટોપ ક્લબ), ટંકા, ઘંટા (બેલ), સર્પ (સાપ), ધનુશ (પિનાક બોવ), દાંતા (હાથીનું ટસ્ક) અને કપાલા (વાટકો). બંને હાથ પોતાની આસપાસ હાથીની જાડી ચામડી પકડેલા જોવા મળે છે.
શિવજીનો જમણો પગ હાથીના માથા પર નિશ્ચિતપણે મુકાયેલો છે, તે દબાણને ટકાવી શકતો નથી અને તેથી રાક્ષસની આંખ બહાર નીકળી રહી છે. ડાબો પગ વાંકો છે અને સહેજ ઊંચો પકડી રાખે છે. હાથીની ચામડીને પ્રભામંડળની જેમ રાખવામાં આવે છે.
રુણદાસ દ્વારા સુશોભિત કિરીટાથી શિવને મુગટ પહેરાવવામાં આવે છે. રૂંડમાલા – ખોપરીની માળા તેના શરીર પર જાણે ચાલતી હોય એવું લાગે છે અને તે તેના કાન પર સર્પકુંડલ સહિત વિવિધ ઘરેણાંથી સારી રીતે શણગારવામાં આવેલાં છે
ભગવાન આશુતોષની જમણી બાજુએ શિવજીની સ્તુતિ કરતા અને નૃત્ય કરતા ૪ દુષ્કાળ પ્રીથાઓ છે અને શિવની ડાબી બાજુએ ડમરુ અને અન્ય સંગીતનાં સાધનો વગાડતા કેટલાક પુરુષ અને સ્ત્રી સંગીતકારો છે. નંદી આશ્ચર્યથી શિવ તરફ જોઈ રહ્યાં છે
આવું સંતુલિત અને અકલ્પનીય શિલ્પ જોવાં જીવનમાં એકવાર તો ચેન્નાકેશવ મંદિર બેલૂર જરૂર જજો હોં !
!! મહાદેવ હર !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply